ન્યુટ્રીન મશરૂમ ઢોસા …

ન્યુટ્રિન મશરૂમ ઢોસા …
આજે  ફરી એક વખત પૂર્વિબેન તરફથી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર /વ્યંજન  …   ‘ન્યુટ્રીન મશરૂમ ઢોસા’ .. ની  રેસિપી આજે ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવી છે. ઉપરોકત રેસિપી મોકલવા બદલ  પૂર્વિબેન મલકાણ -મોદી (યુ એસ એ) ના અમો અંતરપૂર્વકથી આભારી છીએ. મિત્રો, આપ સર્વને આ રેસિપી પસંદ આવી હોય અને જો તે માણી હોય તો જરૂરથી બ્લોગ પોસ્ટ પર કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ અને અનુભવ જણાવશો.  આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય છે અને  જે લેખકને તેમજ તેની કલમને સદા પ્રેરકબળ પૂરે છે.


ઢોસા માટેની સામગ્રી :


૩ કપ (વાટકી) બ્રાઉન ચોખા ( વાટકીમાં પૌવા અને મેથીના દાણા નાખી આખી રાત પલાળી દેવું.)
૧ કપ વાટકી અડદની દાળ (આખી રાત પલાળવા દેવી)
૨ ટે. સ્પૂન પૌવા (૧ ચમચો)
૧ કપ (વાટકી) મેથીના દાણા
૨ કપ (વાટકી) સોયા ગ્રેનુલ્સ
૧-૨ નંગ લીલા મરચાં,
૧ ઈંચ આદુંનો ટુકડો
૧/૨ કપ કોથમરી (જીણી સમારેલી)
૨ કપ મશરૂમ  (પેસ્ટ બનાવવા માટે)
૧ નંગ કાંદો
મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧) બીજે દિવસે દાળ અને ચોખા સોયા ગ્રેનુલ્સ સાથે વાટી લેવા.
૨) મીઠું નાખી આથો લાવવા મૂકવો.
૩) લીલા મરચાં, આદું ,કોથમરી,કાંદો અને મશરૂમને વાટી લેવું
૪) આથો આવ્યા બાદ ઢોસા કરતી પહેલા આ વાટેલું મિશ્રણ તેમાં મિક્સ કરી દેવું

મશરૂમ શાક માટેની સામગ્રી :

૨ થી ૩ કળી લસણ – બારીક સમારેલ
૨ ચમચી ખસખસ (ખસખસને ૩ થી ૪ કલાક પલાળી દેવી)
૨ ચમચી તલ
૧ ચમચી ધાણાજીરું
lb (લગભગ ૯૫૦ ગ્રામ) મશરૂમ સ્લાઇઝ કરેલા
૧ચમચો મગફળી
૧/૨  કાંદો બારીક સમારેલો
૧/૨ વાટકી લીલું નાળિયેર ખમણેલું
૨-૩ નંગ લીલા મરચાં બારીક સમારેલા
મીઠું સ્વાદ અનુસાર
૩ થી ૪ ચમચી લીંબુનો રસ
૪ ચમચી તેલ

રીત :


૧) સૌ પ્રથમ મીઠું, લીંબુનો રસ, ખસખસ, મગફળી,તલ અને ધાણાજીરું મિક્સ કરી વાટી લેવું
૨) તેલ ગરમ કરી તેમાં કાંદા, લીલા મરચાં, લસણ નાખી સાંતળી લેવું
૩) તેમાં મશરૂમ નાખવા અને વાટેલો મસાલો નાખવો
૪)બરાબર મિક્સ કરવું
૫) જ્યારે મશરૂમ કૂક થવા આવે ત્યારે ઉપરથી લીલું નાળિયેર છાંટવું.
૬) આ શાક પાણી વગર કૂક ધીમા તાપે થવા દેવું જ્યારે તેલ છૂટું પડતું થાય ત્યારે ઉતારી લેવું
૭) ઢોસો તૈયાર કરી વચ્ચે આ શાક મૂકી દેવું અને ઢોસાનો ગોળ રોલ વાળી લઈ વચ્ચેથી ક્રોસમાં ઢોસાના બે ભાગ કરી લેવા.


કચુંબર માટેની સામગ્રી  :

કાંદો બારીક સમારેલ
ટમાટર બારીક સમારેલ
કાકડી બારીક સમારેલ
કોથમરી બારીક સમારેલ
લીંબુનો રસ
મીઠું સ્વાદ અનુસારસુજાવ:

૧) કાંદા, ટમાટર, કાકડી અને કોથમરીને બારીક સમારી લેવા તેમાં મીઠું અને લીંબુનો રસ વધારે પડતો નાખવો.
( ટૂંકમાં કહું તો કચુંબર થોડું ખટાશવાળું થવું જોઈએ)
૨) એક ડીશમાં વચ્ચે આ કચુંબર મૂકી આજુબાજુ ઢોસાની સ્લાઇઝ મૂકી સર્વ કરવા.


સૌજન્ય: સ્વાદ આસ્વાદમાંથી ..
સાભાર  :પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ.)
બ્લોગ લીંક: http://das.desais.net