સુવિચારોનું વૃંદાવન ….(૬)

સુવિચારોનું વૃંદાવન … (૬) …

સફળ જીવન જીવવા માટેનાં નીતિસૂત્રો …. 

 • નિંદા કરનારા સ્‍વભાવવાળા વ્‍યક્તિમાં હંમેશાં આત્‍મવિશ્ર્વાસનો અભાવ હોય છે.  તે હંમેશાં આશંકિત અને ભયભીત રહે છે.

 • મનુષ્‍યએ એવું ના વિચારવું કે અમુક વ્‍યક્તિએ અનેક  અ૫રાધ કર્યા હોવા છતાં સુખપૂર્વક  જીવન જીવે છે.  અમારાથી એકાદ અ૫રાધ થઇ જાય તો શું વાંધો  હોય શકે ?  આવું વિચારી પા૫ પરં૫રાને વધારવી નહી.  થોડા પા૫ ચિંતનથી, અસત્  ચિંતનથી વ્‍યક્તિ પાપથી ભરાઇ જાય છે.(શુક્રનીતિઃ૩/૧૩)

 • પોતાનીપ્રશંસા અને બીજાઓની નિંદા ક્યારેય ના કરવી.

 • તમામ પ્રાણીઓના પ્રત્‍યે મન,વચન અને કર્મથી ક્રૂરતાનો અભાવ એટલે કે દયાનો ભાવ રાખવો સૌથી મોટો ધર્મ છે.  ક્ષમા સૌથી મોટુ બળ છે, સત્‍ય સૌથી ઉત્તમવ્રત છે, અને ૫રમાત્‍માતત્‍વનું જ્ઞાન એ સર્વોત્તમજ્ઞાન છે.

 • જેની  વિધા, કૂળ અને કર્મ આ ત્રણ શુધ્‍ધ હોય એવા સંત મહાપુરૂષોની સેવા કરવી,તેમની સાથે ઉઠવું-બેસવું જોઇએ.

 • જેવી રીતે જળથી અગ્‍નિને શાંત કરી શકાય છે, તેવી જ રીતે જ્ઞાનના દ્વારા  માનસિક સંતા૫ શાંત થઇ જાય છે.

 • યુવાવસ્‍થા, રૂ૫, જીવન, ભૌતિક સંપત્તિ, ઐશ્ર્વર્ય તથા પ્રિયજનોનો સહવાસ- આ બધું અનિત્‍ય છે, એટલે વિવેકી પુરૂષોએ તેમાં આસક્ત ન થવું જોઈએ.

 • પરિશ્રમ કર્યા વિના દેવતાઓ ૫ણ સહાયક બનતા નથી.

 • સો હાથોથી સંગ્રહ કરો અને હજાર હાથથી દાન કરો.

 • જયારે વિદ્વાન ના  હ્રદયમાં સ્‍થિત તમામ કામનાઓ નષ્‍ટ થઇ જાય છે, ત્‍યારે આ મરણધર્મ માનવ અમર બની જાય છે અને આ માનવ શરીરમાં જ બ્રહ્મનો અનુભવ કરે છે.(કઠોપનિષદ)

 • પરમાત્‍મા ફક્ત પ્રવચનોથી, શાસ્‍ત્રોની વ્‍યાખ્‍યા કરવાથી, ધારણાવતી બુધ્‍ધિથી કે અધીક શાસ્‍ત્રોના અધ્યનથી  પ્રાપ્‍ત થતા નથી, તે પોતે જ દયા કરીને જેને અ૫નાવી લે છે તેને જ ૫રમાત્‍માની પ્રાપ્‍તિ થઇ શકે છે, તેની સમક્ષ પરમાત્‍મા પોતાના સ્‍વરૂ૫ને અનાવૃત કરી દે છે.(મુંડકોપનિષદ)

 • મન જ મનુષ્‍યના બંધન અને મોક્ષનું કારણ છે, વિષયાસક્ત મન બંધન અને નિર્વિષય મન મુકત માનવમાં આવે છે.(બ્રહ્મબિંદુઃર)

 • કર્મથી,સંતાનથી કે ધનથી નહી પરંતુ ત્‍યાગથી જ અમૃતમય મોક્ષની પ્રાપ્‍તિ થાય છે. (કૈવલ્‍ય)

 • અનાત્‍મ ૫દાર્થોનું ચિંતન મોહમય અને દુઃખનું કારણ છે,તેનો ત્‍યાગ કરીને મુક્તિનું કારણ આનંદસ્‍વરૂ૫ આત્‍માનું ચિંતન કરો.(વિવેક ચૂડામણીઃ૩૮૦)

 • આઠ પ્રકારના મનુષ્‍ય શિક્ષિત કહેવાય છેઃ દરેક સમયે હસતા ન હોય, સતત ઇન્‍દ્રિયનિગ્રહી હોય, મર્મભેદી વચનો બોલતા ના હોય, સુશિલ હોય, અસ્‍થિરાચારી ન હોય, રસલોલુ૫ ના હોય, સત્‍યમાં રત હોય,ક્રોધી ના હોય અને શાંત હોય.

 • જે વ્‍યક્તિમાં લોભ અને અહંકાર..વગેરે વિકાર છે તે ભણેલો ગણેલો વિદ્રાન વ્‍યક્તિ ૫ણ મૂર્ખ કહેવાય છે.

 • પ્રભુ પરમાત્‍મા સર્વવ્‍યા૫ક છે,આ૫ણી અંદરબહાર ઓતપ્રોત છે, નજીકની વસ્‍તુને દૂર સમજશો તો શોધવામાં વાર લાગશે.

 • મનુષ્‍ય જીવનની સફળતા ભગવત્‍પ્રાપ્‍તિમાં જ છે, આ શરીર વારંવાર મળતું નથી,એટલા માટે આગળની યાત્રા માટે ભગવત્‍પ્રાપ્‍તિરૂપી ધન સાથે લઇ લો.

 • ગમે તેવી પરિસ્‍થિતિ નિર્માણ થાય તેમ છતાં મનુષ્‍યએ ક્રોધ ન કરવો,કારણ કેઃક્રોધથી આ૫ણા હૃદયમાં નો ધર્મનો રસ,શ્રધ્‍ધાનો રસ,ભજનનો રસ,તત્‍વજ્ઞાનનો રસ બળી જાય છે.

 • જ્ઞાન ઘણામાં હોય છે,પરંતુ જ્ઞાનની દૃઢતા તમામમાં હોતી નથી.

 • લોભને સંતોષથી જીતો. મનુષ્‍ય જયારે વિચારે છે કે મને ઓછું મળ્યું છે ત્‍યારે તે પા૫ કરે છે, એટલે જે કંઇ મળ્યું છે તે મારી યોગ્‍યતા કરતાં વધુ મળ્યુ છે-એમ સમજીને સંતોષ રાખો.

 • મનુષ્‍યમાં જ્ઞાન ભક્તિ થોડા સમયના માટે જ રહે છે પછી તે ચાલ્‍યાં જાય છે,જ્ઞાન પ્રાપ્‍ત કરવું સરળ છે,પરંતુ તેને ટકાવી રાખવું કઠિન છે.

 • સાભાર – સૌજન્ય : વિનોદભાઇ એમ.માછી“નિરંકારી”
  નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
  પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૪૨૯૮૪૧૫૯૦(મો)
  e-mail: [email protected]

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની ઉપરોક્ત પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આભાર … !