વર્ટીગો અને હોમીઓપેથી … (અકસીર ઈલાજ… ) …

વર્ટીગો અને હોમીઓપેથી … (અકસીર ઈલાજ- ચક્કર બધું જ સ્થિર તોયે આપણે હાલકડોલક)

ડો. પાર્થ માંકડ
M.D.(HOM)

 

 

(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા ‘દાદીમા ની પોટલી’http://das.desais.net – બ્લોગપર નિયમિત રીતે પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ. આપના મંતવ્યો આપની કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક બની રેહશે. એટલું જ નહી આપની સ્વાસ્થય અંગેની કોઈપણ સમસ્યા હોય તો જરૂર અમોને જાણ કરી તે અંગે યોગ્ય માર્ગદર્શન ડૉ.પાર્થ માંકડ પાસેથી મેળવી શકો છો.)

 

વર્ટીગો – ચક્કર બધું જ સ્થિર તોયે આપણે હાલકડોલક – હોમીઓપેથી અકસીર ઈલાજ.

 

 

હમણાં જ લગભગ બેએક મહિના પહેલા કલીનીક માં એક પચાસએક વર્ષ ની ઉમર ના વ્યક્તિ આવ્યા જે ફિઝીકલી એકદમ સ્વસ્થ દેખાતા હોવા છતાં પોતાની બીમારી થી એટલા ત્રસ્ત હતા કે એ બીમારી ને કારણે એ પોતાની નોકરી છોડી દેવા ના નિર્ણય પર હતા …એમનો આત્મવિશ્વાસ પણ ખુબ જ ઓછો થઇ ગયેલો હતો…કારણ કે એમને કોઈ પણ દેખીતા કારણ વિના પોસીઝાશનલ વર્ટીગો હતા એટલે કે એ ભાઈ જરા પણ સ્થિતિ બદલે એટલે કે પડખું ફેરવે, બેઠા હોય ત્યાંથી ઉભા થાય, સુતા માં થી બેઠા થાય એમને તરત જ ચક્કર આવવા લાગે બધું જ ઈમ્બેલેન્સ થવા લાગે ને તરત જ કૈક પકડી લેવું પડે, આ તકલીફ ને કારણે તેમને વાહન ચાલવા નું પણ બંધ કરી દેવું પડેલું, હોમીઓપેથી ની કેનાબીસ ઈન્ડીકા કરી ને એક દવા એ એમને એટલા સ્વસ્થ કરી દીધા કે હમણાં જ છેલ્લે એ જાતે જ વાહન ચલાવી ને દવા લેવા આવેલા ને એ ય એકલા.

 

ચક્કર આવે એટલે હમેશ નબળાયી જ હશે એવું માનવું ભૂલભરેલું છે માટે ચક્કર આવે ને એ પણ વારંવાર તો એક વાર એ કયા કારણે છે એનું નિદાન કરાવી લેવું ખુબ જરૂરી છે.

 

ચક્કર આવવા ના કારણો :

 

આપણા શરીર ની બેલેન્સ મીકેનીઝમ મુખ્યત્વે બે સ્થળે થી ઓપરેટ થાય છે., એક તો આપણા કાન ના અંદર ના ભાગથી અને બીજું બ્રેઈન ના સેરેબેલમ કરી ને એક ભાગથી એટલે સાદી ભાષા માં કહું તો આપણા નાના મગજ થી થાય છે.

 

એટલે કાનની તકલીફ ને કારણે ચક્કર આવે છે કે મગજ ની કોઈ તકલીફ ને કારણે એના આધારે ચક્કર ને બે ભાગ માં વિભાજીત કરાય છે.

 

(૧) પેરીફેરલ ..

 

જેમાં કારણ કાન નું હોય …જેમાં શરદી પ્રકાર ની સામાન્ય તકલીફ થી લઇ ને અન્ય ઘણા બધા કારણો હોઈ શકે.

 

 

(૨) સેન્ટ્રલ વર્ટીગો :

 

જેમાં કારણ બ્રેઈન માં હોય છે જેમકે કોઈ ગાંઠ, ક્યાંક હેમરેજ કે પછી મૈગ્રેઇન પ્રકાર નો માથા નો દુખાવો કે પછી ક્યારેક કોઈ પાર્કિન્સન્સ જેવો નર્વસ ડીઝીસ. કારણ શું છે તે જાણવું પડે.

 

ચિન્હો :

આમ તો ચક્કર પોતે જ એક ચિન્હ છે – અંદર શું તકલીફ છે એ જાણવી પડે. પણ ચક્કર માં મુખ્યત્વે…

૧. બધું જ ફરતું હોય એવું લાગે

૨. ઉલટી થાય

૩.ઉબકા જેવું પણ આવે.

૪. ક્યારેક માથા નો દુખાવો પણ રહે.

૫.પરસેવો વધુ થાય.

૬. ડબલ દેખાય કે થોડું વિઝન હેઝી લાગે વિગેરે …

 

ઉપાય :

 

ઉપાય વિષે વિચારવા પહેલા યોગ્ય નિદાન ખાસ કરાવી લેવું. હા, કારણ કોઈ પણ હોય હોમીઓપેથી માં એવી ઘણી ઘણી દવા ઓ છે જે ચક્કર માં ખુબ સુંદર કામ કરે છે જેમકે, …

 

Conium Mac.

Gelsemium

Silicea

Baryta Carb

Zincum Met.

Plumbum met.

Stramonium

Cannabis Indica / Sativa etc.

 

આમાં ની કોઈ પણ દવા યોગ્ય મેચિંગ થી અપાય તો ચક્કર જરૂર મટી શકે છે.

પ્લેસીબો :

બીજી દવા ઓ થાય ત્યાં સુધી જો ઘી, મરી અને સાકર આ ત્રણે ને મેળવી ને ખાવા થી ચક્કર માં રાહત થાય છે.  મરી માં કાળા ને બદલે સફેદ મરી લેવાય તો વધુ અસરકારક નીવડે છે.

– ડૉ.પાર્થ માંકડ

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે. જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતા – જાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેકટ [email protected] ઉપર અથવા તો [email protected] ના ઈમેઈલ દ્વારા પૂરી વિગત સ્વાસ્થ્યની સમસ્યા – કેટલા સમયથી છે, કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત સાથે  ઉંમર ની જાણકારી  મોકલી શકે છે. તેમને તેમના email ID પર યોગ્ય માર્ગદર્શન ડાયરેક્ટ મોકલી આપીશું. ”