અનુભૂતિ …

અનુભૂતિ …
‘ હું તમને ઈશ્વર ભક્ત ત્યારે જ કહીશ કે જ્યારે તમે ઈશ્વરી સતાની અનુભૂતિ કરી શક્યા હશો. ધર્મની આ અનુભૂતિ એ એક લાંબી પ્રક્રિયા છે. જ્યારે માણસો કોઈ ઉન્નત અને અદભુત વસ્તુ વિશે સાંભળે છે, ત્યારે તેમને એકદમ થઇ જાય છે કે બધાને પોતે પ્રાપ્ત કરી શકશે; પણ તેઓ ઘડીભર પણ વિચાર કરવા રોકાતા નથી કે એ બધું પ્રાપ્ત કરવા સારું તેમણે પુરુષાર્થ કરવો પડશે. ઉચ્ચ વસ્તુની પ્રાપ્તિ માટે આપણે સહુએ ધીમે ધીમે પ્રગતિ કરવી જોઈએ. … ( ‘ધર્મ એટલે અનુભૂતિ ‘ – ‘દાદીમા ની પોટલી’ પર ની એક પોસ્ટ ના અવતરણો)આજ સાંજની વાર્તા. …….. 

મેં એને જોયો છે !……….. ડૉ. આઈ. કે. વીજળીવાળા

પરદેશમાં એક ગામથી થોડે દૂર આવેલા ફાર્મહાઉસમાં એક નાસ્તિક કુટુંબ રહેતું હતું. પતિ-પત્ની અને એમની પાંચ વરસની દીકરી, એમ ત્રણ જ જણ એ કુટુંબમાં હતાં. માતાપિતા સંપૂર્ણપણે નાસ્તિક હોવાને લીધે ઘરમાં ઈશ્વરની વાત પણ ક્યારેય થતી નહીં. ભગવાન, શ્રદ્ધા કે આસ્થા જેવા શબ્દો પણ દીકરીના કાથે ક્યારેય પડ્યા નહોતા. દીકરીને હજુ નિશાળે કે બાલમંદિરે નહોતી બેસાડી એટલે બીજાં બાળકો કે અન્ય મોટા લોકો પાસેથી પણ એને ઈશ્વર અંગે કાંઈ સાંભળવા નહોતું મળ્યું. અરે ! એવું કાંઈ હોય એવો પણ એને ખ્યાલ નહોતો.

એક રાત્રે પેલાં પતિ-પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. નાનકડી વાતમાંથી શરૂ થયેલા એ ઝઘડાએ જોતજોતામાં વરવું સ્વરૂપ લઈ લીધું. અત્યંત ક્રોધે ભરાયેલા પતિએ પોતાની જ પત્નીની છાતીમાં બંદૂકની બે-ચાર ગોળીઓ ધરબી દીધી. પછી પોતે પણ પોતાના માથામાં ગોળી મારીને મરી ગયો. એ લોકો ગામથી દૂર રહેતા હતા એટલે લોકોને આ ઘટનાની છેક સવારે ખબર પડી. ગામના બધાએ ભેગા થઈને નિર્ણય કર્યો અને પેલી બાળકીને ગામના ચર્ચને સોંપી દેવામાં આવી. બાળકીનો માસૂમ ચહેરો જોઈને ફાધર એકદમ દુઃખી થઈ ગયા. આકાશ સામે જોઈને એ મનોમન બોલી ઊઠ્યા કે, ‘હે ભગવાન ! હે પ્રભુ ઈસુ ! આવો તો તારો કેવો ન્યાય ? આટલાં નાનાં બાળકોથી તું આટલો બધો ખફા હો એ હું માની જ નથી શકતો. તારી છત્રછાયાથી તેમ જ તારી કૃપાથી આવાં ફૂલો શું કામ વંચિત રહી જતાં હશે ?’
એ જ સમયે ચર્ચમાં અન્ય નાનકડાં બાળકો આવ્યાં. એ બધાંએ ફાધરનું અભિવાદન કર્યું. ફાધરે એ બાળકોને પેલી નાનકડી બાળકી સાથે ઊભા રાખી દીધાં. પછી એ બધાંની બાજુની દીવાલ પર દોરેલો ભગવાન ઈસુ ખ્રિસ્તનો ફોટો બતાવીને પૂછ્યું : ‘ચાલો બાળકો, કહો જોઉં ! આ કોણ છે એ કોઈ જાણે છે ?’

‘હા, હું જાણું છું !’ બીજું કોઈ જવાબ આપે એ પહેલા જ પેલી બાળકી બોલી ઊઠી.

ફાધરને નવાઈ લાગી. એક નાસ્તિક કુટુંબમાં જન્મેલી અને ગામલોકોથી દૂર ફાર્મહાઉસમાં મોટી થયેલી એ છોકરી, પ્રભુ ઈસુ વિશે કઈ રીતે જાણતી હોઈ શકે ? એ ખરેખર જાણતી હશે કે એમ જ કોઈ ભળતી વ્યક્તિનો વિચાર કરીને જવાબ આપ્યો હશે ? પોતાના મનની શંકા દૂર કરવા એમણે એ બાળકીને જ પૂછ્યું :

‘એમ ! તું ખરેખર જાણે છે એને ? તો ચાલ, જોઉં બેટા ! એ કોણ છે અને તું એને કઈ રીતે જાણે છે?’

‘મારા પિતાએ મારી માને અને પોતાને ગોળી મારી ત્યારે આ માણસ મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો હતો અને આખી રાત એ મારી જોડે જ મારો હાથ પકડીને બેઠો હતો !’ બાળકીએ જવાબ આપ્યો.

ફાધરની આંખમાં આંસુ આવી ગયાં. કદાચ એ સમયે પેલી છોકરી જેવા નાનકડાં ફૂલો નહીં, પરંતુ પોતે હજુ પ્રભુની છત્રછાયા અને કૃપાથી વંચિત રહી ગયા છે એવું એમને જરૂર લાગ્યું હશે !


સૌજન્ય પેજઃ https://www.facebook.com/Gujratiparivaar.family

Posted By : Nivarozin Rajkumar

બ્લોગ લીંક: ‘દાદીમા ની પોટલી’http://das.desais.net

એપલ એન ગ્રીન ચીલી સેન્ડવિચ …

એપલ એન ગ્રીન ચીલી સેન્ડવિચ  …
આજે  ફરી એક નવી રેસિપી ‘એપલ એન ગ્રીન ચીલી સેન્ડવિચ’ … સાથે પૂર્વિબેન આવ્યા છે.  ‘દાદીમા ની પોટલી’ પર આ રેસિપી મોકલવા બદલ અમો પૂર્વી  મલકાણ મોદી (યુ એસ એ ) ના  અંતરપૂર્વકથી આભારી છીએ.  પૂર્વિબેન હંમેશા આપ મિત્રો માટે કશુક નવું આપવાની હામભરીને  બેઠા છે અને તેમના સાથ -સહકાર અને મેહનત ના ફળસ્વરૂપ આપણે અનેક સારા લેખક મિત્રોને બ્લોગ પર લાવી શક્યા છે અને સારી પોસ્ટ માણી શક્યા છે. હજુ પણ નવા મિત્રોના સાથ તેઓ દ્વારા આપણે મેળવતાં રહીશું અને નવી નવી પોસ્ટ માણતા રહીશું…
બસ આપે એક જ કામ કરવાનું છે કે બ્લોગ પોસ્ટ માણ્યા બાદ આપના અમૂલ્ય પ્રતિભાવ/કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ પર મૂકવાનું ભૂલશો નહિ, તમારા પ્રતિભાવ અમોને સદા માર્ગદર્શકરૂપ બની રહે  છે સાથે સાથે  લેખક શ્રી ની કલમને પણ જરૂરી બળ પૂરૂ પાળે છે…


સૌને વિચારતા કરી મૂકે તેવી આ અનુપમ સ્વાદ વાળી સેન્ડવિચ તમારી ટી પાર્ટીનો સ્વાદ ન બને તો જ નવાઈ એપ્પલ એન ગ્રીન ચીલી સેન્ડવિચ
એપ્પલ એન ગ્રીન ચીલી સેન્ડવિચ …

 

સામગ્રી :
ગ્રીન ચીલી બારીક સમારેલી (થાઇ ચીલી અથવા લવિંગિયા મરચા)
એપ્પલ છાલ કાઢી બારીક સમારેલા
પેપર જેક ચીઝ ૨ ચમચા
દહીંનો મસ્કો (પાણી વગરનું દહીં)
કાંદા ૧ કપ બારીક સમારેલા
બ્રેડ સ્લાઇઝ
મરી
મીઠું સ્વાદ અનુસાર
માર્ગરિન ૧ ચમચો

રીત:

૧) સૌ પ્રથમ બારીક સમારેલી બધી જ સામગ્રી મિક્સ કરવી
૨) પેપરજેક ચિઝને ખમણી દહીંના મસ્કામાં મિક્સ કરવી
૩) મરી અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું
૪) ટોસ્ટર ઓવનમાં થોડું માર્ગરિન નાખી થોડું ગરમ કરવું
૫) બે બ્રેડની સ્લાઇઝ વચ્ચે આ મિશ્રણ મૂકી તેને ગરમ ટોસ્ટરમાં શેકવા મૂકવા
૬) શેકાયા બાદ બહાર કાઢી મસાલા ચા સાથે પીરસવા


આ સેન્ડવિચમાં એપ્પલ અને ગ્રીન ચીલી તથા દહીંના મસ્કા સાથે ચીઝ નો અવનવો સુમેળ છે વળી ટી પાર્ટીમાં આ નવતર સ્વાદ કોઈને ન ભાવે કે  ન પસંદ આવે  તેવું બને જ નહીં.   વળી પુરણ ની તમામ વસ્તુઓ તમને નવો સ્વાદ અને સુગંધ તો આપે જ છે પણ ખાનારા તમને પૂછશે કે શું તમે પનીરની સેન્ડવિચ બનાવી છે?
ત્યારે તેમને  શું જવાબ આપવો તે તમારે વિચારવાનું છે. …….રસ પરિમલમાંથી
સાભાર : પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)
બ્લોગ લીંક:http://das.desais.net

‘મેનોપોઝ’ … ‘દાદીમાનું ડાયેટ કોર્નર ’ …

‘મેનોપોઝ’ … ‘ દાદીમાનું ડાયેટ કોર્નર ’ (ફોર  વુમન્સ ડે સ્પેશ્યલ)


સ્વાસ્થ્યની કાળજી રાખવી આજના ભાગદોડના સમયમાં અતિ મહત્વનું છે. આપણે રોજેરોજનું * જીવન ખોરાક પરના આયોજન અને નિયંત્રણ વિના જ પસાર કરતાં હોઈએ છે, જેને કારણે વણમાંગ્યા ને અણગમતાં રોગને આપણે કારણ વગર આમંત્રણ આપી દઈએ છીએ. સ્વાસ્થ્ય વિષેની ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઇ આજથી આપણે એક નવો વિભાગ અને નવી કેટેગરી શરૂ કરેલ છે. જેનું નામદાદીમાનું ડાયેટ કોર્નરછે. વિભાગનું સંચાલન, આહાર નિષ્ણાંત,ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA, M.Sc. (DFSM) Conti. ) દ્વારા કરવામાં આવશે
વિધીબેન મૂળ સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટ શહેરના વતની છે. તેઓએ રાજકોટની વોકહાર્ટ હોસ્પીટલમાં થોડા સમય માટે સિનિયર ડાયેટીશ્યન તેમજ આસિ. યોગા ટીચર તરીકે સેવા આપેલ છે. આ ઉપરાંત બે વર્ષ જેવો સમય સ્ટર્લિંગ હોસ્પીટલમાં પણ સેવા આપેલ છે. તેઓએ ક્રિશ્ના મેડિકલ કોલેજમાં ઈન્ટરશીપ કરેલ છે અને હાલ ગુજરાતના આણંદ શહેરમાં ‘ZYDUS HOSPITAL’ માં સિનીયર ડાયેટીશ્યન તરીકે સેવા આપે છે. તેઓ ૬ વર્ષથી વધુ સમયથી આ ક્ષેત્રમાં સેવા આપે છે. તેઓ સૌરાષ્ટ્ર મેડીકલ સેન્ટર, તેમજ ડાયાબિટીસ સોસાયટી ના માનદ કન્સલ્ટન્ટ તરીકે પણ નિમણુંક પામેલ છે અને ત્યાં તેઓની સેવા પૂરી પાડે છે..
દાદીમા ની પોટલીપર પોતાના લેખ દ્વારા જનઆરોગ્યની જાગૃતિના કાર્ય માટે તેમણે આપેલ સહમતિ બદલ અમો વિધિબેન દવેનાં અંતરપૂર્વકથી આભારી છીએ, અને તેમની સેવા ઉપલબ્ધ કરાવી આપવામાં માટે પૂર્વિબેન મલકાણ-મોદી (યુ એસ એ) ના પણ અમો અંતરપૂર્વકથી આભારી છીએ

 

૮ – માર્ચ વિશ્વભરમાં ‘વુમન્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે અને જે હજુ હમણાં જ પસાર થઇ ગયો. આજની ભાગ –દોડ વાળી જીવન શૈલીમાં સ્ત્રીઓ પણ કંઈ પાછળ નથી. ઘર સંભાળવા સાથે આર્થિક સમસ્યાને પણ સરળતાથી તેઓ એ સંભાળી લીધી છે. આજના આ સમયમાં સ્ત્રીઓમાં આવતી મોટામાં મોટી સમસ્યા “મેનોપોઝ” જે રોગ નથી પરંતુ જો તેના પર પુરતું ધ્યાન ન આપવામાં આવે તો તે અનેક રોગને સ્થાન આપે છે. જે વિશે આપણે થોડી ચર્ચા સાથે માર્ગદર્શન મેળવવા કોશિશ આજે કરીશું.
‘મેનેપોઝ’ શું છે ?
તેમાં આવતી મુશ્કેલી તેમજ ખોરાક ની શી કાળજી  લેવી ?  …
મોટી વયની સ્ત્રીઓમાં અત્યારનો મોટો પ્રશ્ન “મેનોપોઝ” નો છે. અને આ સમય કેવી રીતે સરળતાથી તેમજ સુરક્ષિત પસાર કરવો ? તે છે.


“મેનોપોઝ” એ ખાસ કરી કૂદરતી પ્રક્રિયાની ઘટના છે અને આ ઘટનામાંથી દરેક સ્ત્રીઓએ પસાર થવું પડે છે. આથી આ સમય દરમ્યાન માનસિક ચિંતા તેમજ તનાવ શરીર પર રહે છે. આ વસ્તુ સ્વાભવિક છે પરંતુ આજના આધુનિક યુગમાં આ ક્રિયા જાણવાની સૌની આતુરતા હોય છે જેનાથી લોકો સારા-ખરાબ પાસા સમજી શકે છે અને આ ગાળામાં શું કરવું તે પણ જાણી શકે છે.
“મેનોપોઝ” નો સમય અમુક અંશે તાસીર પર આધારિત હોય છે. માસિક જવાનો સમય ૪૦-૪૫ વર્ષનો હોય છે, જે હાલમાં ૩૫-૪૦ વર્ષનો થઇ ગયો છે. “મેનોપોઝ” એટલે સ્ત્રીનાં જીવનમાં માસિક ચક્રનું (રજસ્વલા) થવાનું બંધ થવું એમ ગણાય છે.
એક ખાસ વાત કે આ “મેનોપોઝ” થવાનું કારણ માત્ર સ્ત્રીનાં શરીરમાં અમુક ઉમર જ આવતું એક નૈસર્ગિક પરિવર્તન છે. આ પરથી એમ ગણી શકાઈ કે કુદરતે જે ભેટ /હક્ક માત્ર સ્ત્રીને જ આપેલ છે તે પ્રજોત્પતિનું કાર્ય કે સમય હવે પૂરો થાય છે.
મુખ્યત્વે સ્ત્રી શરીરનાં બન્ને હોર્મોન્સ જેમકે ઈસ્ટ્રોજન (estrogen) અને પ્રોજેસ્ટ્રોન (prostrogen) થી અંડકોષમાં વધઘટ થાય છે જે ઉંમરનાં કારણે ઘટે છે, જેને લીધે રજોનિવૃત્તિની ઘટનામાં પ્રવેશવું પડે છે જે કારણોથી આ પરિવર્તન જોવા મળે છે.
આથી મન અને સ્વસ્થ શરીરમાં તેની અસર વધારે ઓછી થાય છે તે સ્વભાવિક છે. પરંતુ તેમણે પ્રથમ જ ગંભીર ન ગણી લેવું જોઈએ. હા, જો આમાં યોગ્ય સારવાર કે આશ્વાસન ન મળે તો આ ગંભીર પરિણામ લાવી શકે છે. આ ગાળા દરમ્યાન સ્ત્રીઓને ઘર-પરિવાર, પતિ તેમજ બાળકોના સાથ-સહકારની ખૂબજ જરૂર રહે છે. જો પુરતો સાથ-સહકાર મળી શકે તો આ સમયગાળો સહેલાયથી પસાર થઇ જાય છે.
આજે વિજ્ઞાન/સાયન્સ ખૂબજ આગળ વધી ગયું છે, માટે આ સમસ્યાનો જુદી-જુદી રીતે ઉપચાર મળી રહે છે. વળી, આ સમસ્યા એવી નથી કે કોઈ સ્ત્રીને થાય કે કોઈ સ્ત્રીને ન થાય. આ ઘટનામાંથી બધી સ્ત્રીઓને પસાર તો થવું જ પડે છે.
આ સમય દરમ્યાન નીચે મુજબના કેટલાક લક્ષણો જોવા મળે છે. આ બધા જ લક્ષણો બધી જ સ્ત્રીઓમાં જોવા મળે તે જરૂરી નથી, આ બધું તાસીર પર આધારિત છે.

 

લક્ષણો :
કમરનો દુઃખાવો, શરીરના હાડકાનો દુઃખાવો જે કેલ્શ્યમની ખામીથી થાય છે. ડીપ્રેશન, માથાનો દુઃખાવો, ઠંડી-ગરમી લાગ્યા કરવી, છાતીના ધબકારા વધે, આયર્ન (લોહતત્વની) ખામીથી શરીર ફિક્કુ પડે, બીજી નાની-મોટી ચામડી તેમજ કોષોની તકલીફ જે ઓછા વિટામિન્સ અને પ્રોટીનની ખામીથી થાય છે, ખોરાકની અરૂચી તેમજ નબળાઈ લાગવી, ગુપ્તાંગમાં ચળ આવે અને ભીનાશ ઘટે.
કેટલાક કેસમાં “મેનોપોઝ” માં રજોદર્શન લાંબો સમય ચાલુ રહી શકે છે જેથી તે સમય નબળાઈ લાગે છે. શરીરમાંથી લોહી ઓછું થવાથી શરીર ફિક્કુ પડે છે. આ પ્રકારનાં કેસમાં હોર્મોન રિપ્લેસમેન્ટ સારવાર માટે વિટામીન “સી” , વિટામીન “કે” તેમજ પ્રોટીન અનુરૂપ ખોરાક તેમજ દવા શરૂ કરવી જોઈએ. યોગ્ય સલાહ અને જાણકારી માટે ડાયેટીશ્યન કે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. શરીરમાંથી ઈસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવાથી હાડકામાં કેલ્શિયમ ઓછું થાય છે તેથી હાડકા બર્ડ બંને છે અને ફ્રેક્ચર થવાની સંભાવના રહે છે.
ઉપર મુજબના કેસમાં “મેનોપોઝ” માં એકાદ વર્ષ ઉપર સારવારની જરૂર પડે છે. પરંતુ આજની જે ખોરાક શ્રેણી ડાયેટીશ્યનની સલાહથી બનેલી હોય છે તેનાથી ક્રમે ક્રમે રાહત થતી જાય છે.
મારા મંતવ્ય મુજબ નીચેના ન્યુટ્રીશ્યન્ટ્સ (વિટામીન, પ્રોટીન, આયર્ન, કેલ્શ્યમ વગેરે) રોજિંદા આહારમાં લેવા જોઈએ.
 શરીરમાં લોહીના ટકાનું પ્રમાણ જાળવી રાખવા માટે આયર્નથી ભરપુર ખોરાક લેવો જોઈએ. જેમકે સવારના નાસ્તમાં ખજૂર અથવા ખજૂર શેઈક લેવો જોઈએ. તેમજ દિવસમાં એકવાર મુઠી જેટલા શેકેલા મગફળીના દાણા ગોળ સાથે લેવા જોઈએ. લીલા શાકભાજી, સંતરા, નિત, ગાજર, પાલક, વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. ઓસળીયાના બી ની ફાકી બનાવીને લેવી જોઈએ.
 જ્યારે વિટામીન ‘સી’ માટે ખાતા ફળોનો ઉપયોગ કરવો જેમકે સંતરા, મોસંબી, લીંબુ, સ્ટ્રોબરી વગેરે…
 વિટામીન ‘કે’ માટે લીલા પાનવાળા શાકભાજી ..ખાસ કરીને કોબીચ, કોબીફ્લાવાર, પાલક લેવા તેમજ અનાજનો ઉપયોગ વધુ કરવો. રાંધણમાં વેજિટેબલ ઓઈલ જેમકે સોયા, કોર્ન, ઓલિવ, સનફ્લાવર નો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત દૂધ અને દૂધની બનાવટ, નો ખોરાકમાં ઉપયોગ કરવાથી વિટામીન ‘કે’ મળી રહે છે. ( માસાંહારી લોકો ઈંડા તેમજ લીવરનો ઉપયોગ કરી શકે છે)
 કેલ્શ્યમ માટે દૂધ, દૂધની બનાવટ, નાગરવેલના પાન, કેલા વગેરે લેવા જોઈએ…
 પ્રોટીન માટે કઠોળ. ખાસ કરીને સોયાબીન, રાજમાં, ચણા વધુ લેવા તે ઉપરાંત સુકામેવા પણ લઇ શકાય જે ભરપુર પ્રોટીન આપે છે. (માંસાહારી લોકો … માછલી, મીટ, લીવર, મરઘીના ઈંડા નો ઉપયોગ કરી શકે છે.) આજકાલ પ્રોટીન માટે બજારમાં સારા એવા સપ્લીમેન્ટ (પૂરક વસ્તુઓ) ઉપલબ્ધ છે જે ડાયેટીશ્યનની સલાહ મુજબ લેવા જોઈએ.
પ્રોટીનમાં ખાસ એવા સોયાબીન આ સમય ગાળામાં સારો ભાગ ભજવે છે. સોયાબીનમાં રહેલું તત્વ જે ફીટો કેમિકલ્સ કે’વાય જે સ્ત્રી શરીરમાં રહેલા ઈસ્ટ્રોજનને સમતોલ બનાવવાનું કામ કરે છે. ઈસ્ટ્રોજન શરીરમાં ઘટી જવાને કારણે સ્ત્રીઓને કેન્સર થવાની શક્યતા રહે છે. જે સોયાબીનના સેવનથી અમુક અંશે તે સંભાવના ઘટે છે માટે આ ગાળા દરમ્યાન સોયાબીનનું સેવન કરવું જોઈએ.

 

“મેનેપોઝ” દરમ્યાન ખોરાક …


“મેનોપોઝ” દરમ્યાન નીચે મુજબ ખોરાક લેવાનું આયોજન કરવું જોઈએ …

 

સવારે : ૧-ગ્લાસ હુફાળુ પાણી + ૧/૨ લીંબુ + ૨-ચમચી મધ + ૧/૨ ચમચી મેથી લેવી ( મેથી રાત્રે સાદા પાણીમાં પલાળવી અને સવારે પાણી કાઢી નાખવું. મેથી હુફાળા પાણી સાથે ગળી જવી.)
નાસ્તો: ૧-ગ્લાસ દૂધ મધ સાથે / ચા/ કોફી + અનાજનો નાસ્તો કરવો (પૌવા, થેપલા, પરાઠા (ઓછા તેલમાં, મુઠીયા, રવાની વાનગી, ભાખરી, કોર્નફલેકસ, ઓટસ વગેરે) + ૧- કેળું.
સવારે- ૧૦:૦૦ : ખજૂરની ૩ થી ૪ પેસી / ખજૂર શેઈક ૧૫૦ મી.લી. (લગભગ ૧-ગ્લાસ)
બપોરનું ભોજન : ૨-ગ્લાસ છાશ, ૧-પ્લેટ સલાડ, ૧-વાટકો (કટોરી) ઘાટી દાળ / કઠોળ, ૧- વાટકી (કટોરી) લીલા શાકભાજી, ૨ થી ૩ રોટલી બંને તો બાજરાની લસણ નાખેલ રોટલી લેવી, ૧-વાટકી (કટોરી) ભાત લઇ શકાઈ તેમજ ૧/૨ – પાપડ અને ૧/૨ ચમચી અથાણું.
સાંજે : ૧ – ગ્લાસ લીંબુ પાણી મધ નાખેલ + કઠોળ નો નાસ્તો. (બાફેલા કે ફણગાવેલા)
સાંજે -૬:૦૦ : ૧-મુઠી શેકેલા મગફળીના દાણા ગોળ સાથે લેવા.
રાતનું ભોજન : બપોર મુજબનું ભોજન / હળવો ખોરાક લેવો. સાથે ૧- વાટકો દહીં ખાવું.
સુતા પહેલા : ૧-ગ્લાસ હળદર વાળુ હુફાળુ દૂધ પીવું.
સુજાવ: બને ત્યાં સુધી વધારે મસાલાવાળું, તીખું, તળેલું ભોજન ના લેવું.
નોંધ: આ પ્લાન નોર્મલ સ્ત્રીઓ માટે છે, વ્યક્તિ દીઠ પ્લાન બદલે છે. ડાયેટીશ્યનની સલાહ મુજબ પ્લાન અનુસરવો જોઈએ.
બ્લોગ લીંક : http://das.desais.net
આજથી શરૂ થતા ‘દાદીમા નું ડાયેટ કોર્નર’ વિભાગ અને તેની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શન અને પ્રેરકબળ પૂરું પાળે છે. સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા હોય તો પણ જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા [email protected] પર લખીને જણાવશો.. જેના જવાબ વિધીબેન દવે દ્વારા મેળવી અમો તમને તમારા મેઈલ આઈડી પર ડાયરેક્ટ આપવાની કોશિશ કરીશું.
આભાર !
‘દાદીમા ની પોટલી’ …

સંબંધ …

સંબંધ …


એક જ કામ સંબંધમાં કીધું,  લીધું એથી બમણું દીધું.

શૈલ પાલનપુરી

 


સંબંધો બહુ અટપટી ચીજ છે.  સંબંધો વગરનો સમાજ  શક્ય  નથી.  સંબંધો વગર સંસ્કૃતિ શક્ય નથી.
આપણે બહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ.
સંબંધો જ માણસને સાથે જોડી અને જકડી રાખે છે.
દરેક સંબંધો જુદા જુદા હોય છે.
કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે.
દરેક સંબંધની એક સીમા હોય છે.
દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને ક્યાં સુધી આવવા દેવો તે આપણે  નક્કી કરી રાખ્યું હોય છે.
આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યક્ત થાય છે.
આપણા વર્તનમાં જ આપણા સંસ્કારો અને સંસ્કૃતિ છતાં થાય છે.
તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ
તમારા સારા-નરસા કે લાયક-નાલાયક ની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ
પછી માણસની ઓળખ બની જાય છે.
સંબંધો માણસની જરૂરીયાત છે.
સંબંધો બંધાતા રહે છે.  સંબંધો તૂટતા પણ રહે છે.  સબંધો દૂર પણ જતાં રહે છે. સંબંધો સરળ નથી.
સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂરત પડે છે.
કેટલા સંબંધો કાયમી ટકે છે ?
સંબંધો કેવા રહે છે તે બે વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે.
સાથેસાથ એ વાત પણ સનાતન સત્ય
છે કે એક વ્યક્તિના સંબંધ બીજી વ્યક્તિ પર સીધી અસર કરે છે. સંબંધોની
સાર્થકતા એ જ આજની મોટી જરૂરીયાત છે.
માણસ સંબંધો ગુમાવતો જાય છે.  માણસ એકલો પડતો જાય છે.
ખુશીમાં સાથે હશે અને ઉદાસીમાં પીઠ પસવારે તેવા લોકો ઘટતા જાય છે.
મારું કોણ ?  એવા પ્રશ્નોના જવાબ મેળવવા જ્યારે વિચાર કરવો પડે,
ત્યારે સમજાતું હોય છે કે કેટલું બધું ખૂટે છે.
ખટપટ, કાવાદાવા, અને ટાંટિયાંખેંચ એ આજના સમયનું સૌથી મોટું દુષણ છે.
દોષનો ટોપલો ઢોળવા માણસ માથાં શોધતો ફરે છે અને પછી કોઈનો ભરોસો
કરવા જેવો નથી તેવા નિસાસા નાખીએ છીએ.
સંબંધો બહુ નાજુક છે.
સંબંધો પારા જેવા છે, ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે.
છતાં માણસનું  ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું
વર્તન કરે છે.
તમે કેવી રીતે મળો છો તેના કરતાં કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ
તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે.
સંબંધોમાં હળવાશ હોવી જોઈએ.  સંબંધો આરપાર જોઈ શકાય તેવા હોવા જોઈએ.
ડબલ સ્ટાન્ડર્ડ કે ડબલ પર્સનાલિટીમાં જીવતો માણસ પોતાને છેતરતો હોય છે.
સંબંધો ને નેવે મૂકીને ક્યારેય સુખ મળી
શકે નહીં.
ઘણા લોકો સંબંધો જાળવવા માટે મેહનત કરતા હોય છે.  કેટલાક લોકો
સંબંધો માટે પેતરાં પણ કરતા હોય છે. સાચા સંબંધ મેઇન્ટેઈન કરવા મેહનત
કરવી પડતી નથી.
સાચો સંબંધ ઝરણા જેવો છે.  એ વહેતો રહે છે અને ટાઢક આપતો રહે છે.

 

સાભાર: શૈલ પાલનપુરી …
નોંધ: આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપણા અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને આવકાર્ય રહેશે.
સાભાર : શૈલ પાલનપુરી
સૌજન્ય: લેખ પ્રાપ્તિ : કનૈયાભાઈ પરિખ  …( આ કૃતિ મિત્ર દ્વારા મેઈલમાં આવેલ છે, જે અહીં શેર કરેલ છે)
બ્લોગ લીંક: http://das.desais.net

નૂરજહાં …

નૂરજહાં  …


રજનીકુમાર પંડ્યા આપણી ગુજરાતી ભાષાના શ્રેઠ સાહિત્યકારોમાંના એક છે. જેમનું સર્જન હંમેશા વાસ્તવલક્ષી, સર્જનાત્મક છતાં સત્યનિષ્ઠ અને જીવનનાં ઉચ્ચ મૂલ્યોને પ્રસ્થાપિત કરતું રહ્યું છે. સત્ય ઘટનામૂલક સર્જનો અને લેખન એ એમની વિશેષતા રહી છે.  આથી જ તેમનાં પુસ્તકોની હંમેશા જબરજસ્ત માંગ રહી છે.
તેમનાં યાશોદાયી સર્જન પૈકી એક સર્જન ‘આપકી પરછાઈયાં’ નું  એક પાત્ર ‘નૂરજહાં’ … ‘ ની જીવન ઝરમર ‘દાદીમા ની પોટલી’  પર મૂકવા માટે સહમતી આપવા બદલ લેખક શ્રી રજનીકુમાર પંડ્યા ના અમો  અંતરપૂર્વકથી આભારી છીએ  …  
‘દાદીમા ની પોટલી’ પર આજથી શરૂ થતી નવી કેટેગરી   ‘ગીતગુંજન’ આપ સર્વેને જરૂર પસંદ આવશે, જેમાં અમો સદાબહાર જૂની ફિલ્મના  (૧૯૬૦ -૧૯૭૦ પહેલાના ) ગીતો તેમજ  સદા બહાર  કલાકાર ની જીવન ઝરમર  આપવા કોશિશ કરીશું. તમારી પસંદગીના ગીતો ની ફરમાઈશ કોમેન્ટ્સ બોક્ષ પર જરૂરથી મૂકી શકો છો જે પૂરી કરવા અમો જરૂરથી શક્ય કોશિશ કરીશું.  બસ, હવે એક જ અનુરોધ કે તમારા અમૂલ્ય અભિપ્રાય પોસ્ટ અંગે તેમજ કેટેગરી અંગેના કોમેન્ટ્સ બોક્ષમાં આપશો કે આમારો આ નાનકડો નમ્ર પ્રયાસ પસંદ આવ્યો કે નહિ ? ઉપરોક્ત વિભાગ શરૂ કરવામાં મુખ્યત્વે પૂર્વી મલકાણ – મોદી, લેખક શ્રી રજનીકુમાર  પંડ્યા,  લેખક શ્રી અશોક દવે,  શ્રી હેંમત જાની, શ્રી કરીટ મેહતા તેમજ અન્ય નામી અનામી મિત્રોના  સહકાર સાથે માર્ગદર્શન અમોને મળી રહ્યા છે. જેમનો અત્રે અમો અંતરપૂર્વકથી આભાર માનીએ છીએ. …
(હિંદી ફિલ્મસંગીતના સુવર્ણયુગના ગાયક-ગાયિકાઓમાં જેમનું નામ પ્રથમ પંક્તિમાં મૂકવું પડે તેવાં એક બેનમૂનઅભિનેત્રી-ગાયિકા હતાં નૂરજહાં. દેશના વિભાજન પછી એ પાકિસ્તાન ચાલ્યાં ગયાં અને ત્યાં પણ ખાસ્સી ખ્યાતિ અર્જિત કરી. તેમના વિષેની અનેક વિવાદાસ્પદ વાતો છતાં એક ઉત્કૃષ્ટ કલાકાર તરીકેના તેમના પ્રત્યેના આદરમાં લેશમાત્ર ઓછપ લાવ્યા સિવાય અહિં એક એવી સૂચક સત્ય ઘટના લખી રહ્યો છું કે જેમાં એ બતાવવાનો ઉદ્દેશ છે કે તેમના કલાકાર તરીકેના અશોભિતા નાઝ-નખરાને એક ગુજરાતી ફિલ્મ નિર્માતા, સનરાઇઝ પિક્ચર્સના અધિષ્ઠાતા વી.એમ.વ્યાસ શી રીતે નાથી શક્યા.)
નહીં જી, વ્યાસ સાહેબ, મૈં આજ શૂટીંગ પે નહીં આ સકતી’ એમ કહીને નૂરજહાંએ આળસ મરડી અને સનરાઈઝ પિક્ચર્સના માલિક વી.એમ. વ્યાસ સામે શરારતી સ્મિત કર્યું. કર્યું નહી પણ ’ફેંક્યું’ એમ કહીએ તો પણ ચાલે. કારણકે વી.એમ.વ્યાસ અહીં એની અદાઓ જોવા અને સ્મિત ઝીલવા નહોતા આવ્યા. મોટર લઈને એને તેડવા આવ્યા હતા. સ્ટુડિયોમાં જબરજસ્ત સેટ લગાવીને બેઠા હતા. મીટર ચડતું હતું. સવારની બપોર અને બપોરની સાંજ થવા આવી હતી, ટેલિફોન પર ટેલિફોન કર્યા, પણ હિરોઈન નૂરજહાંનો અને એના ખાવિંદ ડાયરેક્ટર શૌકતહુસેનનો પત્તો નહોતો.
મેડમ,’ વ્યાસ આજીજીપૂર્વક બોલ્યા : ’બસ અબ દો તીન દિન કી તો બાત હૈ – ફિર પિક્ચર પૂરી હો જાયેગી. મહેરબાની કરકે આ જાઈએ ના? આપ લોગોં કો બસ અભી તીન-ચાર ઘંટેમેં હી ફારીગ કિયે દેતે હૈ. જ્યાદા કામ નહિં હૈ’
આવડા લાંબા વાક્યનો કંઈક જવાબ તો હોય જ. હકારમાં જ હશે ને? વી.એમ. વ્યાસ જરા દયામણી નજરે એ હકારને ઝીલવા બે પળ એમ ને એમ બેઠા રહ્યા. પણ નૂરજહાં એમની સામે બોલતી નજરે, બોલ્યા વગર, કંઈક બોલવા માગતી હોય એમ બેઠી રહી. નજર ટગર ટગર, જામેલા ઉનાળા જેવી.
ક્યા તકલીફ હૈ આપકો?’ બોલતી વખતે વી.એમ. વ્યાસને કોઈ પોતાના ખિસ્સામાં હાથ નાખતું હોય એવી લાગણી થતી હતી. છતાં ફરી પૂછ્યું : ‘આખીર બાત ક્યા હૈ?’
કુછ નહીં.’ નૂરજહાં ગાતી હતી એવા જ મીઠા અવાજે બોલી : ‘બાત ક્યા હોગી? તબિયત ઠીક નહીં.’
સામે માખણ ચોપડેલી અર્ધી ખાધેલી બ્રેડ, અર્ધીએંઠી આમલેટ, કોફીનો કપ, ચહેરા ઉપરની રમતિયાળ તાજગી, લાલમલાલ પગે ઠેલાતો સોફા-હીંચકો તો પછી ’તબિયત ઠીક નહીં’ એટલે શું ? વ્યાસના મગજમાં ઝાંઝ ચડી ગઈ.
એટલામાં જ શૌકતહુસેન પણ ઉપરથી નીચે આવ્યા. પગે ચમચમતી મોજડી અને હાથમાં પાંચસો પંચાવન સિગારેટનો ડબ્બો. વી.એમ.વ્યાસને જોઈને ચહેરા ઉપર કેટલી બધી ખુશી દોડી આવી ! ‘અરે વ્યાસજી, આપ ? મૈં તો આપકે સેટ પર આ હી રહા થા.’
લેકિન નૂરજહાંજી નહીં આ રહીં.’ વ્યાસસાહેબ બોલ્યા અને નિશ્વાસ નાખ્યો.
ખૂબ જ તમીઝદાર લહેકાથી શૌકતહુસેને ‘હાં….આ….આ.’ કહ્યું, ને પછી પિકદાનીમાં પિચકારી મારીને બોલ્યા : ‘સુબ્હાસે ઈનકી તબિયત કુછ ઠીક નહી ચલ રહી.’ પછી એ નૂરજહાં તરફ મોં કરીને અને વ્યાસ તરફ પીઠ કરીને બોલ્યા: ‘અબ ઠીક હો તો ચલી આઓ ના ડાર્લિંગ ! વ્યાસજી કાં ક્યૂં નુકસાન કરવાતી હો ?’
નુકસાન તો વ્યાસજી હમારા કરવાતે હૈં.’ નૂરજહાં એકદમ સ્વસ્થ થઈને શૌકતહુસેને સૂચવેલી માનસિક સીડી ચડી ગઈ. ‘દેખીયેના, ઈનકી પિક્ચર કે લીયે હમને દૂસરી પિક્ચરેં છોડ દીં. ઔર વો હૈ કિ અપની શેડ્યુલ બઢાતે હી જાતે હૈં.’
અરે તો ક્યા હુઆ…’ શૌકતે નૂરજહાંને કરેલો નાનકડો ઈશારો વી.એમ. વ્યાસે શૌકતની પીઠની આરપાર પણ જોઈ લીધો : ‘વ્યાસજી સનરાઈઝ પિક્ચરવાલે હૈં, કોઈ લલ્લુપંજુ થોડે હી હૈં ? તુમ્હારા નુકસાન કુછ ભી હુઆ તો વો પૂરા કર દેંગે, ક્યૂં વ્યાસજી ? ’ એણે વ્યાસજી તરફ મોં ફેરવીને કહ્યું : ‘ઠીક હૈ ના ? મૈં ઠીક કહેતા હું ના?’
વી.એમ.વ્યાસના મનમાં ચાર-પાંચ ગુજરાતી ગાળો આવી ગઈ, જે એમની આંખમાં અને ચહેરા ઉપર પ્રસરી ગઈ. પણ તરત જ એમને સેટ સાંભર્યો. ફાઈનાન્સર અને એનું વ્યાજ સાંભર્યું. કાંઠે આવેલું વહાણ સાંભર્યું. અને એમના ચહેરા ઉપર પ્રથમ છોભીલાપણું અને પછી મુત્સદ્દીગીરી ભરેલું હાસ્ય છવાઈ ગયું : ‘જી, બિલકુલ ઠીક કહા આપને-કિતના નુકસાન હુઆ આપકા ? કિતના ચાહીએ આપકો ?’
જેમાં રણકાર હોય એવી ‘દવા’ ભારે ગુણ કરે છે. ’નૂરજહાંકી તબિયત’ બે મિનિટમાં ઠીક થઈ ગઈ. ‘અરેરે… હમને આપકો ખામખા પરેશાન કિયા’ બોલતાં બોલતાં તરત તૈયાર થવા અંદરને ઓરડે ગઇ. ફટાફટ આવી અને મોટરમાં બેઠી. શૌકતહુસેન પણ ‘આજકાલ ગરમી ભી જોરોં કી પડતી હૈ.’ બોલતા બોલતા એની બાજુમાં બિરાજ્યા. પણ વી.એમ.વ્યાસ માત્ર એટલું જ બોલ્યા : ‘લોગ કહતે હૈં અભી ઔર ભી કહેર કી ગરમી પડેગી. આપ જરા દેખિયે તો સહી….’
બે-ત્રણ દિવસના શૂંટિગમાં પિક્ચર પૂરું થઈ ગયું.
એ પછી બીજે જ દિવસે વી.એમ.વ્યાસ મુંબઈના એક મશહૂર છેલશંકર વકીલની ઓફિસમાં હતા. એમની વચ્ચેની વાતચીતના થોડાક અંશો :
કોઈ પણ રીતે મારે એ બન્નેને પાઠ ભણાવવો છે. સીધાં કરવાં છે, કારણકે એક વાર ઠરાવેલી રકમ કરતાં દોઢ ગણી-બમણી રકમ એ બન્નેએ મારી પાસેથી છેલ્લી ઘડીએ મારું નાક દબાવીને પડાવી છે. બ્રાહ્મણનો દીકરો છું. શંકર ભગવાનના સોગંદ. એ વખતે જીભ અને જાત પર માંડ કાબૂ રાખીને બોલ્યો નહીં. પણ હવે મારે એમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવું છે. ભલે એને માટે મારા ખિસ્સાની છેલ્લામાં છેલ્લી પાઈ ખરચાઈ જાય. એ બન્નેનું સતરાબધ કાઢી નાખવું છે. ’
સતરાબધ કાઢી નાખવું એટલે શું ?’ છેલશંકર વ્યાસ વકીલે હસીને પૂછ્યું.
વી.એમ.વ્યાસને શબ્દકોશ થવું ફાવ્યું નહીં. બોલ્યા : ‘હું કરવા માંગું છું તે. મારે એમને એક વાર પોલીસ ચોકી અને કસ્ટડી દેખાડી દેવી છે.’
વકીલ સજ્જન હતા. એમનું કામ કોઈને આરોપમાંથી છોડાવવાનું હતું, સપડાવવાનું નહીં. પણ વી.એમ. વ્યાસની પીડા એમને પણ સ્પર્શી ગઈ. એમના મગજમાં પડેલા ચાણક્યના નીતિશાસ્ત્રનાં પુસ્તકો અને કાયદાનાં પુસ્તકો એક જ પૂંઠામાં બંધાઈ ગયાં. એમણે પૂછ્યું :’શૌકતહુસેન તમારા પિક્ચરના ડાયરેક્ટર હતા. તમે એમને ક્યારેક આઉટડોર શૂટિંગ માટે મોકલતા ખરા ?’
અનેક વાર.’
શૂટિંગ માટેની પ્રોપર્ટી એમને સોંપતા ખરા ?’
અનેક વાર.’
તો પછી…’
તો પછી’….ના પાલનમાં વી.એમ. વ્યાસે પોલીસમાં ફરિયાદ કરી. ‘મારો શૂટિંગનો સામાન શૌકતહુસેન અને નૂરજહાં ઘેર ઉઠાવી ગયાં છે. મુદ્દામાલ એમને ત્યાં હાજર છે. ઝડતી કરો-કબજે કરો…પકડો…’
બ્રિટિશ સરકારની 1943-44 ની સાલની પોલી પોલીસ પાસે એ કામ કરાવવું મુશ્કેલ નહોતું. માખણ ચોપડેલી અર્ધી બ્રેડ, એંઠી આમલેટ, કોફીના કપ, ચહેરા ઉપરની રમતિયાળ તાજગી, શૌકત અને નૂરજહાં બન્નેના પગે ઠેલાતો સોફાવાળો હીંચકો…એવી જ બીજા એક શનિવારની મોડી સાંજે ફરી વાર વી.એમ. વ્યાસ એમણે ત્યાં આવી ચડ્યા – નહીં, ‘ચડી આવ્યા’ કારણકે સાથે વજનદાર બૂટવાળા માણસો સાથે હતા. ધડબટાટી થઇ ગઇ-થોડો વિરોધ,થોડી દલિલો અને પછી વી.એમ.વ્યાસ એ ઘરમાં રહેલી એક એક ચીજને સનરાઈઝ પિક્ટર્સની માલિકીની ગણાવવા લાગ્યા. આ સોફા, પલંગ, ટેબલ, ખુરશી, કબાટ, ટિપાઈ, બધું જ સનરાઈઝનું છે. બેચાર ચીજ સિવાય બધું જ જપ્ત કરો. ’ અને ખરેખર પોલી પોલિસ કામે લાગી ગઈ. બહાર ઊભેલો ખટારો ભરાવા માંડ્યો. ફિલ્મના વીંખાતા જતા સેટ જેવું ઘર થઈ ગયું. એક બટકબોલો કોસ્ટેંબલ ખૂણામાં પડેલી શૌકતની અને નૂરજહાંની મોજડીઓ જોઈ ને બોલ્યો: આ? આ કોની છે ? જો સનરાઈઝની હોય તો નાખો એને પણ ખટારામાં…. ’
નૂરજહાં અને શૌકત દયામણી નજરે વ્યાસજી સામે તાકી રહ્યાં. ચહેરાનો રંગ ઊડી ગયો. ભીખ માગતાં હોય એમ બોલ્યાં : ‘યે તો હમારી હૈ ભાઈસાહેબ.’ વ્યાસજી દાન કરતા હોય એમ બોલ્યા : ’ઠીક હૈ, રહને દો.’
પગપાળા ચાલતાં એ બન્નેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યાં. પંચનામાં થયાં. નિવેદનો લેવાયાં. સામેની જાડા સળિયાવાળી લોક-અપ બતાવવામાં આવી; પણ અહીં ફરી વ્યાસજીને દયા આવી ગઈ. એમણે જ કોઈ ઓળખીતાને ખાનગીમાં ટેલિફોન કર્યો. જામીન થવા માટે એ આવે ત્યાં સુધી પોલીસ-ચોકીમાં બન્નેને ચા પાઈ.
શનિવારની રાત પડી ગઈ હતી. જામીન મંજૂર કરાવવા માટે મેજિસ્ટ્રેટને શોધવા માટે થોડું ભટકવું પડ્યું. નૂરજહાં અને શૌકતે એ રઝળપાટ નિમિત્તે સારું એવું મુંબઈ-દર્શન કર્યું. વી.એમ.વ્યાસ એમની સાથે જ હતા. સ્ટુડિયો પાસેથી પસાર થતાં એમનાથી સહસા જ બોલાઈ ગયું : ‘બડે કહેરકી ગરમી પડતી હૈ, નહીં શૌકતસાહેબ ?’ શૌકતસાહેબને બાજુ પર થૂકવાનું મન થયું, પણ મોંમાં પાન સુકાઈ ગયું હતું, એટલે પિચકારી મારવાની મજા નહોતી આવતી.
બધું પતી ગયા પછી વી.એમ. વ્યાસ ફરી વકીલને મળ્યા. વકીલે ફરી એમની ગરમીને માપી જોઈ. થોડો ઉકળાટ તો હજીય હતો જ. ફરીથી એમણે ચાણક્યની આચારસંહિતા અને કાયદાનાં પુસ્તકોને એક પૂંઠામાં બાંધી દીધાં અને કહ્યું : ‘હવે એમ કરો કે….’
એમ કરો’ ના જવાબમાં કંઈક એવું ખાનગીમાં બન્યું કે કોર્ટના મુદ્દામાલના ઓરડામાં આવેલ નૂરજહાં-શૌકતહુસેનના સામાનની એક એક ચીજ પર સનરાઈઝ પિક્ચર્સના સિક્કા લાગી ગયા. એમાં મોજડીઓ નહોતી, નહીં તો એના ઉપર પણ સનરાઈઝ પિક્ચર્સનો થપ્પો લાગી જાત.
કોઈએ નૂરજહાંને કહ્યું કે વકીલના ક્લાર્ક રસિકલાલે આ બધી કાર્રવાઈમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. નૂરજહાંએ એને એક વાર કોર્ટમાં જોયો ને આંચકો ખાઈ ગઈ :
આ જુવાનિયો ક્લાર્ક ! એની આ હિંમત ?’
વી.એમ. વ્યાસ તો હવે સળગતા સૂર્ય જેવા થઈ ગયા હતા. એમની સામે આંખ તો માંડી શકાય એમ હતું જ નહીં. વકીલની આસપાસ કાયદાનો કિલ્લો હતો, પણ આ ક્લાર્કને જો ઝપટમાં લઈ શકાય તો!
એક દિવસ વકીલની કાર આગળ એ યુવાન ક્લાર્ક મદદનીશ રસિકલાલ ઊભો હતો. નૂરજહાં ત્યાંથી પહેલાં તો પસાર થઈ અને થોડે આગળ જઈ સહસા જ પાછી વળી : ‘અબે કૌન હૈ તૂ ?’ અને પછી ચીસ જેવા અવાજે સૌને સંભળાય તેમ બોલી : ‘હમકો આંખ મારતા હૈં ? મવાલીગીરી કરતા હૈ ?’
રસિકલાલ ચોંકી ગયા અને પછી સ્તબ્ધ બની ગયા. પણ પછી તરત જ નૂરજહાંની આખી ચાલ એમની સમજમાં આવી ગઈ. નૂરજહાંના હોઠેથી મીઠાં ગીતો એણે અનેકવાર સાંભળ્યા હતાં. આજે પહેલી જ વાર ગાળો પણ સાંભળી. પળભરમાં બિલખાના એ કાઠિયાવાડી યુવાનનો ગુસ્સો બળબળતી બપોર જેવો થઈ ગયો. એ આગળ વધ્યો અને ગાળો આપ્યે જતી નૂરજહાંને એણે ડાબા હાથનો એક જોરદાર તમાચો ઝીંકી દીધો : ‘મુઝકો ખામખાં ગાલિયાં દેતી હૈ ? જબાન સંભાલ, નહીં તો એક ઔર…. ’
એકાએક સામેની બીજી મોટરમાંથી નૂરજહાંને પ્રથમ છેલશંકર વકીલ ઊતરતા દેખાયા, પછી ત્રીજા નેત્રવાળા વી.એમ.વ્યાસ પણ દેખાયા. શૌકતહુસેન ક્યાંક પાન ખાવા રોકાયા હશે, તે એક મિનિટ પછી કળાયા.
અરે અરે….ક્યાં કરતી હો ડાર્લિંગ ?’ એમણે નૂરજહાંનો હાથ પકડીને પાનગ્રસ્ત અવાજે ધીરેથી કહ્યું ‘કિસકો ડાંટતી હો? વો તો વી એમ વ્યાસ કે વકીલ વ્યાસસાહબ કા ક્લાર્ક હૈ ઔર ઇસકા નામ ભી વ્યાસ હી હૈ. જરા સમજો તો સહી.યે તીનોં વ્યાસ મિલકે સત્યાનાસ કર સકતે હૈં. અબ દૂસરા કેઈસ ભી કરવાઓગી ક્યા ?’
છેલ્લા વાક્યે નૂરજહાંની આંખમાંથી ઉનાળો પૂરો થઈ ગયો. ચોમાસું બેસી ગયું!

(નોંધ-આ વાત લેખકને (રજનીકુમાર પંડ્યાને ) ખુદ રસિકલાલ વ્યાસે કરી હતી અને એને મુંબઇમાં પ્રિન્સેસ સ્ટ્રીટ નજીક જાંબુલવાડીમાં રહેતા વકીલ-પત્રકાર છેલશંકર વ્યાસે સમર્થન આપ્યું હતું. તેમણે તેમને આ કેસના કાગળો પણ બતાવ્યા હતા. તેઓ રજનીકુમાર ના પિતાના નાનેરા મિત્ર હતા. એક જમાનામાં ‘મુંબઇ સમાચાર’ની તેમની નિર્ભિક કટાર “ઉઘાડે છોગે” અત્યંત લોકપ્રિય થઇ હતી જે આગળ જતાં શ્રી જેહાન દારુવાલાએ સંભાળી હતી.એ પછી નૂરજહાંએ તેનો બદલો લેવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તે સફળ થયાં કે નહિં તેની રસપ્રદ વાત હવે પછી. અલબત્ત, અત્યારે આ પાત્રોમાંથી કોઇ હયાત નથી.)
ચાલો તો,નૂરજહાં ના સૂરીલા કંઠે ગયેલા  બે ગીત પણ માણીએ …
(૧) નૂરજહાં ના સૂરીલા કંઠે .. ફિલ્મ ‘અનમોલ ઘડી ‘..(૧૯૪૬) નું એક યાદગાર ગીત .. ‘અવાજ દે કહાઁ હૈ’ ..
(પાકિસ્તાનથી ૩૧ વર્ષ બાદ પરત ફરેલ ત્યારે બી બી સી -લંડનના લાઈવ પ્રોગામમાં (૧૯૮૧) દિલીપકુમાર – શબાના આઝમી વગેરેની  ઉપસ્થિતિમાં તેમણે ગાયેલ ગીત ) નૂરજહાં ૨૩ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ જન્નતનશીન થયા. તેઓ ગયા, પણ આસમંતમાં હજી તેમના શબ્દો સંભળાય છે, ‘આવાઝ દે કહાં હૈ…’

.

(૨) જવાં હૈ મોહબ્બત, હસીન હે જમાના … (ફિલ્મ અનમોલ ઘડી – ૧૯૪૬)

.

.

સાભાર લેખક : શ્રી રજનીકુમાર પંડ્યા … (અમદાવાદ)
લેખક વિશે બે શબ્દ :
જૂના ફિલમ સંગીત અને તેના કલાકારોને જાતે મળીને તેમના જીવનની અંતરંગ વાતો આલેખતું તેમનું  એક મોટું પુસ્તક ગુજરાતીમા “આપકી પરછાઇયા” છે. તેનુ હિંદી તેમ જ અંગ્રેજીમાં સંસ્કરણ પણ થયું છે, “કુમાર” માં ૧૯૩૧  થી ૧૯૪૧ સુધીના હિંદી ફિલ્મોના ઇતિહાસને ૮૦ પ્રકરણોમાં તેમણે આલેખ્યા છે અને તેમનું પુસ્તક હાલ પ્રેસમાં છે. તેને માટે તેમને ‘કુમાર સુવર્ણચંદ્રક “મળેલો.
તેઓ  આમ તો ગુજરાતી સાહિત્યકાર છે, પણ તેમના  રસનો ખાસ વિષય જૂની (૧૯૭૦ સુધીની) હિંદી ફિલ્મો અને તેનું સંગીત છે, તેમના બ્લોગ ની પણ મુલકાત લેશો. અને .. આપના પ્રતિભાવ લેખક શ્રી ના બ્લોગ પર પણ મૂકી શકો છો. જે લેખક શ્રી ની કલમ ને સદા બળ પૂરું પાડશે…
સંપર્ક: રજનીકુમાર પંડ્યા … બ્લૉગ લીંક : http://zabkar9.blogspot.com
‘દાદીમા ની પોટલી’ – બ્લોગ લીંક : http://das.desais.net

બેક પેઈન(કમર નો દુ:ખાવો ) અને હોમીઓપેથી …

બેક પેઈન(કમર નો દુ:ખાવો ) અને હોમીઓપેથી …


(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા દાદીમા ની પોટલી http://das.desais.net બ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ. આપના મંતવ્યો પ્રતિભાવ / આપની કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે. એટલું જ નહી આપની સ્વાસ્થય અંગેની કોઈપણ સમસ્યા હોય તો જરૂર અમોને જાણ કરી તે અંગે યોગ્ય માર્ગદર્શન પણ મેળવી શકો છો.)
મિત્રો અમારા દાક્તર સાહેબ હમણાં થોડા વ્યવસાયિક તેમજ સંસારિક કામમાં  વ્યસ્ત થઇ ગયેલ હોવાથી તેમની પોસ્ટ થોડી અનિયમિત રીતે આપની સમક્ષ મૂકી શકાય છે તે બદલ અમો દિલગીર છીએ… આશા છે કે થોડા સમયમાં ફરી નિયમિતતા જાળવી શકાશે… સહકાર બદલ આભાર !કમર નો દુ:ખાવો – કદાચ રોગ એ એવી તકલીફો માં આવે કે જેનો ભોગ મારા તમારા સહીત કદાચ મોટાભાગ ના લોકો કોઈ ને કોઈ સમયે બન્યા જ હશે. એમાં પણ અત્યાર ની લાઈફ સ્ટાઈલ જોતા તો હવે ખુબ જ વધી ગયી છે . બાળકો પણ બહાર જઇ ને કૈક રમવા ને બદલે જયારે ફેસબુક કે ગેઈમ લઇ ને બેઠા હોય ત્યાં હવે એ લોકો પણ આ તકલીફ ની ફરિયાદ ઘણી વાર અમારા કલીનીક માં કરતા આવે છે. અને જયારે પણ દુ:ખાવા ની તકલીફ લઇ ને લોકો આવે ત્યારે સૌથી પેલી ચિંતા જ એ થાય કે જો આ વ્યક્તિ દુ:ખાવા થી કંટાળી ને પેઈન કીલર ખાયા કરશે તો, કમર નો દુ:ખાવો – કીડની નો થતા વાર નહિ લાગે…
કમર ના દુ:ખાવા ના મુખ્ય કારણો અને પ્રકારો  :
પહેલા તો એ જાણવું પડે કે કમર નો દુ:ખાવો કયા ભાગ નો છે – ગળા વાળા ભાગ નો, એની નીચે નો કે પછી લોઅર બેક પેઈન છે, બીજી મહત્વ ની વાત એ જાણવી પડે કે એ દુ:ખાવા નું મૂળ કયું છે. કમર નો દુ:ખાવો ઘણા બધા મૂળ થી થઇ શકે ..જેમ કે સ્નાયુ નો દુ:ખાવો, હાડકા માં દુ:ખાવો, મણકા ને કારણે થતો દુ:ખાવો, લીગામેન્ટ ના સોજા નો દુ:ખાવો, કોઈ ચેતા દબાતી હોવા ના કારણે થતો દુ:ખાવો …ઇવન કેટલાક કેન્સર માં પણ કમર નો દુ:ખાવો થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ કે કમર ના દુ:ખાવા ને માત્ર દુ:ખાવા તરીકે ના લેતા એનું મૂળ જાણી લેવું અતિ આવશ્યક છે.
કમર નો દુ:ખાવો એ કમર નો દુ:ખાવો જ છે કે સાથે સંકળાયેલી કોઈ બીમારી નો ભાગ છે, એ પણ જાણવું જરૂરી બની રહે છે, જેમ કે કીડની માં થતી પથરી નો દુ:ખાવો પણ કમર ના નીચેના ભાગ ની બંને બાજુઓ એ જ થાય છે, આ ઉપરાંત કેટલીક એવી બીમારી ઓ છે જેમાં કમર નો દુ:ખાવો રહેતો હોય છે. વાઇરલ ફીવર પણ મોટેભાગે કમર ના દુ:ખાવા સાથે જ પ્રેઝન્ટ થતો હોય છે.

 

પણ જો અન્ય કોઈ જ કારણ ના હોય તો,


૧. વધુ પડતું કમર નું ખેંચાઈ જવું
૨. વધારે પડતું વાહન ચલાવવું
૩. બેસવા ની ખોટી આદતો
૪. મણકો ખસી જવો
૫. મણકા ને ઈજા થવી
૬. કરોડરજ્જુ નું સંકોચાવું
૭. વાઇરલ ઇન્ફેકશન લાગવું
૮. કસરત નો બિલકુલ અભાવ હોવો વી. મુખ્ય કારણો છે કમર ના દુખાવાના.ચિન્હો :


૧. કમર સ્ટિફ થઇજતી હોય એમ લાગવું.
૨. બેસવા માં કે ઉભા થવા માં કે સીધા થવા માં તકલીફ થવી
૩. મુવમેન્ટ ઓછી થવી વિ જેવું રહેતું હોય છે જો માત્ર સાદો કમર નો દુખાવો હોય તો.


હોમીઓપેથીક દવાઓ :


હોમીઓપેથી માં કેટલીક અતિ અકસીર દવાઓ છે કમર નો દુખાવો મટાડવા માટે ની, હા મૂળ જાણવું દવા નક્કી કરતા પહેલા જરૂરી છે ચાત કેટલીક દવાઓ એવી છે જે કોઈ પણ પ્રકાર ના કમર ના દુખાવા માં લઇ શકાય જેમ કે,
 1. Kali Carb
 2. Rhus Tox
 3. Arnica
 4. Brayonia
 5. Eupatorium p.
 6. Hypericum
 7. Calc. Phos.
 8. Cal. Carb.
 9. Aesculus

અને બીજી ઘણી બધી.


આ ઉપરાંત ગરમ પાણી નો શેક અને તેલ ની માલીશ એ બેકપેઈન માટે નો ખુબ અકસીર ઈલાજ છે. હા બેસવા માં જો વધારે પડતું વળી ને બેસવા ની આદત હોય, ખભા ઉપર થી વળી ને ચાલવા ની આદત હોય, લાંબો સમય ટેકો દઈ ને બેસતા હો વિ. જેવી આદતો હોય તો એ સુધારવા થી પણ ખુબ ફાયદો થઇ શકે.
પ્લેસીબો :
” સ્વીમીંગ કે સાયકલીંગ , સૂર્યનમસ્કાર અને એમાં નું કઈ ના થાય તો નિયમિત ૨ કિમી જેટલું ચાલવા થી કમર ના દુખાવા માં રાહત પણ મળે છે અને થવા ની શક્યતા ઓ પણ ઘટી જાય છે. “
ડૉ.પાર્થ માંકડ
સર્વે પાઠક મિત્રો ને વિનંતી  કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે  ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતાજાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેક્ટ [email protected] ઉપર અથવા તો [email protected] ના ઈમેઈલ દ્વારા પૂરી વિગત સ્વાસ્થ્યની સમસ્યા સમય, ઉંમર  સાથે મોકલી શકે છે. તેમને  તેમના email ID પર યોગ્ય માર્ગદર્શન ડાયરેક્ટ મોકલી આપીશું.
બ્લોગ ની મુલાકાત લેવા માટે અહીં લીંક પર ક્લિક કરશો : http://das.desais.net

નોંધ:

ટૂંક સમયમાં  અમો (૧)’દાદીમા નું ડાયેટ કોર્નર’ તમેજ (૨) જૂની ફિલ્મ સંગીતને આનુસંગિક બે નવી કેટેગરી બ્લોગ પર  સામેલ કરવા માંગીએ છીએ,  આશા છે કે આપને જરૂર પસંદ આવશે.  સહકાર બદલ આભાર !


આભાર – દાદીમા ની પોટલી

છોટે છોટે શિવજી …(ચૈત્રી નવરાત્રી પ્રારંભ) …

છોટે છોટે શિવજી, છોટે છોટે રામ  … (ભજન)
 

નવ દુર્ગા

પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીય બ્રહ્મચારિણી
તૃતીય ચંદ્રઘન્ટેંતિ કુષ્માંડેતિ ચતુર્થકમ્
પંચમ સ્કન્દ માતેતિ ષષ્ઠ કાત્યાયનીતિય
સપ્તમ્ કાલરાત્રી ચ અષ્ટમ મહાગૌરીતિ
નવમ સિદ્ધદાત્રીયચ્, ઉક્તાન્યે તાનિ નામાતિ બ્રહ્મણૈવ મહાત્મના

 

શરીરની આસુરી વૃત્તિના નાશ માટે માઁ દૂર્ગા સ્વરૃપનું પૂજન કરીએ અને પૂજન કરતાં માઁ પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ સ્વરૂપની નવ દૂર્ગા (૧) શૈલ પુત્રી (૨) બ્રહ્મચારિણી (૩) ચન્ડધન્નેતિ (૪) કૂમાન્ડા (૫) સ્કંદ માત (૬)કાત્યાયની (૭) કલરાત્રી (૮) મહાગૌરી (૯) સિધ્ધક્ષેત્રી સ્વરૃપે માઁ દૂર્ગાનું પૂજન કરી શક્તિ મેળવી, સતકાર્ય માટે શક્તિ વાપરીએ તેવી માઁ જગદંબા દૂર્ગાને પ્રાર્થના કરીએ.

માતા શક્તિનું મહાપર્વ નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજી આસો માસમાં. ચૈત્રી નવરાત્રી અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે માર્ચ-એપ્રિલ મહિનામાં આવતી હોય છે. ચૈત્ર માસની નવરાત્રી ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ સિવાય ભારતભરના લોકો આ નવરાત્રીમાં ઘટ સ્થાપન અને ઉપવાસ કરે છે.

ચિત્રા નક્ષત્ર ઉપરથી આ માસનું નામ ચૈત્ર માસ પડયું હતું. ચૈત્ર નવરાત્ર વસન્ત ઋતુમાં આવતી હોવાથી આ નવરાત્રીને ‘‘વાસન્તી નવરાત્ર’’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન થયું હતું અને એ કમળમાંથી સૃષ્ટ્રિના પાલન કરતાં ‘‘બ્રહ્મદેવ’’નું પ્રાગટય થયું હતું. અશ્વિન મહિનાની નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય અને ચૈત્રી નોરતાએ તેમની ૬ મહિને દિવસ પૂરો થતા રાત્રી શરૂ થાય છે. (ભાગવત સ્કંધના વર્ણન મુજબ) તેથી બ્રહ્માની રાત્રિ શરૂ થઈ ગણાય. તેમજ નવમીએ શ્રી રામચંન્દ્રનું  પ્રાગટય થયું હોવાથી આ નવરાત્રને ‘‘રામ નવરાત્ર’’ પણ કહેવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રીમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે. આ દિવસથી નવા વર્ષની બેલા શરૂ થાય છે.

 

.

.

છોટે છોટે શિવજી …
છોટે છોટે શિવજી
છોટે છોટે રામ .. (૨)
છોટો સો મેરો મદન ગોપાલ …
છોટે છોટે શિવજી
છોટે છોટે રામ .. (૨)
છોટો સો .. (૨)
છોટો સો મેરો મદન ગોપાલ ..(૨)
કહાઁ રે વે શિવજી
કહાઁ રે વે રામ ..
કહાઁ રે વે મેરો મદન ગોપાલ .. (૨)
કૈલાશ વસે શિવજી … ઓ હ ..
કૈલાશ વસે શિવજી
અવધ વસે રામ .. (૨)
વ્રિંદાવન મેં મેરો મદન ગોપાલ … (૨)
છોટે છોટે શિવજી
છોટે છોટે રામ .. (૨)
છોટો સો .. (૨)
છોટો સો મેરો મદન ગોપાલ .. (૨)
ક્યા ખાવે શિવજી (૨)
ક્યા ખાવે રામ .. (૨)
ક્યા ખાવે મેરો મળન ગોપાલ .. (૨)
ધંતુરા ખાવે શિવજી .. ઓહ .. (૨)
લડું ખાવે રામ .. (૨)
એ .. મખન ખાયે મેરો મદન ગોપાલ .. (૨)
છોટે છોટે શિવજી
છોટે છોટે રામ .. (૨)
છોટો સો .. (૨)
છોટો સો મેરો મદન ગોપાલ ..(૨)
ક્યા પીવે શિવજી
ક્યા પીવે રામ
ક્યા પીવે મેરો મદન ગોપાલ .. (૨)
ભંગ પીવે શિવજી .. ઓ હ .. (૨)
દૂધ પીવે રામ .. (૨)
છાશ પીવે મેરો મદન ગોપાલ .. (૨)
છોટે છોટે શિવજી
છોટે છોટે રામ .. (૨)
છોટો સો .. (૨)
છોટો સો મેરો મદન ગોપાલ ..(૨)
ક્યા કરે શિવજી .. (૨)
ક્યા કરે રામ .. (૨)
ક્યા કરે મેરો મદન ગોપાલ ..(૨)
ક્યા કરે શિવજી
ક્યા કરે રામ
ક્યા કરે મેરો મદન ગોપાલ …
ધ્યાન ધરે શિવજી .. ઓ હ .. (૨)
રાજ કરે રામ .. (૨)
રાસ રચે ..
રાસ રચે .. મેરો મદન ગોપાલ .. (૨)
છોટે છોટે શિવજી
છોટે છોટે રામ .. (૨)
છોટો સો .. (૨)
છોટો સો મેરો મદન ગોપાલ ..(૨)
છોટે છોટે શિવજી
છોટે છોટે રામ .. (૨)
છોટો સો .. (૨)
છોટો સો મેરો મદન ગોપાલ ..(૨)
છોટો સો મેરો મદન ગોપાલ .. (૩)
છોટો સો મેરો મદન ગોપાલ …
બ્લોગ લીંક: http://das.desais.net
આપને પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ્સ બોક્ષ પર મૂકશો, જે સદા અમોને આવાકાર્ય છે.

વેજ ચાઉ મિન … (રેસિપી)

વેજ ચાઉ મિન … (Veg. Chow mein- (Indian style) (રેસિપી) …


આજે આપણે ભારતીય પદ્ધતિથી ચાઈનીસ ડીશ વેજ ચાઉ મિન’ ની  રેસિપી જાણીશું અને માણીશું. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમારા પ્રતિભાવ બ્લોગ પર ના કોમેન્ટ્સ બોક્ષમાં જરૂરથી મૂકશો, જે સદા અમોને નવી નવી રેસિપી મૂકવા માટે પ્રેરકબળ પૂરું પાળે છે. તમારી પસંદગી ની રેસિપી જાણવા માંગતા હોય તો કોમેન્ટ્સ બોક્ષમાં જરૂરથી જાણ કરશો., અમારી કોશિશ રેહશે કે તમારી પસંદગીની રેસિપી અમો બ્લોગ પર મૂકી શકીએ…


વેજિટેબલ ચાઉ મિન બાળકોને પ્રિય ડીશ છે, આને  આપણે સૌ પણ પસંદ કરીએ છીએ. તેમાં થોડા શાકભાજી ની માત્રા નો વધારો કરવામાં આવે તો તે સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક ડીશ બની જશે.  સાંજે સામાન્ય ભૂખ લાગી હોઈ ત્યારે વેજ.ચાઉ મિન બનાવવામાં આવે તો તેની મજા જ અલગ આવે છે.


સામગ્રી:


૨૦૦ ગ્રામ નૂડલ્સ ( એક પેક)

૧ નંગ ગાજર (બારીક લંબાઈમાં સમારવા)

૧ નંગ કેપ્સિકમ (શિમલા મિર્ચ) ગ્રીન ( જો તમે કલરફૂલ બનાવવા માંગતા હોય તો અલગ અલગ

કલરના લેવા અને  લંબાઈમાં સમારવા.)

૧ કપ કોબીચ (બારીક લંબાઈમાં સમારવી)

૨ ટે. સ્પૂન તેલ  અથવા માખણ

૧ ચમચી મીઠું સ્વાદ અનુસાર

૧/૪ ચમચી કાળામરી નો પાઉડર

૧ ઈંચ આદુનો ટુકડો  (બારીક છીણી લેવો)

૨ ચમચી ચિલી સોસ

૧ ચમચી સોયા સોસ (ડાર્ક)

૨ ચમચી સિરકો (વ્હાઈટ-સફેદ)

 

રીત:


નૂડલ્સ ને બે ભાગમાં તોડી  લેવા. એક વાસણમાં નૂડલ્સ પૂરા બુડે / ડૂબે એટલું પાણી લેવું અને તે ગેસ પર ગરમ કરવા મૂકવું. તેમાં એક નાની ચમચી મીઠું અને ૧ થી ૧-૧/૨ ચમચી તેલ નાંખી અને પાણી ને ઉકળવા દેવું.  ઉફાળો આવે એટલે તેમાં નૂડલ્સ ને ઉમેરવા અને ફરી ઉફાળો આવે ત્યાં સુધી ઉકાળવા દેવું.  ઉફાળો આવ્યા બાદ ૩-૪ મિનિટ સુધી પકવવા દેવું.  (સામન્ય કુલ સમય ૧૦ મિનિટ જેવો અંદાજે પાકતા લાગશે)  ત્યારબાદ તાપ બંધ કરી દેવો.

 

બાફેલા નૂડલ્સમાંથી વધારાનું પાણી કાઢી લેવા એક ચારણી/ ઝારી એક વાસણ પર ગોઠવી અને તેમાં કાઢી લેવું.  ત્યારબાદ તે નૂડલ્સને એક અલગ વાસણમાં કાઢી  અને તેમાં ઠંડું પાણી ઉમેરવું.   જેથી વધારાનો સ્ટાર્ચ તેમાંથી દૂર થઇ જશે.

 

એક કડાઈમાં તેલ  અથવા માખણ નાંખી અને ગેસ પર ગરમ કરવા મૂકવું.  જો તમે કાંદા પસંદ કરતાં હોઈ તો સૌ પ્રથમ એક કાંદાને બારીક સમારી અને તેમાં નાખવા અને તે આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી સાંતળવા/પકવવા.  ત્યારબાદ, સમારેલા ગાજર, કેપ્સિકમ (શિમલા મિર્ચ), બારીક સમારેલી કોબીચ  અને આદુ નાંખી અને ચમચાની મદદ વડે (બે) ૨ – મિનિટ સતત હલાવતા રેહવું.

 

હવે, અગાઉ ઠંડા પાણીમાં રાખેલ નૂડલ્સ ને ચારણી/ ઝારીમાં નાંખી અને વધારાનું પાણી કાઢી અને તે નૂડલ્સ ને કડાઈમાં નાંખવા અને તેમાં, મીઠું, સિરકો, ચીલી સોસ અને કાળામરીનો પાઉડર નાંખી અને બે ચમચાની મદદ વડે તેજ આગ પર ૨ થી ૩ મિનિટ સતત ચલાવતા રેહવું અને મિક્સ કરવું.

 

વેજ. ચાઉ મિન નૂડલ્સ તૈયાર છે.  ગરમા ગરમ નૂડલ્સ એક કાચના વાસણમાં કાઢી લેવા.  ત્યારબાદ, જેને  તીખું પસંદ હોય તેને ચટણી અથવા ચીલી સોસ સાથે પીરસવા અને જેને તીખાશ પસંદ ના હોઈ તેને ટામેટા કેચપ સાથે પીરસવા અને ખાવા. (બાળકોને ટામેટા કેચપ સાથે પીરસવા)

 

સ્પ્રીંગ ઓનિયન (લીલી ડૂંગળી/કાંદા) પસંદ હોય તો તેના લીલા પાન બારીક સમારીને ઉપર છાંટી અને ગાર્નિશ/શણગારી શકાય છે. જે ખૂબજ સુંદર લાગશે.

 

બ્લોગ લીંક: http://das.desais.net

તત્વજ્ઞાનની સંકલ્પના …

તત્વજ્ઞાનની સંકલ્પના …


બાળક જન્મીને આંખ ખોલે છે, ત્યારે આજુબાજુનું દ્રષ્ય જોઈ તેને નવાઈ લાગતી હશે. નવું નવું જોતાં તેના નાનકડા મગજમાં વિચાર પણ આવતો હશે – આ બધું શું છે ? જે અવાજો સંભળાય છે તેના અર્થ શા હશે ? તે મોટો થાય તેમ તેમ તેના પ્રશ્નોના જવાબ તેને મળતા જાય. સાથે સાથે નવા પ્રશ્નો પણ જાગતા જાય. જવાબ મેળવવા તે શાળા–કૉલેજમાં જાય, વિદ્વાનોને મળે, પુસ્તકો વાંચે, ચર્ચા કરે, વિચાર કરે. જીવનભર આ બધું ચાલ્યા કરે. એમાંથી તેને જેટલું સમજાય તે ‘જ્ઞાન’. ન સમજાય તે ‘અજ્ઞાન’.
જાણકારી અને ‘જ્ઞાન’માં તફાવત. જાણકારી એટલે માહિતી(Information), એ તો જ્ઞાનની સાવ શરુઆતની સ્થિતિ. એકથી સો બોલી જવું તે જાણકારી. એમાંથી સમજ (Understanding) વિકસે. એકથી સો સુધીની સંખ્યાનું માપ, વધઘટ, ભેદ સમજાય તે સમજ. આટલી સમજથી પણ જીવન ન ચાલે. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. એનું નામ ઉપયોજન (Application). ઉપયોગમાં કુશળતા (Skill)જોઈએ. વળી આ બધું મેળવવામાં લગની પણ જોઈએ. આ બધાં તત્વો ભગાં થાય ત્યારે ‘જ્ઞાન’ બને.
જ્ઞાન બે પ્રકારનું છે. (૧) દુનિયાનું જ્ઞાન અને (૨) દુનિયાથી પરનું જ્ઞાન.
જ્ઞાન બુદ્ધિમાંથી જન્મે બુદ્ધિતંત્ર મગજમાં છે. દરેક માણસના મગજને ત્રણ પ્રશ્નોનો સામનો કરવો પડે :
(૧) હું કોણ છું ?
(૨) આ બધું શું છે ?
અને
(૩) હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું છે ?
આ ત્રણ પૈકી પ્રથમ બે પ્રશ્નોના સામાન્ય જવાબ સૌને મળ્યા છે – મળે છે. હું માણસ છું. આ દુનિયા છે. આટલું જ્ઞાન દુન્યવી જ્ઞાન છે. તેને લૌકિક જ્ઞાન પણ કહેવાય. જેમ જેમ આપણી સમજ વધતી જાય, તેમ તેમ આપણને સમજાય કે આપણું આ લૌકિક જ્ઞાન સાચું નથી. આ શરીર માણસનું છે. તેમાં રહેલા આત્માને માણસનો આકાર નથી. ત્યારે આપણને એ પણ સમજાય કે આપણું લૌકિક જ્ઞાન, વાસ્તવમાં જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે. દુનિયાની બુદ્ધિથી ન સમજી શકાય એવું ઘણું અપાર્થિવ પણ છે. એ સમજાય તો આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ મળે કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે ? એ જ્ઞાન તે બ્રહ્મજ્ઞાન. બ્રહ્મ એટલે પરમેશ્વર. તેમને સમજાવનારું જ્ઞાન તે બ્રહ્મજ્ઞાન.
‘જ્ઞાન’ માટે બીજો શબ્દ વપરાય છે ‘વિદ્યા’. ‘જ્ઞાન’ એટલે ‘વિદ્યા’. ‘અજ્ઞાન’ એટલે ‘અવિદ્યા’. બ્રહ્મજ્ઞાનને બ્રહ્મવિદ્યા અથવા પરાવિદ્યા કહેવામાં આવે છે, જે જ્ઞાન ઈશ્વરને ઓળખવામાં અને સંસારની માયાને છોડાવવામાં ઉપયોગી ન હોય, તેની કશી કિંમત નથી. આથી બ્રહ્મવિદ્યાને ‘અમૃતા તુ વિદ્યા’ – અમૃતમયી વિદ્યા પણ કહેવામાં આવે છે. લૌકિક વિદ્યા કાન, નાક, આંખ, હાથ આદિ ઈન્દ્રિયોની મદદથી મેળવાય છે, જ્યારે બ્રહ્મવિદ્યા બાહ્ય ઈન્દ્રીયો અને બુદ્ધિથી મળતી નથી. તે ભગવત્કૃપાથી, અંત:કરણમાં અનુભવ દ્વારા મળે છે, તેથી બ્રહ્મવિદ્યાને ‘દર્શન’ પણ કહેવામાં આવે છે. જે મહાનુભાવોને અંત:કરણમાં બ્રહ્મવિદ્યાના પ્રકાશનો અનુભવ થયો, તે અનુભવ તેમણે શબ્દોમાં વર્ણવ્યો. તેથી તે ‘દર્શનશાસ્ત્ર’ કહેવાયાં. આ ‘દર્શન’ પરમતત્વ એવા પરમેશ્વરનું હોવાથી તેને ‘તત્વદર્શન’ અથવા ‘તત્વજ્ઞાન’ કહેવામાં આવે છે, પરમતત્વ–પરમસત્ય એવા ઈશ્વરને જાણવા માટેનું જ્ઞાન તે તત્વજ્ઞાન–દર્શન. તે જાણીને બતાવનાર તત્વજ્ઞાની–દાર્શનિક.
પશ્ચિમના દેશો તત્વજ્ઞાન માટે ‘ફિલોસોફી’ શબ્દ વાપરે છે. જેનું મૂળ લેટિન ભાષામાં છે. તે બે શબ્દોનો બનેલો છે: Philo (ફિલો) + Logus (લોગસ). જેનો એક અર્થ છે ડહાપણ. બીજો અર્થ છે જ્ઞાન માટેનો પ્રેમ. ત્રીજો અર્થ છે બુદ્ધિ વડે સત્યની શોધ. આપણે અંત:કરણના અનુભવને સ્વીકાર્યો, જ્યારે પશ્ચિમે બુદ્ધિ પર વધુ આધાર રાખ્યો.
આપણું ભારતીય તત્વદર્શન મુખ્ય ચાર બાબતોનો વિશેષ વિચાર કરે છે :
(૧) ઈશ્વર
(૨) જીવ
(૩) જગત અને
(૪) સંસાર
બધા હિન્દુ આચાર્યોએ આ ચાર બાબતો સમજાવવા કોશિશ કરી છે. દરેકે વેદ–ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્રોને આ માટે પાયાનાં પ્રમાણો ગણી, યથામતિ પોતાનું તત્વદર્શન પ્રકટ કર્યું છે. આપણા સનાતન વૈદિક ધર્મની પરંપરા મુજબ જેઓ ઉપરનાં ત્રણ શાસ્ત્રો પર ભાષ્ય રચે, તે આચાર્ય–વેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરે. આજ સુધી આવું પદ પ્રાપ્ત કરનારા મહાનુભાવો નીચે મુજબ છે.
(૧) શ્રીભર્તૃપ્રપંચ (ઈ.સ. ૬૫૦) – સમુચ્યવાદ.
(૨) શ્રીશંકરાચાર્ય (ઈ.સ. ૭૮૯) – કેવલાદ્વૈત.
(૩) શ્રીનિમ્બાર્કાચાર્ય (ઈ.સ. ૯૯૦) – સ્વાભાવિક ભેદાભેદ.
(૪) શ્રીભાસ્કરાચાર્ય (ઈ.સ. ૧૦૦૦) – ઔપાધિક ભેદાભેદ.
(૫) શ્રીરામાનુજાચાર્ય (ઈ.સ. ૧૦૧૩) – વિશિષ્ટાદ્વૈત.
(૬) શ્રીમધ્વાચાર્ય (ઈ.સ. ૧૧૦૦) – દ્વૈતવાદ.
(૭) શ્વીવલ્લભાચાર્ય (ઈ.સ. ૧૪૭૯) – શુદ્ધાદ્વૈત.
(૮) શ્રીવિજ્ઞાનભિક્ષુ (ઈ.સ. ૧૬૫૦) – અવિભાગાદ્વૈત.
આ ઉપરાંત, શ્રીશંકરાચાર્ય પછીના સમયમાં કેરળના શ્રીવિષ્ણુસ્વામીએ પોતાનો મત સ્થાપિત ક્રર્યો હતો, જે શ્રીવલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈત મત સાથે સામ્ય ધરાવે છે. બંગાળના શ્રીકૃષ્ણ ચૈતન્યના શિષ્ય જીવ ગોસ્વામીએ પણ અચિંત્ય ભેદાભેદ નામનો તેમનો સિદ્ધાંત પ્રકટ કર્યો હતો. શ્રીસહજાનંદ સ્વામીએ શ્રી રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈતને જ તેમના સિદ્ધાંત તરીકે સ્વીકારી લીધેલ છે.
આ સર્વ મતોમાં શ્રીશંકરાચાર્યનો મત ‘માયાવાદ’ તરીકે પ્રસિદ્ધ છે, કારણ કે તેઓ પરમાત્માની શક્તિ માયા દ્વારા જગતના નિર્માણનો મત રજુ કરે છે. વૈષ્ણવાચાર્યો શ્રીનિમ્બાર્ક, શ્રીરામાનુજ, શ્રીમધ્વ અને શ્રી વલ્લભ બ્રહ્મનો જગતના નિર્માતા તરીકે સ્વીકાર કરે છે, તેથી તેમનો મત ‘બ્રહ્મવાદ’ના નામે પ્રસિદ્ધ છે.
સર્વ સિદ્ધાંતો વેદમાં સમાઈ ગયા હોવાથી, ભારતીય તત્વદર્શન ‘વેદાંત’ના નામે પણ પ્રસિદ્ધ છે, તેથી શ્રીશાંકરમત ‘શાંકરવેદાંત’ કહેવાય છે, તો શ્રીવલ્લભમત ‘શ્રીવલ્લભવેદાંત’ કહેવાય છે.
આ બધા આચાર્યોની વિચારસરણી મુખ્ય ત્રણ વાદ–વિચારધારા–માં વહેંચાયેલી છે :
(૧) અદ્વૈતવાદ – ઈશ્વર અને જગત એક (અદ્વૈત) છે.
(૨) દ્વૈતવાદ – ઈશ્વર અને જગત બંને જુદાં (દ્વૈત) છે.
(૩) દ્વૈતાદ્વૈતવાદ – ઈશ્વર અને જગત બંને જુદાં છે, છતાં એક જણાય છે.
શ્રીમધ્વાચાર્ય દ્વૈતવાદના પ્રવર્તક છે, શ્રીનિમ્બાર્કાચાર્ય અને શ્રીભાસ્કરાચાર્ય દ્વૈતાદ્વૈતવાદના પ્રવર્તક છે. બાકીના આચાર્યો અદ્વૈતવાદના પ્રવર્તક છે.
આપણને એક પ્રશ્ન થાય – આપણા જેવા સામાન્ય વૈષ્ણવે આ બધું જાણવાની શી જરૂર ? આપણું કર્તવ્ય તો પ્રભુની સેવા–સ્મરણ કરવાનું છે.
જવાબ આવો છે – તત્વજ્ઞાન પાયો છે. ધર્મ તેના પર ઊભો થયેલો ‘નિશ્ચયનો મહેલ’ છે. મજબુત પાયા વિના મકાન મજબુત ન બને. જે ધર્મનું તત્વજ્ઞાન મજબૂત, તે ધર્મ પણ મજબૂત.
તત્વજ્ઞાન વિચાર છે, ધર્મ આચાર છે. વિચાર વિના આચાર સંભવી ન શકે. ભોજન કરવું છે એવો વિચાર જ્યાં સુધી ન આવે, ત્યાં સુધી હાથ ભોજન માટે લંબાતો નથી. શ્રીકૃષ્ણના સેવા–સ્મરણ કેમ કરવાના તે શ્રીવલ્લભવેદાંત જ આપણને સમજાવે છે. સાચી સમજ વિના કામ કરવા જતાં, તે કામ થાય જ નહિ અથવા સરખી રીતે ન થાય. તેનું જે ફળ મળવું જોઈએ તે ન મળે.
આથી જ્ઞાની કવિ અખો કહે છે :
‘તિલક કરતાં ત્રેપન વહ્યાં,
જપમાળાના નાકાં ઘસ્યાં,
કથા સુણી સુણી ફૂટ્યાં કાન,
તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.’
બ્રહ્મજ્ઞાન પહેલું થવું જોઈએ. તો જ આપણું ધર્માચરણ સુદ્રઢ અને સાચી દિશાનું થાય.
ભક્તકવિ નરસિંહ મહેતા પણ એ જ વાત કહે છે :
‘જ્યાં લગી આતમાતત્વ ચીન્યો નહી,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી.’
બે પગ પર શરીર ટકે. ધર્મના બે પગ છે : એક વિચાર અને બીજો આચાર. એકલો વિચાર વાંઝિયો છે, એકલો આચાર લૂલો છે. માટે શ્રીવલ્લાભાચાર્યે શદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું તત્વજ્ઞાન સમજાવ્યું અને તે પ્રમાણે જીવન જીવવા પુષ્ટિમાર્ગનું ધર્માચરણ બતાવ્યું.
આથી શ્રીકુંભનદાસજીએ કહ્યું : જે દીકરો એકલી સેવા કરે તે અધૂરો–અર્ધો. સત્સંગ અને સેવા બંને કરે તે પૂરો–આખો વૈષ્ણવ. માટે આપણે પણ પહેલાં શ્રીવલ્લભનું તત્વજ્ઞાન–શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સમજીશું.
સાભાર :–ગો.વા. પ્રા. શ્રીરમેશભાઈ વિ. પરિખ
(શ્રી વલ્લભાચાર્યના મતે બ્રહ્મવાદ, ઈશ્વર, જીવ, જગત, સંસાર, અંતર્યામી, માયા, વેદાંત, બ્રહ્મ, અક્ષરબ્રહ્મ વગેરે શબ્દોના અર્થ હવે પછી સમજીશું.)
સંકલન અને લેખ પ્રાપ્તિ :  વિજય ધારીઆ (શિકાગો-યુ એસ એ )
મિત્રો  આપ સર્વેને  જણાવવાનું કે આવતા અઠવાડિયાથી   ‘દાદીમા ના  ડાઈટ કોર્નર’ નામે નવી કેટગરી શરૂ કરવા કોશિશ કરીશું. ઉપરોક્ત વિભાગમાં વિધીબેન એન  દવે (ડાઈટિશ્યન- ન્યુટ્રીસ્નાલીસ્ટ) દ્વારા આપણને ડાઈટ /સ્વાસ્થ્ય અંગેની જાણકારી અને સમજણ નિયમિત રીતે આપશે. ઉપરોક્ત વિભાગમાં આપણે ડાઈટ ને લગતા સુંદર લેખો માણીશું.  આશા રાખીએ છીએ કે આપને સ્વાસ્થય અંગે વધુ જાણકારી મેળવવી ગમશે ???? આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો.
સાથે સાથે આજનો લેખ પસંદ આવ્યો હોય તો જરૂર આપના પ્રતિભાવ પણ તે અંગેના બ્લોગ પોસ્ટ પર મૂકશો. આવા સુંદર લેખ આપની સમક્ષ લાવવા માટે તેમજ ‘દાદીમા ના ચિંતન જગત’ પર મોકલવા બદલ શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો-યુ એસ એ ) ના અમો અંતરપૂર્વકથી આભારી છીએ. …
બ્લોગ લીંક: http://das.desais.net

સુખ અને શાંતિ …(ભાગ -૨) ….(શાશ્વત સુખ શાંતિ કેવી રીતે મેળવી શકાય ?)

સુખ અને શાંતિ …(ભાગ-૨)… (શાશ્વત સુખ શાંતિ કેવી રીતે મેળવી શકાય ?)

તમારા જીવનનો હેતુ શું ? તમારા પ્રયત્નો શેના માટે છે ? તમે આખરે શું ઈચ્છો છો ?’ આવા સવાલો તમે તમારી આસપાસના સમાજના જુદા જુદા લોકોને પૂછશો તો મોટા ભાગના જે જવાબો હશે, તેમાં ‘સુખ, શાંતિ કે / અને સફળતા’ સમાયેલ હશે. કોઈને દુઃખ, અશાંતિ કે નિષ્ફળતા જોઈતી નથી. કદાચ બે-પાંચ ટકા એવા હશે જે ‘હું મરું પણ તનેય મારું…’ માં માનનારા વિધ્નસંતોષી કે બીજાને દુઃખી કરવા પોતે પણ દુઃખી થવા તૈયાર હોય છે.
હવે સુખ કોને કહેવું ? કે શાંતિ કોને કહેવી ? કે પછી સફળતા કોને કહેવી ? આ બધા પ્રશ્નો પણ ચર્ચાસ્પદ છે ને દરેક પોતાની રીતે એનો જવાબ આપી શકે તેવા વિષયો છે. પોતાની ઈચ્છા ને અપેક્ષા પ્રમાણે બધું થાય તેને ઘણા સુખ કહે છે ને સુખ મળે ત્યારે મનને સંતોષ, આનંદ મળે તેને તે શાંતિ કહે અને આવી સ્થિતિએ પહોંચે ત્યારે પોતે સફળતા મેળવી, તેવું માને. આ કદાચ મોટાભાગને સ્વીકાર્ય લાગે તેવી સુખ, શાંતિની વ્યાખ્યા કહી શકાય. !?
ગઈકાલે આપણે સુખ શું છે ? શાંતિ એટલે શું ? શું સુખ અને શાંતિ એકબીજાના સાપેક્ષ છે ? અને સામાન્ય રીતે આપણે જેને સુખ કહીએ છીએ તે શું છે ? શું આ દુનિયા સુખ લાવી શકે ખરી? સામાન્ય રીતે આપણે જેને સુખ અનુભવીએ છીએ એ છે શું ? સાથે સાથે કઠિયારાની બોધકથા દ્વારા આ બાબત થોડા માહિતગાર થયા….
આજે આપણે  તેમાં વધુ  આગળ  જોઈશું કે …. શાશ્વત સુખ-શાંતિ કેવી રીતે મેળવી શકાય?
હવે તમે આટલું કહી શકશો : અત્યારે હું જે માનું છું એ સાચું સુખ નથી, એ મેં જાણી લીધું છે. હું એટલું પણ સમજ્યો છું કે મારે વધુને વધુ ઉચ્ચતર સુખની ઝંખના કરવી જોઈએ. પરંતુ આ ઉચ્ચતર સુખની વળી સાબિતી શું હોઈ શકે ? શું આપણે એનો રસાસ્વાદ અહીં મેળવી શકીએ ખરાં ?’ શાસ્ત્રો કહે છે એનો રસાસ્વાદ માણી શકાય ખરો. આ સુખ મેળવવાની સાદી પ્રયુક્તિ ચી ક્રી, અને તે છે : જો ઇચ્છાઓનો ત્યાગ કરીએ તો આપણે સુખી થઇ શકીએ, આ જ ક્ષણે એ વિશે આપણે નિર્ણય લેવો જોઈએ. હું બધી ઈચ્છાઓને ત્યજવાનો પ્રયત્ન કરીશ. હું કોઈ ભૌતિક પદાર્થોની ઝંખના નહિ રાખું. એની સાથે જ બધી સમસ્યાઓ સમી જશ, માનસિક તાણ દૂર થશે અને આપણે શાંતિના સામ્રાજ્યમાં આવી જઈશું. આ ઈચ્છાઓ જ આપણને ચકરાવે ચડાવે છે, પણ એમાંથી કની વળતું નથી. એટલે ચાલો, આપણે આ ઈચ્છાઓનો ત્યાગ કરીએ અને તરત જ આપણને શાંતિ શસાંપડશે.
આ દુનિયામાં માનવદેહ ધરીને પરમાનંદ અને સાચી શાંતિ મેળવનાર વિશ્વના સંતો અને પયગંબરોએ અવારનવાર કહેલી અમરવાણીનો  ઉલ્લેખ આપણે અહીં કરી શકીએ. જો આપણે સાર્થક અને શાશ્વત શાંતિનું જીવન જીવવા ઇચ્છતા હોઈએ તો તેણે સતત મન સમક્ષ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિખામણના શબ્દો આ છે :
૧] આપણે કંઈ માંગવું  કે ઝાંખવું ન જોઈએ. જો એમ કરીશું તો આપણે દુઃખમાં સપડાશું.
૨] જેને માટે આપણે લાયક  છીએ તે હંમેશાં આપણને મળી રેહવાનું. જેને માટે આપણે પાત્રતા ધરાવતા નથી તે આપણને મળવાનું જ નથી. એટલે નિર્થક ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એના દ્વારા દુઃખ જ આવશે, સુખ કે આનંદ નહિ.
૩] પ્રભુમાં શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ આમ કહી શકે: ચાલો આપણે સર્વકંઈ ઈશ્વર પર છોડી દઈએ. ભલે ધાર્યું ધણીનું થાય. આપણા માટે શ્રેષ્ઠ શું છે, એ વાત તેઓ જાણે જ છે.શાશ્વત શાંતિ કે સુખ મેળવવાં માટેનો આ ઉત્તમ પથ છે.
૪] આ સરળ-સહજ ઉપદેશોને આપણે હંમેશાં યાદ રાખીએ : હું દુઃખી છું, કારણકે આ ભાઈ મને ચાહતા નથી, મને આ ન મળ્યુંવગેરે વિચારો મને દુઃખ આપે છે. મારે તેણે સહન કરવું પડે છે. પેલા ભાઈએ મારો આભાર ન માણ્યો એટલે મારા મનને દુઃખ થાય છે.આ બધી વાતો નિર્થક અને મિથ્યા છે. આપણે આવા વિચારો ત્યજી દેવા જોઈએ, એટલે આપણે શાંતિ મેળવી શકીશું. ત્યારે જ વધુ ઉચ્ચતર સુખ કે શાંતિ મેળવવાં આપણે આપણી શક્તિનો ઉપયોગ કરી શકીએ.
ભીતર રહેલ આનંદને કેવી રીતે બહાર લાવવો ?
મનમાં શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવાનાં કેટલાંક વ્યવહારુ સોપાનો છે. ઉપનીષદો, ગીતા, પતંજલિનું યોગસૂત્ર વગેરે આપણને આમ સૂચવે છે :
 • તમે પાપી છો એની ચિંતા ન કરો. તમારા પરમસુખ કે પરમ આનંદનું એ સૌથી ખરાબ વિઘ્ન છે. એટલે આ ચિંતા છોડી દો. જે ભૂતકાળ જ છે. ઈશ્વર તમે જે કંઈ કરી નાખ્યું તેનો ન્યાય જોખવાના કોઈ ન્યાયાધીશ નથી, કે નથી કોઈ ઇતિહાસકાર. પાપ એટલે તમે કરેલી ભૂલો. જ્યારે કોઈ નૃત્યકાર પોતાના નૃત્યનો મહાવરો કરતો હોય ત્યારે તેની દસેક ભૂલો થાય તો શું તે રડવા માંડવાનો ? તે તો પોતાનું નૃત્યુ ચાલુ રાખવાનો અને અંતે તે સફળ થશે જ. એટલે આ જીવનમાં આપણે સેંકડોવાર પડીએ તો પણ એની ચિંતા કરવી ન જોઈએ.
 • કોઈ તમને ધિક્કારે કે તમારા પ્રત્યે અણગમો વ્યક્ત કરે તો એની ચિંતા ન કરો. ભલે એ તમને ધિક્કારતા રહે. ભલે તેઓ અણગમો વ્યક્ત કરતાં રહે. આ દુનિયા તો વિશાળ છે. અહીં કરોડો લોકો રહે છે. દરેકને પોતપોતાને માર્ગે જવાનું છે. તમે મુક્ત બનો. બધું ખંખેરી નાંખો અને તમે મુક્ત અને સુખી થશો. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે બેવફા બને છે કે તમારા પ્રત્યે અણગમો વ્યક્ત કરવા માંડે છે ત્યારે તમે તમારા મનને આટલું જ કહો : હે મન, આ દુનિયા તો નશ્વર છે. ચાલો આપણે કંઈક શાશ્વત હોય એવું એટલે કે ઈશ્વરને ઝંખીએ.
 • મનોમન વિચાર કરતા રહો અને તમે કોઈ મહાન વ્યક્તિ છો એવી ક્યારેય કલ્પના ન કરો. તમે તો એક સામાન્ય નાના માનવી છો. બીજી પળે તમારા જીવનમાં શું થશે એ તમે જાણતા નથી, એટલે ઈશ્વરને જ પકડી રાખો. એનાથી શાંતિ આવશે.
 • તમારી જાતને સંયમમાં રાખો અને તમારા મનને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરો. શાંતિ, એકાંત અને આત્મનિરીક્ષણ કે આત્મવિચાર મનની એકાગ્રતાને ઉન્નત કરવામાં ઉપયોગી નીવડે છે. આ પોતે જ એક મહત્ શાંતિ આપનારી પદ્ધતિ બની રહે છે.
 • સૌની સાથે હળોમળો. સૌની સાથે સારું વર્તન દાખવો પણ માત્ર ઈશ્વરને જ તમારો પ્રેમ આપતાં રહો, બીજાં કોઈને નહિ. તમારાં દુઃખ કે પીડાનું મૂળ કારણ સ્વજીવનમાં તમારી આવી લાગણીવેડા સાથેની આસક્તિમાં કે વિવિધ પ્રકારના લોકો, પરિસ્થિતિઓ અને સંજોગોમાં પોતાની સંડોવણીમાં રહેલું છે. દુનિયાના લોકો ચીજવસ્તુઓ અને પરિસ્થિતિઓ સાથે આપણે સાક્ષીભાવનો અભિગમ કેળવવો જોઈએ. એનાથી તમારા જીવનમાં ધનિષ્ઠ આનંદ આવશે.
 • તમારા જીવનમાં કોઈ સમસ્યા આવે તો એના વિશે ચિંતા કરવાનું બંધ કરજો. સમસ્યાઓ તો આપણા જીવનનો એક અંતર્ગત ભાગ છે. ચિંતા કોઈ પણ પરિસ્થિતિ કે વસ્તુને વધુ બગાડે છે. તમે એ સમસ્યાને એક ફળ રૂપે હાથમાં ળો છો અને તે ઈશ્વરને અપર્ણ કરો છો એવી કલ્પના કરતાં રહો. જ્યારે ચિંતા આવે ત્યારે એણે દૂર હડસેલીને પ્રભુપ્રાર્થના કરો. આનાથી તમને દરેક રીતે સહાય મળશે.
સાચા સુખ માટે ઝઝૂમવું એટલે શું ?
આપણા જીવનનું ધ્યેય ઈશ્વરને જાણવાનું છે.આપણે વારંવાર જન્મીએ છીએ, સહન કરીએ છીએ અને મૃત્યુ પામતા રહીએ છીએ. એનું એકમાત્ર કારણ એ છે કે આપણે પ્રભુને કે સત્યને જાણતા નથી. હિન્દુધર્મનો કહે છે કે આ દુનિયામાં આપણે માત્ર માણવા કે સહન કરવા અવતર્યા નથી. આપણે તો ઈશ્વરને ઓળખાવા અવતર્યા છીએ.
આપણે શા માટે ઈશ્વરને જાણવા જોઈએ? આપણે ઈશ્વરને જાણવા જોઈએ, એના માટેનું સાદુંસીધું કારણ એ છે કે આપણે પોતે જ ઈશ્વર છીએ. આપણે દિવ્ય છીએ. ઈશ્વરને જાણવા આપણે આત્મસંયમ કેળવવો જોઈએ અને આધ્યાત્મિક સાધનાઓ કરવી જોઈએ.
આપણે દુનિયામાં રહીને ભૌતિક આનંદને ઝંખીએ છીએ અને પરિણામે આનંદ તો સીમિત મળે છે અને મહદઅંશે દુઃખપીડા જ મળે છે. જ્યારે આપણે ઈશ્વરને ઝંખીએ ત્યારે આપણને સધન શાંતિ અને પરમાનંદ મળે છે અને એ જ આપણી સાચી પ્રકૃતિ છે. આપણે એની કંઈ ભીખ માગવાની નથી કે એને ઉછીની લેવાની નથી. આ તો આપણું સાચું સ્વરૂપ છે. આપણે તો સીમિત છીએ, એવું વિચારવા માંડતાં જ આપણે સહન કરવાનું આવે છે. જ્યારે આ મર્યાદાઓ છોડી દઈએ ત્યારે જ આપણે પરમાનંદને જાણી શકીએ.
સાચો પરમાનંદ કેવી રીતે પ્રાપ્ત કરવો ?
આજે, આ ક્ષણે આપણને શું જોઈએ છે, એનો નિર્ણય કરી લઈએ. શું આપણને આ દુનિયાનો જ ખપ છે કે ઈશ્વરની જરૂર છે? જો આપણે ઈશ્વરને મેળવીએ તો બધું મળી રહે. ઈશુ ખ્રીશ્તે કહ્યું છે: પ્રભુને ચાહો. અને બાકીનું બીજું તમને મળી રેહશે.ચાલો આપણે ઈશ્વરને ચાહીએ. સર્વકંઈ એની મેળે મળી રહેશે. એનાં વ્યવહારુ સોપાનો આવાં છે :
(૧) આપણે બહુ વધારે કરવાની જરૂર નથી. આપણે તો આટલું જ કરવાનું રહે છે આપણા ઘરના ઓરડામાં એક નાનો ખૂણો પસંદ કરો અને એમાં આપણા મનગમતા પ્રભુનું ચિત્ર મૂકો. એમણે પુષ્પધૂપ વગેરે દરરોજ અપર્ણ કરો. આ પૂજાવેદિ સામે દરરોજ ધ્યાન સાથે બેસવું. પ્રભુને ચાહો, આ જ મહત્વનું છે. આપણે દુનિયાને તો ઘણી ચાહી. કુદરતી અને અંધારી આફતો આ વિશ્વ પર કેવી માંથી અસર કરે છે તે પણ આપણે નજરે જોયું છે. એક પળમાં બધું નાશ પામે છે, એટલે ઈશ્વરને ચાહો. પછી જ આપણે સાચા પરમ આનંદને જાણવા માંડશું.
(૨) બીજા બધામાં પ્રભુ છે એમ માનીને એમની સેવા કરો. આપણા ફૂરસદના સમયે આપણે બીજાની સહાય કરવા તત્પર રહીને સારી સારી સંસ્થાઓની સાથે હાલતા ભળતા રહીએ. દરેક જીવ શિવ છે, એ વેદાંતનું શાશ્વત સત્ય છે. આપણે કોઈને મદદ ન કરી શકીએ, માત્ર એની સેવા કે પૂજા કરી શકીએ. બીજાને કરેલી સેવા આપણને પરમસુખ અને શાંતિ અર્પે છે. ઈશ્વરને ઓળખવાનો આ એક માર્ગ પણ છે.
(૩) દરરોજ ધ્યાન ધારો. ધ્યાન ધરવું એટલે મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો. આપણું મન સ્વભાવિક રીતે જ ચંચળ છે. દરરોજ થોડો સમય ધ્યાન ધરવાથી આપણે મનને રત રાખવાનો અભ્યાસ કરીએ છીએ. એનાથી એ સંયમ આવે છે અને ઊર્જાને બહાર લાવી શકીએ છીએ.
(૪) જ્યારે આપણે કામ કરતાં હોઈએ, યાત્રા પ્રવાસે હોઈએ કે બીજું કોઈકાર્ય કરતાં હોઈએ ત્યારે શું આ સાચું છે? હું શું કરીએ રહ્યો છું?’ એના પર વિવેકબુદ્ધિથી વિચાર કરવો.
(૫) દરેક કાર્યના શુભારંભ વખતે પ્રભુને પ્રાથો અને પછી કાર્યનો આરંભ કરો અને કાર્યના અંતે એણે ભક્તિભાવે સમર્પિત કરી દો. આ બધાં સાધનોથી આપણે વધુ ઉન્નત થતાં રહીશું; સત્યની વધુને વધુ નજીક જઈશું.
આ રીતે આપણે ધનિષ્ઠ શાંતિ અને આનંદનો અનુભવ કરવા માંડીશું. હજી પણ આપણે આ સાધના આગળ ધપાવી શકીએ. એનાથી આપણને સર્વોત્કૃષ્ટ આનંદ મળશે. આ પરમાનંદ અનન્ય છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : નરકાગાર સમા આ સંસારમાં જો એક માણસના હૈયામાં એક દિવસ પૂરતોય જરાક આનંદ અને શાંતિ લાવી શકાય, તો એટલું જ સાચું છે. મારી આખી જિંદગી દરમિયાન હેરાન થઇ થઈને હું આ શીખ્યો છું બાકીનું બધું ચાર દિવસની ચાંદની છે.
બીજાને આનંદ આપતાં શીખો અને તમને આનંદ સાંપડશે. એનું કારણ એ છે કે તમારી અને બીજા વચ્ચે કોઈ ભેદ નથી. આપણે એમની સેવા કરવી જોઈએ. પરમાનંદ કે સાચી શાંતિ મેળવવાનો આ ઉત્તમ માર્ગમાંનો એક છે. એટલે શ્રીમા શારદાદેવી કહે છે: જો તમે શાંતિ ઇચ્છતા હો તો  કોઈના દોષો જોશો નહિ, દોષ જો જો પોતાના. જગતમાં કોઈ પારકું નથી, આખું જગત તમારું છે.’ …
સંપૂર્ણ …
આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ મૂકશો, આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય છે…
બ્લોગ લીંક: http://das.desais.net