વ્રજનારી …

વ્રજનારી ..

 

આદિ કવિ નરસિંહ મહેતા થી પ્રાચીન કવિ દયારામ દ્વારા શ્રી કૃષ્ણ લીલા – વ્રજલીલા પર અનેક પદો અને ભાસ્ય રચાયા  છે. 

આજે એક સુંદર રચના ‘વ્રજનારી …’  વૈષ્ણવ પૂર્વી મોદી- મલકાણ .. (યુ.એસ.એ) દ્વારા ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવી છે.  ‘દાદીમા ની પોટલી‘  ના વાંચક વર્ગ માટે સદા વૈવિધ્યપૂર્ણ પીરસવા માટે તેઓ દ્વારા અનેક માર્ગદર્શન અમોને આપવામાં આવેલ છે .જે બદલ અમો પૂર્વિબેન ના અંતરથી આભારી છીએ….

 

 


(પિક્ચર વેબ જગત આધારિત … આભાર !)

 

ઉંચકી મન તણા અનેક ભાવોને લઈ જતી વ્રજનારીની
કૃષ્ણ યાદોમાં છલકાતી એની લાગણીનું શું ?
વિરહરસથી ઘૂંટડો ભરતી એની મીઠી યાદો
આંખમાં છે અનેક રાતોની ઉંઘ પણ તેમ છતાં જાગતી ..

એની મધુર વાણીએ પડ્ઘાતું તું વ્રજ વૃંદાવન આખું
છતાં ખાલીપો આજે ખખડે છે ચોપાસમાં
વન ઉપવનમાં છુપાયેલ એની વાણીની કોઈ છે નોંધ ?
કોણ વિણે છે એની એકલી અટૂલી યાદોને ..

એ તો કૃષ્ણની ફૂંકે ઊડે છે આમતેમ
એની યાદોનું કોઈ છે ઠેકાણું શું?
કૃષ્ણ કેરી યાદોને એકઠી કરીને કોઈ
હૃદય કેરી મંજૂષામાં રાખે તો સારું ..

ને ધારો કે એક’દિવસ “વ્રજનારીને” મળવાનું થાય તો
આ મીઠી યાદો કેરી ભેંટ એને અપાય તો ય સારું
પણ વિરહરસના સાગરમાં જે મજા છે
તે મજા મળવામાં ક્યાંથી આવવાની? ..

ઉંચકી મન તણા અનેક ભાવોને લઈ જતી વ્રજનારીની
કૃષ્ણ યાદોમાં છલકાતી એની લાગણીનું શું ?
વિરહરસથી ઘૂંટડો ભરતી એની મીઠી યાદો
આંખમાં છે અનેક રાતોની ઉંઘ પણ તેમ છતાં જાગતી …

 

પૂર્વી મોદી મલકાણ – (યુ એસ એ)
૨૩/૦૬/૨૦૧૨

 

આજની રચના આપને પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો, જે સદા લેખિકા ની કલમને બળ પૂરે છે, તેમજ અમોને પ્રેરણાદાયી બની રહે છે. . આભાર !

 

બ્લોગ લીંક: htpp://das.desais.net
email: [email protected]

 

(નોંધ: ગઈકાલે પૂર્વિબેન દ્વારા મોકલવામાં આવેલ  ઉખાણા … ભાગ -૪  પોસ્ટ ના સાચા જવાબ આજે અમોએ મૂળ પોસ્ટ પર મૂકેલ હોય, આપના જવાબ ત્યાં જઈ મેળવી લેવા વિનંતી… આભાર! ..‘દાદીમાની પોટલી’ !)