રોગને આમંત્રણ કઈ રીતે આપીશું ? ….. (“જીવન લક્ષ્ય”) …

રોગને આમંત્રણ કઈ રીતે આપીશું ? … (“જીવન લક્ષ્ય” …) …
સાભાર :ચિત્ર ઉપલબ્ધ :   ગુજ મોમ.કોમ નેટ જગત 
વાંચક મિત્રો પાસે આજે એક રજૂઆત કરવાની કે આપણે સ્વાસ્થય અંગેની અનેક ઉપલબ્ધ્ માહિતી અલગ અલગ કેટેગરી દ્વારા અમો આપની સમક્ષ બ્લોગ પોસ્ટ દ્વારા પહોંચાડવાની નમ્ર કોશિશ નિયમિત રીતે કરીએ છીએ.  ડૉ.ઝરણાબેન  દોશી   દ્વારા એક દરખાસ્ત આપની  સમક્ષ મૂકવામાં  આવી છે,  કે જો વાંચક વર્ગ ઇચ્છતા હોય તો તેઓ બે અલગ નવી શ્રેણી બ્લોગ પર શરુ કરવા માંગે છે.  (૧) સેક્સ એજ્યૂકેશન  તે અંગેની પ્રાથમિક જાણકારી અને વિવાહિત જીવન દરમ્યાન   કે તે પહેલા ઉભી થયેલ  સમસ્યાનું નિવારણ અને ઉપાય … માર્ગદર્શન અને (૨) ધ્યાન    – યોગ દ્વારા રોગને દૂર કરવાની પ્રાથમિક જાણકારી અને સમસ્યાનું નિવારણ અને ઉપાય ….  માર્ગદર્શન.  
આ સાથે આપ સર્વે પાઠક વર્ગને  વિનંતી કે આપ શું ઈચ્છો છો ?  ઉપરોક્ત શ્રેણી આપણે ‘દાદીમા ની પોટલી’ પર શરુ કરવી જરૂરી માનો છો ?  આપના સ્પષ્ટ અભિપ્રાય બ્લોગ પોસ્ટ ના કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ આઈ.ડી. [email protected]  દ્વારા જણાવવા  વિનંતી.  કોઇપણ લેખમાં વાંચક વર્ગની મર્યાદા અને સુરુચીનો હંમેશ ખ્યાલ રાખવામાં આવશે, કોઈ જ પ્રકારની મર્યાદાનો ભંગ કરવામાં ક્યારેય નહિ આવે જેની નોંધ લેશો.  અપના પ્રતિભાવ એ જ અમારું માર્ગદર્શન બની રહ્શે.
  ‘દાદીમા ની પોટલી’ પર ડૉ. ઝરણાબેન દ્વારા મોકલવામાં આવેલ ઉપરોક્ત પોસ્ટ બદલ અમો તેમના અંતરપૂર્વક્થી આભારી છીએ…
રોગોને આમંત્રણ આપવા માટે આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ… ?
આજે આપણે બધા જ એક વાત માટે જરૂર સહમત થઈશું કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે સુખી અને સંતોષી નથી. દરેકને પોત પોતાના અલગ અલગ દુ:ખ અને નિરાશા અને હતાશા છે.  હવે આપણે મનુષ્ય તરીકે એ  જોઈએ કે એમાંથી છુટકારો મેળવવો કેટલો શક્ય છે અને કેવી રીતે ?  જો આપણને એ ખબર પડી જાય કે આપણે ભૂલો ક્યાં કરીએ છીએ ?  તો પછી એના પછીનું પગલું આપણે ચોક્કસ ભરી શકીએ કે ભૂલો થતી રોકીએ અને ભૂલો થતા પહેલા જ જાગૃતિ લાવીએ અને ભૂલો કરવાની ભૂલને વિરામ આપીએ.
તો વાચકમિત્રો આવો આપણે આપણી જાતને કઈ કઈ જગ્યાએથી બાંધેલી છે એ જાણીએ.
૧] ડોક્ટર ની ટેવ : આપણે હમેશા એક વસ્તુ નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે આપણા વિષે જેટલું ડોકટર જાણે છે તેટલું આપણે પોતે આપણા વિષે નથી જાણતા.
ડોક્ટર એટલે ભગવાન નું સ્વરૂપ, આપણી આજુબાજુ ડોક્ટર જરૂર રાખવા જેનાથી આપણી તબિયત સારી રહે.  આજ વિચારને કારણે આપણે નબળા મન ના રહીને અયોગ્ય દિનચર્યા અને અયોગ્ય ખાનપાન માં  ઉતરી જઈએ છીએ.  આજકાલના ડોક્ટર માટે આપણે  કમાઉ દીકરા – (ગ્રાહક કસ્ટમર) છીએ, જે ભલેને કષ્ટ થી મરી જાય પણ એમને તો આપણે જે કહે તે પ્રમાણે  રૂપિયા આપી દેવા રહ્યા. પહેલાના ડોક્ટરો તો ખરેખર ઈશ્વરના સ્વરૂપ તરીકે ઓળખાતા , જે આપણને સમય અને જ્ઞાન આપતા હતા.  હવે તો અનેક તપાસો નો ખર્ચ આપણી પાસે કરાવશે અને  ત્યારબાદ રીપોર્ટ વાંચી, ફક્ત ૫ થી ૧૦ મિનીટ માં  બહાર પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે.  મુંજાયેલા દર્દીને માથે દુ:ખોના ડુંગર તૂટી પડે, કરજો – દેવું માથે કરીને  જેમ તેમ દવાના કોર્સ કરે.  તાબડતોબ આપણા રોગોને જેમતેમ દબાવીને સારા કરી શકે તેવી દવાઓ લેવામાં આપણો રસ વધારે છે.
૨]  માનસિક રીતે નબળાઇ: આજકાલ સ્ત્રી અને પુરુષના મન એટલા બધા નબળા થઇ ગયા છે કે પુરુષ ને જવાબદારી લેવી નથી અને સ્ત્રીઓને અખો દિવસ લટકા મટકા કરતા રહેવું છે.
નિસ્વાર્થ ભાવના થકી પહેલાના જમાનામાં જીવન જીવાતું ; એ હવે સોદાબાજી ઉપર અને લેવડદેવડ ઉપર આવી ગયું છે.  અંદરનો આત્મવિશ્વાસ પડી ભાંગ્યો છે.  જાગૃતિ ની જગ્યા હવે ઝંક ફૂડ અને નશાકારક પદાર્થોએ લીધી છે.  ઉંમર પ્રમાણે વર્તન અને વ્યવહાર કરવાના સંસ્કાર અભરાઈએ ચઢયા છે. નબળા મનના માનવીઓ હવે આનંદ પ્રમોદના ઉપભોગમાં સ્વર્થીપણાને મહત્વ આપે છે.
૩]  કુદરત પ્રત્યે નારાજગી : આપણે કુદરત પાસેથી ચારે બાજુથી આપણને ઉપયોગી છે તે બધું લુટી રહ્યા છીએ, સામે આપણે કુદરતને કશું આપતા પણ નથી.
કદાચ આપીએ છીએ તો આપણને જે નક્કામું છે તે આપીએ છીએ જેમકે,  ….
મળમૂત્ર, કચરો, ગંદકી, પ્રદુષણ.  આપણે ઉલટો ચોર કોટવાલને દંડે એના જેવો વ્યવહાર રાખીએ છીએ.મારી પાસે બીજા કરતા ઓછુ છે એવી ભાવના સાથે આપણે કુદરત ને માથે જાણતા અજાણતા આરોપ મુક્યા કરીએ છીએ.
૪]  મનસ્વી વર્તન : સ્વચ્છંદતા ને આપણે આપણું જીવનનું પાયાનું સુત્ર બનાવી દીધું છે.
સંસ્કારોની સીમા ને ક્યાય ઓળંગી લીધી છે. સવાર પડે કે રાત પડે આપણા ઉપભોગ માટે આપણે સમય આપવા માંગીએ છીએ. જેટલું પણ જીવન મળ્યું છે, તે છેલ્લા શ્વાસ સુધી ભોગવિલાસ માં  વ્યતિત કરી  મસ્ત રહેવા માંગીએ છીએ. કદાચ શરીર ના અંગ ખરાબ થઇ પણ ગયા તો પ્લાસ્ટિક અથવા કૃત્રિમ અંગો પણ મુકાવીને ભોગમાં  નિરંતરતા લાવવાના તમામ પ્રયત્નો કરતા હોઈએ છીએ.  નમ્રતા અને આભારયુક્ત લાગણી ના પડીકા આપણે પધરાવી દીધા છે.
૫]  અનિયમિત જીવન અને ખાનપાન: જંગલમાં પ્રાણીઓ અને આપણી નજર સામે આવતા જીવજંતુઓ પણ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તીને ખાનપાન કરતા હોય છે.
આ એક કાળા માથાનો માનવી જ્યારથી બુદ્ધીમતામાં સર્વોચ્ચ પુરવાર થયો છે, ત્યારથી ઘમંડમાંથી બહાર જ નથી આવવા માંગતો. મરજી પડે તે પ્રમાણે બેફામ અને આડેધડ ભોજન આરોગે છે, દિવસે સુવાનું અને રાતે ઉજાગરા કરવાના એ હવે સામાન્ય બની ગયું છે.
૬]  અશુદ્ધ અને ભેળસેળ યુક્ત ખાનપાન: દરેકને આ બાબતની જાણકારી હવે મળવા લાગી છે કે જે શહેરોમાં આપણે રહેવાનું પસંદ કર્યું છે ત્યાં હવે કોઈ પણ ખાદ્ય સામગ્રી એવી નથી જેનું ઔદ્યોગીકરણ ના થયું હોય.
વેપારીઓના નફા માટે પણ હવે ખાદ્ય સામગ્રીના ડેકોરેશન ને મહત્વ આપવામાં આવે છે, એની ગુણવતા ને નહિ. કલર, રસાયણો, ઝંક ફૂડ, કૃત્રિમ પદાર્થોના ઊપયોગ હવે પ્રેસ્ટીજ બની ગયા છે.
રોગને આમંત્રણ ના આપવું હોય તો આટલું જરૂર વિચારજો … 
૧.  જીવનમાં પ્રાર્થના ને પ્રથમ સ્થાન આપો. જાગતા, બેસતા, ઉઠતા, ભણતા, ચાલતા, વાત કરતા….
દરેક જગ્યાએ અજ્ઞાત સહાયરૂપ શક્તિના અહેસાસ સાથે જીવો.
૨. પોતાના શરીરની તાસીર સમજવા જેટલું આરોગ્ય વિષયક જ્ઞાન મેળવો.
૩.  વહેલામાં વહેલી તકે કરજથી મુક્ત થાવ અથવા પ્રયત્નો જરૂર કરો. નવા કરજ કરવાથી દુર રહો.
૪. આજની આપણી પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર કરો અને આપણી જરૂરિયાતો અને લકઝરી ના ભેદને સમજો.
૫. જીવનમાં પ્રગતિના પંથે વિકાસશીલ રહેવા તેમજ માર્ગદર્શન માટે કોઈ એક વડીલને અથવા ગુરુને અનુસરો.
૬. મિત્રોની સંખ્યા વધારવા સાથે  તેની ગુણવત્તા ને ધ્યાનમાં લઇ  અને મિત્રો સાથે વ્યવહારિક રીતે એકબીજા માટે શુદ્ધ ભાવના જાળવીને મૈત્રી રાખો.
૭.  ખાનપાન નિમિતે પોતાની જ દિનચર્યાની પોતેજ નોંધ લ્યો અને એમાં અયોગ્ય ખાનપાનની જગ્યાએ પૌષ્ટિક ખાનપાન નો સમાવેશ કરો.
સાભાર : ડૉ. ઝરણા દોશી…
મનુષ્‍યની પ્રકૃતિ,  જેના દ્વારા રોગને પહેલેથી જ કાબુમાં રાખી શકવો શક્ય બને છે. રોગ થાય તે પહેલાં જ તેને અટકાવી શકાય અને તેનો મક્કમતાથી સામનો કરી શકાય એ માત્ર  પ્રકૃતિ – આચાર-વિચાર અને રહેણીકરણી – ખોરાક પરના નિયંત્રણ દ્વારા જ શક્ય છે.  જો આ બધાં વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો જરૂર રોગોને આપણે આપણાથી દૂર રાખી શકીશું અને આમંત્રણ નહિ આપીએ….
બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]
ચાલો તો … અહી અમુક વિષયોને વાચકોની માંગણી હશે તો વિસ્તારથી સમજાવશું, જેમકે વધુ ઊંડાણમાં જઈએ તો આવી ભૂલો પણ આપણે કરતા હોઈએ છીએ…… સ્વતંત્ર નિર્ણય લેવાની અક્ષમતા, વડીલો પ્રત્યે તોછડાઈ, આપસમાં વેરઝેર, કલ્પના અને વિચારોમાં ખોવાયેલા રહેવું. …
તો હવે વાચકમિત્રો આપણે જીવનમાં એવી કઈ કઈ સીધી સાદી રીતો અપનાવીએ જેના થકી ફરી આપણામાં સંસ્કાર અને સંયમ આવે જેનાથી આપણે જીવનના અંતિમ શ્વાસ સુધી સ્વસ્થતા અને સંતોષને માણી શકીએ.
“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા જીવન અંગેના કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ઝરણા દોશી … આપને તેનો જવાબ બ્લોગ પર આપવા જરૂર પ્રયત્ન કરશે. અથવા આપને ઉદભવતા કે મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતા – જાળવવા ઇચ્છતા હોય તો આપની સમસ્યા ની વિગત ડાયરેક્ટ [email protected] ઉપર અથવા ડૉ.ઝરણા દોશી ને [email protected]com ને ઈ મેઈલ દ્વારા લખી ને મોકલી શકો છો, અમો તમારા email ID પર તે અંગેનું યોગ્ય માર્ગદર્શન  મોકલી આપવા કોશિશ કરીશું. ”