પેરાલીસીસ – લકવા :અને હોમીઓપેથી …

પેરાલીસીસ – લકવા : છતે અંગો એ અપંગ બનાવતો રોગ અને હોમીઓપેથીક ટ્રીટમેન્ટ:
ડો.પાર્થ માંકડ
M.D.(HOM)
(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા દાદીમા ની પોટલી’ – http://das.desais.netબ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપ આપના મન પસંદ લેખ  સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપની પસંદ કે ના પસંદ, અથવા આ સિવાય કોઈપણ અમારી ક્ષતિ બ્લોગ પર જણાય તો આપના મંતવ્યોપ્રતિભાવ / આપની કોમેન્ટ્સ દ્વારા બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે. એટલું જ નહી આપની સ્વાસ્થય અંગેની કોઈપણ સમસ્યા હોય તો જરૂર અમોને જાણ કરી તે અંગે યોગ્ય માર્ગદર્શન પણ મેળવી શકો છો.)પેરાલિસિસ કે લક્વા આ રોગ નુ નામ જ મોટેભાગે આપણ ને ડરાવી દેવા માટે પુરતુ છે. મોટેભાગે જાણીએ છીએ કે એમાં જીવ નું જોખમ નથી પણ, હાલી ચાલી ઓછું શકાય કે બીજા પર આધારિત રહેવાનું આવે એ આપણા બધા માટે ખુબ તકલીફ દાયક વિચાર છે.
પેરાલીસીસ એટલે શરીર ના કોઈ પણ ભાગ ના સ્નાયુ ઓ નું કાર્ય કરવા નું સંપૂર્ણ બંધ થઇ જવું કે ઓછું થઇ જવું..
ઐચ્છિક સ્નાયુ ઓ નું પણ ઈચ્છા હોવા છતાં ના અનુસરવું એટલે જ પેરાલીસીસ.એટલે એમ કહી શકાય કે લકવામાંમગજ અને ઐચ્છિક સ્નાયુઓ ની વચ્ચે સંદેશ નું વહન થઇ શકતું નથી.
પેરાલીસીસ થવા ના કારણો અને પ્રકારો :
પેરાલીસીસ એ ઘણા અલગ અલગ કારણે ઉદ્દભવતી તકલીફ છે અને એના ઘણા પ્રકાર છે . પણઆપણે અહી થોડી સરળતા સાથે જોઈએ તો, કેટલા અને કયા કયા સ્નાયુ ઓ માં લકવા થયો છે એના પરથી હેમીપ્લેજિયા,પેરાપ્લેજિયા, ક્વોદ્રીપ્લેજિયા જેવા નામો થી ઓળખાય છે.તેની તીવ્રતા પ્રમાણે તેને પેરેસીસ અને પેરાલીસીસ એમ બે ભાગ માં વહેચાય છે.

કારણો:
૧. સ્ટ્રોક – મગજ ને લોહી પહોચાડવા માં આવતું વિઘ્ન
૨. કરોડરજ્જુ ની ઈજા
૩. ચેતાતંત્ર ના રોગ
૪. મલ્ટીપલ સ્કલેરોસિસ
૫. પોલીઓ વાયરસ
૬. ગુલિયન બર્રે સિન્ડ્રોમ
૭. કેટલાક પ્રકાર ના પોઈઝન કે દવાઓ
૮. કેટલાક પ્રકાર ની જીનેટિક બીમારીઓ વિ.
ચિન્હો:
કયા કારણે પેરાલીસીસ થયેલ છે એના પર મોટેભાગે ચિન્હો આધારિત છે પણ છતાં :
૧. ખુબ વધુ વિકનેસ.
૨. કેટલાક પ્રકાર ના સંવેદના ના ફેરફારો
૩. માથા નો દુખાવો (કેટલાક કિસ્સા માં )
૪. ચક્કર આવવા
૫. કન્ફ્યુંસન વિ …
હોમીઓપેથી અને પેરાલીસીસ :
હોમીઓપેથી માં પેરાલીસીસ ની ખુબ અકસીર દવાઓ છે ,જે આ ચેતાઓ ના સંદેશાવહન ને ફરી સજીવન કરવા ની પ્રક્રિયાની ઝડપ વધારી ને વ્યક્તિ ને ફરી ચાલતો થવા માં મદદ કરે છે.

દવાઓ :
Arg. Nitricum,
Cuprum Met.,
Plumbum Met,
Stannum Met,
Gelsemium,
Causticum,
Alumina,
Rhus tox,
Lachesis વિગેરે.. … ખુબ ફાયદો કરે છે, એની સાથે સાથે joke પેરાલીસીસ માં ફીઝીઓથેરાપી નો રોલ પણ ખુબ મોટો છે એટલે, કસરત પણ સાથે સાથે ચાલુ જ રાખવી.
પ્લેસીબો :
“યાદ રહે , લકવા એ શરીર ની બીમારી છે , મજબુત મન એમાંથી શક્ય એટલું વહેલું બહાર આવી શકે છે”
ડૉ.પાર્થ માંકડ …
સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેક્ટ [email protected] ઉપર અથવા તો [email protected] ના ઈમેઈલ દ્વારા તેમની પૂરી વિગત સ્વાસ્થ્યની સમસ્યા – સમય, ઉંમર  સાથે જણાવવી.  તેમને  તેમના email ID પર યોગ્ય માર્ગદર્શન મોકલી આપીશું.
બ્લોગ ની મુલાકાત લેવા અહીં ક્લિક કરશો : http://das.desais.net‘દાદીમા ની પોટલી’

નોંધ : આપ સર્વેને આ સાથે જણાવવાનું  જે કે  અમોએ દાદીમાનું ચિંતન જગત‘  નામની એક નવી કેટેગરી બ્લોગ પર શરૂ કરેલ છે, ઉપરોક્ત કેટેગરીનો લાભ લેશો અને આપ સુજ્ઞ પાઠક વર્ગમાંથી કોઈપણ પોતાની કૃતિ મોકલવા ઈચ્છતા હોય તો તેઓ ને આ સાથે આમંત્રણ પાઠવીએ છીએ.  આપની કૃતિ સાથે લેખની પૂરી વિગત, લેખકની વિગત તેમજ આપનો પરિચય ટૂંકમાં મોકલવો જરૂરી છે. વિવાદાસ્પદ કૃતિ કે રાજકારણ ને સબંધિત કોઈપણ કૃતિને સ્થાન આપવામાં આવશે નહિ. કોઈપણ કૃતિ ફક્ત ગુજરાતીમાં જ મોકલવા વિનંતિ.

“अतिथि देवो भव” …

अतिथि देवो भव” …
મિત્રો આપણે અહીં બ્લોગ પર શ્રીમતિ પૂર્વિબેન મલકાણ મોદી (યુ એસ એ) ની અનેક કૃતિઓ માણતા આવ્યા છીએ અને આજે ફરી એક નવી કૃતિ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ … આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી લેખક ને જરૂર પ્રોત્સાહિત કરશો.એક સમય હતો કે ઘર આંગણે અતિથિ આવે તો તેનો યથાશક્તિ આવકારો અપાતો તેથી આપણા સાહિત્યોમાં અતિથિને ભગવન કહીને સંબોધિત કરેલ છે પરંતુ અતિથિ કોને કહેવાય? ઉપનિષદમાં કહ્યું છે કે જે મનુષ્ય રાત્રી રોકાણ અર્થે બીજાના ઘરે નિવાસ કરે છે અથવા નિશ્ચિત દિવસ, તિથિ અને સમય આપ્યા વગર આંગણિયે આવીને ઊભો રહે તેને અતિથિ કહેવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં માતા-પિતા અને ગુરૂ પછી ચોથું સ્થાન અતિથિને આપવામાં આવ્યું છે તેથી આપણે માતપિતા અને ગુરુની જેમ अतिथि देवो भव” કહીને અતિથિ રૂપી વૈષ્ણવોને આવકારીએ છીએ.
આપણા સાહિત્યોએ અતિથિના આદર-સત્કારની વાત કરતાં કહ્યું છે કે, अतिथिम् अभ्यागतम् पूज्यते यथाविधिः” અર્થાત્ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અતિથિ રૂપી વૈષ્ણવોની પૂજા કરવી. અતિથિ વૈષ્ણવ ઘરે આવે ત્યારે તેને પ્રિય થાય તેવા વચનોથી સન્માનિત કરી મીઠો આવકાર આપવો જોઈએ., તેમના પગ પાણી વડે ધોઈ કોમળ વસ્ત્ર વડે કોરા કરી તેમને બેસવા માટે આસન, પીવા માટે ઠંડુ જળ અને ભોજન માટે અન્ન પ્રસાદ ગ્રહણ કરાવી, તેમને મનુહાર કરીને પ્રસન્ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવેલ છે કે જે મનુષ્ય અતિથિનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કરે છે તેના ઘરે શ્રીમન નારાયણ લક્ષ્મીજી સહીત નિવાસ કરે છે.
અતિથિના આદર-સત્કારની વાત કરતાં મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે, અતિથિ અચાનક કોઈ એવા સમયે આવી જાય કે જ્યારે ઘરમાં કંઈ જ ન હોય ત્યારે પણ પ્રેમપૂર્વક બોલીને તેનું સ્વાગત કરવું જોઈએ. અતિથિ સત્કારના ઘણા ઉદાહરણો આપણા સાહિત્યોમાં જોવા મળે છે. ઓગણપચાસ દિવસના ઉપવાસ કરનાર રંતિદેવે પોતાના હાથમાં રહેલ ભોજનનો થાળ ભૂખ્યા અતિથિ, શુદ્ર તથા શ્વાનને સરખા ભાગે વહેંચીને આપી દીધો હતો અને પીવા માટેનું જે પાણી વધ્યું હતું તે પણ એક તરસથી પીડાતા ચાંડાલને આપી દીધું હતું. જૂનાગઢ પાસેના બિલખા ગામમાં રહેતા વૈષ્ણવ શેઠ સગાળશાનું એવું વ્રત હતું કે દરરોજ આંગણે આવેલા એક સંત-સાધુ અને વૈષ્ણવને ભોજન કરાવીને જ પોતે જમે અને જે દિવસે કોઈ વૈષ્ણવ સંત ન આવ્યા હોય તે દિવસે શેઠ અને શેઠાણી ભૂખ્યાં રહે. આપણા પુષ્ટિ માર્ગમાં પણ ઉત્તમ આતિથ્ય સત્કારના અસંખ્ય ઉદાહરણ જોવા મળે છે.
પ.પૂ૧૦૮ ગો શ્રી મથુરેશશ્વરલાલજી મહારાજ કહે છે કે આ સંસારમાં જો કંઈ સારૂં કરવા જેવું હોય તો આ પાંચ વસ્તુ છે. (૧) સંતો, ભગવદીય, અને વૈષ્ણવોનો સદા સત્સંગ કરવો , (૨) હરિનું ભજન કરી શ્રી હરિ સાથે એકત્વ સાધિ લેવું , (૩) જીવ માત્ર પર દયા અને કરૂણા રાખવી, (૪) પ્રત્યેક વૈષ્ણવોમાં સદભાવના રાખવી અને, (૫) શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુલ પર દ્રઢ વિશ્વાસ રાખવો.
મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે, वैश्नवअतिथि प्रियः सुगृहस्थों विशिष्यते” અર્થાત્  જેમને અતિથિરૂપી વૈષ્ણવો પ્રિય છે તેવા ગૃહસ્થોનો વિશેષ મહિમા હોય છે. પ્રિય સખી તેથી આપણાં સંતો કહે છે કે તમારે ભગવાન સાક્ષાત જોવા હોય તો અતિથિઓમાં જુઓ અને ઘરે આવેલા કોઈપણ વૈષ્ણવમાં પ્રભુનું કયુ સ્વરૂપ પધારે છે તે કેમ કહી શકાય પરંતુ શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ કહે છે કે જે વૈષ્ણવોને પોતાના ઘરે પધારેલા વૈષ્ણવોમાં શ્રી ઠાકુરજી દેખાઈ જાય છે ત્યારે તેમને શ્રી હરિની પ્રાપ્તિ પણ થઈ જાય છે.
પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)
ઉપરોક્ત લેખ આ સાથે બતાવેલ સાઈટ  પર  પણ  માણી શકશો… … pushti prasad. com
(નોંધ:  ઉપરોક્ત લેખ શરતચૂક થી બ્લોગ પોસ્ટ પર ફરી વખત મૂકાઈ ગયેલ છે. જે બદલ આ  સાથે આપ સર્વેની માફી ચાહું છું.)
બ્લોગ લીંક: http://das.desais.net