હે .. જાગને જાદવા … (પ્રભાતિયા)

હે… જાગને જાદવા  .. (પ્રભાતિયા) … (નરસિંહ મહેતા)
સ્વર: પ્રફૂલ દવે અને અન્ય ???
આજે આપણે આદિ કવિ નરસિંહ મહેતા ની ખૂબજ સુંદર રચના – પ્રભાતિયા પૈકી એક … ‘ હે… જાગને જાદવા …’ ને માણીશું … ઉપરોક્ત પ્રભાતિયા ને સાંભળવા માટે આપણા બ્લોગ પરના જ બ્લોગના શુભચિંતક તેમજ માર્ગદર્શક   શ્રીમતી પૂર્વિબેન મલકાણ -મોદી (યુએસએ) તરફથી ખાસ અનુરોધ કરવામાં આવેલ. આજે તેમની પસંદની પોસ્ટ મૂકવા નમ્ર કોશિશ કરેલ છે. આપને પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષ પર આવી મૂકશો, જે સદા અમોને આવકાર્ય રહેશે…
.

લીંક: (૧) સ્વર: ફિમેલ સિંગર …???
.

.
લીંક: (૨) સ્વર: પ્રફૂલ દવે …
.

.
હે .. જાગને જાદવા … (પ્રભાતિયા)
હે .. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ? .. હે .. જાગને ..
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? …  હે .. જાગને ..
દહીંતણા દહીંથરા, ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ? .. હે .. જાગને ..
હરિ મારો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ લેશે ? …  હે .. જાગને ..
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરી શી મોરલી કોણ વાહશે ? .. હે .. જાગને ..
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રિઝીએ
બૂડતાં બાંહ(ય)ડી કોણ સાહશે ? …  હે .. જાગને …
હે .. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ? .. હે .. જાગને .. (૨)

 

– નરસિંહ મહેતા ..


સાભાર : ઓડિયો લીંક પ્રાપ્તિ :યશ દેશાઈ
બ્લોગ લીંક: http://das.desais.net