તિમિરમાં પ્રકાશનું એક કિરણ …

તિમિરમાં પ્રકાશનું એક કિરણ …

 

જાન્યુ.૨૦૧૨,મુંબઈ  મેરેથોન દરમ્યાન બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન ના સભ્યોએ દોડમાં ભાગ લીધો 

 

(‘દાદીમા ની પોટલી’ પર આપ સર્વે જાણો છો  તે મુજબ અમો સતત કશુંક વૈવિધ્યતા ભરેલ  અને ઉપયોગી સામગ્રી પીરસવા નમ્ર કોશિશ કરીએ છીએ.  આજે એક નવા સાથી ની ઓળખ આપવા કોશિશ કરીશું.  બંસરી બેન એમ.પારેખ, ઉંમર ૭૮ વર્ષ. (જૈન)  સાત ભાઈબેન નો પરિવાર, જેમાં બંસરી બેન  તેમજ તેમના અન્ય બેન  હેમલતાબેન પારેખ,  ઉંમર. ૮૦ વર્ષ  આજીવન અપરણિત છે. . બંસરી બેનનો અભ્યાસ: એમ.એ. બી.એડ.  વ્યવસાયે – શિક્ષિકા. જી.ટી. ગર્લ્સ હાઈ સ્કૂલ, બોરીબંદર થી શિક્ષિકા તરીકે શરૂઆત કરી  અને ૩૫ વર્ષ એકધારી એકજ શાળામાં રહી અને ત્યાંજ નિવૃત્તિ લીધી.   હાલ તેઓ મોર્ડન સ્કૂલ -મુંબઈ માં એક્ઝીક્યૂટીવ તરીકે તદન નિ:સ્વાર્થ ભાવે કોઈપણ સેવાના મૂલ્યો મેળવ્યા વિના સક્રિય રૂપે સેવા આપે છે.  ‘દાદીમા ની પોટલી’ પર આજનો લેખ મોકલવા બદલ અમો હેમલતાબેન તેમજ બંસરીબેન ના  અંતરપૂર્વકથી આભારી છીએ. (હવે પછી ‘દાદીમા ની પોટલી’ પર  આપણે હેમલતાબેન પારેખ નો પરિચય  મેળવીશું અને લેખ માણીશું .)

 

પ્રજ્ઞાચક્ષુ ખુરશીદ અને દ્રષ્ટિવાન પ્રદીપનું લગ્નજીવન સુખરૂપ આનંદથી વીતતું  હતું. તેમાં ઓચિંતી પ્રદીપની માંદગીએ ઘર કર્યું. તેની કિડની ધીમે ધીમે કામ કરતી બંધ થઇ. ડાયાલિસીસ શરૂ થયું કિડનીની નિષ્ફળતા એ જાણે રાજરોગ ! ખુરશીદે પતિની સેવામાં દિનરાત એક કર્યા. આર્થિક મુશ્કેલી શરૂ થઇ  પતિને ડાયાલિસીસ સેન્ટર પર લઇ જવાના, ઘરમાં સારવાર કરવાની – બધું ખુરશીદે એકલે હાથે નીભાવ્યુ.   પ્રદીપને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઊભી થઇ. એમ્બ્યુલન્સ બોલવાથી માંડીને, બધી વિધી ખુરશીદે સફળતાથી નિભાવી. પ્રદીપના મૃત્યુ સુધી સઘળી ફરજો હિંમતથી અદા કરી. આજ રીતે મંજુલા અને મેપ્સી તથા બિના અને બાબાસાહેબ – બંને અંધ દંપતી. પોતાના પતિની ગંભીર બીમારી દરમ્યાન અંધ મંજુલા અને અંધ બીનાએ ગજબની હિંમત દાખવી. બંનેએ પતિના મૃત્યુ સુધી તેની સેવા કરી. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ધારે તો મક્કમ મનોબળથી શું ન કરી શકે ? આ ત્રણ પ્રજ્ઞાચક્ષુ બેનોને આ વર્ષે આંતરરાષ્ટીય મહિલા દિને પુરષ્કાર આપવામાં આવ્યો હતો. (પુરષ્કાર મેળવતાં ત્રણ બેનોની અલગ  -અલગ તસ્વીર આ સાથે નીચે પોસ્ટ પર દર્શાવેલ છે.)

શ્રીમતિ કરુણા દેવ્યાંચા ના હસ્તે ભેટ સ્વીકારતા બિનાતાઈ 

શ્રીમતિ વિજયા ભુલેસ્કર  હસ્તે ભેટ સ્વીકારતા મંજુલાબેન 

શ્રીમતિ મંગલા મરાઠા હસ્તે ભેટ સ્વીકારતા ખુર્શીદ બંટવાલ 

 

એક જમાનામાં તો કેહવાતું હતું કે ‘આંધળો ફક્ત ગાઈ શકે કે દળી શકે’ આજે પ્રજ્ઞાચક્ષુ ભાઈબહેનો આ કહેવતને ઘણા અંશે ખોટી પૂરવાર કરી શક્યાં છે. આધુનિક સમાજના જાગ્રત માણસે અને ટેકનોલોજીએ અંધજનોને અનેક રીતે સહાય કરી છે. આ સહાયમાં દ્રષ્ટિવાનો અને દ્રષ્ટિહીનોની –બંને સંસ્થાઓએ ફાળો આપ્યો છે. દ્રષ્ટિહીનોની એવી એક સંસ્થા ને ‘બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેસન’. આમ નાનકડી સંસ્થાના અંધ અને દેખતાં કાર્યકરો મન મૂકીને નિ:સ્વાર્થ ભાવે મુંબઈ અને પરાઓમાં વસતાં અંધજનોને માર્ગદર્શન અને સેવા આપે છે. અંધ માતાપિતાના શાળા અને કોલેજમાં અહ્યાસ કરતાં બાળકોને યથાશક્તિ મદદ કરે છે. આજે ઉત્તરોઉત્તર વધતાં જતાં માંદગીના ખર્ચને સાધારણ સ્થિતિના અંધજનો પહોંચી શકતાં નથી. આને માટે ‘બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન’ ની એક યોજના મુજબ, તેઓ પ્રજ્ઞાચક્ષુ દર્દીઓને તેમની જરૂરીયાત જાણી, બનતી આર્થિક સહાય કરે છે. શરૂઆતમાં વધુમાં વધુ રૂ!.૫૦,૦૦૦/= આપતા હતાં. આજના તબીબી ક્ષેત્રના ખર્ચને લક્ષમાં રાખી, આ સહાય વધારીને રૂ!.૧,૦૦,૦૦૦/= કરવાની ઈચ્છા હતી. આ સંસ્થાના સભ્યોને વિચાર આવ્યો કે દાનની શરૂઆત આપણા ઘરથી જ થવી જોઈએ. આપણે જ આપણને મદદ કરવી જોઈએ. તેમણે સારી આવક ધરાવતાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને આ મદદ માટે અપીલ કરી. આનો સરસ પ્રતિસાદ પણ મળ્યો અને રૂ!.એક લાખ નું ભંડોળ ભેગું થયું. પરંતુ ‘ટીપે ટીપે સરોવર’ ભરવાનું હતું, તેથી સમાજના અન્ય દાનવીર નાગરિકોને અપીલ કરવાની જરૂ હતી, જેથી વધુ અંધજનોને ગંભીર માંદગી વખતે મદદ મળી શકે. સંસ્થાએ આ દિશામાં પણ પોતાની પ્રવૃત્તિનો આરંભ કર્યો છે. આ સંસ્થાને મળતા દાનને  આવકવેરાનો   80G એક્ટ લાગુ પડે છે અને વેરામાં રાહત /મુક્તિ મળે છે.

‘બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન’ પ્રજ્ઞાચક્ષુઓની બીજી પણ અમૂલ્ય સેવા કરી રહ્યું છે. કેટલાંય અંધજનો પોતે પણ શિક્ષણ લઇ શકે છે, પગભર થઇ શકે છે, વગેરે અનેક બાબતોથી સાવ અજાણ છે. ઘણા અંધજનો કોઈની મદદ વગર હરી ફરી શકતાં પણ નથી. તેમનું જીવન ઘરની ચાર દીવાલો વચ્ચે ગૂંગળાય છે. આવી અંધ વ્યક્તિઓને શોધી, તેમનો સંપર્ક સાધવામાં આવે છે. સંસ્થા પોતાના અંધ કાર્યકરને ‘હોમટીચર’ તરીકે મોકલી, સફેદ લાકડીની મદદથી તાલીમ આપી તેને બહાર હરતો ફરતો કરે છે. ધીમે ધીમે ‘કાઉન્સિલીંગ’ કરી તેને લઘુતાગ્રંથિમાંથી મુક્ત કરે છે. પોતે પણ પગભર થઇ, કુટુંબને સહાયરૂપ થઈ શકે છે, તેવો આત્મવિશ્વાસ તેનામાં જગાડે છે.

આ યોજનાને સક્રિય બનાવવા માટે આ સંસ્થા અંધ વ્યક્તિઓને અને તેમના દ્રષ્ટિવાન કુટુંબીજનોને નમ્ર અપીલ કરે છે કે ‘બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન’ નો જરૂ સંપર્ક કરે. કે જેથી તેમના દ્રષ્ટિહીન સ્વજનો ભારરૂપ ન બનતા પોતાને અને કુટુંબને સહાયરૂપ થઇ શકે. સમાજમાં ઉન્નત મસ્તકે સર્વ સાથે હડી-મળી આનંદથી જીવી શકે.

આ સંસ્થાનો સંપર્ક નીચે જણાવેલ વિગતે કરી શકો છો :

ફોન નંબર: _+ 91 – 022 – 23758680
સરનામું : બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન
c/o. નેશનલ એસોસિયેશન ફોર બ્લાઈન્ડ
રૂસ્તમ અલ્પાઈવાલા કોમ્પ્લેક્ષ, ૧૨૪/૧૨૭ કોટન ડેપો,
રે રોડ રેલ્વે સ્ટેશન (ઈસ્ટ), કોટન ગ્રીન, મુંબઈ ૪૦૦૦૩૩
Email : [email protected]
Blog – http://bpamumbai.blogspot.co.uk/

સૌજન્ય : સાભાર : બંસરી પારેખ
મોર્ડન સ્કૂલ, સિક્કાનગર, મુંબઈ.
Email: [email protected]

 

બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]

 

(મિત્રો ‘દાદીમા ની પોટલી’ પર અમોએ આ પ્રકારની અપીલ કરતી પોસ્ટ પ્રથમ વખત જ પ્રયોગ રૂપે મૂકી છે. અમો નથી જાણતા કે આપ આ પ્રકારની પોસ્ટ કેટલી પસંદ કરશો ?  અમારી નમ્ર વિનંતિ છે કે આપના થી શક્ય તેટલા સહાયરૂપ ‘બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન’ ને થશો. તેમના સંપર્ક ની વિગત બ્લોગ પોસ્ટ પર આપી છે. સાથે તેમના બ્લોગની લીંક પણ વધુ જાણકારી મળી રહે તે માટે આપેલ છે.જો આપ સર્વેને આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો, આપના પ્રતિભાવ સદા અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક રૂપ બની રહે છે.  આભાર !)

 

બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન વિશે થોડું તેમના શબ્દોમાં …

The Blind Person’s Association, erstwhile known as The Blind Men’s Association is a registered voluntary charitable organization. The Organization was founded on 19th October 1947 and since then has been working for the betterment of blind people residing in city & suburbs of Mumbai & adjoining districts of Thane & Raigad. Our membership strength is 935. Most of them are vision- impaired persons from lower strata of society. We try to bring about change in their lives by running various assertive & welfare programmes such as Educational assistance, Help the Aged Scheme, House Repair, Need-based Financial Assistance, Medical Assistance, Recreational and Cultural Programs, subsidied Equipment Bank etc.