જે.કૃષ્ણમૂર્તિ …

જે.કૃષ્ણમૂર્તિ …
મિત્રો, આપણાં બ્લોગ ઉપર છેલ્લા ત્રણ વીકથી દાદીમાનાં ચિંતન નવા વિચારોનાં બીજનું વાવેતર જે રીતે આપણાં નેટમિત્ર પૂર્વિબેન અને શ્રી વિજયભાઈ ધારિઆ દ્વારા કરવામાં આવ્યું  છે, તે જ રીતે હું પણ આપ સર્વે મિત્રોને નિમંત્રણ આપું છું કે આપ પણ આપના શુભ વિચારોને, આપના લેખોને, આપના પ્રવાસોને, આપની યાદગીરીને, કોઈ અનુભવને, જોયેલું અને જાણેલુંને, સત્યઘટનાને, કે પ્રેરક પ્રસંગો વગેરે રૂપી બીજનું વાવેતર કરી આપણાં બ્લોગને હરિયાળું બનાવવા માટે સહયોગ આપો. આ ઉપરાંત આપ આપના પ્રવાસ અંગે કે અન્ય કોઈ વિષય અંગે લીધેલા ફોટાઓ અને તે ફોટાઓની સંક્ષેપમાં માહિતી પણ મૂકી શકો છો જેથી કરીને વાંચકોને એ ફોટાઓ દ્વારા જે તે સ્થળની મુલાકાત કરાવી શકાય. વળી આ બ્લોગ ફક્ત મારો કે તમારો નહીં પણ આપણાં સૌનો બ્લોગ છે.  આથી મારી આપ સૌ વાંચકોને વિનંતી છે કે આપણાં દાદીમાના આ વટવૃક્ષને ખીલવા માટે આપ સહુ એમાં આપના વિચારો રૂપી જળ નાખો જેથી નવા નવા વિષયો રૂપી નવી નવી શાખાઓ આપણને મળે.વળી એ પણ ન ભૂલશો કે આપના દ્વારા મળેલો નાનકડો ઉત્સાહવર્ધક શબ્દ પણ આપણાં આ વટવૃક્ષમાં નવી કૂંપણો, નવા પર્ણોઅને નવા ફૂલો ખીલવશે જેની સુવાસ આપણાં સમાજમાં ફેલાશે. તદપરાંત આપણાં બ્લોગમાં  રહેલા તમામ લેખકોના લેખરૂપી છોડવાઓને આપના વિચારો રૂપી, આપના મંતવ્ય રૂપી સૂર્ય કિરણ પણ આપતાં રહો  કારણ કે આપના સાથ એ તેજોમય કિરણો છે જેના દ્વારા આ લેખકોના ઉત્સાહને તેમજ તેમની કલમને શક્તિ મળે છે.  આપનો સાથ, આપનો સંતોષ અને આપનો આનંદ આ ત્રણેય અમારે માટે અત્યંત જરૂરી છે.
 

આપનો નેટમિત્ર,

અશોકકુમાર “દાસ”

 

 

 


કૃષ્ણમૂર્તિ ડાળ, પાન, ફૂલ કે ફળની નહી. પણ મૂળની જ વાત કરે છે. કોઈ ને કોઈ રીતે આપણે કુંઠિત થઈ ગયા છીએ. આપણા મનમાં અને કોઠારમાં કશો ફેર નથી. ગઈ કાલની સ્મૃતિઓ, સમાજ, પરંપરા, ધર્મ, વાદવિવાદ – આ બધા પર આપણે નભીએ છીએ. આપણે ટેકાઓ દીધા છે. આપણે કેટલા બધા થાંભલાઓ ઊભા કર્યા છે! ધર્મ, મંદિર ને પ્રેમના થાંભલાઓ, સત્તા અને માલિકીના સ્તંભો. પુસ્તક, નેતા અને ધર્મગુરુના તરણાને વળગીને આપણે તરી જવું છે. આ બધું શા માટે ? શા માટે આ બધા બંધન ? કોઈની કંઠી બાંધીને આપણે કુંઠિત થઈ જઈએ છીએ. એક સરસ ઉદાહરણ યાદ આવે છે. હોડીનું લંગર કિનારા સાથે બાંધી આપણે હલેસાં મારીએ છીએ અને પછી ફરિયાદ કર્યા કરીએ છીએ કે હોડી ચાલતી નથી.
કૃષ્ણમૂર્તિની વિશિષ્ટતા એ છે કે તે આપણને એમની પણ કંઠી ન બાંધવા માટે વિનંતી કરે છે. આપણું મન ભારે લુચ્ચું હોય છે. એ વચ્ચે દખલગીરી કર્યા જ કરે. પ્રપંચી બુધ્ધીની કનડગત વિનાના સ્વપૃથક્કરણ (self-analysis)ના આત્મપ્રયત્નો તરફ જવું એમાં જ આપણી સાર્થકતા છે. આપણી પાસે બધું જ છે. પણ હ્રદયની સરળતા નથી. આપણે જટિલતામાં રાચીએ છીએ. પ્રપંચ સાથે આપણે પનારો પાડ્યો છે. સરળતાની વાત કૃષ્ણમૂર્તિ કરે છે ત્યારે એ વસ્ત્રો કે ખોરાકની સરળતાની વાત નથી કરતા, પણ એ વાત તો છે મનની અને હ્રદયની સરળતાની ! કોઈ પણ પ્રકારની ગ્રંથી વિના જાતને તથા જગતને જોઈ શકીએ એવી સરળતા. વૃક્ષનો ખ્યાલ મનમાં રાખીને આપણે વૃક્ષને જોઈએ છીએ અને આમ આપણે ઉઘાડી આંખે પાટા બાંધીને વૃક્ષને જોવાનો ચાળો કરીએ છીએ. આપણે સરખામણી કરીએ છીએ, ન્યાય તોળવા તત્પર થઈ જઈએ છીએ, માણસ માણસને મળતો જ નથી. સામી વ્યક્તિ માટે પોતે જે ઈમેજ (image) ઉભી કરી છે એને મળે છે. આમ જીવતાજાગતા ખુલ્લા દિલના બે માણસનું નહીં પણ બે પ્રતિબિંબોનું મિલન થતું હોય છે. આપણે જે છીએ અને જેવા છીએ એનો મુકાબલો કરવાની આપણામાં તાકાત નથી. What is નો નહીં, પણ What should be માટેનો આપણો હઠાગ્રહ હોય છે. સંઘર્ષ આમાંથી જ જન્મે છે. અને એમાંથી આપણે પર નથી થઈ શકતા. કારણ કે આપણને આપણી ઈચ્છા, સ્પૃહા, ભય આ બધું બાંધી રાખે છે. કાયમને માટે જાણે કે આવી ગુલામી વહોરી લીધી હોય એવા આપણે આપણા જ કેદી છીએ. આપણે આપણી ટેવનું પરિણામ છીએ.
અખિલાઈને નહીં પણ અંશને જોવાની આપણને આદત પડી છે. આખાયે ઉપવનને બદલે આપણે એક ફૂલને જોઈએ છીએ. અને તે પણ ફૂલ વિષેના આપણા વિચારો સાથે, અધ્યાસો સાથે, અભ્યાસો સાથે, સંદર્ભો સાથે, સ્મૃતિઓ સાથે. વિચાર એ કશું જ નહીં પણ આપણી સ્મૃતિઓનો પડઘો છે. આપણી સ્મૃતિઓનો પ્રતિભાવ છે. ઈશ્વર પણ આપતાં થાકી જાય એટલી પાર વિનાની આપણી અપેક્ષા છે. ગઈ કાલના આનંદોનું પુનરાવર્તન માંગીએ છીએ અને ભુતકાળની પીડા ટળે એવું આપણે ઈચ્છીએ છીએ. જિંદગી સાથે સરળતાથી હાથ મિલાવવાને બદલે આપણે મુક્કી ઉગામીએ છીએ. ઈશ્વરને પણ આપણે ગરજે યાદ કરીએ છીએ અને એને આપણે ભૂલી જઈએ છીએ ત્યારે ભૂલી ગયા છીએ એનો ખ્યાલ શુધ્ધાં પણ નથી હોતો.
આપણા મૂળમાં પડેલી ઈચ્છા ક્યારે કેવો આકાર લેશે અને આપણને કોની પાસે અને કોનાથી દૂર લઈ જશે એની જ વાત અહીં નથી કહેવાઈ ! પણ આપણે સંસારમાં સરસ રીતે ગોઠવાઈ ગયા છીએ એમ માનીને આપણે જીવીએ છીએ એટલું જ. ખુદ કાળ પણ આપણી ભીતરની અવ્યવસ્થાને વ્યવસ્થિત નથી કરતો. સમય જતાં બધું બરાબર થઈ જશે એવો ભરોસો લેવા માટેનું એ આશ્વાસન છે. બહારના દેખીતા સંવાદને ભીતરનો વિસંવાદ આબાદ રીતે ઉઘાડો પાડે છે.
જયા મહેતા સંપાદિત સુરેશ દલાલના શ્રેષ્ઠ નિબંધોમાંથી સાભાર …
– સુરેશ દલાલ
જે.કૃષ્ણમૂર્તિ વિષે વિશેષ માહિતી માટે નીચેના વેબસાઈટ ઉપર ક્લીક કરો …
http://www.jkrishnamurti.org/index.php
http://en.wikipedia.org/wiki/Jiddu_Krishnamurti
http://www.kfa.org/
http://www.kinfonet.org/
http://www.kfoundation.org/
http://www.youtube.com/watch?v=Xg0tOj6GRGY
http://www.youtube.com/watch?v=oSqzkGyxpmc
http://video.google.com/videoplay?docid=6320375825471726124#
http://www.messagefrommasters.com/Ebooks/Jiddu-Krishnamurti-Books.htm
http://www.j-krishnamurti.org/
http://krishnamurtidiscourses.blogspot.com/
http://video.google.com/videoplay?docid=6320375825471726124#
http://www.tamilnation.org/sathyam/sathyam.htm
http://www.yetanotherbookreview.com/list.aspx?narrator=J%20Krishnamurti
સાભાર સંકલન  પ્રાપ્તિ : શ્રી વિજયભાઈ ધારિઆ  (યુ એસ એ )
બ્લોગ લીંક : http://das.desais.net – ‘દાદીમા ની પોટલી’

પશુ-પક્ષીઓના જોડકણા (ભાગ ..૩) …

પશુ-પક્ષીઓના જોડકણા (ભાગ ..૩) …
મિત્રો આજે ફરી એક વખત  શ્રીમતિ પૂર્વિબેન મલકાણ -મોદી (યુ એસ એ) દ્વારા સંકલિત નિત -નવા જોડકણા બાળકોની બાલસભા માટે ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં  આવ્યા છે, જે માટે અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ…. આપના બાળકોને તેમજ આપને  પોસ્ટ પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો. જે  અમોને તેમજ લેખકને સદા આવકાર્ય અને પ્રેરણાદાયક બની રહેશે….  આભાર !૧) ચકલી બોલે ચીં….. ચીં
ટીંપું પાણી પી…..પી.
૨) ચકલી પેલી ચીં…ચીં…કરતી, ઠાઠથી અરીસામાં જોતી ,
ટક ટક કરતી ચાંચો મારી, અક્કલ એની ખોતી.
૩) પોપટ બોલે સીતારામ
અરથનું એને નહીં કામ.
૪) કાગડા કાગડા કા……કા
મોટા અવાજે ગા…..ગા .
૫) કોયલ બોલે આંબાડાળે કૂ…….કૂ……કૂ
હોલો બોલે અગાશી પાળે ઘૂ……ઘૂ……. ઘૂ
૬) કૂકડા કૂકડા કૂકરે કૂક
ગાડી આવી છુક છુક છુક.
૭) શાહમૃગ છે પંખી મોટું, પણ ઊડવાનું ના જાણે,
ફાળ ભરતું ભાગી જાતું, પછી એને પકડવું શાને?
૮) કાળું ધોળું કાબરચીતરું કબૂતરું, લાગે છે બહુ ભોળું
ચણ નાખતાં ચણવા આવે, ઘૂ….ઘૂ…કરતું ટોળું
૯) મોર રૂપાળો કળા કરતો, ટેહૂક ટેહૂક ગાય
છમ્મક છમ્મક નાચે ત્યારે, ઢેલડ રાજી થાય.
૧૦) હંસ તરતો સરવર જળમાં, મોતી ચારો ચરતો
કમળ સાથે વાતો કરતો, હંસલી સાથે ફરતો.
૧૧) હોલો રાણો ભલો ભોળો, પર….ભૂ પર…..ભૂ ગાય,
ટૂંકી ચાંચે દાણા ચરતો, પછી ફર…ર…ર ઊડી જાય.
૧૨) પોપટ બોલે સીતારામ, સમજનું નહિ એને કામ
સમજ્યા વગર બોલી જાતો, પોપટિયું છે એને જ્ઞાન.
૧૩) કોયલ રાણી કેવી શાણી, ઈંડા પોતાના સેવે નહીં
કાગડી કેરા માળામાં જઈને મૂકી આવે તહીં.
૧૪) ઇયળ સાવ નાની સુંવાળી, સળવળ કરતી જાય
અન્નના દાણામાં હરફર કરતી દાણા કોરી ખાય.
૧૫) નાનું શું પતંગિયુ, ને કેવું રંગબેરંગી પતંગિયુ,
ફૂલે ફૂલે ફરતું ને મીઠા મધના પ્યાલા પીતું,
મીઠા મધના પ્યાલા પીતું ને છાનીમાની વાતો કરતું.
૧૬) વન વગડે ને જંગલ મંગલ, સિંહ ભયંકર ડણકે
લાકડી લઈને વનવાસી દોડે, ભેંસ ને ગાય ભડકે.
૧૭ ) કૂતરો મારો શાણો કેવો, અજાણ્યા ને જોઈને ભસતો
ચોકી કરતો ઘરઆંગણે રાત આખી ફરતો.
૧૮) કાંગારુંની પૂછડી એ તો, બનતી એનો ટેકો
પેટ આગળ કોથળી માંહે, બચ્ચાને બેઠેલું જુઓ.
૧૯) જિરાફની તો ડોક લાંબી, ટૂંકા એના કાન
ઊંચા ઊંચા ઝાડો પરથી તોડી ખાતું પાન.
૨૦) જંગલ કેરી ઝાડીમાં તો, ગેંડો મળીયો સામો
જાડો પાડો લાગે જાણે હાથીભાઇનો મામો.
૨૧) રીંછ રૂડું વાળ થરકતું, છુમછુમ કરતું નાચે
મદારીની સોટી જોતાં છાપું લઈને વાંચે.
૨૨) બોલ બંદરિયા હૂ…..પ હૂ…..પ, ઝૂલા ખાને ઝૂ….લ ઝૂ….લ
ઝૂલવું જો ના હોય તો………જાને ભણવા જા તું સ્કૂલ…………
૨૩) ડિલ પર પટ્ટા પીળા કાળા, જાણે લબડે સાપ
શિકાર કરવા વાઘભાઈ તો મારે છે મોટી તરાપ.
૨૪) કાળી કાળી ટીપકીઑ ડિલે, ચળકે કાળો રંગ
ઝાડ ઉપરથી દીપડાભાઈ તો મારે મોટી છલાંગ.
૨૫) કદરૂપી કાયા લઈને હિપો પાણીમાંથી આવે
દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે.
૨૬) ઊંટભાઈ તો ખૂબ ઊંચા, પણ લાગે છે સાવ બૂચા,
નાની પૂછડી ને ટૂંકા કાન, ને ઊંચી ડોકે ચાવે પાન.
૨૭ ) તૂંબડાં જેવુ માથું લઈને, ધમધમ કરતો જાય
સૂપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ન્હાય.
૨૮ ) હોં……ચી હોં……ચી કરતો ગધેડો, લાંબે સાદે ગાય
વારે વારે ડફણા ખાતા અક્કલ એની જાય.
૨૯ ) ગાય રે ગાય, તું મોરી માય, નિત નિત ડુંગરે ચરવા જાય
ચરી ચરીને તરસી થાય, પાણી પીવા તો નદીએ જાય.
૩૦ ) ઉંદર મામા ચૂં….ચૂં
સામે ઊભો હું…… છું.
૩૧ ) બકરી બોલે બેં……બેં
આલો-પાલો લે……લે
૩૨ ) મીની મીની મ્યાંઉ…..મ્યાંઉ
ઓરી આવ તો દૂધ પાઉં.
૩૩ ) સસલાભાઈ તો ભારે બીકણ, કાતરી ખાતા પાન
ઉંદરભાઈના મામા એ તો, એને છે લાંબા કાન.
૩૪ ) ફેણ ચડાવી નાગ ડોલે, બોલે હોલા રાણા
ઝરણા પાસે તરણા ચરતાં, હરણા છાનાંમાનાં.
૩૫ ) બકરી પેલી કાળીધોળી, બેં…….બેં કરતી જાય
સીમ ખેતરે ચરતી ફરતી આલો પાલો વીણી ખાય.
૩૬ ) હરણ નમણું દેખાય પણ, ભરતું લાંબી ફાળ
આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ.
૩૭ ) અજગર ભારે ભરડો લેતો, ઝાડની ડાળીએ ઝૂકે
તરાપ મારી જીભ લબકારી, શિકાર મોંમાં મૂકે.
૩૮ ) ઐરાવત છે હાથી એવો, સાત સુંઢોવાળો
સુંઢે સુંઢે કમળ ધરતો, ત્યારે લાગે બહુ રૂપાળો.
પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)
બ્લોગ લીંક: ‘દાદીમા ની પોટલી’ … http://das.desais.net