(૧) તું જ હોય … અને (૨) દર્પણ … (રચના) …

(૧) તું જ હોય  … અને (૨) દર્પણ … (રચના) …

(આજે આપણે  ફરી માણીએ   બે સુંદર રચના, ઉપરોક્ત રચના અમોને શ્રીમતિ પૂર્વિબેન મલકાણ મોદી (યુ એસ એ) તરફથી ‘દાદીમા ની પોટલી’  – http://das.desais.net ને મોકલવામાં આવી છે, જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ .. મિત્રો આપને જો આ રચના પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષમાં લખી મોકલશો અને ફેશબુક ના પાઠક વર્ગ પણ કોમેન્ટ્સ બોક્ષમા તેમના પ્રતિભાવ આપી શકે છે, જે રચિયતા માટે સદા પ્રોત્સાહકરૂપ બને રહેશે અને અમોને સદા આવકાર્ય રહશે… )


તું જ હોય  …

મારા શ્વાસોમાં, ઉચ્છવાસમાં, ને નિશ્વાસની સુગંધમાં પણ તું જ હોય
મારી આંખોમાં, ને સપનાના વાવેતરમાં પણ તું જ સમાયો હોય
મારા હોવામાં ને મારા હૈયામાં પણ તું જ છુપાયો હોય
મારા જીવનના સમગ્ર અસ્તિત્વના સાગરના ઊંડાણમાં પણ તું જ હોય
મારા મન રૂપી દર્પણના પ્રતિબિંબમાં છાયારૂપે પણ તું જ હોય
બસ જ્યાં જ્યાં મને હું હોવાનો ભાસ થાય ત્યાં ત્યાં હે “કૃષ્ણ” તું જ વસેલો હોય

પૂર્વી મલકાણ મોદી  (યુ એસ એ)

 

દર્પણ

તમારા પ્રેમને મે દર્પણ તરીકે જોયો

તમે જે કંઇ કહ્યું તે મારા મને સાંભળ્યું

તમારી થઈ તમારામાં જીવું છુ ને

તમારા શ્વાસમાં સુગંધ બની મહેંકું છું

તમારી આંખોના વહેણમાં હું મને નિહાળું છું

કારણકે તમે એ “દર્પણ” છો જેમાં હું મારા અસ્તિત્વને માણું છું.

પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)

Blog Link: http://das.desais.net