શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ …

જીતના જિસકે ભાગ્ય મેં લિખા, ઉતના હી  પાતા હૈ …
સ્વર : દરબાર.


.
જીતના જિસકે ભાગ્ય મેં લિખા,..(૨) ઉતના હી પાતા હૈ ..
શિવ લેહરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)
જીતના જિસકે ભાગ્ય મેં લિખા ..(૨) ઉતના હી પાતા હૈ ..
શિવ લહેરી  … હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)
ચાહે અમીર હો , ચાહે ગરીબ હો, ઉનકો એક સમાન ..
ચાહે ગરીબ હો, ચાહે અમીર હો ,ઉનકો એક સમાન ..
સબકી બીગડી વોહી બનાયે … (૨) વોહ સબકા ભગવાન ..
શિવ લહેરી .. હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ ..(૨)
રાજા હો યા રંક સભી હૈ, ઉનકે ચોકીદાર .. (૨)
દેવો મેં વો મહાદેવ હૈ .. (૨) ભૂતો કે સરદાર ..
શિવ લહેરી..હર ભોલે…
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ … (૨)
ભગવે મેં ભગવાન છુપા હૈ , માનવ તું પહેચાન .. (૨)
નકલી રંગ કે કપડે રંગે હૈ, નકલી રંગ કે કપડે હૈ ..
સાધુ નહિ શૈતાન …
શિવ લહેરી .. હર ભોલે ..
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)
ભગવે મેં ભગવાન છુપા હૈ , માનવ તું પહેચાન .. (૨)
નકલી રંગ કે કપડે રંગે હૈ .. (૨) સાધુ નહિ શૈતાન …
શિવ લહેરી .. હર ભોલે ..
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)
બડે બડે મંદિર બનવાકે, નામ કી તકતી લગાતે હૈ .. (૨)
દરવાજે પે તાલા બંધ હૈ .. (૨)
પુજારી હૈ રાજ …
શિવ લહેરી.. હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)
દીવી કહે તું ગીર કે સંભલજા, યેહ જગ હૈ નાદાન ..
દીવી કહે તું ગીર કે સંભલજા, યેહ જગ હૈ નાદાન ..
દીવી કહે તું ગીર કે સંભલજા, યેહ જગ હૈ નાદાન ..
તેરા બનાયા તુજ કો બનાયે … (૨)
માનવ નહિ શૈતાન .. (૨)
શિવ લહેરી… હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)
જીતના જિસકે ભાગ્ય મેં લિખા ..(૨) ઉતના હી પાતા હૈ ..
શિવ લહેરી રી … હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)
શિવ લહેરી કે દરબાર મેં, સબકા ખાતા હૈ …

 

નોંધ:  બ્લોગ પર ની  પોસ્ટ પસંદ આવી હોય તો, જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પરના કોમેન્ટ્સ બોક્ષ પર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શક બની રહે છે …  આવા અનેક સુંદર ભજન માણવા તેમજ અલગ અલગ રસોઈ ની રેસીપી સાથે જીવન લક્ષી અમૂલ્ય વાતો જાણવા અને માણવા બ્લોગની મૂલાકાત જરૂર સદા લેતા રહેશો.  આભાર !


બ્લોગ લીંક: http://das.desais.net

(૧) બધાંને એમ છે કે … (રચના)(એન.આર.આઈ. .. ઈન્ડીયન બ્રિટિશ ની વ્યથા) અને (૨) એન.આર. આઈ. દેશી અમેરિકન કવિતા …

(૧) બધાંને એમ છે કે … (એન.આર.આઈ. .. ઈન્ડીયન  બ્રિટિશ  ની વ્યથા)

 

બધાંને એમ છે કે …
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હુંફાવી ગયો છું,
અહીં કોઈ કોઈને બોલાવતાં બીવે છે, ને મારા દેશમાં લોકો એકબીજાને જોઈને જીવે છે,
અનહદ ઠંડીમાં લેપટોપ સાથે એકરૂમમાં પુરાઈ ગયો છું, ને બધાંને એમ કે હુંફાવી ગયો છું,
અહીં માણસમાંથી દોસ્ત નીકળી ગયો છે ને ધોળીયાનો સ્વભાવ બધાંને ભર્ખી ગયો છે,
લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,
એક ટાઇમ ખાવ છું, ને ઓફીસ જાઉં છું, માણસમાંથી જાણે મશીન બની ગયો છું,
આઝાદ ભારતમાંથી અહીં આવી ફરી ગુલામ બની ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
ભગવાન, થોડી જીંદગી બાકી રાખ જે કે મારા દેશમાં મારે જીવવું છે,
ફરી ટોળેવળી પેલા ગલ્લે બેસવું છે, ફરી સેવઉસળ પેટ ભરીને ઠોકવું છે,
બાઈક પર ત્રણ સવારી રખડવું છે, ભગવાન, મારે ફરી મમ્મી નો લાડલો બની જવું છે,
પોતાના લોકોથી છુટો પડી ગયો છું, ને બધાં ને એમ કે હુંફાવીગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું, ..


સાભાર : સૌજન્ય પ્રાપ્તિ : હેંમતકુમાર જાની (લંડન)

 

(૨) એન.આર. આઈ. દેશી અમેરિકન કવિતા …

ના ઇન્ડિયા કો ભૂલા સકે …… ના અમેરિકા કો અપના સકે …..બસ….ઇન્ડિયન-અમેરીકાન બન કે ચલતે રહે ….

ના ગુજરાતી કો છોડ સકે ……ના અંગ્રેઝી કો પકડ સકે …દેસી accent મેં ગોરોં કોconfuse કરતે ચલે…..
ના ટરકી કો પકા સકે …ના ગ્રેવિ બના સકે……મુર્ગી કો દમ દે કે thanksgiving મનાતે ચલે ……
ના Christmas ટ્રી લગા સકે ….. ના બચ્ચોં કો સમજા સકે Diwali…..પર Santa બનકે gifts બાંટતે ચલે ….
ના શોર્ટ્સ  પહેન સકે ….ના સલવાર  છોડ  સકે …..jeans પર  કુર્તા ઔર  sneakers ચઢાકે ઇતરાતે ચલે….
ના નાશ્તે મેં donut ખા સકે ….. ના ખીચડી કઢી ભૂલા સકે….પિઝ્ઝા પર મિર્ચી  છીડક  કર  મઝા લેતે રહે ….
ના ભૂલા સકે ગર્મિયો કો ……ના બરફ કો અપના સકે…ખિડકી સે સુરજ  કો દેખે..”beautiful day” કેહેતે રહે ……
અબ જબ આયી  બારી ભારત  જાને કી…તો …હાથ મેં પાની કી બોતલ  લે કર ચલે …..
લેકિન વહાં પર …ના તો ભેલ પૂરી ખા સકેં …. ના તો લસ્સી પી સકેં…..બસ …. પેટ કે દર્દ  સે તડપતે મારે…. હરડે ઔર ઇસબગુલ  ખા ખા કે કામ  ચલાતે રહે ……
ના મચ્છર સે ભાગ  સકે….ના ખુજલી કો રોક સકે …cream લગા લગા કે કામ ચલાતે રહે ….
ના ફકીરો સે બચ  સકે…..ના ડોલર કો છુપા સકે ……નૌકરો સે ભી પીછા છુડા કર ભાગતે રહે ……
ના સંડાસ  પ ર   બૈઠ   સકે….ના કોમોડ  કો ભૂલા સકે….બસ    બીચ  અદ્ધર ઝુકે ઝુકે જૈસે તૈસે કામ  ચલાતે રહે
ના ઇધર કે રહે ના ઉધર કે રહે …..કમ્બકત  ….કહીં કે ના રહે ….
બસ ‘ ABCD ‘ ઔલાદ કો….ઔર  confuse બનાતે ચલે ……
ના ઇધર કે રહે ના ઉધર કે રહે ……. બીચ  અદ્ધર  અટકે રહે……..
સાભાર : રેશ્મા ગૌરી …
સૌજન્ય પ્રાપ્તિ : કાશ્મીરાબેન દેસાઈ  (લંડન)

 

 

શીરો … (રેસિપી)

શીરો  …

કનૈયાલાલ  પરીખ (કોઇમ્બતુર)

આજે આપણે ગુજરાતી પારંપરિક વ્યંજન  … ‘શિરા’ ની રેસિપી ને જાણીશું અને  શીરો માણીશું. શીરો બનાવવો આસાન હોવા છતાં આપણામાંથી ઘણી જ બહેનો ને શીરો નથી બનાવતા આવડતો અથવા  મારાથી સારો શીરો નથી બનતો તેમ તેઓ  ફરિયાદ કરતાં હોય છે.  મોટે ભાગે શીરો કોઈ શુભ પ્રસંગે કે કે તેહવાર દરમ્યાન બનાવતા હોઈએ છીએ, અને ખાસ તો સત્યનારાયણ ભગવાનની કથા દરમ્યાન શીરા નું માહત્મ્ય / અગત્યતા વધુ આપણામાં જણાય છે.  સત્યનારાયણ ની કથા દરમ્યાન સામગ્રી તરીકે ભોગમાં ભગવાનને આપણે શીરો ધરતા હોઈએ છીએ અને પ્રસાદ સ્વરૂપે આપણે ભાવિકજનો ને આપતા હોઈએ છીએ.

આજે અમો, ‘દાદીમા ની પોટલી’ પરના એક નવા સાથીદાર શ્રી  કનૈયાભાઈ નો ટૂંકો પરિચય આપને અહીં કરાવીશું.

શ્રી કનૈયાભાઈ પરીખ મૂળ મુંબઈમાં જન્મ તેમજ અભ્યાસ પણ મુંબઈ જ પૂર્ણ  કરેલ હોવા છતાં તેમનું કર્મ કોટન અને યાર્નના વેપાર માટે તેને કોઇમ્બતુર લઇ ગયેલ છે અને તેઓ ત્યાં હાલ રહે છે. યુવાનીમાં અભ્યાસ દરમ્યાન એન.સી.સી. કેડેટ  માંથી મેજર ની પદવી તેમણે પ્રાપ્ત  કરેલ. કોઇમ્બતુરમાં   પોતાની કાર્યવાહી  દરમ્યાન તેઓ  કોટન અને યાર્ન  એસોસિયેશન / ચેમ્બરના મેમ્બર તરીકે પણ તેઓ રહી ચુકેલા છે.તેઓનો  શોખ, મુસાફરી કરવી તેમજ રસોઈ  બનાવવી અને ખાસ  અલગ અલગ પ્રકારના  વ્યંજન ની શોધ કરી અને તે બનાવવા. ૨૦૦૩ ની સાલમાં પારંપારિક રસોઈમાં તેઓએ  INTACH દ્વારા આયોજિત રસોઈ  સ્પર્ધામાં ભાગ લઇ અને “Paakanipunashri” નું ટાઈટલ/ ખિતાબ મેળવેલ. તેઓ રોટરી કલબ જેવી સામજિક ઇન્ટરનેશનલ  સંસ્થા સાથે ૨૦૦૫ થી જોડાયેલા છે. અને સંસ્થાની અનેક પ્રવૃતિમાં સક્રિય  છે અને ૨૦૧૧ -૧૨ માં રોટરી પ્રમુખ પદ,પણ તેઓએ શોભાવેલ  છે. તેઓ  ના દેખાતા રમૂજ સ્વભાવ/ ચહેરા પાછળ એક ખૂબજ સમજદાર-ગંભીર  અને જવાબદારી ભરેલ વ્યક્તિત્વ છૂપાયેલું છે.

કનૈયાભાઈ કે  જેમણે આ શીરા ની રેસિપી ‘દાદીમા ની પોટલી’ પર મોકલી છે, તે માટે અમો શ્રીકનૈયાલાલ પરીખ – (કોઇમ્બતુર) ના અંતરપૂર્વક્થી આભારી છીએ. ભવિષ્યમાં પણ તેમના તરફથી આપણને નવી નવી રસોઈની રેસિપી જાણવા મળે અને તેમના પાકશાસ્ત્રના અનુભવી જ્ઞાનનો લાભ મળે તેવી અપેક્ષા રાખીએ છીએ…

આપને આ રેસિપી પસંદ આવી હોય તો જરૂર ઘરે એક વખત શીરો બનાવી અને માણશો. આપના અનુભવ બ્લોગ પોસ્ટ પર આવી અને કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અમોને શેર કરશો… આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય રહેશે…

મિઠાઈ કોને પસંદ ના હોય ? તમો મિઠાઈ પસંદ કરતાં હો તો આજે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વ્યંજન  .. ‘ શીરો’ (કેશરી)  કેમ બનાવવો તેની રેસીપી જાણીશું અને માણીશું.

શીરા અને પૂરીને ગુજરાતી પારંપારિક અને ખાસ ભોજન ની ડીશ કહી શકાય.  ગુજરાત માં  જેને આપણે શીરા તરીકે ઓળખીએ છીએ તે દક્ષિણ ભારતમાં કેશરી તરીકે ઓળખાઈ  છે.  ખાસ કરીને શીરો બનાવવા માટે  રવો (સુજી), દૂધ, ખાંડ  અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આપણે આજે ‘શીરા’ ની રેસિપી ગુજરાતી તેમજ મૂળ અંગ્રેજીમાં જે અમોને પ્રાપ્ત થયેલ છે તે બંને રેસિપી જાણીએ ..

 

શીરો :


સામગ્રી :


૧ કપ રવો (સુજી)

૧ કપ  ખાંડ

૨-૧/૨ – કપ દૂધ

૩ ટે.સ્પૂન  ઘી

થોડી પાંખડી કેશર

૧ ટે.સ્પૂન એલચી પાઉડર

સૂકો મેવો.: બદામ, પિસ્તા, કાજુ  (જીણા સમારી લેવા)

 

રીત :


૧]  એક નાની પ્યાલી કે વાટકામાં થોડું દૂધ નવશેકું ગરમ કરી તેમાં કેશરની પાંખડીઓ પલાળી અને તે  અલગ રાખવી.

૨]  એક કડાઈમાં ઘી મૂકી અને તેને મધ્યમ તાપે ગરમ કરવા મૂકવું. ઘી વિજળી / પીગળી જાય એટલે

૩]  રવો તેમાં ઉમેરવો અને તેને મધ્યમ તાપે ચમચાની મદદથી સતત  હલાવતાં જવું અને શેકવો અને તેનો કલર ગોલ્ડન બ્રાઉન થવો જરૂરી.

૪] ત્યારબાદ ખાંડ  ઉંમેરો અને મિક્સ કરો.

૫]  ગરમ  દૂધ તેમાં ઉમેરી અને મિક્સ કરવું. ફરી ચમચાની મદદ વડે રવો અને દૂધ સતત મિક્સ કરવા અને દૂધ  મિક્સ થઇ જતાં ઘી  સાઈડની કિનારી પર અલગથી છૂટું  પડી  દેખાવા લાગશે.

૬]  કેશર, કાજુ, બદામ, પીસ્તા તેમજ એલચીનો પાઉડર ઉમેરો અને તેને મિક્સ કરો.

 

બસ, શીરો તૈયાર  છે. શીરા ને ગરમ ગરમ પીરસવો અને ખાવાના ઉપયોગમાં લેવો.

 

SHIRA :


IF YOU HAVE SWEET TOOTH HERE’S A FEAST AND HEALTHY SWEET

CALLED SHIRA. ( KESRI ) A TRADITIONAL SWEETDISH FROM  GUJARAT.

IN SOUTHINDIA WE CALL THIS DISH AS KESRI. IT IS AN OFFERRING TO LORD SATYANARAYAN & DISTRIBUTED AS PRASAD TO DEVOTEES.

SHIRA & PURI COMBINATION IS CONSIDERED AS ONE OF THE BEST FEAST IN GUJARAT.

THIS NUTRITUOUS VERSION OF TRADITIONAL RECEIPE OF SHIRA OF RAWA ( SUJI ) , MILK, SUGAR & GHEE IS SURE TO APPEASE YOUR CRAVING. GHEE IS ONE INDGREDIENT WHICH MAKES OUR INDIAN CUISINE STAND OUT FROM THE CUISINES OF OTHER COUNTRIES.

THE RESULTS CERTAINLY WARRANT THE EFFORT INVOLVED AND THE DAINTY SWEETMEATS WILL DELIGHT YOUR FAMILY & GUESTS.

 

INDGREDIENTS:


1 CUP RAWA ( SUJI )

2 ½  CUP MILK

1 CUP SUGAR

3 TBSP. GHEE

A FEW STRANDS OF SAFFRON

1 TSP CARDAMON POWDER

DRYFRUTS – ALMOND, PISTA & CASHEWNUTS CUT INTO TINY PIECES

 

METHOD:


1.    IN A SMALL BOWL, SOAK THE SAFFRON IN A LITTLE WARM MILK & KEEP ASIDE.

2.    HEAT A MEDIUM SIZE KADAI, PUT GHEE & LET IT MELT.

3.    ADD RAWA AND COOK OVER A MEDIUM FLAME TILL IT IS GOLDEN BROWN WHILE STIRRING          CONTINUOUSLY.

4.    NEXT ADD SUGAR AND MIX WELL.

5.    ADD HOT MILK AND STIR WELL UNTIL THE MILK MIXES WELL WITH THE RAVA AND GHEE             LEAVES THE SIDE.

6.    ADD SAFFRON, DRY FRUTS & CARDAMON POWDER AND MIX WELL.

SERVE WARM.

 

સાભાર : કનૈયાલાલ પરીખ (કોઇમ્બતુર)

બ્લોગ લીંક: http://das.desais.net

(૧)”જીવનલક્ષ્ય” … (૨ ) ગુરુ રામદાસ સ્વામી … અને (૩) સમજણ … … (બોધકથાઓ)

(૧) “જીવનલક્ષ્ય” (– ઈન્દુ પંડ્યા) …
આજે આપણે  ટૂંકી વાર્તાઓ ને માણીશું,  દરેક વાર્તાના અંતે  એક સુંદર બોધ પણ સમાયેલો છે. આપના પ્રતિભાવ બ્લોગ  પર મૂકી જરૂર આભારી કરશો …

પોતાની સેનાથી વિખૂટા પડેલા શિવાજી એવા નિર્જન સ્થાન પર જઈ પહોંચ્યા, જ્યાં દૂર દૂર સુધી વસ્તી દેખાતી ન હતી. સાંજ પડી ગઈ.  અંધકાર ફેલાઈ ગયો, ત્યારે થોડેક દૂર દીવાનો ઝાંખો પ્રકાશ દેખાયો. શિવાજી એ તરફ ગયા તો સામે એક ઝૂંપડી જોઈ. એક વૃદ્ધા ઝૂંપડીમાંથી બહાર આવી અને એ અતિથિને અંદર લઈ ગઈ. શિવાજી થાકેલા અને ભૂખ્યા હતા. વૃદ્ધા એમને વ્યાકુળ જોઈને સમજી ગઈ. તેણે પાણી ગરમ કરીને હાથ-પગ ધોવાનું કહ્યું. બેસવા માટે ચટ્ટાઈ પાથરી દીધી. શિવાજી હાથ-પગ મોં ધોઈને આરામથી બેઠા.
થોડી વાર બાદ વૃદ્ધા ગરમાગરમ કોદરી થાળીમાં પીરસીને રાખી ગઈ.
શિવાજીને કકડીને ભૂખ લાગી હતી. તરત જ ખાવા માટે હાથ નાખ્યો કે દાઝીને હાથ પાછો ખેંચીને ઝાટકવા માંડ્યા. વૃદ્ધાએ એ જોયું આને બોલી ઊઠી : ‘તું તો શિવા જેવા સ્વભાવનો લાગે છે.’
શિવાજીએ પૂછ્યું : ‘માતા, તેં શિવા સાથે મારી સરખામણી કઈ રીતે કરી ?’
વૃદ્ધા બોલી : ‘જે રીતે શિવા આસપાસના નાના નાના કિલ્લા જીતવાને બદલે મોટા-મોટા કિલ્લાને જીતવાની ઉતાવળ કરે છે, એમ તું
પણ કિનારી પર ઠંડી થયેલી વાની ખાવાને બદલે વચ્ચેથી મોટો કોળિયો ભરવા જતાં હાથ દઝાડ્યો. બેટા, ઉતાવળે કામ કરવાથી કામ બનતું નથી, બગડે છે. માણસે ઉન્નતી માટે નાનાં નાનાં ડગલાં ભરીને સાવધાની અને ધીરજ સાથે આગળ વધવું જોઈએ. ઉતાવળથી મોટાં મોટાં ડગલાં ભરીને કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત થતું નથી. જે દિવસે શિવા નાના નાના કિલ્લાથી પોતાનું વિજય અભિયાન શરૂ કરશે, ત્યારથી તેણે ક્યારેય પીછે હઠ કરવાની આવશ્યકતા નહીં રહે. અને એક દિવસ એવો આવશે જ્યારે તે એનું મનવાંછિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે.’
શિવાજીએ પેલી વૃદ્ધાની શિખામણ ગાંઠે બાંધી લીધી, પરિણામે તેઓએ ઈતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓનું નામ ભારતના ઈતિહાસમાં મહાન શિવાજી તરીકે લેવાય છે.
લક્ષ્ય સાંસારિક હોય કે આધ્યાત્મિક હોય. એની સાધનામાં ઉતાવળ કરતાં જે ધીરજવાન બની, દઢતાપૂર્વક ધીમે ધીમે આગળ વધે છે એ વ્યક્તિ અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે, જે વ્યક્તિ છલાંગ લગાવીને જલ્દી જીવનલક્ષ્ય પ્રાપ્ત કરવાની ઉતાવળ કરે છે, ઘણુંખરું પોતાની સાધનામાં અસફળ થાય છે, ઉપહાસને પાત્ર બની જાય છે.
(૨)  ગુરુ રામદાસ  ..

સમર્થ ગુરુ રામદાસ સ્વામી શિવાજી ના ગુરુ હતા.
એક વખત શિવાજી  તેમના ગુરુ સાથે એક પહાડ ની ટેકરી ઉપર ઉભા હતા અને ગુરુ એક પત્થર પર આસાન લગાવી બેઠા હતા. ગુરુ તો સમર્થ હતા, તેણે અનુભવ્યું kએ શિવાજી ની જીત થવાથી તેના ભાવમાં થોડો ફેરફાર જણાયો …  શિવાજી ના મનમાં ભાવ એવા હતા કે હું લોકોનો પાલનહાર છું અને આ બધી પ્રજાનું હું પાલન કરું છું. સમર્થ ગુર રામદાસ શિવ્જએના મનના એ ભાવ પામી ગયા.  તેમણે વિચાર્યું કે શિવાજી ને અત્યારથી તે બાબત અવગત કરાવી જોઈએ કે હકીકત શું છે ?
તેમણે શિવાજી ને  તેની પાસે બોલાવ્યા અને કહ્યું કે બેટા જા સામે પેલો પત્થર પડ્યો છે તે જરા ઊંચકી ને બાજુ એ  ખસેડી મૂક.  શિવાજી એ ગુરુજી ની આજ્ઞાનું પાલન કરવા પત્થર ઊંચકવાની કોશિશ કરી અને બહુ મેહનત બાદ તે ખસેડી શક્યા.  પત્થર ખસેડતા નીચે ઊંડા ખાડામાં પત્થર નીચિથી અનેક નાના જીવો જોવા મળ્યાં… ગૃરુજી એ  શિવાજીને તે બતાવતા કહ્યું કે શિવા આ બધા જીવનું પાલન પણ તું જ કરે છે ?  શિવાજીને તેની ભૂલ તરત સમજાઈ ગઈ અને તેણે ગુરુની માફી માંગી…
આવા હતા તેમના સમર્થ ગુરુ …

 

(૩) સમજણ  …
એક માણસને ચાર પુત્ર હતા. તે ઈચ્છતો હતો કે તેના પુત્રો શીખે કે કોઈના વિષય કે વસ્તુ વિશે ઝડપથી અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેથી તેણે પોતાના દરેક પુત્રને વારાફરતી દૂર દેશમાં આવેલું એક ‘પૅર’નું વૃક્ષ શોધી કાઢવાની યાત્રા પર મોકલ્યા. પહેલો પુત્ર શિયાળામાં ગયો. બીજો પુત્ર વસંતઋતુમાં, ત્રીજો ઉનાળામાં અને ચોથો સૌથી યુવાન પુત્ર પાનખરમાં નીકળ્યો.
તેઓ બધા જઈને પાછા ફર્યા એટલે તેણે બધાને એકસાથે બોલાવ્યા અને પોતાના અનુભવો વર્ણવવા કહ્યું. પહેલા પુત્રે કહ્યું : ‘‘પૅરનું’ ઝાડ કદરૂપું, વાંકું વળેલું અને વાંકુંચૂકું હતું.’ બીજા પુત્રે કહ્યું : ‘ના, એ તો લીલી કળીઓથી અને આશાથી ભર્યુંભર્યું હતું. ત્રીજો પુત્ર કહે : ‘હું તમારા બંન્નેથી સહમત નથી. પૅરનું વૃક્ષ તો સુંદર, સુગંધિત પુષ્પોથી લદાયેલું હતું અને એનું સૌંદર્ય અદ્દભુત અને અનુપમ હતું, જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં.’ સૌથી યુવાન પુત્રે આ બીજા કોઈ ભાઈ સાથે સહમત ન થતા કહ્યું, ‘એ તો પાકટ વૃક્ષ હતું, જે ફૂલોથી ભરેલું અને જીવનના અને સંતોષના પ્રતીકસમું હતું.’
માણસે પોતાના બધા પુત્રોને કહ્યું કે તેઓ બધા પોતપોતાની રીતે સાચા હતા, કારણ કે તેમણે દરેકે તે વૃક્ષની એક ઋતુ જ જોઈ હતી. તેણે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, કે એ વૃક્ષ વિશે કે પછી કોઈ મનુષ્ય વિશે પણ તેની ફક્ત એક બાજુ જોઈને અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેમના હોવાનો અર્થ કે સુખ, દુ:ખ, પ્રેમ જેવી લાગણી, જે તેમના જીવનમાં આવે છે તેનું માપ કે સરવૈયું તેમના જીવનના અંતે જ કરી શકાય, જ્યારે બધી ઋતુઓ પૂરી થઈ ગઈ હોય. જો તમે શિયાળામાં હિંમત હારી જશો, તો વસંતની આશા અને વસંતનું વચન ચૂકી જશો. ઉનાળાનું સૌંદર્ય અને પાનખરની સંતુષ્ટતા, પૂર્ણતા પામી શકશો નહીં.
સાર : ફક્ત એક ઋતુની વેદનાને બાકીની ઋતુઓના આનંદનો નાશ કરવા દેશો નહીં. જીવનને ફકત એક વિકટ ઋતુ દ્વારા મૂલવશો નહીં. મુશ્કેલીના સમયગાળામાં ટકી રહેશો તો સુખના સારા દિવસો પાછળથી જરૂર આવશે જ.
સાભાર : સૌજન્ય : (ફેશબુક) અજ્ઞાત  …
બ્લોગ લીંક : http://das.desais.net

જીવ – વિચાર …

જીવ – વિચાર  …
અગાઉ   શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ … વિશે આપણે બ્લોગ પર અહીં  જાણ્યું અને માણ્યું  અને  આપ સર્વે મિત્રોએ લેખને  પસંદ કર્યો અને અમોને બ્લોગ પોસ્ટ પર સુંદર પ્રતિભાવ પણ તે અંગે મળ્યાં. વેદ, ઉપનિષદ ગીતા અને શ્રીમદ્ ભાગવત ના અર્થોનો સાચો પ્રકાશ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યો છે. આ ચારેય પ્રમાણેના સમન્વય  રૂપે રજુ કરેલ સિદ્ધાંત  ‘‘શુદ્ધાદ્વૈત’’ બ્રહ્મવાદના  જીવ એ ત્રણેયનું એકજ સ્વરૂપ છે. બ્રહ્મ શુદ્ધ છે. બ્રહ્મમાંથી જીવ અને જગત ઉત્પન્ન થયાં છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુજી માને છે કે જીવ ઈશ્વર સ્વરૂપ નથી પરંતુ ઈશ્વરનો એક અંશ છે. સંસારમાં હું કરૂં છું એ મમતા છે સંસાર ભલે મિથ્યા હોય બઘુ પ્રભુની ઈચ્છાથી થાય છે. જીવનું પોતાનું કશું નથી બઘું ભગવાનનું છે. ….આ જીવ  એટલે શું  ?  …. આ જીવ આવ્યો ક્યાંથી ? એ શાનો બનેલો છે ? આ બધા પ્રશ્નો ના ઉત્તર જાણવા આજની પોસ્ટ માણીશું…
આજની આ સુંદર પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિજયભાઈ ધારીઆ  (શિકાગો) ના અંતરપૂર્વકથી આભારી છીએ..  આશા રાખીએ છીએ કે આપ સર્વેને આ પોસ્ટ પસંદ આવી હશે, આપના અમૂલ્ય પ્રતિભાવ/કોમેન્ટ્સ પોસ્ટ પર જરૂર મૂકી આભારી કરશો, જે અમોને સદા પ્રેરકબળ પૂરું પાડે છે અને લેખક શ્રીની કલમ ને પણ બળ પૂરું પાડે છે…

આપણને કોઈ પૂછે કે તમે કોણ છો ? જવાબમાં આપણે આપણું નામ આપીએ છીએ. આપણું નામ આપણા શરીરની ઓળખ છે. પરંતુ આપણું શરીર તો નાશવંત છે. એક દિવસ મૃત્યુ પામી, જડ બની જાય છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણા શરીરમાં એવું કયું તત્વ હતું કે જેના કારણે આપણું શરીર ચેતનવંતુ–જીવંત હતું ?
શાસ્ત્રોએ એનો જવાબ આપ્યો : શરીરમાં જે ચેતનતત્વ છે, તે શરીરને જીવતું રાખે છે. તેથી તેને ‘જીવ’ કહે છે. તેનું બીજું નામ ‘આત્મા’ છે. ગુજરાતીમાં આપણે તેને ‘પ્રાણ’ કહીએ છીએ. એમાં ચેતન છે, તેથી તેને ‘ચૈતન્ય’ પણ કહેવાય. આ ‘જીવ’ તત્વ કેવળ મનુષ્યોમાં જ નથી. પ્રાણીમાત્રમાં છે. અમીબા જેવાં અનેક સુક્ષ્મમાં સુક્ષ્મ જંતુઓથી લઈ હાથી જેવા મહાકાય પ્રાણીઓ સુધીનાં જંતુઓ, પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, મનુષ્યો એ સૌમાં આ ‘જીવ’ રહેલો છે. તેથી જગતમાં બે સૃષ્ટિ જોવા મળે છે: (૧) જડસૃષ્ટિ અને (૨) જીવસૃષ્ટિ.
આપણને બીજો પ્રશ્ન થશે – આ જીવ આવ્યો ક્યાંથી ? એ શાનો બનેલો છે ?
શાસ્ત્રો કહે છે – બ્રહ્મને રમણ માટે એકમાંથી અનેક બનવાની ઈચ્છા થઈ. આથી બ્રહ્મે પોતાનામાંથી અક્ષરબ્રહ્મ પ્રકટ કર્યું એ વાત આપણે આગળ જોઈ ગયા. બ્રહ્મની ઈચ્છાથી આ અક્ષરબ્રહ્મમાંથી અસંખ્ય જીવો પ્રકટ થયા તે સમજાવવા વેદોએ સુંદર ઉદાહરણ આપ્યું છે. આપણે સગડી સળગાવીએ, ત્યારે તેમાં તણખીયા કોલસા આવી જાય. ત્યારે, સગડીમાંથી અનાયાસ અસંખ્ય તણખા ઊડે છે. આ તણખા શરૂઆતમાં અગ્નિની સળગતી લાલચોળ ચિનગારીઓ હોય છે. ક્ષણેક અગ્નિ ઝબકી, બુઝાઈ જાય છે. પાછળ રહી જાય છે કોલસાના ઝીણા અંશ. એવી રીતે જ્યારે અક્ષરબ્રહ્મમાંથી જીવો જ્યારે છૂટા પડ્યા, ત્યારે એ જીવમાં અક્ષરબ્રહ્મના ત્રણે ગુણ ધર્મો હતા – સત્ (જડત્વ), ચિત્ (ચેતન તત્વ) અને આનંદ. પરંતુ તણખાની જેમ છૂટા પડતાંની સાથે જ, ક્ષણવારમાં એમાંનુ ‘આનંદ’ તત્વ તિરોભાવ પામે છે (છુપાઈ જાય છે–નાશ નથી થતો), પાછળ રહી જાય છે કોલસાના કણ જેવો સત્ અને ચિત્ નો એક સુક્ષ્મ અંશ, જેને આપણે ‘જીવ’ કહીએ છીએ. આમ  ‘જીવ’ તત્વ અક્ષરબ્રહ્મમાંથી બ્રહ્મના રમણ માટે પ્રકટ થયું છે. તે ‘સત્’ અને ‘ચિત્’ તત્વનો બનેલો છે. તેમાંથી ‘આનંદ’ તત્વ લુપ્ત થયું છે. પાંચ, દસ, વીસ પૈસાના સિક્કા રૂપિયાના જ નાના ભાગ છે, પણ તેમને રૂપિયો ન કહેવાય. રૂપિયાના પાંચ પૈસાના વીસ સિક્કા આવે. પાંચ પૈસાનો સિક્કો રૂપિયાનો એક અંશ છે. રૂપિયો તેનો અંશી છે. તેમ બ્રહ્મ અંશી છે, જીવ તેમનો એક સુક્ષ્મ અંશ છે. આ વાત ગીતાજીમાં સરસ રીતે સમજાવી છે.
બ્રહ્મ જ જગતરૂપ બન્યો હોવા છતાં જેમ એની બ્રહ્મરૂપતા દેખાતી નથી તેમ જીવરૂપે પણ બ્રહ્મ જ બન્યો હોવાથી જીવ એ બ્રહ્માત્મક છે તથા બ્રહ્મનો જ અંશ છે. તેમ છતાં જીવની બ્રહ્મરૂપતા અનુભવાતી નથી. આમ થવાનું કારણ એ જ છે કે જીવમાં બ્રહ્મના માત્ર સત્–ચિત્ ધર્મો પ્રકટ છે જ્યારે આનંદ ધર્મ છુપાઈને રહે છે. આ કારણે જીવની બ્રહ્મરૂપતા કે બ્રહ્માત્મક્તા અનુભવાતી નથી. બ્રહ્મના આનંદ ધર્મના તિરોહિત થઈ (છુપાઈ) જવાથી જ એને શરીર મળે છે. આ જ કારણે એને હું અને મારું, સુખ અને દુ:ખનો અનુભવ થાય છે. આજ વાતને જો સરળતાથી સમજવી હોય તો આ રીતે સમજી શકાય.
રાજાના દરબારમાં કાર્ય કરતાં કર્મચારીને જ્યાં સુધી રાજા પોતાના દરબારમાં રાખે ત્યાં સુધી એને દરબારી વેશભુષા, સન્માન વગેરે મળે છે. પરંતુ જો રાજા એની પદવી ખૂંચવી લે તો એને સન્માન વગેરે મળતું નથી. પદવી ઝુંટવાઈ જવાને કારણે એ નિસ્તેજ, નિર્બળ, અસંતુષ્ટ દેખાવા લાગે છે. પરંતુ ફરી જો રાજા પ્રસન્ન થાય અને દરબારમાં સ્થાન આપે તો પહેલાની માફક જ એ દરબારી થઈ જાય છે. આ જ પ્રમાણે સૃષ્ટિ કરવાની ઈચ્છા થતાં; જેમ અગ્નિમાંથી તણખા બહાર નિકળે છે તેમ અક્ષરબ્રહ્મમાંથી અસંખ્ય જીવો છૂટા પડે છે. અગ્નિમાંથી નિકળતા તણખામાં જેમ થોડીવાર સુધી અગ્નિનો ચમકારો દેખાય છે તેમ અક્ષરબ્રહ્મમાંથી છૂટા પડેલા જીવ–અંશોમાં પણ બ્રહ્મનો આનંદ ધર્મ પ્રકટ જ હોય છે. ભગવાન જ્યારે પોતાનામાંથી છૂટા પડેલા અંશ–જીવમાંથી આનંદ ધર્મને છુપાવી લે છે ત્યારે રાજા દ્વારા પદભ્રષ્ટ થયેલો દરબારી જેમ નિસ્તેજ, નિર્બળ, પરાધિન, દુ:ખી દેખાવા લાગે છે તેમ જીવ પરાધિન–હીન, અસમર્થ–દુ:ખી, દેહ વગેરેમાં અહંતા–મમતાવાળો, અજ્ઞાની, ભ્રમિત, વિષયોમાં આસક્ત બની જાય છે. પરંતુ જ્યારે પરમાત્મા જીવ પર કૃપા કરે છે ત્યારે તે પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
જીવમાંથી આનંદ તત્વ લુપ્ત થવાથી જીવમાં શો ફેરફાર થયો ? જીવ કેવો બની ગયો એનો શાસ્ત્રો જવાબ આપે છે – બ્રહ્મ આનંદમય છે. જેમ અગ્નિમાં પ્રકાશ અને ગરમી આપવાના ગુણ છે, તેમ આનંદમય હોવાથી બ્રહ્મમાં, આપણે આગળ જોઈ ગયા તેમ, છ દિવ્ય ગુણો છે (૧) ઐશ્વર્ય (૨) વીર્ય (૩) યશ (૪) શ્રી (૫) જ્ઞાન અને (૬) વૈરાગ્ય.
(૧) એશ્વર્ય જતાં   દીનતા–અશક્તિ અને પરાધિનતા આવ્યાં. જીવ અશક્ત, બિચારો, ગરીબડો, બાપડો થઈ ગયો.
(૨) વીર્ય જતાં  તેનામાં ઘણા દુ:ખો આવ્યાં. જીવના નશીબમાંથી સુખ ગયું અને દુ:ખો સહન કરવાનું આવ્યું.
(૩) યશ જતાં જીવમાં સર્વ પ્રકારની હીનતા–તુચ્છતા આવી.
(૪) શ્રી જતાં જીવને જન્મ–મરણની આપત્તિઓ આવી. કરેલાં કર્મ પ્રમાણે જન્મો લેવા પડ્યાં. તે મુક્ત હતો, તેને જન્મ–મરણના બંધન આવ્યાં.
(૫) જ્ઞાન જતાં તેનામાં અહંકાર આવ્યો. જ્ઞાનને લઈને તેનામાં વિપરીત જ્ઞાન આવ્યું. તે બ્રહ્મને ભૂલી ગયો. તે પોતાના મૂળ સ્વરૂપને પણ ભૂલી ગયો.
(૬) વૈરાગ્ય જતાં તેને જુદી જદી ઈન્દ્રીયોના વિષયોમાં આસક્તિ થઈ. તેણે સંયમ ગુમાવ્યો. તેનો બુદ્ધિનાશ થતાં સર્વનાશ થયો.
આમ થતાં જીવ અશક્ત, અસહાય, અનાથ બની ગયો. માણસની સ્મૃતિનો નાશ થાય, ત્યારે માણસનું બધું જ્ઞાન નાશ પામે. તે અજ્ઞાની બની જાય. જીવની પણ આવી જ સ્થિતિ થઈ. જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો કે પોતે બ્રહ્મનો અંશ છે. બ્રહ્મમાંથી છૂટો પડ્યો છે. બ્રહ્મનો આનંદ અંશ તેનામાંથી લુપ્ત થયો છે. તેણે તે આનંદ અંશ પાછો મેળવવા કાર્ય કરવાનું છે. આવું જ્ઞાન–આવી વિદ્યા જીવસ્થિતિમાં લુપ્ત થાય છે. જીવ પોતાના વિષે ખોટા ખ્યાલ બાંધતો જાય છે. તેને અવિદ્યા કહેવામાં આવે છે.
જીવની ત્રણ અવસ્થા :
જીવની ત્રણ અવસ્થા હોય છે.
(૧) શુધ્ધ
(૨) બધ્ધ અને
(૩) મુક્ત
(૧) શુધ્ધ : બ્રહ્મથી છૂટા પડ્યા પછી જીવમાં આનંદ અંશના તિરોધાન પછી જ્યાં સુધી જીવ સાથે ‘અવિદ્યા’નો સંબંધ નથી થતો ત્યાં સુધીની અવસ્થામાં જીવને ‘શુધ્ધજીવ’ કહેવામાં આવે છે.
(૨) બધ્ધ : અવિદ્યાનો સંબંધ થવાથી જીવ અહંતા–મમતા(હું, મારું–તારું)વાળો બને છે અને જન્મ–મરણના બંધનમાં બંધાય છે. આ અવસ્થામાં જીવને ‘બધ્ધ’ કે ‘સંસારી’ કહેવામાં આવે છે.
(૩) મુક્ત : જ્યારે જીવ સત્સંગ વગેરે દ્વારા પોતાનું જ્ઞાન દૂર કરી, પ્રભુના ધામની પ્રાપ્તિ વગેરે રૂપ મુક્તિ મેળવે છે ત્યારે જીવને ‘મુક્ત’ કહેવામાં આવે છે.
આ અવિદ્યાથી જીવને પાંચ પ્રકારના ખોટા ખ્યાલ મગજમાં દ્રઢ થાય છે. તેનેપંચપર્વા અવિદ્યા કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે :
(૧) દેહાધ્યાસ – આ દેહ (શરીર) મારું છે. તે જ આત્મા છે. તેના માટે જ જીવવાનું છે. દેહાધ્યાસ એટલે દેહ (શરીર)માં મારાપણાની ભાવના.
(૨) ઈન્દ્રીયાધ્યાસ – શરીરમાં પાંચ કર્મેન્દ્રિયો (વાક્ – વાણી, પાણિ – હાથ, પાદ – પગ, પાયુ – ગુદા અને ઉપસ્થ – શિશ્ન) અને પાંચ જ્ઞાનેન્દ્રિયો (ક્ષોત્ર – કાન, ત્વક્ – ચામડી, ચક્ષુ – આંખ, રસના – જીભ અને ઘ્રાણ – નાક) છે. આ બધી ઈન્દ્રિયોથી વિષયાનંદ ભોગવવાની ઈચ્છા કરવી અને ઈન્દ્રિયોના સુખમાં રચ્યાપચ્યા રહેવું. ઈન્દ્રિયાધ્યાસ એટલે ઈન્દ્રિયોમાં મારાપણાની ભાવના.
(૩) પ્રાણાધ્યાસ – શરીરમાં વિવિધ પ્રકારના વાયુ રહેલા છે તે વાયુ પાંચ પ્રકારના છે. તેને લઈને શરીરના અવયવોનું હલનચલન સમતોલ રહે છે અને શરીર સ્વસ્થ–તંદુરસ્ત રહે છે. પ્રાણાધ્યાસ એટલે આ પ્રાણમાં મારાપણાની ભાવના રાખવી.
(૪) અંત:કરણાધ્યાસ – અંત:કરણ એટલે શરીરની અંદરનું તંત્ર. જેમાં ચાર તત્વો છે: (૧) મન, (૨) બુધ્ધિ, (૩) ચિત્ અને (૪) અહંકાર. મનમાં ઈચ્છાઓ જાગે છે. ચિત્ કઈ ઈચ્છા સંતોષવી તેનો સંકલ્પ–વિકલ્પ કરે છે. બુધ્ધિ આખરી નિર્ણય લે છે. અહંકાર આ નિર્ણયનો અમલ ઈન્દ્રિયો પાસે કરાવે છે. આમ, બાહ્ય ઈન્દ્રિયોને કામ કરતી રાખવાનું કાર્ય અંત:કરણ કરે છે. અંત:કરણાધ્યાસ એટલે આ અંત:કરણમાં મારાપણાની ભાવના રાખવી.
(૫) સ્વરૂપ વિસ્મૃતિ – આમ જીવ જ્યારે આ શરીરમાં મારાપણાની ભાવના રાખી, પોતે શરીરનો સ્વામી બની, શરીરના મોહમાં રચ્યોપચ્યો બને છે, ત્યારે તે પોતાના સ્વરૂપને અને કર્તવ્યને ભૂલી જઈ, સંસારના મોહમાં ફસાઈ જાય છે. પરિણામે જન્મ–મરણના ફેરામાં અટવાઈ જાય છે. આથી તે બ્રહ્મને પામી શક્તો નથી. આવો જીવ દીન હીન, પાપી, અજ્ઞાની બની જાય છે.
છતાં જીવના સ્વરૂપ વિશે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જીવ નિત્ય છે, નાશવંત નથી. તેનો કોઈ પ્રકારે નાશ થતો નથી. તેને અગ્નિ બાળી શક્તો નથી, શસ્ત્ર છેદી શક્તાં નથી. તેનો કોઈ પ્રકારે નાશ થતો નથી. જેમ માણસ જૂનાં વસ્ત્ર ઉતારી, નવા વસ્ત્ર પહેરે છે, તેમ જીવ શરીર બદલે છે. મૃત્યુ થતાં શરીર નાશ પામે છે, જીવ નાશ પામતો નથી, તે બીજો દેહ ધારણ કરે છે.
જીવ ચાર પૈકી એક પ્રકારે આ જગતમાં દેહ ધારણ કરે છે :
(૧) જરાયુજ – માતાના ગર્ભના ઓળમાં વીંટળાઈ જન્મ લેતાં મનુષ્યો અને પશુઓની યોનિ      જરાયુજ કહેવાય છે.
(૨) અંડજ – માતાના ગર્ભમાંથી ઈંડાં રૂપે બહાર આવી, પછી એ ઈંડાંમાંથી બચ્ચા રૂપે નીકળતાં પક્ષીઓ અને સર્પો અંડજ કહેવાય છે.
(૩) સ્વેદજ – પસીનામાંથી જન્મ લેતાં જંતુઓ જૂ–માંકડ–ચાંચડ વગેરે સ્વેદજ કહેવાય છે.
(૪) ઉદ્ભિજ્જ – જે જમીન ફોડી અંકુરરૂપે બહાર આવે, તે વનસ્પતિ ઉદ્ભિજ્જ કહેવાય છે.
આમ ચાર પ્રકારે જીવ જગતમાં વિવિધ યોનિઓમાં જન્મ લે છે. શાસ્ત્રો આ યોનિઓની સંખ્યા ચોર્યાસી લાખની બતાવે છે. જીવ એના કર્મ પ્રમાણે આ યોનિઓમાં ભટકતો રહે છે. આ સર્વ યોનિઓમાં મનુષ્ય યોનિને શ્રેષ્ઠ કહેવામાં આવી છે. મનુષ્ય યોનિમાં જ જીવાત્મા ધર્માચરણ કરી, પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે; પોતાના તેમજ પ્રભુના સ્વરૂપને સમજી શકે છે, ધર્મના સિધ્ધાંતો જાણી શકે છે અને તે મુજબ જીવન જીવી શકે છે.
જીવના પ્રકારો :
આપણે સમજ્યા કે ભગવાને આ સમગ્ર જડ–જીવાત્મક જગતને પોતાની ક્રીડા માટે બનાવ્યું છે. ક્રીડામાં વિવિધતા જોઈએ માટે ભગવાને જીવોને અલગઅલગ સ્વભાવોવાળા બનાવ્યા છે. મુખ્યત્વે જીવોના ત્રણ પ્રકાર છે :
(૧) પ્રવાહીજીવ
(૨) મર્યાદાજીવ અને
(૩) પુષ્ટિજીવ
પ્રવાહીજીવ પ્રવાહમાર્ગમાં રુચિવાળા થઈ તે માર્ગનું અનુસરણ કરે છે. મર્યાદાજીવ મર્યાદામાર્ગમાં રુચિવાળા થઈ તે માર્ગનું અનુસરણ કરે છે. જ્યારે પુષ્ટિજીવ પુષ્ટિમાર્ગમાં રુચિવાળા થઈ તે માર્ગનું અનુસરણ કરે છે.
અહીં એક પ્રશ્ન થશે – જો બધી મનુષ્યયોનિમાં ધર્માચરણ શક્ય છે, તો બધા મનુષ્યો કેમ ધર્મના માર્ગે ચાલતા જોવામાં નથી આવતા ?
ગીતાજીમાં શ્રીકૃષ્ણે આનો જવાબ આપ્યો – મનુષ્યસૃષ્ટિ મૂળભૂત બે વિભાગમાં વહેંચાયેલી છે :
(૧) દેવી સ્વભાવવાળી અને (૨) આસુરી સ્વભાવવાળી.
જુદા જુદા સ્વભાવવાળા લોકોના મૂળ સ્વભાવને જેમ તેઓના બાહ્ય આચરણથી પારખી શકાય છે. તેમ જીવોના મૂળ – પ્રભુદ્વારા નિર્મિત – સ્વભાવને તેમની રુચિ તથા આચરણથી, સામાન્ય રીતે, પારખી શકાય છે. કયા સ્વભાવના જીવો કેવી રુચિ તથા કયા પ્રકારનું આચરણ કરવાવાળા હોય છે તેનું સવિસ્તર વિવેચન ગીતા, ભાગવત વગેરે શાસ્ત્રોમાં મળી રહે છે.
જેમાં દેવોના ગુણો છે, જેઓ ધર્મના માર્ગે જીવનારા છે, જેઓ ઈશ્વરને મેળવવા મથે છે તે બધા ‘દૈવી’ કહેવાય.
જેમનામાં દાનવો જેવો સ્વભાવ છે, જે પોતાના સ્વાર્થ માટે બીજાને પીડા પહોંચાડનારા છે, જે સંસારના સુખોમાં જ રચ્યાપચ્યા રહેનારા છે તે બધા ‘આસુરી’કહેવાય.
શ્રીવલ્લભાચાર્યજીએ આ મનુષ્ય–જીવોની ઉત્પત્તિ, સ્વભાવ, ક્રિયા અને ફળને ધ્યાનમાં રાખી તેમને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચ્યા :
(૧) પ્રવાહી જીવો – બ્રહ્મના મનમાંથી આ જીવો પ્રકટ થયા છે. તેઓ સંસાર–સાગરના પ્રવાહમાં વહેતા રહે છે, તેથી તેમને ‘પ્રવાહી’ જીવો કહેવામાં આવે છે. તેમનો સ્વભાવ દુનિયાના ભોગ ભોગવવાનો હોય છે. તે માટે જ તેઓ બધાં કાર્ય કરે છે. તેનાથી તેમને વિષયાનંદનું ક્ષણીક સુખ મળે છે, પણ મોક્ષ મળતો નથી. ક્રોધ, લાલચ, અભિમાન, જ્ઞાન, ઈર્ષ્યા, અપવિત્રતા, વિલાસિતા, પરપીડા, ક્રૂરતા વગેરે લક્ષણો પ્રવાહીજીવમાં સામાન્ય રીતે જોવા મળે છે.
(૨) મર્યાદાજીવો – બ્રહ્મના મુખારવિંદની વાણીમાંથી ઉત્પન્ન થયા છે. પ્રભુની વાણીરૂપી શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ચાલતાં, શાસ્ત્રોની મર્યાદામાં રહેનારા છે, તેથી તેઓ ‘મર્યાદા’ જીવો કહેવાય છે. તેમનો સ્વભાવ શાસ્ત્રે બતાવ્યા મુજબ જ્ઞાન, કર્મ, યોગ, ઉપાસના કે ભક્તિના માર્ગે ચાલવાનો હોય છે. તેઓને લૌકિક કે પારલૌકિક બાબતોમાં રુચિ હોતી નથી. દાન, દયા, તપ, પવિત્રતા, પ્રસન્નતા વગેરે ગુણોવાળા હોય છે. ખાસ કરીને, મોક્ષ મેળવવા માટે શાસ્ત્રમાં વર્ણિત કર્મ–જ્ઞાન–ઉપાસના માર્ગોમાં રુચિવાળા હોય છે. તેઓ યજ્ઞ, તપ, સ્વાધ્યાય, તીર્થાટન, દાન, યોગ, ભક્તિ વગેરે કર્મો કરનારા હોય છે. તેમનાં કર્મો પ્રમાણે તેમને લૌકિક સુખ, સ્વર્ગ વગેરેથી લઈને અક્ષરબ્રહ્મમાં મોક્ષ સુધીના ફળ મળે છે.
(૩) પુષ્ટિજીવો – બ્રહ્મના શ્રીઅંગમાંથી ઉત્પન્ન થયા છે. પ્રભુની સૌથી વિશેષ્ કૃપા (પુષ્ટિ) તેમના પર હોવાથી તેઓ ‘પુષ્ટિ’જીવો કહેવાય છે. પુષ્ટિજીવોને લૌકિક–પારલૌકિક કે મુક્તિમાં રુચિ હોતી નથી. મુક્તિ મેળવવા કરતાં પણ પ્રિય તેઓને શ્રીકૃષ્ણની સેવા લાગે છે. શ્રીકૃષ્ણની સેવામાં રુચિ હોવાને કારણે તેઓની નિષ્ઠા પણ શ્રીકૃષ્ણસેવામાં હોય છે. તેમનો સ્વભાવ પ્રભુને પોતાના સ્વામી ગણવાનો અને પોતાને પ્રભુના દાસ ગણવાનો તથા પ્રભુને નિ:સ્વાર્થ ભાવે – કોઈ બદલાની આશા વિના શુદ્ધ સ્નેહ કરવાનો છે. તેઓ પૃથ્વી પર પ્રભુની સેવા કરવા જ જન્મ્યા છે. ભગવદ્સેવા તેમનું મુખ્ય કાર્ય છે. તેમને નિત્યલીલામાં અલૌકિક દેહથી સાક્ષાત્ સેવા પ્રાપ્ત થાય તે ફળ છે.
પુષ્ટિ અને મર્યાદા જીવો દૈવી જીવો છે. પ્રવાહી જીવો આસુરી જીવો છે.
પુષ્ટિજીવોના પણ ચાર પેટા પ્રકાર છે.
(૧) શુદ્ધ–પુષ્ટિ જીવો – તેમને પ્રેમલક્ષણા ભક્તિ સિદ્ધ થઈ છે. તેમનું પ્રમાણ અતિ અલ્પ હોય છે.
(૨) પુષ્ટિ–પુષ્ટિ જીવો – ભગવાનના અભિપ્રાયને જાણનારા, સર્વજ્ઞ હોય છે.
(૩) પુષ્ટિ–મર્યાદા જીવો – ભગવાનના ધર્મને જાણનારા હોય છે.
(૪) પુષ્ટિ–પ્રવાહી જીવો – થોડો ઘણો ભગવદધર્મ જાણી ટહેલ કરે છે. બધા પુષ્ટિજીવો અધિકાર પ્રમાણે સેવા કરનારા હોય છે.
આમ ત્રણ મુખ્ય પ્રકારમાં ન આવતા જીવોને ‘ચર્ષણી’ જીવો કહેવામાં આવે છે, જે જુદા જુદા માર્ગોમાં ભટકતાં રહે છે. ક્યાંય ઠરીઠામ થતા નથી.
ઉપર જણાવેલ લક્ષણો, સામાન્ય રીતે, તે તે જીવોમાં જોવા મળે છે. કોઈક વખતે સંગ વગેરેને કારણે પ્રવાહીજીવોમાં મર્યાદા કે પુષ્ટિજીવોના લક્ષણો જોવા મળતા હોય છે. આ જ પ્રમાણે ક્યારેક પુષ્ટિ કે મર્યાદા જીવોમાં પણ પ્રવાહીજીવોના લક્ષણો જોવા મળતા હોય છે. સંગ વગેરેને કારણે એક–બીજામાં જોવા મળતા એક–બીજાના લક્ષણોને ‘આવેશ’ કહેવામાં આવે છે. પુષ્ટિજીવમાં કદાચ પ્રવાહી આવેશ આવી જાય તો તેટલા માત્રથી એનો મૂળ સ્વભાવ બદલાતો નથી. તે જ પ્રમાણે જો પ્રવાહીજીવમાં પણ પુષ્ટિ કે મર્યાદા આવેશ ક્યારેક આવી જાય તો તેટલા માત્રથી પ્રવાહીજીવ મર્યાદા કે પુષ્ટિ જીવ બની જતો નથી.
આમ ત્રણ પ્રકારના જીવોના સ્વભાવ–કૃતિ–ફળ વગેરેને નોખા નોખા જાણવાથી આપણા અનેક શંશયો નિવૃત થાય છે.
આ રીતે જીવનો વિચાર કરતાં આપણે આપણા આત્મસ્વરૂપને સમજ્યાં.
હવે પછી, જે જગતમાં આપણે જન્મ્યા છીએ, તેના સ્વરૂપનો વિચાર કરીશું.
– ગો. શરદ અનિરૂધ્ધલાલજી(માંડવી–હાલોલ)ના ‘પુષ્ટિપ્રવેશ–૧’ અને ગો.વા. રમેશભાઈ વિ. પરિખ લિખિત લેખમાંથી સંકલિત.
વિશેષવાંચન માટેના ગ્રંથો :
ષોડશગ્રથાંન્તર્ગત પુષ્ટિપ્રવાહમર્યાદા.
શ્રીગુસાંઈજીરચિત ભક્તિહંસ.
શ્રીલાલૂભટ્ટજીકૃત પ્રમેયરત્નાર્ણવમાંના નવ પૈકીનો જીવવિવેક.
સંકલન  : સાભાર : વિજયભાઈ ધારીઆ  –(શિકાગો)
બ્લોગ લીંક: http://das.desais.net

અમૃતનો ઓડકાર – …

અમૃતનો ઓડકાર – ડૉ. આઈ. કે. વીજળીવાળા 

બાળકોના મતે ‘પ્રેમ’ શબ્દનો અર્થ  …એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં ૪  થી ૮  વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :

 

[૧] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે. એને પ્રેમ કહેવાય ! – (રિબેકા, ૮  વર્ષ)

 

[૨] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ !’ – (બિલિ, ૪ વર્ષ)

 

[૩] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ !’ – (ક્રિસ્ટી, ૬  વર્ષ)

 

[૪] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !’ – (ટેરી, ૪  વર્ષ)

 

[૫] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !’ બસ, એને જ પ્રેમ કહેવાય ! – (ડેની, ૭  વર્ષ.)

 

[૬] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !’ – (બૉબી, ૭  વર્ષ.)

 

[૭] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ !’ – (નોએલ, ૭  વર્ષ.)

 

[૮] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય !’ – (ટોમી, ૬ વર્ષ.)

 

[૯] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ !’ – (કલેર, ૬  વર્ષ.)

 

[૧૦] ‘પ્રેમ એટલે – મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળ ધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાં મારી મમ્મી એની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે – એ જ તો વળી !’ – (ક્રિસ, ૭  વર્ષ.)

 

[૧૧] ‘સવારમાં તમે હોમવર્ક કરતા હો એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય અને પછી આખો દિવસ ઘરમાં એકલું છોડી દીધું હોય એ ગલૂડિયું સાંજે તમે નિશાળે પાછા આવો ત્યારે તમારો ગાલ ચાટે એને પ્રેમ કહેવાય !’ – (મૅરી એન, ૪  વર્ષ.)

 

[૧૨] ‘કોઈ તમને આઈ લવ યુ કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લાગવા માંડે એ જ પ્રેમ !’ – (કરેન, ૭ વર્ષ.)

 

નથી લાગતું કે આ ટબૂડિયાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ?

હવે એક નાનકડી વાત. પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે, ‘બેટા ! તેં વળી દાદાને શું કહ્યું?’

‘કંઈ નહીં મમ્મી !’ બાળકે જવાબ આપ્યો, ‘એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી !’


…..બસ, આ જ પ્રેમ !!


સાભાર :ડૉ. આઈ. કે. વીજળીવાળા
બ્લોગ લીંક:  http://das.desais.net

સરસ્વતી વંદના …

સરસ્વતી વંદના …
સ્વર: નીખીલભાઈ ત્રિવેદી (યુ એસ એ)

(નિખિલ નારાયણભાઈ ત્રિવેદી, વડનગરા નાગર બ્રાહ્મણ -પેટલાદ ખાતે પ્રાથમિક શિક્ષણ લીધા પછી વડોદરા ખાતે સ્થાપત્યનો અભ્યાસ પુરો કર્યો. ચારેક વર્ષ અમદાવાદ  ખાતે Architect to Governmentમાં કામ કર્યા બાદ અમેરિકા આવીને મોટા ભાગે ખાનગી ઓફિસોમાં કામ તેમણે કર્યું. સાથે સાથે Gujarati Samaj, Federation of Indian Associations,A.I.A., India Festival Committee, Vishva Hindu Parishad, Adhyatmik Vikas Kendra,Ram-katha Samiti, I.S.K.Con વિગેરે સંસ્થાઓમાં સેવા આપી. પાંચેક વર્ષ પહેલાં Early Retirement લઈને स्वधर्मे निधनम श्रेयो ધ્યાનમાં રાખીને સ્થાનિક મંદિરમાં પુજારી તરીકે જીવન-સમય પસાર કરી રહ્યા  છે. બાળપણમાં ભણેલા  કેઃ साहित्य संगीत कला विहिनः सक्षाद पशुः पुच्छ विशाण हिनः એટલે સાહિત્યના ક્ષેત્રમાં કાંઈક લખવાનો પ્રયત્ન, સંગીતના ક્ષેત્રમાં ગાવાનો પ્રયત્ન, કલાના ક્ષેત્રમાં કાંઈક ચિત્રકારી કરવાનો પ્રયત્ન મોડો મોડો પણ મોકો તેમને સંપડ્યો છે.

આજની આ સુંદર પોસ્ટ …  ‘સરસ્વતિ વંદના ,, .’ નિખિલભાઈ દ્વારા  સ્વરબધ કરવામાં આવેલ  છે અને  વડોદરા ખાતે શશાંક ફડનિસના કલાકારોએ વાદ્ય સંગીત આપેલું છે. ભવિષ્યમાં સાહિત્યના ક્ષેત્રમાં તથા કલાના ક્ષેત્રમાં તેમના દ્વારા કરેલો ઉદ્યમ પણ આપ  અહીં માણી શકશો. )

નિખીલભાઈ દ્વારા સ્વરબધ થયેલ રચના સરસ્વતી વંદના … ને ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો નિખિલભાઈ ના. ત્રિવેદી… (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર ના કોમેન્ટ્સ બોક્ષ દ્વારા જરૂર મૂકશો, જે અમોને સદા આવકાર્ય છે.


या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता

या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।

या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता

सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥

 

સરસ્વતી વંદના …

વંદુ વિણાધારી આજ માત શારદે….
સોહે મણિ રત્નતાજ માત શારદે….

 

ગૌર વદન સ્ફટિક માળ
કરતી નિત્ય સામગાન
સૂર-અસૂર ધરત ધ્યાન
અભય દાન દે…..

 

ઘોર તિમિર ટાળવાને
તુજ પ્રકાશ પામવાને
એ જ રાહ ચાલવાને
શુભ મતિ તું દે….

 

વંદુ વિણાધારી આજ માત શારદે….
સોહે મણિ રત્નતાજ માત શારદે….

 

બ્લોગ લીંક:  http://das.desais.net

email:[email protected]

પાણીપૂરી …

પાણીપૂરી ..

(૧૦-૧૨ વ્યક્તિઓ માટે)પાણી પૂરીનો આત્મા એનું પાણી જ છે.  પૂરી, મગ, ચણા, બુંદી, બટાટા, મીઠી ચટણી એ બધું જ સામાન્ય છે.  પૂરી જાતે બનાવવી અથવા તૈયાર લઇ લેવી.  પૂરી જાતે બનાવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરશો. આપણી આ જ સાઈટ પર તે પોસ્ટ જાણવા મળશે.


પાણીપુરી ( ગોલગપા ) …

પાણી બનાવવાનું શરૂ કરીએ તે પહેલાં થોડીક અગત્યની વાત.


પાણી પૂરી માટેનું પાણી ઠંડું હોય તે સારૂ છે.  પણ ચિલ્ડ નહિ માત્ર કોલ્ડ જોઈએ.  મીઠી ચટણી,ખજૂરની, ગોળ, આંબલી અને જીરૂ (ધાણા જીરૂ નહિ)  લાલ મરચું તથા નમક નાખીને બનાવવાની. આમાં એકપણ વધારાની ચીજ ન જોઈએ અને કોઈની બાદબાકી પણ નહી. કરવાની.

મગ અને ચણાને રાતભર પલાળીને રાખી મુકવાના.  પછી બાફ્વાના.  માગ માટે પ્રેશર કૂકર ન વાપરો તો સારૂ.  મગ, બટેટા અને ચણા ને સહેજ મસાલેદાર બનાવવા નામક, લાલ મિર્ચ, અને થોડું સંચળ તથા જીરૂ ઉપર છાંટવા.

 

સામગ્રી :


૧ કિલો ફૂદીનો  (ચૂંટાયા પહેલાનું વજન)

૨૫૦ ગ્રામ લીલી કોથમીર (ડાળખી સહિતનું વજન)

૫૦ ગ્રામ લીલા મરચાં

૧ મોટી કટોરી (વાટકી) ગોળ

૫૦ મી.લી.  આંબલીનો પલ્પ

૮ ટી.સ્પૂન સંચળ (નાની ચમચી)

૩-૧/૨ ટી. સ્પૂન સિંધવ

૧ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ

૧/૪ ટી. સ્પૂન હિંગ

૫-૧/૪  (સવા પાંચ) લીટર પાણી

૧-૧/૨ ટી. સ્પૂન સૂંઠ

 

રીત :


ફૂદીનો ચૂંટીને બે વાર પાણીમાં ધોઈ નાખવો.  ત્યારબાદ ૧-૧/૨ (દોઢ) લીટર પાણી લઇ મિક્સરમાં વાટીને એક તપેલામાં બાજુએ મૂકી દો.  એજ તપેલામાં વધુ દોઢ લીટર પાણી ઉંમેરો.  આમ ફૂદિનાનું પાણી કુલ ૩ લીટર થશે.

એજ રીતે કોથમીરનું પાણી ૧ લીટર બનાવો અને મરચાનું પાણી ૨૫૦ મી.લી. બનાવો.  મરચાં વાટતી વખતે ૧ નાની ચમચી નામક અને અડધું લીંબુ ઉમેરવું. જેથી તેના રંગ, સ્વાદ અને સુગંધ જળવાઈ રહે.

ખાસ ધ્યાન એ રાખવાનું કે આ સિવાય તમારે ક્યાંય નમક, લીંબુ કે સાકર, લીલાં મરચાનો પાઉડર વાપરવાનો નથી.  આ કામ સિંધવ, સંચળ તથા આંબલી, આમચૂર અને ગોળ તેમ જ લીલાં મરચાં, ચીલી ફ્લેક્સ પર છોડી દેવાનું છે.

 

સુજાવ : ફૂદિનાનું પાણી મોટી ગરણી દ્વારા ગાળી નાખવું.  ગરણીમાં રહેલો ફૂદીનો બહુ ઘસીને, નીચોવીને કે દબાવીને ગાળશો તો સ્વાદ કડવો (કડૂચો) થઈ જશે.

 

ફૂદીનાને હળવા હાથે થપથપાવીને ગાળવું.  તેમાં કોથમીર તથા મરચાનું પાણી ઉમેરવું.  આ થયું સવા ચાર લીટર પાણી.

હવે બીજા એક તપેલામાં ૧ લીટર પાણી લઇ એમાં ગોળ ને ઓગાળો.  ત્યારબાદ, આંબલીનો પલ્પ, મરી, જીરૂ, સિંધવ, સંચળ, ચીલી ફ્લેક્સ, હિંગ, સૂંઠ તથા આમચૂર નાંખી બરોબર મિક્સ કરો.  સરસ સુગંધ આવશે.

હવે આ એક લીટર પાણી ને પેલા સવા ચાર લીટર પાણી સાથે મિક્સ કરી દેવું.

 

આ પાણી ને ૬-૮ કલાક માટે રાખી મૂકવું.  પાણી તૈયાર છે, હવે તેને જમવાના ઉપયોગમાં કે પીરસવાના ઉપયોગમાં લઇ શકાય છે.


 

સુજાવ: પાણી પૂરીનું  પાણી ઠંડું કાર્યા બાદ તમે ખારી બુંદી પણ તેમાં નાંખી શકો છો. જે એક પ્રકારનો શણગાર / ગાર્નિશિંગ છે.

 

બ્લોગ લીંક: http://das.desais.net

રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો …

રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો …

(૧)  કોણ મોટો ? …
કોઈની પણ તકરાર સહજમાં મિટાવી દે છે ને તેની દ્રષ્ટિ બદલાવી દે છે  એવી વ્યક્તિ ખરેખર મહાન હોય છે.
એક વખત સ્વામી રામકૃષ્ણના બે શિષ્યો વચ્ચે વિવાદ જાગ્યો.  એમનો સવાલ હતો કે “ બે માંથી મોટું કોણ ? “  અંતે સમાધાન મેળવવા તે ગુરુ પાસે પહોંચ્યાને કહ્યું કે અમારા વચ્ચે મતભેદ ઊભો થયો છે કે અમારા બે માંથી મોટું કોણ ?  હવે તમે જ ન્યાય કરો.
પરમહંસ હસીને બોલ્યા, “ આ તો સાવ સહેલી વાત છે, તમારામાંથી જે બીજાને મોટો સમજે એ જ મોટો છે.”  ગુરુદેવના જવાબથી બન્નેની ચર્ચાનું સ્વરૂપ બદલાઈ ગયું, હમણા સુધી ‘હું મોટો … હું મોટો …’કરતાં હતા હવે તે ‘તુ મોટો … તુ મોટો …’  કહેવા લાગ્યા.
(૨) માતૃપ્રેમ  …
જે વ્યક્તિમાં મહાનતા ના ગુણો હોય છે એમની દર્શ્તી જ અનોખી હોય છે.  એ પોતાની સ્ત્રીને ક્યારેય પગનો જોડો માણતા નથી પણ માતા તુલ્ય માની એની સાથે ઉચ્ચ પ્રકારનો વહેવાર કરે છે.
શારદા દેવી હંમેશા રામ્કૃષની સેવામાં હાજર રહેતા.  એક વખત શારદા દેવી રામકૃષ્ણ પરમહંસના શરીર ઉપર મસાજ કરી રહ્યા હતા.  મસાજ કરતાં કરતાં એમણે પૂછ્યું, “ આપ મારા વિશે શું વિચારો છો?”
શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો, “ મંદિરમાં જે માઁ ની હું ભક્તિ કરું છું તે ‘માઁ’  એ જ આ દેહને જન્મ આપ્યો છે અને તે ‘માઁ’ જ બાજુના ખંડમાં રહે છે અને આ ક્ષણે મારા પગ મસાજ કરી રહ્યા છે.  બેશક !   હું તમારા તરફ પરમ આનંદ સ્વરૂપ ‘માઁ’ ના જીવંત રૂપ તરીકે જોઉં છું.”
પ્રત્યેક સ્ત્રીમાં માતૃરૂપ પાવનતાનો અનુભવ કરવો એ મહામોટો કર્મભાવ છે.  પવિત્રતાના વ્યાપક અનુભવ વિના અને અભેદના સાર્વત્રિક સ્વીકાર વિના ઈશ્વર ઉપાસના થઇ શકે નહી.  રામકૃષ્ણ માટે ઈશ્વર માતા છે એટલે જ એ શિષ્યો અને સત્સંગીઓ સાથે માતાના વાત્સલ્યથી વર્તતા હતા.
(૩)  તેલ પણ પાણીમાં ભલી જાય તો  ! …
લોભ-લાલચમાં પોતે ફસાઈ ન જાય એ માટે સદા જાગૃત રહે છે તેમાંય ધન-પૈસાના લોભથી તો સદા અળગો રહે છે તે જ મહાનતાના ગુણો કેળવી શકે છે.
એકવખત એક શ્રીમંત વ્યક્તિ રામકૃષ્ણ પરમહંસ પાસે આવી અને રૂપિયા ભરેલી થેલી આપતા કહ્યું, આ સ્વીકારી લ્યો અને રૂપિયાનો ઉપયોગ ભલાઈના કામમાં કરશો.  પરમહંસ બોલ્યા, “ભાઈ ! મને આ માયાની જાળમાં ન ફસાવો.  આ દાન મળ્યું એટલે મારૂં મન એમાં ફસાયેલું રહેશે.’
ધનવાને દલીલ કરી, “ મહારાજ ! આપ તો પરમહંસ છો.  દરિયાના મોજા ઉપર તેલના ટીપા પડે તો ય એ સ્થિર જ રહે છે, અને પોતાની જાતને પાણીથી અલગ રાખે છે.”
પરમહંસ બોલ્યા : “પણ મારા ભાઈ ! ભારેમાં ભારે તેલના ટીપા પણ લાંબા સમય સુધી જો પાણીના સંગાથમાં રહે તો તે ભેળસેળ વાળા બની જાય છે.  ગંદા થઇ જાય છે.  ધનવાન પોતાની થેલી લઈને પાછો ચાલ્યો ગયો.
બ્લોગ લીંક : http://das.desais.net

જાત સમજ્યા તો જગત સમજ્યા …

જાત સમજ્યા તો જગત સમજ્યા
(આજે આપણી સમક્ષ એક ખૂબજ સુંદર વાત …. ‘જાત સમજ્યા તો જગત સમજ્યા ..’ (લેખક.. વાડીલાલ ડગલી) ને સંકલન  કરીને   ‘દાદીમા ની પોટલી’  ...પર વિજયભાઈ ધારીઆ.. (શિકાગો) દ્વારા મોકલવામાં આવી છે, જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ., આપને આ લેખ પસંદ આવે તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અમોને આપશો.  આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય  રહેશે.)આ લેખકનું નિબંધ ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. ‘શિયાળાની સવારનો તડકો’ (૧૯૭૫) ના છત્રીસ અંગત નિબંધોમાં એમણે જાતજાતના દેશવિદેશના અનુભવો ખપમાં લઈ આત્મીયતાના સંસ્પર્શ સાથે વિચારતરેહો નિપજાવી છે. મનની ઉઘાડી બારીનું એમાં સ્પષ્ટ પ્રતિબિંબ ઝિલાયું છે. એમાં ઠીકઠીક આત્મકથાત્મક સામગ્રી પણ પડેલી છે. પોતાના અને જગતના નિરીક્ષણની સતત સભાનતા છતાં ભાષાની રોજિંદી લહેકોને કારણે એમના નિબંધોમાં તાજગી છે. ‘રંકનું આયોજન’ (૧૯૮૦)માં આર્થિક શાસ્ત્રીય નિબંધો છે. જટિલ આર્થિક સમસ્યાઓને એમાં સરલ રીતે રજૂ કરાયેલી છે. ‘કવિતા ભણી’ (૧૯૮૨)માં એમણે સાહિત્યિક નિબંધો આપ્યા છે. સાહિત્યની નેમ મનુષ્ય ભણી છે એવા સમુદાર દ્રષ્ટિકોણ સામે એમણે શાસ્ત્રીય કે વિદગ્ધ બન્યા વગર ઉષ્માપૂર્ણ અને રુચિપૂર્ણ વિવેચન અને કાવ્યાસ્વાદો આપ્યાં છે. ‘થોડા નોખા જીવ’ (૧૯૮૫)માં સંગ્રહાયેલા ચરિત્રનિબંધોમાં પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, એચ. એમ. પટેલથી માંડીને ચર્ચિલ, સોલ્ઝેનિત્સિન, ચાર્લી ચેપ્લીન વગેરેના માર્મિક આલેખો છે. આ સર્વમાં ચરિત્રનાયક પરત્વેની પ્રીતિ સર્વસામાન્ય રીતે ઉપર તરી આવે છે.
નિબંધસંગ્રહ ‘શિયાળાની સવારનો તડકો’ને સુરતની નર્મદ સાહિત્ય સભા તરફથી ૧૯૭૫–૧૯૭૯ના ગાળા દરમ્યાન પ્રગટ થયેલા સર્વોત્તમ નિબંધસંગ્રહ તરીકે ‘નર્મદચંદ્રક’ પ્રદાન કરવામાં આવ્યો તે પ્રસંગે એપ્રિલ ૧૫, ૧૯૮૪ના  રોજ  સુરતમાં વાડીલાલ ડગલીએ  કરેલું  નિવેદન.


જાત સમજ્યા તો જગત સમજ્યા …
નર્મદ સાહિત્ય સભા તરફથી મને જ્યારે પત્ર મળ્યો કે મારા નિબંધસંગ્રહ ‘શિયાળાની સવારનો તડકો’ને નર્મદચંદ્રક આપવાનો નિર્ણય થયો છે ત્યારે મને સાહિત્યિક સ્વીકૃતિ મળ્યાનો આનંદ થયો. દુન્યવી સ્વીકૃતિનો આનંદ કેફી છે જ્યારે સાહિત્યિક સ્વીકૃતિનો આનંદ મધ જેવો નિર્દોષ છે. નિર્દોષ આનંદ એ જિંદગીનું અપૂર્વ સૌભાગ્ય છે. આપે આમ મારી જિંદગીમાં એક અનન્ય આનંદકણ ઉમેર્યો છે તે માટે આપ સૌનો હું ૠણી છું.
એ એક સુભગ યોગાનુયોગ થયો કે જેમના નામ સાથે આ ચંદ્રક સંકળાયેલો છે તેમના જન્મની દોઢ શતાબ્દીની ઉજવણી સમયે આ ચંદ્રક એનાયત થયાની જાહેરાત થઈ. મને એ વાતનો વિશેષ આનંદ છે કે મારા નિબંધસંગ્રહને ગુજરાતી નિબંધના પિતા ગણાયેલા નર્મદનું નામ ધરાવતો ચંદ્રક પ્રાપ્ત થાય છે. હું નર્મદ જેવો કલમવીર નથી, પણ સ્થૂળ દ્રષ્ટિએ કહું તો, હું કલમ ઉપર જ જીવ્યો છું. લખવા સિવાય બીજો કોઈ વ્યવસાય મેં કર્યો નથી. એટલે કલમનો મારા પર મોટો ઉપકાર છે. આ કારણે પણ નર્મદચંદ્રકનું મૂલ્ય મારા માટે મોટું છે.
ઘણુંખરું હું અંગ્રજીમાં લખું છું પણ આજથી વીસેક વર્ષ પહેલાં કવિ શ્રી હરિન્દ્ર દવેએ ટકોર કરી : ‘આ તમે અંગ્રજીમાં લખો છો તે મોટા ભાગનું પત્રકારત્વ છે; પણ જો તમે ગુજરાતીમાં લખો તો ક્યારેક તે સાહિત્ય થઈ બેસશે.’ એ વખતે હરિન્દ્ર ‘સમર્પણ’ પાક્ષિકના સંપાદક હતા. તેમણે મારી પાસે ગુજરાતીમાં કાંઈક માંગ્યું અને મેં એક અંગત નિબંધ તેમને આપ્યો. પછી દર પખવાડિયે આ નિબંધો લખાતા ગયા.
ગુજરાતીમાં અંગત નિબંધો લખવા એવો વિચાર મને પહેલાં છેક ૧૯૪૯માં આવેલો. તે વખતે હું અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલિફૉર્નિયામાં ભણતો હતો. આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ હું અભ્યાસ કરતો. અમારા પ્રોફેસર હાન્સ કેલ્સન હતા. એ યહૂદિ હતા અને નાઝી દળોના ઓસ્ટ્રીયા પરના આક્રમણ પછી તે અમેરિકા ગયા. ફ્રૉઈડ અને આઈન્સ્ટાઈનના એ અંગત મિત્ર હતા. આંતરરાષ્ટ્રીય કાયદાના તે મહાપંડિત હતા. એમનો સ્વભાવ બાળક અને ૠષિના મિશ્રણ જેવો. હું એમને મળું ત્યારે ગાંધીજી વિષે સવાલો પૂછે.
એકવાર તેમણે મને કહ્યું કે યુરોપે પણ ગાંધી જેવો માણસ પેદા કર્યો છે. તેમણે મને સોળમી સદીના ફ્રેન્ચ નિબંધકાર માઈકલ મૉન્તેઈન (૧૫૩૩–૧૫૯૨)ના નિબંધો વાંચવા આપ્યા. મૉન્તેઈનના નિબંધો યુરોપીય સાહિત્યનું એક શિખર ગણાય છે તેનું મહત્વ મને સમજાવા માંડ્યું. આ નિબંધોમાં મૉન્તેઈન કેવળ પોતાની જાત વિષે વાચક સાથે વાત કરે છે. તેમણે આમ તો અનેક વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, પણ આ વિચારોનું માધ્યમ જાતપરિક્ષણ છે. ‘હું શું જાણું છું?’ એ મૉન્તેઈનના નિબંધોનું ચાલક બળ હતું. માણસ માટે દોષમાં પડવું સહજ છે અને આ દોષને સમજવા માટે ઉપયોગી થાય તેટલું જ જ્ઞાન માણસના જીવન માટે પ્રસ્તુત છે. તેમણે નિબંધોના ત્રણ પુસ્તકો લખ્યાં પણ એ એક જ પુસ્તકના ત્રણ ભાગ હતા. તેમના જીવનના છેલ્લા નિબંધોમાં એવું તારણ કાઢ્યું કે જીવન એ સુંદર ચીજ છે. દુનિયાના બીજા માણસો સાથે તમારે શાંતિ અને ગૌરવથી જીવવું હોય તો તમારે સૌથી પહેલાં તમારો પોતાનો સ્વભાવ કેવો છે તે શોધવું જોઈએ.
નાટક, ઉર્મિકાવ્ય, નવલિકા કે નવલકથા કોણે શરૂ કરી એ વિષે કોઈ સંદિગ્ધતા નથી. ૧૫૭૧ના માર્ચ મહિનામાં મૉન્તેઈન જીવનની જંજાળોમાંથી નિવૃત થઈ એમના મહાલયની એક વિશાળ લાઈબ્રેરીમાં જઈ બેઠા અને પોતાની જાત સાથે જાત વિષે મૌન વાર્તાલાપ શરૂ કર્યો તે મહિનામાં નિબંધનું ગર્ભાધાન થયું. બરાબર નવ વર્ષ પછી ૧૫૮૦માં જ્યારે તેમના નિબંધો પ્રસિદ્ધ થયા ત્યારે નિબંધનો જન્મ થયો. આમ આજથી ૪૦૦ વરસ પહેલાં ફ્રેન્ચ ભાષામાં મૉન્તેઈને પ્રથમ નિબંધ લખ્યો. અને ખૂબીની વાત એ છે કે મૉન્તેઈન પછી અનેક પ્રતિભાશાળી નિબંધકારો થઈ ગયા પણ કોઈ તેમના પેંગડામાં પગ ઘાલી શક્યા નથી.
મૉન્તેઈનની નિબંધ લખવાની શૈલી એકસાથે વિદ્વતાભરી અને સ્વૈરવિહારી છે. વર્જિલની કવિતા ટાંકતા ટાંકતા એ પોતે ક્યારે જમે છે, કેવી રીતે સૂએ છે,  એમને કેમ કોઈ વસ્તુ બહુ યાદ રહેતી નથી, વગેરે અનેક વાતો તમને એ એવી રીતે કહે કે તમને એમ લાગે કે તમારી પોતાની જાત આમાં છતી થઈ રહી છે. મૉન્તેઈને એક નિબંધમાં કહ્યું છે કે સત્ય અને સ્વતંત્રતાની શોધ માટે નમ્રતા વિષેની સામાન્ય સમજણને એક બાજુ મૂકી દેવી જોઈએ. આથી જ તેમણે આ વિખ્યાત વિધાન કર્યું :
‘હું જ્યારે કંઈ કહું છું ત્યારે મારા વિષે નહિ પણ કેવળ મારા વિષે જ કહેતો હોઉં છું : જ્યારે બીજી કોઈ વસ્તુ વિષે લખતો હોઉં છું ત્યારે હું આડોઅવળો ચાલ્યો જાઉં છું અને જે વિષય ઉપર વાત કરતો હોઉં છું તે વિષય બાજુએ રહી જાય છે. મને કંઈ મારી જાત પ્રત્યે એટલો બધો પ્રેમ નથી, કે મને મારી જાત પ્રત્યે એટલી બધી આસક્તિ નથી, કે હું મારી પોતાની જાતને અળગી કરીને કોઈ વૃક્ષ કે કોઈ પાડોશીની જેમ જોઈ ન શકું. આપણું પોતાનું ખરું મુલ્ય વ્યક્ત ન કરવું કે હોય તે કરતાં વધારે કહેવું તે બન્ને ક્ષતિ છે.’
મૉન્તેઈન વિષે એમ કહેવાય છે કે તે આધુનિક યુગનો પહેલો મોટો ‘અદનો આદમી’ હતો. એમણે પોતાની નાનપ જે રીતે છતી કરી તેમાં તેમની મોટાઈ હતી. પોતાની સુગ્રથિત જાતનો તેમણે તાગ મેળવ્યો અને એ રીતે મનુષ્યસ્વભાવના સત્યને એ પામ્યા. આ અનુભવને કારણે મૉન્તેઈનને એમ લાગ્યું કે મનુષ્યજીવનમાં ઉંડાણ અને આનંદ બન્ને છે.
મૉન્તેઈનના નિબંધોના વિષયો ભારે વિવિધતાવાળા છે. હું થોડાં શીર્ષકો આપીશ : ‘મોત ન આવે ત્યાં સુધી કોણ સુખી છે તે નક્કી ન કરશો’, ‘આળસુ’, ‘બાળકોનું શિક્ષણ’, ‘મૈત્રી’, ‘પુસ્તકો’, ‘આપણા કૃત્યોની અતાર્કિકતા’, ‘ઘોડાઘાડીઓ’ અને ‘તમારી ઈચ્છાશક્તિ નાથવા વિષે.’
૧૯૪૯–૫૦માં, એટલે આજથી ૩૫ વર્ષ પહેલાં, આ નિબંધો મેં વાંચ્યા ત્યારે મારું મન આનંદથી છલકાઈ ગયું. પ્રો. કેલ્સને મૉન્તેઈનને ગાંધીજી સાથે સરખાવ્યા તેમાં મને બહુ અતિશયોક્તિ ન લાગી. ફેર એટલો હતો કે ગાંધીજી વિચારવીર અને કર્મવીર હતા. મૉન્તેઈન કેવળ વિચારવીર હતા. પણ આ બન્નેમાં એક સમાન તત્વ હતું : જાત સમજવાની તાલાવેલી. મૉન્તેઈનના નિબંધો મેં વાંચ્યા પછી એક તારણ કાઢ્યું : જાત સમજ્યા તો જગત સમજ્યા.
હું અમેરિકા ભણવા ગયો તે પહેલાં મેં કવિતા અને એકાંકી નાટકો લખ્યાં હતાં. અમેરિકામાં મૉન્તેઈનને મળ્યા પછી નિબંધે મારા ચિત્તનો કબજો લીધો. મનમાં થયું કે હવે ગુજરાતીમાં લખું તો મૉન્તેઈન જેવા અંગત નિબંધો લખું. આ માટે સૌથી પહેલો પ્રયત્ન ‘ગણવેશની આરતી’ નામનો નિબંધ લખીને કર્યો. લશ્કરપૂજા વિરૂદ્ધનો આ નિબંધ ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયો, જેમાં શરૂઆતમાં અંગત નિબંધનું તત્વ હતું. પછી એ દલીલગદ્ય (પોલેમિક) બની ગયું. આ નિબંધે ઠીકઠીક ચર્ચા જગાવી. થોડાં વર્ષ પછી ૧૯૬૨માં ભારત પરનું ચીનનું આક્રમણ આવ્યું. મેં મારી ટોપી બદલી. લશ્કર માટે નાણાં કેમ એકઠાં કરવાં તે વિષે લેખો લખવા માંડ્યા. આ કારણે આ પ્રમાણમાં પ્રસિદ્ધ નિબંધને ‘શિયાળાની સવારનો તડકો’માં મેં સામેલ કરવાનું પ્રમાણિક માન્યું નહિ. આ પછી બે–ત્રણ નિબંધો લખ્યા પણ અંગત નિબંધની શરૂઆત, મને સ્મરણ છે ત્યાં સુધી, ‘જ્યાં ઊભા ત્યાં આશ્રમ’થી થઈ. ‘સમર્પણ’માં આ નિબંધો દર પખવાડિયે પ્રગટ થતા તેની પાછળ ભાઈ હરિન્દ્રનો તકાદો અને વાચકોનો ઉમળકાભર્યો પ્રતિભાવ હતા.
આ નિબંધો હું લખતો હતો ત્યારે મારા મનમાં એક વિચાર સતત રહેતો હતો : આપણે અંદર છીએ એવા બહાર દેખાઈએ તો કેવું સારું ! બાહ્ય પરિસ્થિતિ પણ આ નિબંધોનું ચાલક બળ હતું. નીતિનાં અને વ્યવહારના જુદાં કાટલાંને કારણે સ્વતંત્ર ભારતના સમાજમાં દંભનું એટલું મોટું ધુમ્મસ ફેલાયું હતું કે સીધી લીટીએ જીવવા માટે કોઈ માર્ગ જ દેખાય નહિ. કોઈ સમાજ કેવળ આત્યંતિક વિચારથી આગળ ન વધી શકે. ગાંધીજીના ઉપકાર ગણાય નહિ તેટલા, પણ તેમના સત્તાધારી અનુયાયીઓએ તેમના બાહ્ય વિચારો છાતીસરસા ચાંપ્યા અને તે વિચારો પાછળના આત્માને ઓલવી નાખ્યો ત્યારે મારી દ્રષ્ટિએ ગાંધીજીને ફરી વાર ત્રણ ગોળી વાગી. મને સમાજ કરતાં મારી પોતાની માનસિક તબિયતની વધારે ચિંતા હતી. હું જ જો અપ્રમાણિકતાના પૂરમાં તણાવા માંડુ તો દેશ નક્કી ખાડે જશે. જેવો હું તેવો  હિન્દુસ્તાન. ‘ત્યાગની ટોપી’, ‘મોંઘી સાદગી’ અને ‘હું મહાત્મા ગાંધી છું’ નિબંધોમાં મેં આ વિચાર શબ્દબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.
મને એક અચંબો થયા કરે છે કે આનંદને આપણી સંસ્કૃતિ કેમ એક અજુગતી પ્રવૃત્તિ ગણે છે ? નિર્દોષ આનંદ, નાના વ્યસનો અને થોડી આળસ એ કંઈ ગુનો નથી. પણ આપણે એમ માનીએ છીએ કે માણસ ધર્મગ્રંથનું કોઈ પાનું છે. આ એક ખોટી માન્યતા અને દંભપોષક માન્યતા છે. નિરૂપદ્રવી આનંદ જેવું કોઈ પ્રસ્તુત સત્ય નથી. જીવન કેવળ નિયમ પ્રમાણે ચાલે તે પણ સત્ય નથી. ‘શિયાળાની સવારનો તડકો’માં મેં આ વાત આમ કહી છે : ‘આ દુનિયા મારા–તમારા જેવા જાત સાથે બાથોડિયાં ભરતા એકાદ ડગલું આગળ વધતા બે ડગલાં પાછળ જતા અને ફરી પાછી બાંયો ચડાવી આગળ ચાલવા માંડતા નિર્બળ માણસોની બનેલી છે તેથી જ તે રસભરી બની છે.’
મને કોઈ વિચારે આકર્ષ્યો હોય તો તે લિબરલ સ્પિરિટે. આનો અનુવાદ મેં ‘મનની ઉઘાડી બારી’ કર્યો છે. મનની ઉદારતા પણ લિબરલ સ્પિરિટનો પર્યાય છે. જેમની પાસે રહીને હું વિચાર કરતાં શીખ્યો અને જેમને મેં આ નિબંધસંગ્રહ અર્પણ કર્યો છે તે પંડિત સુખલાલજી કહેતા કે ક્રિયાકાંડ વગેરે ધર્મનો બાહ્ય દેહ છે જ્યારે વિવેક અને ઉદારતા જેવા સદગુણો ધર્મનો આત્મા છે.
એમના કહેવાનો દ્રષ્ટિએ સાર આટલો છે : ધર્મ એટલે ઉદારતા. મૉન્તેઈને તેમના એક નિબંધમાં કહ્યું છે કે ‘અતિ ઉગ્ર ચર્ચા દરમિયાન પણ પોતાની અતાર્કિક દલીલ છોડી દેવી, પોતાની ભૂલ જાહેર રીતે સુધારવી ને પોતાનું મન બદલવું તે અનન્ય, વીર્યવાન તત્વજ્ઞાનીને શોભે તેવા ગુણો છે.’ મનની બારી ઉઘાડી કેમ રાખવી તે મારા નિબંધોની સતત શોધ છે.
આ નિબંધોની ભાષા વિષે ઠીકઠીક ચર્ચા થઈ છે. જ્યારે કૉલેજના અધ્યાપકોને મળું છું ત્યારે પણ આની ભાષા વિષે સવાલ પૂછાય છે. હું ભાષા વિષે વાત કરું છું ત્યારે એક આનુષંગિક હકીકતનો નિર્દેષ કરવો જોઈએ. અંગ્રેજી લખાણ હું સેક્રેટરીને લખાવતો હોઉં છું, ગુજરાતી કવિતા પોતે લખું છું પણ ગદ્ય વિષે મારું ગુજરાતીના સમર્થ નિબંધકાર કાકાસાહેબ જેવું છે.
કાકાસાહેબ એમના નિબંધો લખાવતા. હું પહેલાં શબ્દોનો ઉચ્ચાર કરું છું પછી તે લખાય છે. આમા ફાયદા ને ગેરફાયદા બન્ને છે. પણ એક ફાયદો એ છે કે ગદ્ય બોલચાલની ભાષાની નજીક રહે છે. મારું સ્વપ્ન એવું ગદ્ય લખવાનું છે કે જેમાં બોલચાલની ભાષાનો વેગ અને તાજગી હોય. બોલચાલની ભાષાનો બીજો ફાયદો એ છે કે તમે ભાષામાં બહુ કૃત્રિમ થઈ શક્તા નથી. મનમાં જે આવે તે હોઠ પર આવે હોઠ પર આવે તે લખાતું જાય. આમાં ક્યારેક શબ્દો ગુલાટિયાં ખાઈ જાય પણ સાથે સાથે એમની પારદર્શકતા તીવ્ર બને. વળી આમાં  ફાયદો એ પણ છે કે જોઈતો શબ્દ શોધવા માટે લખાવતી વખતે તમે થોડા શ્વાસ લઈ શકો. જ્યારે પોતે લખીએ ત્યારે ચેકચાક છેકછાક કરીને જોઈતા શબ્દ ભણી જવાય છે પણ લખાવતી વખતે ચિત્તનાં જળ થોડી વાર પણ સ્થિર રાખીએ તો ક્યારેક જોઈતો શબ્દ સપાટી પર આવી જાય છે.
હું બીજી ભાષા તરીકે ફ્રેન્ચ ભણ્યો, સંસ્કૃતનું મારું જ્ઞાન બિલકુલ નહિ, હજુ પણ કેટલીય વાર સંસ્કૃતના અર્થ સમજવા માટે શબ્દકોષ જોવો પડે તેવી મારી સ્થિતિ છે. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા સાથેના પરિચયને કારણે મારા ગુજરાતી ગદ્યમાં એ ભાષાઓની કેટલીક લાક્ષણિકતાઓ આવી હોય એવો મને અંદેશો છે. જ્યારે સંસ્કૃતના લાઘવ અને માધુર્યનો આ ગદ્યને લાભ મળ્યો નથી. પણ મારે કહેવું જોઈએ કે હું ઉગ્ર ગુજરાતીપ્રેમી છું. મારી ગુજરાતી ભાષા કેવળ ગુજરાતી પ્રજાની બોલચાલ, રીતરિવાજ, સંસ્કાર અને સ્વભાવનું પ્રતિબિંબ બને એ જોવાનો મારો મનસૂબો છે. સંસ્કૃત, અંગ્રેજી કે બીજી કોઈ ભાષાની શૈલી અને શબ્દો ગુજરાતી ભાષાના લોહીમાં સહજ રીતે ભળી જાય તે મારે માટે અખાદ્ય છે. મારી આ વૃત્તિને કારણે હું એવી ગુજરાતી ભાષા લખવા પ્રયત્ન કરતો હોઉં છું જે ગુજરાતી પ્રજાના લોહીના ધબકાર સાથે બરાબર તાલ મેળવતી હોય. આ નિબંધસંગ્રહ વાંચી આપણી ભાષાના એક સારા વિવેચક શ્રી ભૃગુરાય અંજારિયાએ મને જણાવ્યું કે ‘આ નિબંધોમાં મને ગુજરાતી ભાષા વાંચવા મળે છે.’
નિબંધોની ભાષા વિષે મારે એક બીજી વાત પણ નોંધવી જોઈએ. પદ્યના લયની જેમ ગદ્યનો પણ લય હોવો જોઈએ એમ હું માનું છું. ગદ્યનો લય એટલે શું ? ગદ્યનો લય એટલે વાક્યરચનાની ચડઉતરની સંવાદિતા. આમ તો ગદ્યખંડમાં વાક્યોની ચડઉતર ન હોય તો ગદ્ય વાંચતાં બગાસા આવે. એટલે સાધારણ કક્ષાના ગદ્યમાં પણ વાક્યોની ચડઉતર હોય છે. પણ આ ચડઉતર શબ્દપસંદગી કરતાંય વિશેષ શબ્દસમુહના વૈવિધ્ય અને ગોઠવણીને કારણે કળામય બને છે. ગદ્ય લખાવતા હોઈએ ત્યારે શબ્દોનો સ્વર કાનને સંભળાય છે એટલે વાક્યોનો લય અનાયાસે પકડાય છે. લખાણમાં વાગ્મિતા આવે તો તે પણ આથી પકડાઈ જાય છે. એવી દલીલ થઈ છે કે લખાવવા માંડો એટલે લખાણમાં ભાષણખોરોની વાગ્મિતા આવી જાય. પણ જો લખાવનાર વિચાર, શબ્દ અને સંવાદિતા એ ત્રણેયને લક્ષમાં લે તો આમાંથી બચી જવાય.
મારો એક વિચાર એવો હતો કે વ્યક્તવ્યમાં હું નિબંધ વિષે વાત કરું. પણ જે નિબંધસંગ્રહ સાથે હું સંકળાયેલો છું તેની જીવનકથા ન કહું તો વર વિનાનો વરઘોડો કાઢ્યો કહેવાય. પણ અંતમાં નિબંધ વિષે એકાદ–બે વિચાર મૂકવાની ઈચ્છા થાય છે. તમે અર્થશાસ્ત્રથી માંડી વૈદક પર નિબંધો લખી શકો. નિબંધ એ મુક્ત સાહિત્યપ્રકાર છે. તમારે કંઈ કહેવું હોય અને તમે કોઈ બંધન વિના અનૌપચારિક રીતે લખો તો તે નિબંધ કહેવાય. નિબંધ આમ બે મનુષ્યો વચ્ચેની વાતનો પ્રકાર છે. નિબંધ લખનાર અને વાંચનાર એ બેની ગોષ્ઠિ એ નિબંધનો સંસાર છે. સામો માણસ તમારી આ ગોષ્ઠિમાં સામે બેઠો નથી. તમે કલ્પી લો કે તમે એક માણસ સાથે વાત કરી રહ્યા છો.
પણ અંગત નિબંધ ત્રિવેણી જેવો છે. તમે પોતે, તમારા અંદરની જાત અને સામો માણસ – એ ત્રણે જાણે કે કોઈ રેડિયો સ્ટેશન પરથી ચર્ચા કરી રહ્યા છે. અંગત નિબંધની કસોટી એટલી જ છે કે તે ઓછામાં ઓછો અપ્રમાણિક હોવો જોઈએ. નિબંધ લેખક મનમાં આવ્યું તે પણ વાચકને કહે અને પોતાની જાત જે કહે તે પણ વાચકને કહી દે. વિષયો તો ખીંટી છે. અંગત નિબંધકાર આ ખીંટી ઉપર પોતાની જાતને લટકાવે છે. અંગત નિબંધ એક રીતે જોઈએ તો કોઈ પાદરી સમક્ષ એક ખ્રિસ્તી ભક્ત કબુલાતનામું કરે તેવું એક નિવેદન છે. પણ અહીં હાર્દમાં કોઈ ધર્મ નહિ પણ અંતરાત્મા છે. અંતરાત્માને આપણે જેટલી ધીરજ અને વીરતાથી સાંભળીએ તેટલા પ્રમાણમાં આપણી આત્મખોજ સફળ થાય.
સાભાર સૌજન્ય : વિજયભાઈ ધારિયા (શિકાગો – યુ એસ એ )
બ્લોગ લીંક: http://das.desais.net