શરીરની સાંકેતિક ભાષા થકી રોગની ઓળખ અને ઉપાય …

શરીર ની સાંકેતિક ભાષા થકી રોગોની ઓળખ અને ઉપાય …

 

 

કુદરતે આપણા શરીરમાં અદભુત રચના કરી છે તેને આપણે જીવનભર, મન ભરીને માણવા માટે શું કરવું જોઈએ તે  જાણવા માટે ….આવો આજે આપણે ‘જીવન લક્ષ્ય’  કેટેગરી હેઠળ ડૉ. ઝરણા દોશી પાસેથી  કુદરતની સાંકેતિક ભાષા ને જાણીએ, સમજીએ તથા તેને અનુસરવાનો પ્રયત્ન કરીએ.

‘દાદીમા ની પોટલી’ પર ડૉ. ઝરણાબેન દ્વારા મોકલવામાં આવેલ ઉપરોક્ત પોસ્ટ બદલ અમો તેમના અંતરપૂર્વક્થી આભારી છીએ…

આજનું ધમાલિયું જીવન આપણને માનસિક તાણ આપી રહ્યું છે.આખા દિવસમાં ખાસ કંઈ કર્યા ના પણ કરીએ તો પણ સાંજ પડે આપણને અમુક  શારીરિક તકલીફોને ધ્યાનમાં લેવી પડે છે.

 

 

 

શરીરની સાંકેતિક ભાષા…

 

1. આખા શરીરમાં દુખાવો થવો

2. બેચેની અને હતાશા લાગવી

3. થાક લાગવો

4. શરીર ભારરૂપ લાગવું

5. શરીરનું ગરમ અથવા ઠંડું પડી જવું.

6. ભોજન કરવાની આળસ આવવી

7. સોફા/પલંગ ઉપર પડ્યા રેહવાની ઈચ્છા થવી

8. પગમાં, ગોઠણમાં સોજા ચઢવા

9. આચરકુચર જંક ભોજન નો ઉપયોગ વધુ પડતો કરી લેવો

10. ઉમર કરતા મોટા દેખાવાનું શરુ થઇ જવું.

11. નાની નાની વાતમાં ચિડચિડાપણું આવી જવું.

12. ઘરના સભ્યો સાથે બેસવું ના ગમતા ટેલીવિઝન અથવા વીડીઓ ચાલુ કરીને મન બીજે વાળવું.

13. નાની નાની વાતમાં વિલાયતી દવાઓનું સેવન કરવું.

 

ઉપર મુજબ ના પોતાના આરોગ્ય ને ઓળખવાના અને તેમાંથી બહાર આવવાના પ્રયત્નો માં રસ લેવા માટે આવો આપણે ઘરમેળે થઇ શકતા ઈલાજો જોઈએ …

 

દાદીમાં ના ઘરેલું નુસખા :

 

૧]  ઘરે આવીને હુંફાળા પાણીથી સ્નાન કરવું

૨]  ઘરે આવીને શાંતિથી બેસીને ફ્રેશ ફળ નો જ્યુસ પીવો.

૩]  ઓફીસમાં આંખોમાં સમયે સમયે પાણીની છાલક મારવી.

૪]  પાણી પીવાની ટેવ પ્રત્યે સજગ થવું.

૫]  આખા દિવસના ખોરાક માં પ્રોટીન,વિટામીન,મીનરલ તેમજ જરૂરી ખનીજ તત્વોનો સમાવેશ કરવો.

૬]  અમુક દિવસના અંતરે પેટને સ્વચ્છ રાખવા માટેની યોગ્ય રીત અપનાવવી.

૭]  ઘરમાં બાળકોની સાથે પેહલા થોડો સમય વિતાવવો.

૮]  મનપસંદ સંગીત વગાડવું.

૯]  રજાના દિવસો માટેનો કોઈ આરામદાયક પ્લાન બનાવવો.

૧૦] સર્વાનુંસંમતિ થકી સાંજના ભોજન ના મેનુ ની પેહલેથી ચર્ચા કરી નક્કી કરવું.

૧૧] જરૂર કરતા ભોજન માં બે કોળિયા ઓછા ખાવા.

૧૨] ભોજન અને ઊંઘ વચે બે થી ત્રણ કલાક ની સમય મર્યાદા રાખવી.

૧૩] સહપરિવાર સાથે ભોજન લેવું.

૧૪] ભોજન લેતા અને સમાપ્ત કરતા સમયે બે હાથ જોડીને સમૂહ પ્રાર્થના કરવી.

૧૫] ભોજન આરોગતી વખતે આનંદવાળા વિષય ની ચર્ચા કરવી અથવા મૌન રેહવું.

 

આ પ્રમાણે  ઉત્તમ જીવન જીવવાની કુંચીઓને  જો  આપણે આચરણ માં મુકીએ  તો આપણા જીવનમાં  તંદુરસ્તીને કાયમી આપણે આવકાર આપીએ છીએ..

 

વાચકો મિત્રો આપ નીચે જણાવેલ સમસ્યાઓ  કે તે સિવાય ની અન્ય કોઈ સમસ્યાઓ જીવનમાં ધરાવતા હોય તો જરૂર તેના ઉપચાર જાણવા માટે ડૉ. ઝરણાબેન દ્વારા માર્ગદર્શન મેળવી શકો છો. આપની  સમસ્યા બ્લોગ પોસ્ટના કોમેન્ટ્સ  બોક્ષ દ્વારા અમોને જણાવશો અથવા અમોને ઈ. મેઈલ દ્વારા જણાવશો. જેના જવાબ  તમે ઈચ્છશો તો વ્યક્તિગત અથવા  બ્લોગ પર આપીશું.

 

સામન્ય સંજોગમાં ઉદભવતી સંભવિત સમસ્યાઓ …. જેવી કે ...

 

(૧)  મારે વારે વારે બહારનું બહુ ખાવાનો વારો આવે છે તો હું મારૂ આરોગ્ય કેવી રીતે જાળવી શકું ?

(૨)  મારે નાની ઉમરથીજ વારસાગત રોગોની દવા લેવાનું થયું છે તો હવે હું એમાંથી કેવી રીતે મુક્ત થઇ શકું ?

(૩)  હું રાતે ઘણો જ મોડો આવું છુ એટલે આપે જણાવેલા અમુક નિયમો અમલમાં મુકવા શક્ય નથી તો શું કરવું ?

(૪)  હું તો હોસ્ટેલ માં ઘર થી દુર રહું છુ તો મારે તો જે મળે તે ખાઈ લેવું પડે છે તો મારે ઉપર જણાવેલ તકલીફોથી કેવી રીતે બચવું ?… વિગેરે …

 

ચાલો તો …ડૉ. ઝરણા બેન દ્વારા સમસ્યા અંગે જાણીએ …

 “સર્વે પાઠક મિત્રો ને વિનંતી  કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે  ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ઝરણા દોશી … આપને તેનો  જવાબ બ્લોગ પર આપવા જરૂર પ્રયત્ન કરશે.  અથવા આપને  ઉદભવતા કે મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે  Privacy / અંગતતા – જાળવવા ઇચ્છતા હોય તો આપની સમસ્યા ની વિગત ડાયરેક્ટ  [email protected] ઉપર અથવા ડૉ.ઝરણા દોશી ને  [email protected]  ને ઈ મેઈલ દ્વારા લખી ને  મોકલી શકો છો, અમો   તમારા  email ID પર તે અંગેનું યોગ્ય માર્ગદર્શન ડાયરેક્ટ મોકલી આપવા કોશિશ કરીશું. ”

 

‘દાદીમા ની પોટલી’ – બ્લોગ ની મુલાકાત લેવા : http://das.desais.net લીંક પર ક્લિક કરશો.