નિ:સ્વાર્થપણું … (વિવેકવાણી) …

નિ:સ્વાર્થપણું … (વિવેકવાણી) …


તમામ ધર્મો તેમજ કાર્ય અને ઉપાસનાની સર્વ રીતો આપણને એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે.
એ લક્ષ્ય  હું સમજુ છું તે પ્રમાણે સ્વાધીનતા છે.  આપણી આસપાસ જે કાંઈ આપને જોઈએ છીએ તે સર્વ અણુથી માંડીને માનવ સુધીનાં, જીવનહીન – ચેતના –હીન જળ પદાર્થથી માંડીને પૃથ્વી પરણી ઊંચામાં ઊંચી સૃષ્ટિ માનવ આત્મા સુધીનાં, સર્વ મુક્તિ માટે માથે છે.  હકીકતે જોઈએ તો આ સમગ્ર વિશ્વ આ સ્વાધીનતા માટેના સંઘર્ષનું પરિણામ છે.  અખિલ બ્રહામાંડમાં દરેક કાન પોતાને માર્ગે જવાનો પ્રયાસ કરે છે, અન્ય કણથી જુદો પડવાનો પ્રયાસ કરે છે; પણ અન્ય કણો એણે નિયમમાં રાખે છે.  આપણી પૃથ્વી સૂર્યથી જુદી પડવાનો, અને ચંદ્ર પૃથ્વીથી જુદા પડવાનો પ્રયાસ કરે છે.  દરેક વસ્તુ સ્વતંત્ર થવાની વૃતિ ધરાવે છે.  આપણે જે કાંઈ આ વિશ્વમાં જોઈએ છીએ તેના પાયામાં સ્વાધીનતા તરફની સતત મથામણ દેખાય છે.  આ વૃત્તિથી પ્રેરાઈને જ સંતપુરુષ પ્રાર્થના કરે છે અને લૂંટારા લૂંટ કરે છે.  આપણે અંગીકાર કરેલી કાર્ય પદ્ધતિ યોગ્ય ન હોય તો તે અશુભ કહેવાય.  જ્યારે તેની ક્રિયા યોગ્ય અને ઉચ્ચ હોય ત્યારે તે શુભ કહેવાય છે.  પણ આ વૃત્તિ એક જ હોય છે – સ્વાધીનતા માટેનો સંઘર્ષ.  સંતપુરુષ પોતાની બંધાન્ભારી સ્થિતિના ભાનથી પીડાય છે અને તેથી એ તેનો ત્યાગ કરવા માથે છે, માટે એ ઈશ્વરની ઉપાસના કરે છે.  ચોર પોતાની પાસે અમૂક વસ્તુઓ નથી એવા વિચારથી પીડાય છે, એ ઊણપને પૂરી કરવા તે માથે છે, એ ઊણપમાંથી મુક્તિ મેળવવા માથે છે; માટે એ ચોરી કરે છે.  સ્વાધીનતા એ જ જડ કે ચેતન સર્વ પ્રકૃતિનું એક લક્ષ્ય છે;  અને જાણ્યે કે અજાણ્યે સર્વ આ લક્ષ્ય માટે વિગ્રહ વ્હોરે છે.  સંતપુરુષ ઈચ્છે છે તેના કરતાં ચોરનો સ્વાધીનતાનો પ્રકાર સાવ જુદો છે;  સંત જે સ્વાધીનતા માગે છે તે વડે તે અનંત, અનિવર્ચનીય આનંદ તરફ જાય છે, જ્યારે લૂંટારાની લગની એના આત્માનાં બીજાં બંધનો ઘડે છે.
સ્વાધીનતા ભણીનો સંઘર્ષ તમામ ધર્મોમાં જોવા મળે છે.  માણસ જડ દેહ જ છે, એ વિચારને છોડવો એ નીતિ અને નિ:સ્વાર્થવૃતિનો પાયો છે.  એક જનને આપણે સારું કામ કરતો જોઈએ, બીજાને મદદ કરતો જોઈએ, ત્યારે એનો અર્થ એ થાય છે કે એ ‘હું અને મારાં’ નાં માર્યાદિત વર્તુળોની અંદર રહી શકતો નથી.  નિ:સ્વાર્થપણાની કોઈ મર્યાદા નથી;  સંપૂર્ણ નિ:સ્વાર્થવૃતિ એ જ લક્ષ્ય છે, સર્વ નીતિશાસ્ત્રો એમ કહે છે.  માનો કે આ સંપૂર્ણ નિ:સ્વાર્થપણું માણસ પ્રાપ્ત કરે, પછી એનું શું થાય ? પછી એ ‘શ્રી .. ફલાણા  – ફલાણા –‘  રહેતા નથી;  એ અંત વિસ્તારને પામવું એ ખરેખર બધા ધર્મોનો, નીન્તીનો અને તત્વજ્ઞાનનો ઉપદેશ છે.
(‘સ્વા.વિવે. ગ્રં.મા.’ ભાગ-૧, પૃ.૮૭-૮૮. રાજ.-૧૧-૩/૫૩૫(૫))

(૧) પગલા …

(૧) પગલા …


એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું. સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો. 

આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની.

થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં. અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ. વળી તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ ક દુ:ખી હતો ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ. તે ઈશ્વર પ્રત્યે નારાજ થઈ ગયો. તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવું કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’

ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.’

‘તો પછી…..’

‘સાંભળ તો ખરો. તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે. એ વખતે મેં તને તેડી લીધેલો.

પ્રાપ્તિ સ્થાન: ફેશબુક (અજ્ઞાત)