માનવીનું મન – ‘જ્ઞાન તારવતાં શીખો’ …

માનવીનું મન – ‘જ્ઞાન તારવતાં શીખો’ …

ચંદ્ર માનવીનું મન છે. જયોતિષશાસ્ત્રમાં ચંદ્રને મન કહે છે. માનવીના મન પર સૌથી વધારે અસર ચંદ્રની છે, કારણ કે માનવીના શરીરમાં પણ ૭૦ ટકા પાણીનું પ્રમાણ છે, આથી જ પૂનમ અને અમાસના દિવસે માનવીની માનસિક પ્રતિક્રિયા અલગ અલગ હોય છે. નબળા ચંદ્રને કારણે માનવી ક્યારેક માનસિક અસ્થિરતાનો ભોગ બને છે ત્યારે તેવા માણસને લુનાટિક પર્સન અથૉત્ ધૂની વ્યક્તિ કહે છે. આ લુનાટિક શબ્દ ચંદ્રની ભ્રમણ કક્ષા લુનાર સિસ્ટમના આધારે ઉદ્ભવેલો છે.

એક વાર બુદ્ધ તેમના શિષ્યો સાથે એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા.
તેઓ એક તળાવ કિનારે પહોંચ્યા અને તેના એક શિષ્યને કહ્યું “મને તરસ લાગી છે મને પેલા તળાવમાંથી થોડુ પાણી લાવી આપ”.
શિષ્ય તળાવ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ઘણાં લોકો પાણીમાં કપડાં ધોઈ રહ્યા છે,
અને તે જ સમયે ત્યાંથી એક બળદગાડું પસાર થયું. પરિણામે તે પાણી કાદવવાળું થઈ ગયું.
આવું કાદવવાળું પાણી બુદ્ધને પીવા માટે કેવી રીતે આપી શકાય? શિષ્ય પાછો આવ્યો અને બુદ્ધને કહ્યું,
“તળાવનું પાણી બહુ કાદવવાળું છે અને પીવાલાયક નથી.”
થોડી વાર પછી તે જ શિષ્યને ફરીથી તળાવમાંથી થોડું પીવા માટેનું પાણી લાવવા માટે કહ્યું.
શિષ્ય તળાવ ઉપર પાછો ગયો. તે સમયે જોયું કે તળાવમાં એકદમ ચોખ્ખું પાણી છે.
કાદવ તળાવમાં નીચે બેસી ગયો હતો. શિષ્યે થોડું પાણી ઘડામાં ભર્યું અને બુદ્ધને આપ્યું.
બુદ્ધે પાણી સામે જોયું અને પછી તેમણે શિષ્યની સામે જોયું અને કહ્યું, “તેં પાણીને ચોખ્ખું કરવા માટે શું કર્યું?
તેં એને રહેવા દીધું અને કાદવ જાતે જ નીચે બેસી ગયો અને આપણને ચોખ્ખું પાણી મળ્યું.

 

મોરલ :
આપણું મન પણ આવું જ છે. જ્યારે તે ડિસ્ટર્બ હોય ત્યારે તેને એમ જ રહેવા દેવું.
તેને થોડો સમય આપવો. મન તેની જાતે જ શાંત થઈ જશે.
તેને શાંત કરવા માટે તમારે કોઈ પ્રયત્ન નહીં કરવા પડે.
મનનો સ્વભાવ શાંતિનો છે અને શાંત થવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી.
જરૂર છે અપ્રયત્નની અથવા કશું ન કરવાની. શાંત થવાની પ્રક્રિયા કર્મની નહીં પણ અકર્મની પ્રક્રિયા છે.
શાંત મન વડે જે પામી શકાય તે પ્રયત્નો દ્વારા આઘું જતું રહે છે.
કોઈ પણ મહત્ત્વના કાર્ય પહેલાં મનને શાંત કરવાથી અડધી સફળતા આમ જ મળી જાય છે.
સાભાર સૌજન્ય : પ્રકાશ દેસાઈ …
પોસ્ટ પ્રાપ્તિ : હેતલ ગજ્જર (દુબઈ) …
બ્લોગ લીંક : http://das.desais.net