વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી … (પ્રભાતિયું) …

વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી … (પ્રભાતિયું) …
સ્વર: નારાયણ સ્વામી …

.

.
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી ..
પ્રેમને વશ થયા રાગી ..
પ્રભુજી..
એમાં, શું કરે પંડિતને કાજી ..
પ્રેમને વશ થયા રાગી …
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી…
કરમાં બાઈનો, આરોગ્યા ખીચડો
વિદુરની ખાધી ભાજી .. (૨)
એઠાં બોર શબરીના ખાધાં ..(૨)
છપ્પન ભીઓગ મેલ્યાં ત્યાગી ..
વ્હાલે  મારે,
છપ્પન ભોગ મેલ્યાં ત્યાગી ..
એ જી .. પ્રેમને વશ થયા રાગી …
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી …
વિદુરને ઘેર,
શ્રી કૃષ્ણ પધાર્યા .. (૨)
કેળાં લાવ્યાંતા માંગી ..
ગર્ભ કાઢી ને, છાલ ખવડાવી .. (૨)
છાલ ખવડાવી પ્રભુને …
વ્હાલે , તોઈ ના જોયું જાગી ..
પ્રભુજી એ, તોઈ ના જોયું જાગી ..
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી …
પ્રભુજી, પ્રેમને વશ થયા રાગી …
ગણિકા હતી તે, પોપટ પઢાવતી  .. (૨)
તેમાંથી લેહ એને લાગી .. (૨)
શ્રી હરિ તેને તો સહેજમાં મળ્યાં
શ્રી હરિ … સહેજમાં મળ્યાં
એ ની, સંસારની, ભ્રમણા ભાંગી .. (૨)
વ્હાલો મારો.
પ્રેમને વશ થયા રાગી ..
એમાં શું કરે પંડિત ને કાજી ..
પ્રેમને વશ થયા રાગી ..
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી …
ભક્તની લોકો નિંદા કરે ને ..
જગત થયું છે પાજી .. (૨)
ભલે મળ્યાં, મહેતા નરસિંહ ના સ્વામી …
ભલે મળ્યાં …. એ જી .. મહેતા નરસિંહના સ્વામી
માથે, ગિરધર રહ્યાં છે દાગી ..
પ્રેમને વશ થયા રાગી ..
ભલે ને મળ્યાં રે ….
એ જી .. નરસિંહના સ્વામી ..
માથે  ગિરધર રહ્યાં છે દાગી ..
પ્રેમ ને વશ થયાં રાગી ..
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી …
Blog Link : http://das.desais.net