રાઈટર’સ ક્રેમ્પ્સ અને હોમીઓપેથી …

રાઈટર’સ ક્રેમ્પ્સ અને હોમીઓપેથી …

 

(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા ‘દાદીમા ની પોટલી’ – http://das.desais.net – બ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ. આપના મંતવ્યો – પ્રતિભાવ / આપની કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે. એટલું જ નહી આપની સ્વાસ્થય અંગેની કોઈપણ સમસ્યા હોય તો જરૂર અમોને જાણ કરી તે અંગે યોગ્ય માર્ગદર્શન ડૉ. માંકડ પાસેથી  મેળવી શકો છો.)

 

 

રાઈટર’સ ક્રેમ્પ્સ – લખતા થતો કાંડા અને હાથ નો દુખાવો અને ધ્રુજારી – હોમીઓપેથીક દવા ..

 

રાઈટર’સ ક્રેમ્પ્સ એક થોડો ઓછો જાણીતો છતાં ઘણા લોકો ને તકલીફ આપતો રોગ છે , જેમાં વ્યક્તિ લખવા નું ચાલુ કરે કે પ્રયત્ન કરે એની સાથે જ કાંડા ના ભાગ માં એક પ્રકાર નો દુખાવો ચાલુ થઇ જાય છે, થોડું ખેંચ જેવું પણ કેટલીક વાર આવે માત્ર એ જ ભાગ માં અને ત્યારબાદ લાંબો સમય લખવા નું ચાલુ થતા જ ધ્રુજારી આવવા લાગે. મોટે ભાગે આ રોગ માં શરીર નો માત્ર એ કાંડા નો પાર્ટ જ અસર પામે છે અને એ ૩૦ થી ૫૦ વચે ની વય નો લોકો ને જ અસર કરે છે, આમ છતાં કોઈ પણ ઉમર ના સ્ત્રી અને પુરુષ બંને ને સમાન રીતે અસર કરી શકે છે.

 

 

કારણો :

 

આમ તો રાઈટર’સ ક્રેમ્પ્સ કયા કારણે થાય છે એ ચોક્કસપણે જાણી શકાયું નથી. આમ છતાં, સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે સ્નાયુઓ ની વધુ પડતી આંતરિક મૂવમેન્ટ કે કાર્યશીલતા આના ઉદભવ માટે જવાબદાર હોઈ શકે. અથવા તો લખવા સમયે અપનાવાતી ભૂલ ભરેલી ટેકનીક પણ કારણભૂત હોઈ શકે. અમુક કેસીસ માં અમુક પ્રકારના કેમિકલ પણ જવાબદાર હોઈ શકે તેમજ કોઈ કેસીસ માં આનુવાંશિકતાનો ફાળો પણ જાણી શકાયો છે.

 

 

ચિહનો :

 

રાઈટર’સ ક્રેમ્પ્સ નું મુળભૂત ચિહ્ન એ હાથ ના ભાગ માં તેમજ આંગળીઓમાં લાંબા સમય સુધી લખતા થતી દુખાવા ની ફરિયાદ છે. જેમાં દરદી ને કાંડા કે કોણી ના ભાગ માં વધૂ પડતી એબનોર્મલ કે અયોગ્ય મૂવમેન્ટ થતી હોય છે.

 

આ ઉપરાંત, દરદીને લખતી વખતે તથા કોઈ પણ કામ કરતી વખતે પણ તકલીફ અનુભવાય છે. હેન્ડ રાઈટીંગ પણ બદલી જાય છે, અથવા ઉકલી શકતા નથી, અથવા તો પોતાના હસ્તાક્ષર પણ યોગ્ય રીતે ના થઇ શકવાના કારણે પણ ઘણી બધી તકલીફ ભોગવવી પડે છે. ખાસ કરીને આંગળીઓનો વધુ ઉપયોગ કરતા જેમકે, ટાઇપ રાઈટર કે પિયાનો પ્લેયર અને ગોલ્ફ પ્લેયર ને કામ કરતી વખતે અતિશય દુખાવા ની ફરિયાદ રહેતી હોય છે.

 

ઉપાયો :

 

રાઈટર’સ ક્રેમ્પ્સ ને ટ્રીટ કરવામાં ઓલ્ટરનેટીવ થેરાપીસ માં ખાસ કરીને હોમિયોપેથી તેમજ યોગા નો ફાળો મૂળભૂત કહી શકાય. હોમિયોપેથી મુખ્યત્વે સ્નાયુઓની આંતરિક મજબૂતી તેમજ હાથની ગ્રીપ વધારવામાં ખૂબ ઉપયોગી થતી હોય છે. આ ઉપરાંત ધ્રુજારીને કંટ્રોલ કરવામાં હોમીયોપથીક દવાઓ ખૂબ સચોટ રીતે ઉપયોગી છે. તેમ છતાં, યોગ્ય રાઈટીંગ ટેકનીક અપનાવવી અને ફીજીઓથેરાપીસ્ટ ની સલાહથી જરૂરી એકસરસાઈઝ પણ: રાઈટર’સ ક્રેમ્પ્સ માં રાહત આપતી હોય છે.

 

પ્લેસીબો:

” સારા લેખન માટે સ્વસ્થ રાઈટર’સ ક્રેમ્પ્સ વગર નો હાથ જેટલો જરૂરી છે એટલું જ જરૂરી છે સ્વસ્થ મન.”

 

ડૉ.પાર્થ માંકડ …

 

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી  કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે  ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતા – જાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેક્ટ [email protected] ઉપર અથવા તો [email protected] ના ઈમેઈલ દ્વારા પૂરી વિગત સ્વાસ્થ્યની સમસ્યા – સમય, ઉંમર  સાથે મોકલી શકે છે. તેમને  તેમના email ID પર યોગ્ય માર્ગદર્શન ડાયરેક્ટ મોકલી આપીશું. ”

 

બ્લોગ ની મુલાકાત લેવા માટે અહીં લીંક પર ક્લિક કરશો : http://das.desais.net

email: [email protected]