ચેટ્ટીનાડ પનિયારમ …(મહારાષ્ટ્રિયન) …

ચેટ્ટીનાડ પનિયારમ … (મહારાષ્ટ્રિયન)  …

આજે એક  સ્વાદિષ્ટ રેસિપી ..ચેટ્ટીનાડ પનિયારમ … (મહારાષ્ટ્રિયન) ‘ … વાનગી …

શ્રીમતિ પૂર્વિબેન મલકાણ મોદી (યુ એસ એ ) દ્વારા  ’દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવેલ છે, ઉપરોક્ત વાનગીની રેસીપી મોકલવા બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ…  ઉપરોક્ત રેસીપી જો આપને પસંદ પડી હોય તો જરૂરથી સૌ પ્રથમ ઘરે બનાવવાની કોશિશ કરશો અને ત્યારબાદ, બ્લોગ પર આવી,  બ્લોગ પોસ્ટ પર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા તમારા પ્રતિભાવ મૂકશો, જે રેસિપી ના  રચિયતા  પૂર્વિબેન માટે  પ્રોત્સાહનરૂપ બની રહેશે. આપના પ્રતિભાવ સદા અમોને બ્લોગ પોસ્ટ પર તેમજ ફેશ બૂક પર આવકાર્ય રહેશે….સામગ્રી:
ઇડલીનું ખીરૂ ૨ કપ
કાંદો ૧ બારીક સમારેલો
લીલા મરચાં ૩-૪ બારીક સમારેલા
આદું ખમણેલું ૧/૨ ચમચી
ખમણેલું લીલું નાળિયેર ૩ થી ૪ ચમચી
મીઠું સ્વાદ અનુસાર
હળદર ૧/૪ ચમચી
લીલો લીમડો
જીરું ૧/૨ ચમચી
રાઈ ૧/૨ ચમચી
કોથમરી ૧/૪ કપ
તેલ ૨ ચમચી
રીત  :
૧) તેલ ગરમ કરવા મૂકવું
૨) તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ જીરું નાખવા
૩) રાઈ જીરું નાખ્યા બાદ લીલો લીમડો અને ખમણેલું આદું નાખવું
૪) તેમાં બારીક સમારેલો કાંદો અને બારીક લીલા મરચાં નાખવા
૫) તેમાં હળદર, કોથમરી, લીલું નાળિયેર અને મીઠું નાખવા
૬) શાકને બરાબર મિક્સ કરવું
૭) આ શાકને ઇડલીના ખીરામાં નાખી મિક્સ કરી લેવું
૮) પનિયારમની ટ્રે વોર્મ કરવી
૯) ગેસ પરથી ઉતારી તેને તેલ, ઘી અથવા કૂકિંગ સ્પ્રે લગાવવું જેથી પનિયારમ ચોંટી ન જાય
૧૦) ટ્રે ના દરેક સર્કલમાં ખીરૂ મૂકવું

૧૧) ફરીથી ગેસ પર મૂકી મીડિયમ ગેસ કૂક કરવા મૂકવું
૧૨) તે કિનારી પરથી છૂટું પડવા લાગે ત્યારે ચમચી વડે કાઢી ચેક કરવું જો સોનેરી થઈ ગયું હોય તો પનિયારમ ને ઊંધું કરી બીજી બાજુ કૂક કરવા માટે ફેરવવું.

૧૩) બંને બાજુ કૂક થયા બાદ ડિશમાં કાઢી લઈ સાંભાર અથવા ચટણી સાથે પીરસવું.

સ્વાદ આસ્વાદમાંથી
પૂર્વી મલકાણ મોદી – (યુ એસ એ )
બ્લોગ લીંક: http://das.desais.net