આટલો સંદેશો મારા, ગુરુજી ને કહેજો …

આટલો સંદેશો મારા ગુરુજી ને … (ભજન) ..
સ્વર: હેમંત ચૌહાણ …
.


.

આટલો સંદેશો મારા, ગુરુજીને કેહ્જો .. (૨)
સેવકના રુદિયામાં રહેજો, સંદેશો મારા, ગુરુજી ને કેહ્જો ….
આટલો સંદેશો મારા, ગુરુજીને કેહ્જો ..
સેવા ને સમરણ અમે, કોના રે કરીએ .. (૨)
તેનો આદેશ અમને, દેજો સતગુરુ મારા,રુદિયામાં રેહજો …
આટલો સંદેશો મારા ગુરુજીને કેહ્જો .. (૨)
કાયાનું દેવળ અમને લાગે રે કાચું ..
કાયાનું દેવળ અમને લાગે બહુ કાચું …
તેની ભાળવણી અમને, દેજો સંદેશો મારા, ગુરુજીને કેહ્જો ….
આટલો સંદેશો મારા ગુરુજીને કેહ્જો ..
સેવકના રુદિયામાં, રહેજો સંદેશો મારા, ગુરુજી ને કેહ્જો ….
કાયા પડશે ને હંસો, ક્યાં જઈ સમાશો .. (૨)
એ ઘર બતલાવી અમને, દેજો સંદેશો મારા ગુરુજીને કેહ્જો ….
આટલો સંદેશો મારા ગુરુજીને કેહ્જો ..
સેવકના રુદિયામાં, રહેજો સંદેશો મારા, ગુજીને કેહ્જો ….
બ્રહ્મ સ્વરૂપ મારી, નજરુમાં ના આવે … (૨)
દર્શન દિદાર અમને, દેજો સંદેશો મારા, ગુરુજી ને કેહ્જો ….
આટલો સંદેશો મારા ગુરુજીને કેહ્જો …
તમે છો અમારા ને, અમે તમારા … (૨)
જનમો જનમ ની ભક્તિ, દેજો સંદેશો મારા, ગુરુજી ને કહેજો ….
સેવકના રુદિયામાં, રહેજો સંદેશો મારા, ગુરુજીને કેહ્જો ….
બેઉ કર જોડી દાસ અંબારામ બોલ્યા … (૨)
મુક્તિ નો મારગ અમને દેજો રે ….
સેવકને ચરણોમાં લેજો, સંદેશો મારા, ગુરુજી ને કેહ્જો ..
આટલો સંદેશો મારા ગુરુજીને કેહ્જો ..
સેવકના રુદિયામાં, રહેજો સંદેશો મારા, ગુરુજી ને કેહ્જો ….
આટલો સંદેશો મારા, ગુરુજી ને કેહ્જો … (૨)

 

સાભાર : સંકલન -પ્રાપ્તિ : હેતલ ગજ્જર (દુબઈ)
સાભાર :ઓડિયો લીંક પ્રાપ્તિ : યશ દેશાઈ
બ્લોગ લીંક: http://das.desais.net