નવજીવન …

નવજીવન  …


શ્રી દુર્ગેશ બી ઓઝા,(પોરબંદર) લિખિત અનેક વાર્તા ગુજરાતી સામાયિક/ મેગેઝીનમાં ‘ચિત્રલેખા’ અને ‘અભિયાન’માં  પ્રકાશિત થયેલ છે. આઉપરાંત આપણા જ એક નામી બ્લોગર મિત્ર શ્રી મૃગેશભાઈ ના બ્લોગ .. રીડ.ગુજરાતી.કોમ પર પણ અનેક વાર્તા પ્રસિદ્ધ થયેલ છે. આજનો આ લેખ/ વાર્તા .. ‘નવજીવન’ … અમોને અમારા એક વાંચક મિત્ર  હેતલ ગજ્જર (દુબઈ) તરફથી આજ રોજ ફોરવર્ડ કરવામાં આવેલ છે, જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ.  લેખકની  અંગત ઈચ્છા છે કે તેમનો આ લેખ વધુ લોકો  વાંચે અને તેમને ઉપયોગી થાય તે રીતે પ્રસિદ્ધ કરવો.  ગુજરાતમાં હાલ, ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા પણ ચાલુ હોય, સાથે  આ  વાર્તા મૂકવા માટે યોગ્ય સમય હોય., આજે  આ વાર્તા મૂકવા નમ્ર કોશિશ કરેલ છે. જો આપને આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષ પર મૂકશો., જે લેખક ને તેમજ તની કલમને પ્રેરક બળ  પૂરશે અને તેની મેહનત નિષ્ફળ નથી નીવડી તે નક્કી થઇ શકશે  …


(વિધાર્થી,માબાપ તેમ જ સમગ્ર માણસજાતને પ્રેરક સંદેશ આપતી રચનાત્મક વાર્તા  …)


રમેશ તો નવાઇમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાના ચિત્રો,રંગોંની  ડ્બ્બીઓ, કેંનવાસ, કાગળના થપ્પા, ને એની અંદર ખુંપેલા પપ્પા ! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય ન્હોતું જોયું. અચાનક રમેશની નજર  મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી, જેમાં એક વાર્તા લખેલી હ્તી, જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.” એક હ્તી કોયલ. તે એક વાર માંદી પડી.તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પૂરતો બેસી જશે..એની ખબર કાઢનારા કહે,’અ ર ર ર, તારો અવાજ બેસી જ્શે ? હાય હાય….હવે તારી જિંદગી.! ‘કોયલ કહે,’ ભલે અવાજ બેસી જતો.એ પાછો ઊભો થઇ જ્શે. બે-ચાર દી’ અવાજ ચાલ્યો જાય એમાં કાંઇ આખું જીવન નકામું નહીં થઇ જાય, કાગડાકાકા ! હું કાંઇ એમ હિમત હારું એવી નથી. અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું કા એમાં નાપાસ થયા,બસ એટલું જ….તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા,પરંતુ,પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી.તમારી સામે આખી જિંદગી પડી છે. હજી ઘણી બધી તકો, પ્રવત્તિઓ છે. કાળઝાળ ગરમીમાં એક વખત્ પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થઇ નથી જતી, વાંદરાભાઇ ! એ એમ નથી વિચારતી કે”આપણી જિંદગી ખતમ.” પાક ખાલી એક જ વાર બગડ્યો છે,પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઉગશે,એટલું જ નહીં,ચોતરફ અનેરી હરિયાળી લહેરાઇ ઊઠશે,કારણ કે નબળો પાક એ  સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે,તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી.અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત.” કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય..”  એટલે હું નિરાશ થઇ આપઘાતના નબળા વિચાર નહીં કરું.’….ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઇ……

 

……..ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ,…’  લે તું ક્યારે રૂમની અંદર ઘુસી ગયો દીકરા!!?  અચ્છા, તો એ કાગળ તારા હાથમાં છે એમ ! કેવી લાગી વાર્તા?

 

‘સરસ છે પપ્પા’  રમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા,’તને નવાઇ લાગે છે ને કે આ બધું !! એક પુસ્તકે મને જ્ગાડ્યો જેમાં લખેલું કે” તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું, કંઇક નવું. અનોખું કરી બતાવો.”બેટા,નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,પણ છેલ્લા વીસ વરસથી ધંધા,નફા,પૈસા..વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો,પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિધાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઇ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે; તે ન થાય  ને તે ફરી પડકાર ઝીલી લઇ નવી આશા,શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું.ને દીકરા સાચું કહું? આ વાંચીને વિધાર્થી વગેરેને તો મળશે જ,પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું.જો આ ચિત્રો.’

 

પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું,બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું. રમેશે ચિત્રો જોયા ને પછી તે ઘરની બહાર નીકળ્યો………….. ………દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો.પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો,’ પપ્પા,સવારે જ્યારે હું તમને મળવા આવ્યો’ તો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યો’ તો.પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યો’ તો.હું ત્યાંથી પાછો ન્હોતો આવવાનો,પણ્ તમારી વાર્તા,ચિત્રો વગેરે જોઇ હું ઘેર પાછો ફર્યો છું.બધા માબાપ તમારા જેવા હોય જે મિત્ર બની સાચું વહાલ કરે,ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે.થેંક્યુ પપ્પા.’ થોડીવાર સાવ શાંતિ છવાઇ ગઇ.ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા,’ બેટા,એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ “ઢ” હતા છતાં સફળ થયા છે.પરીક્ષા મહત્વની છે જે દિલ દઇ પૂરી મહેનત કરી આપો,પણ્ એની જ ફૂટ્ટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો.ને ખાલી અભ્યાસક્ર્મના ચોપડા જ ન વાંચો.બીજું પણ વાંચો.થોડું નાચો-ગાઓ, હરો-ફરો તો ટેંન્શન જાશે,આનંદ આવશે,ને ઊલટું વધુ યાદ રહેશે.પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી.એની બહાર પણ એક સુંદર જીવન છે.સચિન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો..ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.ઝીરોમાંથી હીરો બની જાય છે.હારો ભલે,પણ હિંમત ન હારો.બેટા,તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા,પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે.અભિનંદન.આ સદ્ગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાય ક્યાંય વધુ છે..ચાલ,એના માનમાં થોડો મસ્ત ડાંન્સ થઇ જાય.’….

 

ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા.બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.ઃઃઃઃ

 

સાભાર: લેખક-દુર્ગેશ બી ઓઝા
સંપર્ક: ૧,જલારામનગર નરસંગ ટેકરી,પોરબંદર ૩૬૦૫૭૫- email- [email protected]
Humble Regards from durgesh b.oza porbandar Gujarat India wish you joyous creative new year and divine life.
Attached herewith my EDU.MOTIVATIONAL STORY ‘NAVJEEVAN’ of MENTAL COUNSELING which i circulated door to door at PORBANDAR by more than 10000 pamphlets through LEO CLUB OF PORBANDAR and then emailed to many as POSITIVE PRASAD which may save and boost up someone’s precious life.THIS IS AN EFFORT TO STOP ‘SUICIDE’ over poor result or any failure.PL.CIRCULATE this LIFE-SAVING story.your email id please so i may send such good story.stories are positive so i msg you.my pleasure to get valuable opinion from you.My story ‘OPERATION’ is in CHITRALEKHA-5TH DEC.2011 issue. few stories on readgujarati.com .
‘અભિયાન’ના ૨૮/૦૧/૨૦૧૨ના અંકમાં મારી ટૂંકી વાર્તા ‘ વિકાસ ‘ પ્રસિદ્ધ થઇ છે. આધુનિકતાના નામે કુદરતી તત્વનો છેદ, ધર્મના નામે થતો વેપલો ને ઔપચારિકતા, વિકાસના નામે થતા વિનાશના વિષય પર મારી આ વાર્તા છે. ભ્રૂણહત્યા સામેની વાર્તા ‘ ભૂમિકા’ અખંડ આનંદ ડીસે.૨૦૧૧ માં આવી છે.AJAB GATUNI GAJAB KAHANI’ story is in Divali issue 2011 of ABHIYAAN. story ‘ALLAD’ in DIVYABHASKAR 15/11/2011 MADHUURIMA purti.thx
બ્લોગ લીંક: http://das.desais.net – ‘દાદીમા ની પોટલી’