ઉખાણા .. (ભાગ-૪) …

ઉખાણા .. (ભાગ-૪ ) …

 

આજે આપણે ઘણા સમયબાદ, ફરી એક વખત  થોડા કોયડાઓ  – ઉખાણા ને જાણીશું અને માણીશું. ‘દાદીમા ની પોટલી’ પર ઉખાણા ની પોસ્ટ મોકલવા બદલ અમો પૂર્વી મોદી -મલકાણ (યુ.એસ.એ.) ના અંતરપૂર્વકથી આભારી છીએ…  આજના ઉખાણા નો આપનો ઉકેલ/જવાબ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો અને આવતીકાલે ફરી અહીં આવી અમારા જવાબ સાથે તમારો જવાબ મેળવશો … તો ચાલો તૈયાર છો  ને! 
આજ ની પોસ્ટ પસંદ આવી હોય  તો જરૂર આપના પ્રતિભાવ આપના જવાબ સાથે બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો,  આપના તરફથી મળેલ દરેક પ્રતિભાવ લેખક ની કલમને સદા બળ પૂરે છે.

 

૧)  સવારે આવીને સાંજે જતો
રાત્રે પાછો ન દેખાતો.                                         

 

૨) મારી છાયા તું જ માં સમાતી,
મોટી થતાં તું હું બની જતી.                                

 

૩) અંધારાને ચીરી આગળ વધતી

જેમ આગળ વધતી તેમ રોશની પાથરતી જતી                        

 

૪) કાળો કલુટો છું તેમ છતાં છે ન્યારી મારી શાન,
શિક્ષક લે છે મારાથી કામ, તેથી દઉં છું સૌને જ્ઞાન.                               

 

૫) આખી રાત જોઈ વર્ષા અનોખી, શહેર આખું સવારે ન્હાયું
પાણી તો ઘણું શુધ્ધ હતું, પણ પી ન શક્યું કોઈ.

 

૬) ઘણા લોકો મને કહે ફળ, તો ઘણા લોકો કહે શાક
ગોળ મટોળ ને લાલમ લાલ છું હું , મને ખાઈને રહો તરોતાજા.

 

૭ ) મને આગ લગાવો તો ગરમ પાણી વહેવા લાગે,
મારી આગ બુઝાવો તો ઠંડી પડી જામી જાઉં.

 

૮) માથા સાથે મારે અનોખો સંગ, ને પથારીમાં છે મારો અનોખો રંગ
બોજ ઉપાડું છું આપનો તોયે આરામથી આપને સુવડાવવાનું મારું કામ.

 

૯) દોડવામાં હું પાક્કો છું, શક્તિનું હું ઉદાહરણ છું
ઘણા રંગોમાં મળી જાઉં છું, મારું નામ બોલો ચતુર સુજાણ.

 

૧૦) બેસી રહે ઘરના ખૂણે એકલું અટુલું, ઘરની બહાર નથી જાતો
તોયે દુનિયાભરની વાતો સંભળાવું, ને સંદેશા તમારા સુધી પહોંચાડતો.

 

૧૧ ) તૂંબડાં જેવુ માથું લઈને, ધમધમ કરતો જાય
સૂપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ન્હાય.

 

૧૨) બંનેની છે કાયા સરખી પણ રંગે તો છું જુદેરો
સાથે સાથે ચાલતાં ને સાથે સાથે ઊભા રહેતા, તોયે અમે એક કહેવાતાં.

 

૧૩) રાજા કરે રાજ ને દરજી સીવે કોટ

 

૧૪) રાજા જામે વસાવ્યું નગર

 

૧૫) વાંકા ચૂંકા પાટા,
અને આડી આવી નેર ..

 

૧૬) હું તો છું મા પણ મારા અનેક નામ
મારું છે મન નિર્મળ એવું, વહેતું ચારે કોર.

 

૧૭) મારી શીંગો ને ફૂલનું શાક સ્વાદેથીઓ ખવાય
શરીરના તો સોજા મટાડે, માટે જલ્દી કરો ઉપાય.

 

૧૮) મોટો મોટો પીળો પચરક છે, પણ છે મનમોહક
બગીચાની રોનક વધારતો ને દશેરાએ આવી દરવાજે બંધાતો.

 

૧૯) જાત જાતનાં ને ભાત ભાતનાં રંગે એ સોહાતો
રૂવાબ એનો રાજા જેવો પણ સુગંધે એ સૌને ગમતો.

 

૨૦) આસન ઢાળી બેઠો એ ભૂમિ પર, ખસવાનું નહીં એને નામ
ટાઢ, તડકો વરસાદ, ઠંડી હોય ભલે, પણ કરતો એ વિશ્રામ

 

૨૧) પાણી ભરવા નદી, દરિયે દોડી જાય
સ્થળ, જળ ઉપર ગાગર ઠેલવી હળવા હલકા થાય.

 

૨૨) ધોળા કપડાં પહેરી, મંદિર-મઠમાં વસતાં
દુનિયાથી અળગા રહીને વાત ધરમની કરતાં.

 

૨૩) દરિયા સાથે હાલક ડોલક થાતું, તરંગે એ તરતું
સફેદ એનો સઢ ફૂલે ત્યાં સમીર સાથે સરતું.

 

૨૪) રમતો ભમતો આગળ પાછળ જાય
ફરતાં ફરતાં થીજે ત્યારે, ગું ગું કરતો ગાય.

 

૨૫) તિરંગી સોહાય થાંભલા ઉપર, ઉપર જુઓ તો કેસરીયો સોહે
વચ્ચે શોભે સફેદ ને નીચે લીલુડો લહેરાય.

 

૨૬) વાગે નોબત, વાગે પાવો મીઠો
ઢોલ સાથે પડઘમ વાગે, માટે ગીતો ગાવા આવો.

 

૨૭) છીછરી તલાવડી , ચોબંધ બાંધી પાળ
પાણી વગરના આર બન્યા છે ચાર.

 

૨૮) ઢીંચણ જેટલી ગાય
નીરે એટલું ખાય.

 

૨૯) ખટક્રે ખાટ હીંચોળે કડાં, ઉપર બેઠા બે જણાં
ખાય સોપારી ચાવે પાન, બે જણાં વચ્ચે બાવીસ કાન.

 

૩૦) ઝાકળબિંદુ મારી પૌત્રી ને વરસાદ મારો પુત્ર
ઠંડી મારી વહુ ને વિજળી મારી પત્ની તો હું કોણ છું તે કહો ચતુર નાર.

 

૩૧) એક જનાવર એવું
કે પૂછડે પાણી પીતું …

 

સાભાર : સંકલન : પૂર્વી  મોદી – મલકાણ – (યુ એસ એ)

બ્લોગ લીંક: http://das.desais.net

emai: [email protected] 

( મિત્રો,કોયડાના જવાબ માટે તમે મેહનત કરી કે નહિ તે બ્લોગ પોસ્ટ પર તમારા પ્રતિભાવ ન આવવા થી ખબર ના પડી, પરંતુ ચાલો અમારા જવાબ સાથે તો તમારા જવાબ મેળવી લ્યો…)

કોયડા નો સાચો ઉકેલ :

૧] પડછાયો … ૨] દીકરી … ૩] વાહનોની હેડ લાઈટ … ૪] બ્લેક બોર્ડ … ૫] ઝાકળ … ૬] ટામેટાં

૭] મીણબત્તી … ૮] તકિયો/ ઓશિકા … ૯] ઘોડો … ૧૦] રેડિયો … ૧૧] હાથી … ૧] પડછાયો … ૧૩] રાજકોટ … ૧૪]જામનગર … ૧૫] વાંકાનેર … ૧૬] નદી/સરિતા … ૧૭] સરગવો …૧૮] ગલગોટો … ૧૯] ગુલાબ … ૨૦] ડુંગર /પર્વત … ૨૧] વાદળ … ૨૨] યતી / જૈન … ૨૩] વહાણ … ૨૪] ભમરડો … ૨૫] તિરંગો / આપણો ભારતનો રાષ્ટ્ર ધ્વજ .૨૬] નગારું … ૨૭] ચોપાટ / શતરંજ … ૨૮] ઘંટી … ૨૯] રાવણ – મંદોદરી …૩૦] વાદળ … ૩૧] દીવા ની વાટ

આભાર !

-પૂર્વી મોદી-મલકાણ …(યુ.એસ.એ)

૦૧/૦૭/૨૦૧૨

પ્રભુજી તારા બાના ની પત રાખ … (નરસિંહ મેહતા) …

પ્રભુજી તારા બાના ની પત રાખ … (નરસિંહ મેહતા) ..
સ્વર: શ્રી નારાયણ સ્વામી …

 

(ફોટોગ્રાફ્સ  બદલ વેબ જગતનો આભાર)

.

.

પ્રભુજી તારા બાના ની પત્ રાખ … (નરસિંહ મહેતા)

પ્રભુજી તારા બાના ની પત્ રાખ ..(૨)

બાના ને માટે જો દુઃખ થશે તો .. (૨)
કોણ જપે તારા જાપ …

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા બાના ની પત્ રાખ ..

રોહિદાસની તમે રાબડી પીધી
નવ જોઈ નાત કે જાત ..
હે … નવ જોઈ નાત કે જાત ..

રોહિદાસની તમે રાબડી પીધી
નવ જોઈ નાત કે જાત .. (૨)

શાને માટે સન્મુખ રહી ને …
શાને માટે … સન્મુખ રહી ને ..
નાઈ કે’વાણા નાથ ..

નાઈ કે’વાણા નાથ ..

બાના ની પત્ રાખ
પ્રભુ તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે જો દુઃખ થશે તો
કોણ જપે તારા જાપ ..

બાના ની પત્ રાખ …

પ્રહલાદ ની તમે …. પ્રતિ પાલણા પાળીને
થંભ માં પૂર્યો વાસ ..

પ્રભુજીએ થંભ માં પૂર્યો વાસ …

સાચી કળા તમે શીતળ કીધી ..
સાચી કળા તમે …. શીતળ કીધી

સુધન વા ને કાજ .. (૨)

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે જો દુઃખ થશે તો
કોણ જપે તારા જાપ ..

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાનાની પત્ રાખ …

હે … પાંચાળી નાં તમે પત્ કુળ પૂર્યા

પાંચાળી નાં તમે પત્ કુળ પૂર્યા ને
રાખી સભામાં લાજ ..

હે .. રાખી સભામાં લાજ ..

શાયર માંથી બુડતો રાખ્યો … હે … જી …

શાયર માંથી …
શાયર માંથી, બુડતો રાખ્યો ..
રામ કહેતા ગજરાજ …

રામ કહેતા ગજરાજ …

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે દુઃખ થશે તો ..
બાના ને માટે ..
હે … દુઃખ થશે તો
કોણ જપશે તારા જાપ ..

બાના ની પત્ રાખ
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

ઝેર હતા તેના અમૃત કીધાં ને ..
આપ્યાં મીરાં ને હાથ ..

ઝેર હતા તેને અમૃત કીધાં ને
આપ્યાં મીરાં ને હાથ ..

મહેતાને માંડળીક મારવાને આવ્યો ..

મહેતાને માંડળીક …
મારવાને આવ્યો ત્યારે ..
કેદારો લાવ્યા મધરાત ..

બાના ની પત્ રાખ ..
પરભુજી તારા, બાનાની પત્ રાખ …

ભક્તો નાં તમે સંકટ હર્યા ત્યારે ..
દ્રઢ આવ્યો રે વિશ્વાસ ..
પ્રભુજી, દ્રઢ આવ્યો વિશ્વાસ ..

નરસિંહના સ્વામીને કહું કર જોડી
એ … જી .. પૂરો અંતરની આશ ..

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

નરસિંહ મહેતાની આ સુંદર રચના શ્રી નારાયણ સ્વામીના સ્વરમાં સાંભળવાની પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો …આભાર ! … ‘દાદીમા ની પોટલી’

શાહી ભરવાં આલૂ …

શાહી ભરવાં આલૂ …

 

 

(શાહી ભરવાં આલૂ પિક્ચર માટે વેબ જગતનો આભાર …)

 

આજે આપણે (પંજાબી)  રાજસ્થાની રેસિપી ને માણીશું . શાહી ભરવાં આલૂ  લચ્છા પરોઠા કે મિસ્સી રોટી સાથે ઉપયોગમાં લઇ શકાય છે.

 

સામગ્રી :

 

૪ મીડીયમ બટેટા
૩ ટે.સ્પૂન મેંદો
તળવા માટે તેલ

 

(કાચા બટેટા ની છાલ ઉતારી તેમાં ફોર્ક (કાંટા થી) અથવા ચપ્પુથી થોડા થોડા અંતરે .કાણાં પાડવા અને વચ્ચે થી સ્કૂપ કરવા. (હોલ કરવા) ત્યારબાદ મીઠાં નાં પાણીમાં ૧૦ મિનિટ માટે પલાળી રાખવા અને બહાર કાઢી લેવા.)

 

બટેટામાં ભરવા માટેનું સ્ટફિંગ /ફીલીંગ (પૂરણ /માવો) તૈયાર કરવા  …

 

સામગ્રી :

 

૧૦૦ ગ્રામ પનીર
૧ ટે.સ્પૂન તેલ
૧ કાંદો (સમારી લેવો)
૧ લીલું મરચું (સમારી લેવું)
૭-૮ નંગ કાજુ
૮-૧૦ નંગ કીસમીસ
મીઠું સ્વાદ અનુસાર …

 

રીત:

 

એક કડાઈમાં ૨ – ચમચી તેલ નાખવું. ત્યારબાદ તેમાં બારીક સુધારેલા કાંદા, મરચાં અને કાજૂ નાંખી અને સાંતળી લેવા. બ્રાઉન ક્લર પૂરો થવા દેવો. ત્યારબાદ તેમાં ખમણેલું પનીર નાખવું અને ત્યારબાદ કિસમિસ, ચાટ મસાલો, સ્વાદાનુસાર મીઠું નાંખી,. ઉપર સમારેલી લીલી કોથમીર છાંટી અને બધુજ મિક્સ કરી દેવું અને અને તૂરત ગેસ નો તાપ બંધ કરી આપવો. સ્ટફિંગ તૈયાર છે.
(સ્કૂપ કરેલા વધારાના બટેટા ને પણ સાંતડી અને સ્ટફિંગના ઉપયોગમાં લઇ શકાય છે.)

 

ગ્રેવી બનાવવા માટે …

 

સામગ્રી :

 

૨ ટે.સ્પૂન તેલ
૧ નંગ તેજ પતા
૧ ટે.સ્પૂન શાહજીરૂ
૧/૨ સ્પૂન કસૂરી મેથી
૨-૩ નંગ આખા બાદીયાના
૨ ટે.સ્પૂન ક્રીમ (મલાઈ)
૧ કપ દૂધ /(અથવા)
૫૦ -ગ્રામ માવો
મીઠું સ્વાદ અનુસાર ..

 

રીત:

 

એક કડાઈમાં ૨-ટે.સ્પૂન તેલ લો, અને ગેસ પર ગરમ કરો, ત્યારબાદ, તેજ પત્તા, શાહ્જીરૂ, એલચી, એલચા, તાજ-લવિંગ નાખો. સાંતળી લીધાં બાદ, કાંદા લસણ ની પેસ્ટ ઉમેરવી અને એકદમ સાંતળવું. ત્યારબાદ ટામેટા – કાજૂની પ્યુરી ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, કસૂરી મેથી, ૨-૩ નંગ આખા બાદીયાના નાખવા અને ૧/૨ ગ્લાસ પાણી નાખો. વ્યવસ્થિત ઉકળે એટલે દૂધ/માવો નાખવો અને ઉકળવા દેવું. ત્યારબાદ ક્રીમ (મલાઈ) નાખવી.

 

કાંદાની પેસ્ટ બનાવવા માટે …

 

૧ મોટો કાંદો (ડુંગળી)

૨ નંગ લવિંગ
૧ ટૂકડો આદુ
૫ કળી લસણ
૨ નંગ એલચી
૧ નંગ તજ નો ટુકડો
૨ નંગ મોટા એલચા

 

રીત:


કાંદા, લસણ, આદુ સાથે આ બધું પીસી લેવું. કાંદા ની પેસ્ટ તૈયાર છે.

 

ટામેટા ની પ્યૂરી બનાવવા માટે ….

 

સામગ્રી :

 

૪ નંગ ટામેટા (ટામેટાને પાણીમાં બાફી લેવી (ઉકાળવા)
૪ ટે.સ્પૂન કાજુ

 

રીત :

ટામેટા અને કાજુને મિક્સરમાં નાંખી અને ક્રસ કરી અને પ્યુરી તૈયાર કરવી.

 

મીઠામાં પલાળેલા બટેટાને કડાઈમાં તેલ નાંખી અને તળી લેવા.  (બટેટાને તળવા ના હોય તો કૂકરમાં તેને બાફી પણ શકાય છે.) ત્યારબાદ,  બટેટામાં (વચ્ચેથી સ્કૂપ કરેલા) તૈયાર કરેલ સ્ટફિંગ ખૂબજ દાબીને વ્યવસ્થિત ભરવું. કે પાન- લોઢીમાં થોડું તેલ મૂકી એક પ્લેટમાં કોરો મેંદો પાથરવો અને સ્ટફિંગ કરેલા બટેટાને નીચેની સપાટીના ભાગથી રગદોળી તેલમાં એક સાઈડ શેલો ફ્રાઈ કરવા. થોડા લાલ થાય એટલે એલ પ્લેટમાં રાખી દેવા.
સર્વ કરવા / પીરસવા માટે …

 

સર્વ કરતી સમયે બટેટા ઉપર ગ્રેવી નાખવી, અને કોથમીર તેમજ જીણા સમારેલા લીલા મરચાં છાંટી અને ગાર્નીસિંગ કરવું. અને ગરમ ગરમ લચ્છા રોટી, પરાઠા કે મિસ્સી રોટી સાથે પીરસવું.

 

 ‘દાદીમા ની પોટલી’  પર ઉપરોક્ત રેસિપી મોકલવા બદલ અમો સીમાબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ. આપને ઉપરોક્ત રેસિપી પસંદ આવી હોય તો ઘરે એક વખત કોશિશ જરૂર કરશો, બાળકો પણ આ સબ્જી જરૂર પસંદ કરશે. આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો, જે સદા અમોને પ્રેરકબળ પૂરે છે.

 

સાભાર : સૌજન્ય – ..સીમા છાયા…

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

જાણ્યા વિના કશું નક્કી ના કરવું …

જાણ્યા વિના કશું નક્કી ના કરવું  …

 

 

મિત્રો ..

એક રસપ્રદ વાર્તા રજુ કરુ છું .. ..

જરા ધ્યાનથી વાંચજો .. અને તમારો અભિપ્રાય કોમેંટ બોક્ષમાં જરૂરથી જણાવશો.

 

એક બાળકની તાત્કાલિક સર્જરી માટેના એક ફોન પછી ડૉક્ટર ઉતાવળા હોસ્પિટલમા પ્રવેશે છે. તૂરત કપડા બદલી શસ્ત્રક્રિયા માટે તૈયાર થઈ ઑપરેશન રૂમ તરફ રાહ સાધી. હૉલ મા પ્રવેશતા તે છોકરાની માતા તેમની રાહ દિઠતી નજરે પડે છે.

 

ડૉક્ટરને જોઇ છોકરાની માતા ગુસ્સેથી બોલીઃ “કેમ આવવામાં આટલુ મોડુ કર્યુ ? તમને ખબર નથી કે મારા પુત્રની હાલત ખુબ ગંભીર છે ? તમને તમારી જવાબદારીનું ભાન છે કે નહી ?”

 

ડૉક્ટર મંદ હાસ્ય સાથે બોલે છે કેઃ “મારી ભુલ બદલ માફી માંગુ છુ, ફોન આવ્યો ત્યારે હું હૉસ્પિટલમાં હાજર નહોતો, જેવી ખબર પડી કે તરત આવવા નિકળી ગયો, રસ્તામાં ટ્રાફિક હોવાથી પહોચતા થોડુ મોડુ થઇ ગયુ. હવે તમે નિશ્ચિંત રહો હું આવી ગયો છુ અલ્લાહની મરજીથી સૌ સારુ થઈ જશે, હવે વિલાપ કરવાનુ છોડી દો.”

 

છોકરાની માતા વધારે આક્રંદ સાથેઃ “વિલાપ કરવાનુ છોડી દો એટલે ? તમારો કહેવાનો મતલબ શુ છે ? મારા છોકરાને કંઇક થઇ ગયુ હોત તો ? આની જગ્યાએ તમારો છોકરો હોત તો તમે શુ કરતા ?” ડૉક્ટર ફરી મંદ હાસ્ય સાથેઃ “શાંત થાવ બહેન, જીવન અને મરણ એતો અલ્લાહના હાથમાં છે, હું તો ફક્ત એક માણસ છુ, તેમ છતા હું મારાથી બનતા પ્રયાસ કરીશ, બાકી આગળતો તમારી દુઆ અને અલ્લાહની મરજી…! લ્યો હવે મને ઑપરેશન રૂમ માં જવા દેશો..?” ત્યાર બાદ નર્સને થોડા સલાહસુચન આપીને ડૉક્ટર ઑપરેશન રૂમમાં જતા રહે છે.

 

થોડા કલાકો પછી ડૉક્ટર આનંદિત ચહેરે ઑપરેશન રૂમ માથી બહાર આવી છોકરાની માતાને કહે છે કેઃ “અલ્લાહનો લાખ-લાખ શુક્રિયા કે તમારો દિકરો સહીસલામત છે, તે હવે જલ્દિથી સારો થઈ જશે અને વધારે જાણકારી આ મારો સાથી ડૉક્ટર તમને આપશે.” તેમ કહી ડૉક્ટર ત્યાથી તરત જતા રહે છે.

 

ત્યાર બાદ છોકરાની માતા નર્સનેઃ “આ ડૉક્ટરને આટલી તો શેની ઊતાવળ હતી? મારો દિકરો ભાનમાં આવે ત્યા સુધી રોકાત તો તેમનુ શું લુટાઇ જવાનુ હતુ? ડૉક્ટર તો ખુબ ઘમંડી લાગે છે”

 

આ સાંભળીને નર્સની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યુઃ “મેડમ ! આ એજ ડૉક્ટર છે જેમનો એકનોએક દિકરો આજે તમારા દિકરાના બેફામ બાઇક ડ્રાઇવિંગમાં માર્યો ગયો છે. તેમને ખબર હતી કે તમારા દિકરાને કારણે તેમના છોકરાનો જીવ ગયો છે ને છતા તેમણે તમારા દિકરાનો જીવ બચાવ્યો. એ એટલા માટે જતા રહ્યા કે તેમના દિકરાની દફનવિધી અધુરી મુકી ને આવ્યા હતા”

આપણા જીવનમાં પણ કોઈ કોઈ સમયે આવી ઘટનાઓ ઘટી જતી હોય છે, તે સમયે ઉતાવળે લીધેલા નિર્ણય માટે હકીકત જાણ્યા બાદ અફસોસ કરવાનો સમય પણ આપણી પાસે રહેતો  નથી હોતો.

 

MORAL :- DO NOT JUDGE SO QUICKLY

 

લેખ પ્રાપ્ય : અજ્ઞાત –

 

આપને ઉપરોક્ત પ્રેરક કથા પસંદ  આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો.

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

કાળ પર વિજય ! ….

કાળ પર વિજય ! ….

 

(શ્રી વિનોદભાઈ મંગળભાઈ માછી, જન્મ: ૧૯૬૩, પાનમ સિંચાઇ યોજના,  ગોધરા  (સિંચાઇ વિભાગ)  ગુજરાત સરકારમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ધોરણ ૧૨  અભ્યાસ બાદ કૌટુંબિક આર્થિક પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ અને તેમણે નોકરી ની શરૂઆત કરેલ.  ઈશ્વરના ચિંતન અને તેમની પ્રાપ્તિના ખ્યાલમાં અનેક ગુરુઓ કર્યા અને છેવટે સદગુરુ બાબા હરદેવ સિંહજી મહારાજ માં તેમનું ધ્યાન  ઠર્યું. ( નિરંકારી મિશન, દિલ્હીના વડા) પોતે કોઈ લેખક કે સાહિત્યકાર નથી, પરંતુ નાનપણ થી ધર્મશાસ્ત્રોના અધ્યન -અભ્યાસ દ્વારા જે પસંદ આવ્યું તેની નોંધ ટપકાવતા ગયાં, અને તેને લેખ સ્વરૂપે સંકલિત કર્યું.  તેઓના લેખ નિરંકારી ગુજરાતી માસિક પત્રિકામાં નિયમિત રીતે પ્રકાશિત થાય છે. આ સિવાય ગુજરાત સમાચાર ની ધર્મલોક પૂર્તિમાં પણ અનેક લેખ પ્રકાશિત થયા છે. ગુજરાતી બ્લોગ જગતમાં Gujarati.nu  અને Aksharnaad.com પર પણ તેમના લેખ, બ્લોગ પોસ્ટ તરીકે પ્રકાશિત થયા છે. તેઓનું માનવું છે કે  આ બાબતમાં તેમનું કોઈ મહત્વનું યોગદાન નથી. સંતો ની કૃપાથી તેમના  દ્વારા ફક્ત સંકલન જ કરવામાં આવેલ છે.    ‘દાદીમા ની પોટલી’ પર તેમનો પ્રથમ લેખ મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી ના  અંતરપૂર્વક્થી આભારી છીએ.  ભવિષ્યમાં પણ તેઓ દ્વારા સંકલિત અન્ય લેખો આપણે અહીં માણીશું.)

 

ધર્મરાજા યુધિષ્ઠિ્ર પાસે એક બ્રાહ્મણ યાચના કરવા માટે આવ્યા. મહારાજ યુધિષ્ઠિર તે સમયે રાજ્યના  અન્ય કાર્યમાં અત્યંત વ્યચસ્ત હતા. તેમણે નમ્રતાપૂર્વક બ્રાહ્મણને કહ્યું કે  ભગવન ! આ૫ આવતી કાલે ૫ધારજો. આ૫શ્રીને ઇચ્છિત વસ્તુ પ્રદાન કરવામાં આવશે.  બ્રાહ્મણ તો ચાલ્યો ગયો., પરંતુ આ સાંભળીને ભીમસેન રાજસભાના દ્વાર ઉ૫ર રાખવામાં આવેલ દુદુંભી વગાડવા લાગ્યા અને સેવકોને ૫ણ મંગલ વાદ્ય વગાડવા માટે આજ્ઞા કરી.  કસમયે મંગલ વાદ્ય વાગવાનો અવાજ સાંભળીને ધર્મરાજાએ સેવકોને પુછ્યું કે આજે આ સમયે મંગલ વાદ્ય કેમ વગાડવામાં આવી રહ્યાં છે ?

 

સેવકોએ તપાસ કરી કહ્યું  મહારાજ – ભીમસેનજીએ મંગલ-વાદ્ય વગાડવાની આજ્ઞા આપી છે અને તે પોતે પણ દુદુંભી વગાડી રહ્યા છે.  ભીમસેનજીને બોલાવવામાં આવ્‍યા તો તેમણે કહ્યું કે મહારાજ આપે કાળ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે.  આથી મંગલ અવસર અમારા માટે બીજો કયો હોય !  યુધિષ્ઠિરે આશ્ચર્યચક્તિ થઇને પૂછ્યું કે મેં કાળને કેવી રીતે જીતી લીધો ?

 

ભીમસેને સ્પષ્ટતા કરતાં કહ્યું કે મહારાજ ! સમગ્ર વિશ્ર્વ જાણે છે કે આ૫ હંસી મઝાકમાં ૫ણ જૂઠી વાત બોલતા નથી. આ૫શ્રીએ આંગણે આવેલ યાચક બ્રાહ્મણને ઈચ્છિત દાન આવતી કાલે આ૫વાનું કહ્યું, જેથી એટલું તો નક્કી છે કે ઓછામાં ઓછું આવતી કાલ સુધી તો આ૫શ્રીનો કાળ ઉ૫ર અધિકાર રહેવાનો જ છે. તે સમયે જ યુધિષ્ઠિરને પોતાની ભૂલનું ભાન થયું અને યુધિષ્ઠિરે કહ્યું કે ભીમસેન તમે મને આજે સાવધાન કરી દીધો.  કોઈ પણ સારું કે પુણ્ય કાર્ય તત્કાલ કરવું જોઇએ, તેને આવતી કાલ ઉ૫ર ટાળી દેવું એ ભુલ છે. પેલા યાચક બ્રાહ્મણ દેવતાને હમણાં જ બોલાવી તેમને ઇચ્છિ્ત દાન આપીએ.

 

આપણા વિદ્વાનોએ આ શરીરને પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર તેમજ નાશવંત બતાવ્યું છે. એક ક્ષણ પછી આ જીવન રહેશે કે કેમ ? તેનું કોઇ પ્રમાણ નથી, એટલે કે તમામ પ્રાણીઓનું જીવન પ્રતિક્ષણ વિનાશની તરફ જઇ રહ્યું છે, એટલે મનુષ્ય એ નિરંતર પ્રભુ પરમાત્માનું જ ચિંતન કરવું. ધર્મકાર્ય – સત્ કાર્યોને કાલ ઉ૫ર કયારેય ના છોડવું. પરંતુ કાલે કરવાનું કામ આજે જ કરી નાખવું, કારણ કે કાળ – મૃત્યુ્ એ નથી જોતું કે તમારું કામ હજુ પુરું થયેલ નથી. માનવ ભાવિ આયોજનો કરતો રહે છે અને મોત તેને લઇને ચાલ્યું જાય છે. મન અત્યંત ચંચળ છે. આ ક્ષણે તે જે વિચાર કરે છે, બીજી જ ક્ષણે તે બદલાઇ જાય છે, એટલે જે ક્ષણે સારો વિચાર આવે તેને તે જ ક્ષણે કાર્યરુ૫ આપી સમ્પન કરવાનો યથાશક્તિ પ્રયત્નષ કરવો જોઇએ.

 

મનની ચંચળતા અને જીવનની ક્ષણભંગુરતા સમજીને સતસંકલ્પને તત્કાલ જ પૂરો કરી દેવો, કારણ કે કાલનો કોઇ ભરોસો નથી. મૃત્યુની સાથે જેને મિત્રતા કરી લીધી છે અને જેને અમૃતપાન કરીને અમરતા પ્રાપ્ત કરી લીધી છે તે જ કહી શકે છે કે આ કામ હું કાલે કરીશ. પ્રતિક્ષણ વિનાશની તરફ જઇ રહેલા જીવનની પ્રત્યેક ક્ષણનો સદ્ઉપયોગ કરવો જોઇએ.

 

સાભાર – સૌજન્ય: વિનોદભાઇ એમ.માછી (નિરંકારી)

નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.
e-mail: [email protected]

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

ઉપરોક્ત પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકવા વિનંતી. .. જે લેખકની કલમને બળ પૂરે છે તેમજ અમોને માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહે છે.  આભાર !

‘દાદીમા ની પોટલી’

શરીરની સાંકેતિક ભાષા થકી રોગની ઓળખ અને ઉપાય …

શરીર ની સાંકેતિક ભાષા થકી રોગોની ઓળખ અને ઉપાય …

 

 

કુદરતે આપણા શરીરમાં અદભુત રચના કરી છે તેને આપણે જીવનભર, મન ભરીને માણવા માટે શું કરવું જોઈએ તે  જાણવા માટે ….આવો આજે આપણે ‘જીવન લક્ષ્ય’  કેટેગરી હેઠળ ડૉ. ઝરણા દોશી પાસેથી  કુદરતની સાંકેતિક ભાષા ને જાણીએ, સમજીએ તથા તેને અનુસરવાનો પ્રયત્ન કરીએ.

‘દાદીમા ની પોટલી’ પર ડૉ. ઝરણાબેન દ્વારા મોકલવામાં આવેલ ઉપરોક્ત પોસ્ટ બદલ અમો તેમના અંતરપૂર્વક્થી આભારી છીએ…

આજનું ધમાલિયું જીવન આપણને માનસિક તાણ આપી રહ્યું છે.આખા દિવસમાં ખાસ કંઈ કર્યા ના પણ કરીએ તો પણ સાંજ પડે આપણને અમુક  શારીરિક તકલીફોને ધ્યાનમાં લેવી પડે છે.

 

 

 

શરીરની સાંકેતિક ભાષા…

 

1. આખા શરીરમાં દુખાવો થવો

2. બેચેની અને હતાશા લાગવી

3. થાક લાગવો

4. શરીર ભારરૂપ લાગવું

5. શરીરનું ગરમ અથવા ઠંડું પડી જવું.

6. ભોજન કરવાની આળસ આવવી

7. સોફા/પલંગ ઉપર પડ્યા રેહવાની ઈચ્છા થવી

8. પગમાં, ગોઠણમાં સોજા ચઢવા

9. આચરકુચર જંક ભોજન નો ઉપયોગ વધુ પડતો કરી લેવો

10. ઉમર કરતા મોટા દેખાવાનું શરુ થઇ જવું.

11. નાની નાની વાતમાં ચિડચિડાપણું આવી જવું.

12. ઘરના સભ્યો સાથે બેસવું ના ગમતા ટેલીવિઝન અથવા વીડીઓ ચાલુ કરીને મન બીજે વાળવું.

13. નાની નાની વાતમાં વિલાયતી દવાઓનું સેવન કરવું.

 

ઉપર મુજબ ના પોતાના આરોગ્ય ને ઓળખવાના અને તેમાંથી બહાર આવવાના પ્રયત્નો માં રસ લેવા માટે આવો આપણે ઘરમેળે થઇ શકતા ઈલાજો જોઈએ …

 

દાદીમાં ના ઘરેલું નુસખા :

 

૧]  ઘરે આવીને હુંફાળા પાણીથી સ્નાન કરવું

૨]  ઘરે આવીને શાંતિથી બેસીને ફ્રેશ ફળ નો જ્યુસ પીવો.

૩]  ઓફીસમાં આંખોમાં સમયે સમયે પાણીની છાલક મારવી.

૪]  પાણી પીવાની ટેવ પ્રત્યે સજગ થવું.

૫]  આખા દિવસના ખોરાક માં પ્રોટીન,વિટામીન,મીનરલ તેમજ જરૂરી ખનીજ તત્વોનો સમાવેશ કરવો.

૬]  અમુક દિવસના અંતરે પેટને સ્વચ્છ રાખવા માટેની યોગ્ય રીત અપનાવવી.

૭]  ઘરમાં બાળકોની સાથે પેહલા થોડો સમય વિતાવવો.

૮]  મનપસંદ સંગીત વગાડવું.

૯]  રજાના દિવસો માટેનો કોઈ આરામદાયક પ્લાન બનાવવો.

૧૦] સર્વાનુંસંમતિ થકી સાંજના ભોજન ના મેનુ ની પેહલેથી ચર્ચા કરી નક્કી કરવું.

૧૧] જરૂર કરતા ભોજન માં બે કોળિયા ઓછા ખાવા.

૧૨] ભોજન અને ઊંઘ વચે બે થી ત્રણ કલાક ની સમય મર્યાદા રાખવી.

૧૩] સહપરિવાર સાથે ભોજન લેવું.

૧૪] ભોજન લેતા અને સમાપ્ત કરતા સમયે બે હાથ જોડીને સમૂહ પ્રાર્થના કરવી.

૧૫] ભોજન આરોગતી વખતે આનંદવાળા વિષય ની ચર્ચા કરવી અથવા મૌન રેહવું.

 

આ પ્રમાણે  ઉત્તમ જીવન જીવવાની કુંચીઓને  જો  આપણે આચરણ માં મુકીએ  તો આપણા જીવનમાં  તંદુરસ્તીને કાયમી આપણે આવકાર આપીએ છીએ..

 

વાચકો મિત્રો આપ નીચે જણાવેલ સમસ્યાઓ  કે તે સિવાય ની અન્ય કોઈ સમસ્યાઓ જીવનમાં ધરાવતા હોય તો જરૂર તેના ઉપચાર જાણવા માટે ડૉ. ઝરણાબેન દ્વારા માર્ગદર્શન મેળવી શકો છો. આપની  સમસ્યા બ્લોગ પોસ્ટના કોમેન્ટ્સ  બોક્ષ દ્વારા અમોને જણાવશો અથવા અમોને ઈ. મેઈલ દ્વારા જણાવશો. જેના જવાબ  તમે ઈચ્છશો તો વ્યક્તિગત અથવા  બ્લોગ પર આપીશું.

 

સામન્ય સંજોગમાં ઉદભવતી સંભવિત સમસ્યાઓ …. જેવી કે ...

 

(૧)  મારે વારે વારે બહારનું બહુ ખાવાનો વારો આવે છે તો હું મારૂ આરોગ્ય કેવી રીતે જાળવી શકું ?

(૨)  મારે નાની ઉમરથીજ વારસાગત રોગોની દવા લેવાનું થયું છે તો હવે હું એમાંથી કેવી રીતે મુક્ત થઇ શકું ?

(૩)  હું રાતે ઘણો જ મોડો આવું છુ એટલે આપે જણાવેલા અમુક નિયમો અમલમાં મુકવા શક્ય નથી તો શું કરવું ?

(૪)  હું તો હોસ્ટેલ માં ઘર થી દુર રહું છુ તો મારે તો જે મળે તે ખાઈ લેવું પડે છે તો મારે ઉપર જણાવેલ તકલીફોથી કેવી રીતે બચવું ?… વિગેરે …

 

ચાલો તો …ડૉ. ઝરણા બેન દ્વારા સમસ્યા અંગે જાણીએ …

 “સર્વે પાઠક મિત્રો ને વિનંતી  કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે  ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ઝરણા દોશી … આપને તેનો  જવાબ બ્લોગ પર આપવા જરૂર પ્રયત્ન કરશે.  અથવા આપને  ઉદભવતા કે મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે  Privacy / અંગતતા – જાળવવા ઇચ્છતા હોય તો આપની સમસ્યા ની વિગત ડાયરેક્ટ  [email protected] ઉપર અથવા ડૉ.ઝરણા દોશી ને  [email protected]  ને ઈ મેઈલ દ્વારા લખી ને  મોકલી શકો છો, અમો   તમારા  email ID પર તે અંગેનું યોગ્ય માર્ગદર્શન ડાયરેક્ટ મોકલી આપવા કોશિશ કરીશું. ”

 

‘દાદીમા ની પોટલી’ – બ્લોગ ની મુલાકાત લેવા : http://das.desais.net લીંક પર ક્લિક કરશો.

હર્બલ ચાનો મસાલો …

હર્બલ ચાનો મસાલો …

 

 

સામન્ય સંજોગમાં મોટાભાગના લોકો ને ‘ચા’ પીવાની આદત સવારે હોય જ  છે., અને આપણામાં એક લોક વાયકા  પણ છે, કે જેની સવારની ‘ચા’ બગડી તેનો પૂરો  દિવસ બગડ્યો.  દરરોજ ઉપયોગીમા આવતી ‘ચા’ જો લહેજતદાર બની જાય તો આપણી ખુશી જ વધુ હોય છે.  તો ચાલો આજે આપણે ‘ચા’ માટે  ઉપયોગી મસાલો અને તે પણ ‘હર્બલ’ ચા મસાલો કઈ રીતે બનાવી શકાય તે જાતે શીખીએ… ‘દાદીમા ની પોટલી’ પર હર્બલ ચા મસાલા ની પોસ્ટ મોકલવા બદલ અમો પૂર્વી મોદી- મલકાણ યુ.એસ.એ. ના અંતરપૂર્વકથી આભારી છીએ..

 

હર્બલ ચા નો મસાલો ….

 

સામગ્રી :

 

૧ ચમચો – કાળા મરીનો પાવડર 

૨ ચમચા – સૂંઠનો પાવડર 

૩ ચમચા – એલચીનો પાવડર 

૧ ચમચો – તજ પાવડર

૨ ચમચા – સુકાયેલી તુલસીના પાનનો પાવડર 

 

૧ ચમચો – સુકાયેલા કરી લિવ્સ અથવા મીઠા લીમડાના પાનનો પાવડર 

૨ ચમચા – સુકાયેલા ફુદીનાના પાનનો પાવડર 

૧/૨ ચમચો – પીપરી મૂળનો પાવડર 

૧/૪ ચમચો – જાયફળ પાવડર 

 

રીત :

 

આ તમામ પાવડરને મિક્સ કરી ઉપયોગમાં લેવું

નોંધ: સામાન્ય રીતે મરી, સૂંઠ, તજ, એલચીના પાવડરને મિક્સ કરી ચા માટે ઉપયોગમાં લેવાય છે.,  પરંતુ કરી લિવ્સ, તુલસી, ફુદીના, જાયફળ અને પીપરીમૂળનું મિક્ષણ ચાના મસાલાને એક અનોખો રંગ દઈ જાય છે.  વળી તુલસી, ફૂદીનો અને કરીલિવ્સ એ ત્રણેય હર્બ પણ છે તેથી તેની સુગંધ સાથેનો આ મસાલો આપની ચાના ગુણતત્વોને વધારી દે છે.

 

પૂર્વી મોદી – મલકાણ  – યુ એસ એ. 

 

આપને હર્બલ ચા ના મસાલા ની પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બંને રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે.  આભાર … !

‘દાદીમા ની પોટલી’

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

વિશેષ નોંધ :

તુલસી, ફૂદીનો અને કરીલિવ્સ એ ત્રણેય હર્બની પણ ચા બને છે. આ ત્રણ સાથે અમુક વસ્તુઓ add કરીએ તો કાવો બને જે વિન્ટરમાં પીવાય. આ કાવા ઉપર જ હાલમાં હું છું. કોઈપણ સ્વરૂપમાં હર્બ હોય પરંતુ ફાયદો તો મળે જ છે. આ ત્રણ વસ્તુઓને ચા સાથે મેળવી with or without મિલ્ક લઈ શકાય છે. હવે કાવા માટે જોઈએ. આ ત્રણ વસ્તુઓનાં સિવાય એમાં બીજી અમુક વસ્તુઓ add કરી છે.

ફૂદીનો ૫-૬
કરીલિવ્સ -૫-૬
તુલસી ૫-૬
નાગરવેલનાં પાન ૨-૩
આખા સૂકા ધાણા 2 સૂપ સ્પૂન,
સૂંઠ ૧/૨ ચમચી
તજ ૧ ટુકડો
લવિંગ ૧ -૨
વરિયાળી ૧ ચમચી
એલચી ૧
આખું જીરું ૧ ચમચી
સુવા દાણા ૧ ચમચી
મરી ૨-૩ દાણા
મેથી દાણા ૧ ચમચી

આ વસ્તુઓને પાણીમાં ઉકાળવી અને તે પાણી પીવા માટે લેવું. પાણી ખલાસ થાય ત્યારે આજ પલળેલી સામગ્રીમાં વધુ પાણી નાખી રાખી મૂકવું અને ફરીથી ગરમ કરી તેનો ઉપયોગ કરવો. આ પલળેલી સામગ્રીઓ ૩-૪ દિવસ ચાલે છે. આ તમામ હર્બનો તમામ રસ નીકળે ત્યાં સુધી આ સામગ્રીમાં પાણી નાખી ગરમ કરી આ કાવાનો ઉપયોગ કરવો. આ કાવાથી થતાં ફાયદાઑ.
(સ્વ અનુભવ)

પેટમાં રહેલો વાયુ દૂર થઈ જાય છે અને ડ્રાય કફ રહેતો હોય તો તે દૂર થાય છે. આ કાવાનો ઉપયોગ લગભગ ૬ મહિના કર્યા બાદ આ જૂનો કફ દૂર થઈ ગયો. આ ઉપરાંત આ કાવો લેવાથી પિનટ, ખજૂર અને ગાજરની પણ એલર્જી જે મને હતી તે આજે હવે દૂર થઈ ગઈ છે.

પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

ટ્રેકોમાં અને હોમીઓપેથી સારવાર …

ટ્રેકોમાં અને હોમીઓપેથી સારવાર …

ડૉ.પાર્થ માંકડ..

 

(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા ‘દાદીમા ની પોટલી’ – http://das.desais.net – બ્લોગપર નિયમિત રીતે પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ. આપના મંતવ્યો આપની કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે. એટલું જ નહી આપની સ્વાસ્થય અંગેની કોઈપણ સમસ્યા હોય તો જરૂર અમોને જાણ કરી તે અંગે યોગ્ય માર્ગદર્શન  ડૉ.પાર્થ માંકડ  પાસેથી  મેળવી શકો છો.)

 

 

ટ્રેકોમાં એ એક આંખ નો રોગ છે જેમાં વ્યક્તિ ની આંખ માં એક પ્રકાર નું ઇન્ફેકશન લાગે છે ને એને બને એટલું જલ્દી મટાડવું જરૂરી છે નહીતર એમાં સ્કાર કોર્નિયા પર બની જતા દ્રષ્ટી માં કાયમી તકલીફ થવા ની સંભાવના ઓ ખુબ રહેલી છે.

 

કારણો :

 

ટ્રેકોમાં થવા નું મૂળ કારણ એક સી . ત્રેકોમેતીસ પ્રકાર નો બેક્ટેરિયા છે જે ના નામ પર થી જ રોગ નું નામ ટ્રેકોમાં પડ્યું છે.  મોટેભાગે શરદી થઇ હોય, કે પછી એ પ્રકાર નું ઇન્ફેકશન વાળું પાણી કે ટુવાલ કે રૂમાલ વી. જયારે આંખ ઉપર અડે ત્યારે ટ્રેકોમાં નું ઇન્ફેકશન લાગી શકે છે.

 

ચિન્હો :

 

૧. આંખ લાલ થઇ જવી.

૨. આંખ સુજી જવી.

૩. કન્જક્તીવા માં સોજો આવી જવો.

૪. જોવા માં થોડું ધૂધલું લાગવું.

૫. આંખ માં થી એક પ્રકાર નું પ્રવાહી નીકળવું વિ જેવા ચિન્હો મુખ્યત્વે જોવા મળે છે.
પછી જેટલો સમય આ ઇન્ફેકશન વધુ રહે એમ ચિન્હો ઉમેરાતા જાય છે.

 

 ઉપાયો :

 

હોમીઓપેથી માં ટ્રેકોમાં અને આંખ ના અન્ય તમામ રોગો ની ખુબ જ સારી દવાઓ છે જેમ કે, …

 

Argentum Nitricum

Apis Mellifica

Euphresia

Phytolacca

Silicea

Mercurius વિગેરે… માંથી કોઈ પણ એક આપી શકાય.

હા, કેટલીક ફાર્મસી માં હોમીઓપેથી ના યુફ્રેસિયા – સીનેરેરિયા દવાઓ ના આંખ ના ટીપા પણ મળે છે, જે ખુબ જ નિર્દોષ ને છતાં સારી અસર આપનારા છે. આપ એ ટીપા દિવસ માં એક વખત કોઈ તકલીફ વિના પણ નાખી શકો ..એ આંખ ને આ પ્રકાર ના ઇન્ફેકશન ને નુકસાન થી બચાવશે, કોમ્પ. વિ. ના વપરાશ થી થતા નુકસાન થી પણ બચાવશે અને એની પોતાની કોઈ સાઈડઈફેક્ટ નથી.

 

 

પ્લેસીબો :

 

યુફ્રેસિયા દવા આંખ ના રોગ માટે ખુબ અકસીર સાબિત થયી છે ને કુદરત નું એક કરામત પણ જોવા જેવી છે કે એ પ્લાન્ટ નું ફૂલ પણ બિલકુલ આંખ જેવું જ લાગે છે.

ડૉ.પાર્થ માંકડ  ..

 

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી  કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે  ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતા – જાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેકટ  [email protected] ઉપર અથવા તો [email protected] ના ઈમેઈલ દ્વારા પૂરી વિગત સ્વાસ્થ્યની સમસ્યા – સમય, ઉંમર  સાથે મોકલી શકે છે. તેમને  તેમના email ID પર યોગ્ય માર્ગદર્શન ડાયરેક્ટ મોકલી આપીશું. ”

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

તિમિરમાં પ્રકાશનું એક કિરણ …

તિમિરમાં પ્રકાશનું એક કિરણ …

 

જાન્યુ.૨૦૧૨,મુંબઈ  મેરેથોન દરમ્યાન બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન ના સભ્યોએ દોડમાં ભાગ લીધો 

 

(‘દાદીમા ની પોટલી’ પર આપ સર્વે જાણો છો  તે મુજબ અમો સતત કશુંક વૈવિધ્યતા ભરેલ  અને ઉપયોગી સામગ્રી પીરસવા નમ્ર કોશિશ કરીએ છીએ.  આજે એક નવા સાથી ની ઓળખ આપવા કોશિશ કરીશું.  બંસરી બેન એમ.પારેખ, ઉંમર ૭૮ વર્ષ. (જૈન)  સાત ભાઈબેન નો પરિવાર, જેમાં બંસરી બેન  તેમજ તેમના અન્ય બેન  હેમલતાબેન પારેખ,  ઉંમર. ૮૦ વર્ષ  આજીવન અપરણિત છે. . બંસરી બેનનો અભ્યાસ: એમ.એ. બી.એડ.  વ્યવસાયે – શિક્ષિકા. જી.ટી. ગર્લ્સ હાઈ સ્કૂલ, બોરીબંદર થી શિક્ષિકા તરીકે શરૂઆત કરી  અને ૩૫ વર્ષ એકધારી એકજ શાળામાં રહી અને ત્યાંજ નિવૃત્તિ લીધી.   હાલ તેઓ મોર્ડન સ્કૂલ -મુંબઈ માં એક્ઝીક્યૂટીવ તરીકે તદન નિ:સ્વાર્થ ભાવે કોઈપણ સેવાના મૂલ્યો મેળવ્યા વિના સક્રિય રૂપે સેવા આપે છે.  ‘દાદીમા ની પોટલી’ પર આજનો લેખ મોકલવા બદલ અમો હેમલતાબેન તેમજ બંસરીબેન ના  અંતરપૂર્વકથી આભારી છીએ. (હવે પછી ‘દાદીમા ની પોટલી’ પર  આપણે હેમલતાબેન પારેખ નો પરિચય  મેળવીશું અને લેખ માણીશું .)

 

પ્રજ્ઞાચક્ષુ ખુરશીદ અને દ્રષ્ટિવાન પ્રદીપનું લગ્નજીવન સુખરૂપ આનંદથી વીતતું  હતું. તેમાં ઓચિંતી પ્રદીપની માંદગીએ ઘર કર્યું. તેની કિડની ધીમે ધીમે કામ કરતી બંધ થઇ. ડાયાલિસીસ શરૂ થયું કિડનીની નિષ્ફળતા એ જાણે રાજરોગ ! ખુરશીદે પતિની સેવામાં દિનરાત એક કર્યા. આર્થિક મુશ્કેલી શરૂ થઇ  પતિને ડાયાલિસીસ સેન્ટર પર લઇ જવાના, ઘરમાં સારવાર કરવાની – બધું ખુરશીદે એકલે હાથે નીભાવ્યુ.   પ્રદીપને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઊભી થઇ. એમ્બ્યુલન્સ બોલવાથી માંડીને, બધી વિધી ખુરશીદે સફળતાથી નિભાવી. પ્રદીપના મૃત્યુ સુધી સઘળી ફરજો હિંમતથી અદા કરી. આજ રીતે મંજુલા અને મેપ્સી તથા બિના અને બાબાસાહેબ – બંને અંધ દંપતી. પોતાના પતિની ગંભીર બીમારી દરમ્યાન અંધ મંજુલા અને અંધ બીનાએ ગજબની હિંમત દાખવી. બંનેએ પતિના મૃત્યુ સુધી તેની સેવા કરી. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ધારે તો મક્કમ મનોબળથી શું ન કરી શકે ? આ ત્રણ પ્રજ્ઞાચક્ષુ બેનોને આ વર્ષે આંતરરાષ્ટીય મહિલા દિને પુરષ્કાર આપવામાં આવ્યો હતો. (પુરષ્કાર મેળવતાં ત્રણ બેનોની અલગ  -અલગ તસ્વીર આ સાથે નીચે પોસ્ટ પર દર્શાવેલ છે.)

શ્રીમતિ કરુણા દેવ્યાંચા ના હસ્તે ભેટ સ્વીકારતા બિનાતાઈ 

શ્રીમતિ વિજયા ભુલેસ્કર  હસ્તે ભેટ સ્વીકારતા મંજુલાબેન 

શ્રીમતિ મંગલા મરાઠા હસ્તે ભેટ સ્વીકારતા ખુર્શીદ બંટવાલ 

 

એક જમાનામાં તો કેહવાતું હતું કે ‘આંધળો ફક્ત ગાઈ શકે કે દળી શકે’ આજે પ્રજ્ઞાચક્ષુ ભાઈબહેનો આ કહેવતને ઘણા અંશે ખોટી પૂરવાર કરી શક્યાં છે. આધુનિક સમાજના જાગ્રત માણસે અને ટેકનોલોજીએ અંધજનોને અનેક રીતે સહાય કરી છે. આ સહાયમાં દ્રષ્ટિવાનો અને દ્રષ્ટિહીનોની –બંને સંસ્થાઓએ ફાળો આપ્યો છે. દ્રષ્ટિહીનોની એવી એક સંસ્થા ને ‘બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેસન’. આમ નાનકડી સંસ્થાના અંધ અને દેખતાં કાર્યકરો મન મૂકીને નિ:સ્વાર્થ ભાવે મુંબઈ અને પરાઓમાં વસતાં અંધજનોને માર્ગદર્શન અને સેવા આપે છે. અંધ માતાપિતાના શાળા અને કોલેજમાં અહ્યાસ કરતાં બાળકોને યથાશક્તિ મદદ કરે છે. આજે ઉત્તરોઉત્તર વધતાં જતાં માંદગીના ખર્ચને સાધારણ સ્થિતિના અંધજનો પહોંચી શકતાં નથી. આને માટે ‘બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન’ ની એક યોજના મુજબ, તેઓ પ્રજ્ઞાચક્ષુ દર્દીઓને તેમની જરૂરીયાત જાણી, બનતી આર્થિક સહાય કરે છે. શરૂઆતમાં વધુમાં વધુ રૂ!.૫૦,૦૦૦/= આપતા હતાં. આજના તબીબી ક્ષેત્રના ખર્ચને લક્ષમાં રાખી, આ સહાય વધારીને રૂ!.૧,૦૦,૦૦૦/= કરવાની ઈચ્છા હતી. આ સંસ્થાના સભ્યોને વિચાર આવ્યો કે દાનની શરૂઆત આપણા ઘરથી જ થવી જોઈએ. આપણે જ આપણને મદદ કરવી જોઈએ. તેમણે સારી આવક ધરાવતાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને આ મદદ માટે અપીલ કરી. આનો સરસ પ્રતિસાદ પણ મળ્યો અને રૂ!.એક લાખ નું ભંડોળ ભેગું થયું. પરંતુ ‘ટીપે ટીપે સરોવર’ ભરવાનું હતું, તેથી સમાજના અન્ય દાનવીર નાગરિકોને અપીલ કરવાની જરૂ હતી, જેથી વધુ અંધજનોને ગંભીર માંદગી વખતે મદદ મળી શકે. સંસ્થાએ આ દિશામાં પણ પોતાની પ્રવૃત્તિનો આરંભ કર્યો છે. આ સંસ્થાને મળતા દાનને  આવકવેરાનો   80G એક્ટ લાગુ પડે છે અને વેરામાં રાહત /મુક્તિ મળે છે.

‘બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન’ પ્રજ્ઞાચક્ષુઓની બીજી પણ અમૂલ્ય સેવા કરી રહ્યું છે. કેટલાંય અંધજનો પોતે પણ શિક્ષણ લઇ શકે છે, પગભર થઇ શકે છે, વગેરે અનેક બાબતોથી સાવ અજાણ છે. ઘણા અંધજનો કોઈની મદદ વગર હરી ફરી શકતાં પણ નથી. તેમનું જીવન ઘરની ચાર દીવાલો વચ્ચે ગૂંગળાય છે. આવી અંધ વ્યક્તિઓને શોધી, તેમનો સંપર્ક સાધવામાં આવે છે. સંસ્થા પોતાના અંધ કાર્યકરને ‘હોમટીચર’ તરીકે મોકલી, સફેદ લાકડીની મદદથી તાલીમ આપી તેને બહાર હરતો ફરતો કરે છે. ધીમે ધીમે ‘કાઉન્સિલીંગ’ કરી તેને લઘુતાગ્રંથિમાંથી મુક્ત કરે છે. પોતે પણ પગભર થઇ, કુટુંબને સહાયરૂપ થઈ શકે છે, તેવો આત્મવિશ્વાસ તેનામાં જગાડે છે.

આ યોજનાને સક્રિય બનાવવા માટે આ સંસ્થા અંધ વ્યક્તિઓને અને તેમના દ્રષ્ટિવાન કુટુંબીજનોને નમ્ર અપીલ કરે છે કે ‘બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન’ નો જરૂ સંપર્ક કરે. કે જેથી તેમના દ્રષ્ટિહીન સ્વજનો ભારરૂપ ન બનતા પોતાને અને કુટુંબને સહાયરૂપ થઇ શકે. સમાજમાં ઉન્નત મસ્તકે સર્વ સાથે હડી-મળી આનંદથી જીવી શકે.

આ સંસ્થાનો સંપર્ક નીચે જણાવેલ વિગતે કરી શકો છો :

ફોન નંબર: _+ 91 – 022 – 23758680
સરનામું : બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન
c/o. નેશનલ એસોસિયેશન ફોર બ્લાઈન્ડ
રૂસ્તમ અલ્પાઈવાલા કોમ્પ્લેક્ષ, ૧૨૪/૧૨૭ કોટન ડેપો,
રે રોડ રેલ્વે સ્ટેશન (ઈસ્ટ), કોટન ગ્રીન, મુંબઈ ૪૦૦૦૩૩
Email : [email protected]
Blog – http://bpamumbai.blogspot.co.uk/

સૌજન્ય : સાભાર : બંસરી પારેખ
મોર્ડન સ્કૂલ, સિક્કાનગર, મુંબઈ.
Email: [email protected]

 

બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]

 

(મિત્રો ‘દાદીમા ની પોટલી’ પર અમોએ આ પ્રકારની અપીલ કરતી પોસ્ટ પ્રથમ વખત જ પ્રયોગ રૂપે મૂકી છે. અમો નથી જાણતા કે આપ આ પ્રકારની પોસ્ટ કેટલી પસંદ કરશો ?  અમારી નમ્ર વિનંતિ છે કે આપના થી શક્ય તેટલા સહાયરૂપ ‘બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન’ ને થશો. તેમના સંપર્ક ની વિગત બ્લોગ પોસ્ટ પર આપી છે. સાથે તેમના બ્લોગની લીંક પણ વધુ જાણકારી મળી રહે તે માટે આપેલ છે.જો આપ સર્વેને આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો, આપના પ્રતિભાવ સદા અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક રૂપ બની રહે છે.  આભાર !)

 

બ્લાઈન્ડ પરસન્સ એસોસિયેશન વિશે થોડું તેમના શબ્દોમાં …

The Blind Person’s Association, erstwhile known as The Blind Men’s Association is a registered voluntary charitable organization. The Organization was founded on 19th October 1947 and since then has been working for the betterment of blind people residing in city & suburbs of Mumbai & adjoining districts of Thane & Raigad. Our membership strength is 935. Most of them are vision- impaired persons from lower strata of society. We try to bring about change in their lives by running various assertive & welfare programmes such as Educational assistance, Help the Aged Scheme, House Repair, Need-based Financial Assistance, Medical Assistance, Recreational and Cultural Programs, subsidied Equipment Bank etc.

(૧) જીવન શું છે ? અને (૨) ભૂલો અને માફ કરો. … (પ્રેરક વાતો)

(૧)   જીવન શું છે ? …

જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે.

જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ?

સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ?

તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ, જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી.
ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી.

ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે ?
તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ?

તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો.

કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત.

 

જીવન જૂઠું બોલતું નથી.

 

(૨)  ભૂલો અને માફ કરો….

– તન્વી બુચ 

 

એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી.

 

તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અધ્યાપકે  એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું !

 

બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટેટા  લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધાના  બટેટા બેગમાં સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું.

 

વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે.

 

નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.

 

ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે.  બે ના ચાર થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. આપણે જો કોઈકનાં દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે.

 

ઈશ્વર માણસ કરતાં વધારે કરુણાવાન છે. ક્ષમાનો ગુણ કદાચ એક કલાક કે એક દિવસ કે એક અઠવાડિયમાં ભલે વિકસિત ન થઈ શકે પરંતુ તેનો મહાવરો કરવાથી ધીમે ધીમે તેને કેળવી શકાય છે.  લાંબેગાળે તે આપણા જીવનમાં ચોક્કસ સિદ્ધ થઈ શકે છે.

 

માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્ક્સ થવાનો જ છે…

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આપ સર્વેને ઉપરોક્ત પ્રેરકકથા જો પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પર મૂકી આભારી કરશો. આભાર !


‘દાદીમા ની પોટલી’