એપીલેપ્સી – ખેંચ અને હોમીઓપેથી …

એપીલેપ્સી – ખેંચ અને હોમીઓપેથી …
ડૉ. પાર્થ માંકડ
M.D.(HOM)
(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા દાદીમા ની પોટલી http://das.desais.net બ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ. આપના મંતવ્યો પ્રતિભાવ / આપની કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે. એટલું જ નહી આપની સ્વાસ્થય અંગેની કોઈપણ સમસ્યા હોય તો જરૂર અમોને જાણ કરી તે અંગે યોગ્ય માર્ગદર્શન પણ મેળવી શકો છો.)
એપીલેપ્સી જેને સાદી ભાષા માં ખેંચ કહેવાય છે, ચેતાતંત્ર ને લાગતો જરા અટપટો રોગ છે ને હોમીઓપેથી માં તેની ખુબ જ અસરકારક દવાઓ છે જ એનું ગૌરવ છે.  આપણી આસપાસ ઘણા બધા ને વાઈ આવે છે એમ કહેવાય છે જે હિસ્ટેરિયા છે, જેમાં ચેતાતંત્ર ને  બદલે લાગણીઓ વધુ ઇન્વોલ્વ હોય છે એ આપને ફરી કોઈ લેખ માં જોઈશું પણ જો આ વાઈ આવવા જેવી ઘટના વ્યક્તિ એકલી હોય ત્યારે થાય અને એ દરમ્યાન વ્યક્તિ પોતાના જીભ કે હોઠ લોહી નીકળે એ રીતે જો ચાવી જાય તો એને વાઈ ને બદલે ખેંચ આવી કે હિસ્ટેરિયા ને બદલે એપીલેપ્સી છે એમ કહેવાય.
એપીલેપ્સી શું છે ? …
આપણું આખું ય ચેતાતંત્ર માં સંદેશ નું આવાગમન માં ઇલેક્ટ્રિક ઈમ્પલ્સીસ ખુબ મહત્વ નો રોલ પ્લે કરે છે કે એમ કહી એ તો ચાલે કે એ સંદેશ નું આવાગમન આખુય ઇલેક્ટ્રિક સિગ્નલ્સ જેવું જ છે, એટલે હવે કોઈ પણ કારણે આ ઇલેક્ટ્રિક સિગ્નલ્સ માં શોર્ટ સર્કીટ જેવું થાય તો તે અનિયંત્રિત થઇ જાય …વગર ઈચ્છા એ કે જરૂરે, હાથ વળી જાય, પગ વળી જાય, જીભ વળી જાય, વગર કહે જડબું જોર થી બંધ થઇ જાય .. બસ કૈક આવી ઇલેક્ટ્રિક સિગ્નલ્સ ની શોર્ટ સર્કીટ એટલે જ એપીલેપ્સી. આવું જો એક જ વાર થાય તો એને સીઝર તરીકે ઓળખાય છે પણ જો વારંવાર થાય તો એને એપીલેપ્સી કહી શકાય પણ ગુજરાતી માં એને કોમન ખેંચ શબ્દ થી જ ઓળખાય છે.
ખેંચ ના કારણો :
૧.) સ્ટ્રોક
૨.) મગજ ના કોઈ ભાગ ને થયેલી ઈજા.
૩.) ઇન્ફેકશન – જેમ કે મેનીન્જાઈટીસ વિગેરે …
૪.)જન્મ સમયે મગજ ને થયેલી ઈજા કે થયેલો ઓક્ષિજન નો અભાવ.
૫.) મગજ ની ગાંઠ
૬.) મગજ ને અસર કરે એવા અન્ય કેટલાક જીનેટિક કે એ પ્રકાર ના વેસ્ટિંગ ડીસીસીસ.
૭.) ઇડીઓપેથીક – કોઈ પણ પ્રકાર ના દેખીતા કારણ વિના.
આ બધા ના વિસ્તૃત વર્ણન માં ના પડતા અ બધા માં સામાન્ય હોય એવા કેટલાક ચિન્હો જોઈ લઈએ.

 

ચિન્હો :
૧.] વ્યક્તિ અચાનક એક જ જગ્યા એ જોવા લાગે – થોડા સમય બાદ એનો એને ખ્યાલ જ ના હોય.
૨.] અચાનક હાથ કે પગ ના સ્નાયુ ઓ ઝટકા સાથે ખેંચવા લાગે.
૩.] જીભ અને જડબું કડક થઇ જાય
૪.] ઓરા- એટલે કે ક્યાં થી ખેંચ શરુ થાય છે કે શરુ થાય એ પહેલા ના કેટલા ચિન્હો પણ કેટલીક વાર હોય છે જેમ કે ખુબ માથું દુખવું.

દવાઓ : 

કેટલીક ખુબ વપરાતી ખેંચ માટે ની હોમીઓપેથીક દવાઓ જેમ કે :

Nux Vomica,
Cuprum Met. ,
Stannum Met,
Lachesis,
Cicuta virosa,
Stramonium,
Bufo rana ….
જેવી દવાઓ ખુબ અકસીર છે.
પ્લેસીબો :
ખેંચ અને વાઈ ને ખુબ બધી અંધશ્રદ્ધા ઓ સાથે સાંકળી દેવાયા છે જેમાં થી બહાર આવવા ની ખુબ જરૂર છે. એને વળગણ કે ભૂત સાથે સમાજ ના સાંકળે એનું ભણેલા વર્ગે ખાસ ધ્યાન રાખવું.
ડૉ.પાર્થ માંકડ
સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેક્ટ [email protected] ઉપર અથવા તો [email protected] ના ઈમેઈલ દ્વારા તેમની પૂરી વિગત સ્વાસ્થ્યની સમસ્યા – સમય, ઉંમર  સાથે જણાવવી.  તેમને  તેમના email IDપર યોગ્ય માર્ગદર્શન મોકલી આપીશું.
બ્લોગ ની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરશો : http://das.desais.net – ‘દાદીમા ની પોટલી’

રંગની રાગિણી …

રંની રાગિણી
આજે આપણે અહીં ફરી એક વખત શ્રીમતિ પૂર્વિબેન મલકાણ -મોદી (યુ એસ એ) રચિત … એક સુંદર  રચના  … ‘રંની રાગિણી’ … માણીશું. ઉપરોક્ત સ્વરચિત રચના ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ… મિત્રો, પૂર્વિબેન બહુમુખી પ્રતિભા ધરાવે છે અને આપણા બ્લોગ પર અવાર નવાર કશુક નવું આપવા તેઓ કૃતનિશ્ચયી રેહતા હોય છે.. બસ તમારી પાસે એક જ આશા છે કે તેમની આ રચના તમને પસંદ આવી હોય તો તમારા પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષ દ્વારા જરૂર મૂકશો, જે લેખક ને સદા પ્રેરણાદાયી અને ઉત્સાહવર્ધક બની રહેતા હોય છે અને  જેના દ્વારા તેની કલમને શક્તિ  મળે છે. …


તમારી સાથે છે પ્રેમ ને, તમારી સાથે છે મીઠા ઝગડા
તમારી ખુશીમાં સમાયેલી છે મારી પણ ખુશી
તમારી પૂર્ણતામાં રહેલી છે મારી પણ પૂર્ણતા
તમારી સફળતામાં જોડાઈ જાય છે મારી પણ સફળતા ને
તમારી મંઝિલમાં સમાઈ જાય છે મારી પણ મંઝિલ
એજ રીતે કે જે રીતે
વૃક્ષોને આલિંગન આપીને વેલી વીંટળાઇ જાય છે,
તેમ મારા મન કેરા પુષ્પ પર તમારો રંગ ચડી જાય છે
આ રંગોળીમાં રંગાઈને લાગે છે કે ચાલો બંને ભેગા થઈને,
આપણી મંઝિલને ફૂલોથી સુવાસિત બનાવીએ ને,
આપણાં આંગણામાં “એક ગુલાબ ને એક મોગરો” ખિલાવીએ.
સાભાર :પૂર્વી મલકાણ – મોદી (યુ એસ એ.)
બ્લોગ પોસ્ટ લીંક: http://das.desais.net

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?..(ભાગ ૩) …

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?..(ભાગ ૩) …
( શ્રીરામકૃષ્ણ મઠ, રાજમુંદ્રીના અધ્યક્ષ સ્વામી અક્ષરાત્માનંદજી ના મૂળ અંગ્રેજી પુસ્તક ‘પ્રોબ્લેમ્સ એન્ડ હાઉ ટુ ફેઈસ ધેમ’ માંથી કરેલ ગુજરાતી અનુવાદ ધારાવાહિક રૂપે કુલ- ૩ ભાગમાં અહીં ક્રમશ પ્રસ્તુત કરવા  નમ્ર કોશિશ કરેલ છે.. .., ઉપરોક્ત  બધાજ -૩  ભાગને માણવા જરૂર અહીં બ્લોગ પર પધારશો, બધાજ ભાગની લીંક પોસ્ટની આખરમાં આપેલ છે. અને હાઁ,  તમારા પ્રતિભાવ પણ બ્લોગ પોસ્ટ પર આવી અને કોમેન્ટ બોક્ષમાં આપશો.  આપની કોમેન્ટ્સ સદા અમોને આવકાર્ય  અને પ્રેરણાદાયક  છે. તો કોમેન્ટ્સ આપવાનું જરૂર ભૂલશો નહિ … )

સ્વામી વિવેકાનંદજી ના જ એક સંન્યાસી દ્વારા આ ધારાવાહિક નો આજે છેલ્લો હપ્તો  છે. આજના હપ્તામાં સ્વામીજીના જીવનમાં બનેલ ઘટનાઓના ઉદાહરણનો પણ સમાવેશ થયેલ છે. આશા રાખું છે કે આપણા સર્વેના જીવનમાં તેની વાત પ્રેરક બની રહશે..
(ગતાંકથી આગળ)
૯.) આપણી પસંદગી કઈ છે ? …
હવે કદાચ તમે પૂછશો કે આ સમસ્યાઓ તો સારી અને ઉપયોગી છે તો પછી શું આપણે સંપૂર્ણપણે એને આધીન છીએ? શું આપણે એને પસંદ કરી શકીએ ખરા ? આનો જવાબ ‘હા’ અને ‘ના’ બંને છે. તમે રણમેદાનની પસંદગી કરી શકો પણ યુદ્ધની નહિ. તમે યુદ્ધને નિવારી શકતા નથી, પણ સમસ્યા તમારા માટે શું કરી શકે એની પસંદગી કરી શકો છો.
‘સમસ્યા તમારા માટે શું કરી શકે ?’ તમે સમસ્યાના દરેક પાસાને કદાચ અંકુશમાં લાવી ન શકો. પણ તમે એને માટે તમારા પ્રતિભાવની પસદંગી કરી શકો. આ પસંદગી તમારે જ કરવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘એ સમસ્યાની સામે તમારું પરિવર્તન કેવું હશે ?’
જ્યારે તમે તમારા પ્રતિભાવ કે પ્રતિવર્તન પર સંયમ લાવી શકો ત્યારે તમે તમારા પર એ સમસ્યાના પ્રભાવને પણ સંયમમાં લાવી શકો. તમારો પ્રતિભાવ એ જ અંતિમ શબ્દ છે.
તમારા જીવનની કોઈ પણ સમસ્યા માટે તમે અભાવાત્મક રીતને બદલે ભાવાત્મક દાખવો તો તમે કાળા-મેષ ડાઘાને ચમકતા તારામાં પરિવર્તિત કરી શકો.
રામકૃષ્ણ મઠના એક વિદેશી સંન્યાસી સ્વામી અતુલાનંદે કહ્યું હતું: ‘કોઈ પણ બાબતની કોઈ કિમંત નથી. આપણો પ્રતિભાવ જ એના માટે કંઈક કિમંત ઊભી કરે છે. જો તમે કોઈ પણ નિંદા કે ટીકાને સ્વીકારો નહિ કે ગણકારો નહિ તો તમે પ્રતિભાવને તમારી સાથે લઇ જતા નથી. તમારી નિંદા કે પ્રતિરોધની કશી કિંમત નથી. એ તમને સ્પર્શી જ ન શકે.’
૧૦.) સમસ્યાઓ પ્રત્યેનું તમારું વલણ …
આપણે એટલું સમજી લેવું જોઈએ કે દરેક સમસ્યામાં ભાવાત્મક શક્યતાઓ રહેલી છે. આ દુનિયામાં જેટલી શોધો કે પ્રતીશોધો થઇ છે તે કેટલીક સમસ્યાઓને લીધે જ થઇ છે. જે તે સમસ્યાઓના ઉકેલને લીધે નવી નવી શોધો થઇ અને એણે કારણે જગતનું ઘણું મોટું પરિવર્તન થઇ ગયું. જો દરેક વ્યક્તિ આ સમસ્યાઓની સામેથી પાછો હટી ગયો હોય તો આ માનવ પ્રજા આજે પણ પોતાના ઉદ્ ગમ સ્થાને જ હોય.
આ વિશેનું એક ઉદાહરણ છે ‘પેનિસિલિન’ ની શોધ. પ્રયોગમાં નવી ફૂગના વિકાસની વૈજ્ઞાનિકોને અપેક્ષા કે જાણ ન હતી. આ નવી ઉપજાતિ ફૂગને કારણે એમનાં પ્રયોગો નિષ્ફળ જતા હતા. ‘અરે ! આ તો સાવ નકામી છે’ એમ વિચારવાને બદલે વિજ્ઞાનિકોએ એનો કંઈક સારો ઉપયોગ શોધી કાઢવા પ્રયત્ન કર્યો. એણે પરિણામે લાકો લોકો માટે જીવણ રક્ષક દવાની શોધ થઇ. જો એ વૈજ્ઞાનિક આ બાબતને નજર અંદાજ કરત અને એ સમસ્યા વિશે ગણગણતો જ રહેત તો માનવ પ્રજાએ એક અમૂલ્ય દવા ગુમાવી હોત ! આણે જ તમે સમસ્યાની ભાવાત્મક શક્તિઓનો ઉઘાડ કહી શકો.
૧૧.) ‘જો’ વાળો વિચારક અને ‘કેવી રીતે’ વાળો વિચારક …
તમે ક્યા પ્રકારના વિચારક છો ? ‘જો’ વાળો વિચારક પોતાની સમસ્યાઓ અને વિઘ્નનું જ રટણ કર્યાં કરે. ‘જો મેં આમ કર્યું હોત કે તેમ કર્યું ?હોત..’ એવું જ રટ્યા રાખે છે. આવું વિચારી વિચારીને કેટલોયે સમય વેડફી નાખે છે.
‘કેવી રીતે’ વાળો વિચારક ભૂતકાળની ભૂલોનું પોસ્ટમોર્ટમ કરતો નથી. તે હંમેશાં આટલું વિચારવાનું શરૂ કરી દે છે: ‘સમસ્યાઓને કેવી રીતે ઉકેલવી ? આનો કંઈક ઉકેલ હોવો જ જોઈએ.’
જો તમે પરિસ્થિતિને સુધારવા ઇચ્છતા હોત તો કંઈક ભાવાત્મક કરો. તમારી આજુબાજુના વાતાવરણ અને લોકો વિશે ગણગણવાથી કંઈ સહાય મળશે નહિ.
જો તમે જીવન તરફ દ્રષ્ટિ કરો તો તમને પૂર્ણપણે સારું દેખાવાનું નથી. મોટા પ્રાણીઓ નાના પ્રાણીઓને ખાય છે. બળવાન પુરુષો નિર્બળો પર શાસન કરે છે અને એનુ દમનેય કરે છે. આમ તો પ્રકૃતિ પણ બધાંને માટે સારી ભલી નથી. અને કુદરતી આફતો વિશે શું કહેવું ? લાખો નિર્દોષ લોકો એનાથી પ્રભાવિત થાય છે. શું આવી આફત કે અડચણ માટે આપણે કુદરતને જવાબદાર ગણીશું ખરા ?
‘આ જિંદગીમાં કંઈ ભલીવાર નથી’ એવું વારંવાર બોળીને અને સમસ્યાઓથી તમે દૂર ભાગો છો અને અંતે ‘તમારી જાત માટે કંઈ સારુ નથી’ એવું માનો છો.
વિલિયમ જેમ્સ નામના એક મહાન વિચારક કહે છે : ‘માનવ પોતાનાં મનોવલણોને પરિવર્તિત કરીને પોતાના જીવનને બદલી નાંખે છે – આ જાણવું એ જ આપણા યુગની સૌથી મહાન શોધ છે.’
એટલે જ મહેરબાની કરીને ‘જો’ વાળા વિચાર ન કરો અને ‘કેવી રીતે’ વાળા વિચાર આરંભી દો.
૧૨.) સમસ્યાઓ પ્રત્યેનો તમારો અભિગમ …
જો તમે ખંત અને ધીરતાથી સમસ્યાનો સામનો કરવાની ક્ષમતા ધરાવતા હો તો તમે તે વધુ ઊર્જા સાથે કરી શકો, અને તે તમારા માટે વધારે લાભદાયી પણ નીવડશે. તમે દરેક વખતે સફળ થશો જ એમ કહેવાનો મારો અર્થ નથી. પણ એટલું તો ખાતરીપૂર્વક કહી શકું કે તમે હારી જાઓ તો પણ એ તમારા માટે ફાયદાકારક બની રહેશે. ‘મારું મનોવલણ કેવું છે?’ આ જ વિચાર તમારા મનમાં રહે એ સર્વપ્રથમ અને સૌથી વધુ આવશ્યક છે.
સર્વ પ્રથમ તો તમારે એટલું સમજી લેવું જોઈએ કે સમસ્યાઓ આપણને માનવ બનાવવા માટે છે, નહિ કે આપણને ભાંગી નાખવા.
નોર્મન વિન્સેન્ટ પિલ કહે છે: ‘ચિંતામગ્ન વ્યક્તિ સમસ્યા પર સુયોગ્ય જુસ્સા સાથે ખાબકતો નથી; એટલે કે સ્વભાવિક રીતે પોતાની જાતને વિસરીને તે આગળ વધતો નથી અને પોતાનું કાર્ય કરતો નથી. આવો હતાશ માણસ કોઈ પણ કાર્યને ઈશ્વરની વિનમ્રભાવની સેવાની ઈચ્છા કરવાના ભાવને બદલે તનાવપૂર્ણ મનથી ‘પોતે નિષ્ફળ થશે જ’ એવા ભય સાથે કામ કરે છે.’
આપણા બધા મહાન લોકોમાં એક વસ્તુ સર્વ સામાન્ય છે- તેઓ કામ કરવામાં મગ્ન બની જાય છે, તેઓ કામ કરતા જ રહે છે અને પોતાની જાતને સાવ ભૂલી જાય છે. તેઓ પોતાના કાર્યને એટલા બધા સમર્પિત હોય છે કે તેઓ ટાણે ભોજનેય લેતા નથી. આવા લોકો માટે કોઈ પણ પરિસ્થિતિ કે વસ્તુ સમસ્યા જનક નથી.
એક વૈજ્ઞાનિકની વાત છે. તેણે પોતાના મિત્રને બપોરના ભોજન માટે નિમંત્રણ આપ્યું. તેણે બધી તૈયારીએ કરી લીધી અને પછી પોતાના સંશોધનકાર્યમાં ડૂબી ગયો. તેનો મિત્ર આવ્યો અને જોયું તો વૈજ્ઞાનિક તો પોતાની પ્રયોગશાળામાં હતા. મિત્ર એના કાર્યમાં ખલેલ પહોંચાડવા ઇચ્છતો ન હતો. તેણે થોડીવાર રાહ જોઈ અને પછી પોતાનું ભોજન પતાવી લીધું. વૈજ્ઞાનિકના મિત્રને ખૂબ ભૂખ લાગી હતી એટલે એ પોતાના મિત્રનું ભોજનેય ઝાપટી ગયો. આટલું થયા છતાં પણ પેલા વૈજ્ઞાનિક તો હજીયે પોતાના કામમાં જ રત હતા; એટલે પેલો મિત્ર શાંતિથી ઘરની બહાર નીકળીને ચાલ્યો ગયો.
થોડા સમય પછી પેલા વૈજ્ઞાનિક ભોજનના મેજ પાસે ગયો. જોયું તો બધી થાળી ખાલીખમ હતી. એના મનમાં વિચાર આવ્યો : ‘અરે ! મેં તો ઘણા સમય પહેલાં ભોજન પતાવી દીધું લાગે છે !’ એમ વિચારીને પોતાની પ્રયોગશાળામાં સંશોધનકાર્ય ચાલુ રાખવા ચાલ્યા ગયા.
નોર્મન વિન્સેન્ટ પિલ કહે છે: ‘વાસ્તવિક રીતે બધા શરમાળ લોકો અહંભાવી હોય છે. એમનાં વિચારો દુઃખદાયી હોય તેવી રીતે સ્વકેન્દ્રી હોય છે. આમાંથી મુક્તિ મેળવવાં આવા લજ્જાળુ વ્યક્તિએ સ્વવિસ્મૃતિના ભાવ પર સ્વામિત્વ જમાવવું જોઈએ.’
સ્વામી વિવેકાનંદનો કર્મયોગનો આદર્શ પણ આમ જ કહે છે. નિષ્કામ કર્મયોગનો હેતુ અહંભાવને ભૂંસી નાખવાનો છે. સ્વામી વિવેકાનંદ કહે છે: ‘પોતાના પરિણામને વળગી રહેતો વ્યક્તિ સાચો કર્મવીર છે. પોતાને ભાગે આવેલી ફરજોના સ્વરૂપની જ રટણા કરે છે.’
બાહ્ય વસ્તુ કે પરિસ્થિતિ નહિ પણ એ વિશેના આપણા વિચારો જ આપણને બંધનમાં નાંખે છે અને મુક્ત પણ કરી શકે છે. હવે તમે આવો પ્રશ્ન પૂછી શકો: ‘જ્યાં સમસ્યા જ ન હોય અથવા જે તે પરિસ્થિતિમાં બધી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હોય, એવી પરિસ્થિતિ છે ખરી ?’ કહેવાતા કલ્યાણ રાજ્ય, સમાજ કે તરંગી તુઘલખી સમાજમાં આ જ વસ્તુની અપેક્ષા રાખવામાં આવે છે. (આવા રાજ્ય કે સમાજનું અસ્તિત્વ જ ન હોઈ શકે.) ઘણા સમય પહેલાં શોપર હોઅરે કહ્યું છે: ‘ જ્યારે માનવીઓ સહિસલામતી અને ક્ષેમકલ્યાણને મેળવી લે છે, પોતાની બીજી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી દે છે ત્યારે તેઓ પોતે જ પોતાને માટે સમસ્યાઓ બની જાય છે.’
આનું વધુ સચોટ ઉદાહરણ આપવા માટે ભારતનાં ઘણા ભાગોમાં રામકૃષ મિશને હાથ ધરેલ પુનર્વસન પ્રકલ્પની વાત કરું છું. કેટલાક પ્રકલ્પોમાં સમગ્ર પુનર્વસન કાર્ય મિશન દ્વારા જ થયું હતું. પોતે પગભર થઇ શકે એટલે આના લાભાર્થીઓને નોકરી-ધંધો અપાયો. એનું પરિણામ શું આવ્યું? સૌના આશ્ચર્ય વચ્ચે આ બધા લાભાર્થીઓ જે કંઈ ધન રળ્યા એનો ઉપયોગ કેમ કરવો, એ સમજી શક્યા નથી. પરિણામે દારુ, બીડી જેવી બૂરી આદતોમાં ફસાઈ ગયા.
ત્યાર પછી આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો. એ લાભાર્થીને જીવનમાં ભરણપોષણ કરવા માટેના સદુપાયોની કેળવણી આપવામાં આવી. સાથે ને સાથે એમણે આ પુનર્વસન કાર્યમાં પણ જોતરવામાં આવ્યા. પેલા કરતાં આનું પરિણામ વધારે સારું આવ્યું. હવે આપણે આપણા મૂળ મુદ્દા પર આવીએ. અંતે તો મુશ્કેલી એવી પરિસ્થિતિ છે કે જેનો સામનો કરવા કે એની સાથે પનારો પાડવા આપણે તૈયાર નથી હોતા. જ્યારે આપણે આવી પરિસ્થિતિ સાથે પનારો પાડવા આપણું મન બનાવી લઈએ છીએ ત્યારે એ મુશ્કેલી મુશ્કેલી રહેતી નથી. એક કહેવત છે- ‘ઘણનો ઘા કાચના ચૂરેચૂરા કરી નાખે છે પણ લોખંડને તો સુંદર મજાનું ઘડી દે છે.’મુશ્કેલી તમારું શું બગાડી શકે તેનો આધાર તમારી ભીતર કેટલું સત્વ છે તેના પર છે. એટલે મુશ્કેલીઓ આપણું ઘડતર કરવા આવે છે, આપણને ભાંગી નાખવા નહિ.
સ્વામી રંગનાથાનંદજીએ કહ્યું છે: ‘સમસ્યાઓથી દૂર ભાગવું એ સમસ્યાનો ઉકેલ નથી, એનું કારણ એ છે કે સમસ્યા તો તમારો પીછો કરવાની જ છે.’
સ્વામી વિવેકાનંદે પોતાના જીવનમાંથી એક રસપ્રદ ઉદાહરણ આપ્યું છે : ‘એક વખત હું વારાણસીમાં એક મેદાનવાળા સ્થળેથી પસાર થતો હતો. એની એક બાજુ એ પાણીનું મોટું તળાવ હતું અને બીજી બાજુએ ઊંચી દિવાલ હતી. એ મેદાનમાં ઘણા વાંદરા હતા. વારાણસીના વાંદરા વિશાળકાય અને જંગલી હોય છે અને ક્યારેક ક્યારેક આક્રમણ પણ કરે છે. હવે એમણે મનમાં એવો નિશ્ચય કરી લીધો કે મને ત્યાંથી પસાર થવાં ન દેવો. જેવો હું ત્યાંથી પસાર થતો હતો કે તેઓ તેઓ મારી આસપાસ વીંટળાઈ વળ્યા. હૂપાહૂપ કરીને ડાંચિયા કાઢવા માંડ્યા અને મારા પગ પાસે આવીને આળોટવા માંડ્યા. તેઓ તો વધારે ને વધારે નજીક આવતા જતા હતા. મેં ત્યાંથી દોટ મૂકવાનો પ્રયત્ન કર્યો. પણ જેટલો હું ઝડપથી દોડતો હતો એટલી જ ઝડપથી પેલા વાંદરાઓ પણ દોડીને મારી સામે આવવા લાગ્યા અને મારી સામે ડાંચિયા કાઢવા લાગ્યા. હવે એના પંજામાંથી છટકવું અશક્ય લાગ્યું. એવામાં એક અજાણ્યા માણસે મને બૂમ પાડીને કહ્યું : ‘એ ભાઈ, દરો નહિ. આ જંગલી પ્રાણીઓનો સામનો કરો.’ હું પાછો ફર્યો અને મેં હિંમતથી વાંદરાઓનો સામનો કર્યો. તેઓ પણ પાછા હઠ્યા અને ત્યાંથી નાસી ગયા. ત્યારથી હું આ જીવનનો સૌથી મોટો બોધપાઠ શીખ્યો : ‘ભયંકર મુશ્કેલીઓનો સામનો કરો, હિંમતથી સામનો કરો. જ્યારે આપણે તેનાથી ડરીને નાસવાનું બંધ કરીએ છીએ ત્યારે આ વાંદરાઓની જેમ જ જીવનની મુશ્કેલીઓ પણ એની મેળે દૂર થઇ જાય છે.’ એક બીજાં વિચારકે કહ્યું છે: ‘આપણે આપણા જીવનનો બોઝો કામ કરવાનું બંધ કરીને ઊંચકી શકવાના નથી, પણ કેવી રીતે કામ કરવું એ શીખીને એણે ઉપાડી શકીએ છીએ.’
ઉપર્યુક્ત બાબત પરથી આટલું તારણ તારવી શકાય કે સફળ વ્યક્તિમાં હંમેશાં એક ગુણ હોય છે. એનામાં સમસ્યાભરી પરિસ્થિતિનો સામનો કરવાની અજબની પૂર્ણ ઉત્તેજના હોય છે. આ ઉત્તેજના જ આશ્ચર્ય સર્જે છે.
સંપૂર્ણ …
ભાગ … ૧  ની લીંક :

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?..(ભાગ…૧)

ભાગ … ૨ ની લીંક :

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?.(ભાગ -૨) …

 

બ્લોગ લીંક : http://das.desais.net


જે.કૃષ્ણમૂર્તિ …

જે.કૃષ્ણમૂર્તિ …
મિત્રો, આપણાં બ્લોગ ઉપર છેલ્લા ત્રણ વીકથી દાદીમાનાં ચિંતન નવા વિચારોનાં બીજનું વાવેતર જે રીતે આપણાં નેટમિત્ર પૂર્વિબેન અને શ્રી વિજયભાઈ ધારિઆ દ્વારા કરવામાં આવ્યું  છે, તે જ રીતે હું પણ આપ સર્વે મિત્રોને નિમંત્રણ આપું છું કે આપ પણ આપના શુભ વિચારોને, આપના લેખોને, આપના પ્રવાસોને, આપની યાદગીરીને, કોઈ અનુભવને, જોયેલું અને જાણેલુંને, સત્યઘટનાને, કે પ્રેરક પ્રસંગો વગેરે રૂપી બીજનું વાવેતર કરી આપણાં બ્લોગને હરિયાળું બનાવવા માટે સહયોગ આપો. આ ઉપરાંત આપ આપના પ્રવાસ અંગે કે અન્ય કોઈ વિષય અંગે લીધેલા ફોટાઓ અને તે ફોટાઓની સંક્ષેપમાં માહિતી પણ મૂકી શકો છો જેથી કરીને વાંચકોને એ ફોટાઓ દ્વારા જે તે સ્થળની મુલાકાત કરાવી શકાય. વળી આ બ્લોગ ફક્ત મારો કે તમારો નહીં પણ આપણાં સૌનો બ્લોગ છે.  આથી મારી આપ સૌ વાંચકોને વિનંતી છે કે આપણાં દાદીમાના આ વટવૃક્ષને ખીલવા માટે આપ સહુ એમાં આપના વિચારો રૂપી જળ નાખો જેથી નવા નવા વિષયો રૂપી નવી નવી શાખાઓ આપણને મળે.વળી એ પણ ન ભૂલશો કે આપના દ્વારા મળેલો નાનકડો ઉત્સાહવર્ધક શબ્દ પણ આપણાં આ વટવૃક્ષમાં નવી કૂંપણો, નવા પર્ણોઅને નવા ફૂલો ખીલવશે જેની સુવાસ આપણાં સમાજમાં ફેલાશે. તદપરાંત આપણાં બ્લોગમાં  રહેલા તમામ લેખકોના લેખરૂપી છોડવાઓને આપના વિચારો રૂપી, આપના મંતવ્ય રૂપી સૂર્ય કિરણ પણ આપતાં રહો  કારણ કે આપના સાથ એ તેજોમય કિરણો છે જેના દ્વારા આ લેખકોના ઉત્સાહને તેમજ તેમની કલમને શક્તિ મળે છે.  આપનો સાથ, આપનો સંતોષ અને આપનો આનંદ આ ત્રણેય અમારે માટે અત્યંત જરૂરી છે.
 

આપનો નેટમિત્ર,

અશોકકુમાર “દાસ”

 

 

 


કૃષ્ણમૂર્તિ ડાળ, પાન, ફૂલ કે ફળની નહી. પણ મૂળની જ વાત કરે છે. કોઈ ને કોઈ રીતે આપણે કુંઠિત થઈ ગયા છીએ. આપણા મનમાં અને કોઠારમાં કશો ફેર નથી. ગઈ કાલની સ્મૃતિઓ, સમાજ, પરંપરા, ધર્મ, વાદવિવાદ – આ બધા પર આપણે નભીએ છીએ. આપણે ટેકાઓ દીધા છે. આપણે કેટલા બધા થાંભલાઓ ઊભા કર્યા છે! ધર્મ, મંદિર ને પ્રેમના થાંભલાઓ, સત્તા અને માલિકીના સ્તંભો. પુસ્તક, નેતા અને ધર્મગુરુના તરણાને વળગીને આપણે તરી જવું છે. આ બધું શા માટે ? શા માટે આ બધા બંધન ? કોઈની કંઠી બાંધીને આપણે કુંઠિત થઈ જઈએ છીએ. એક સરસ ઉદાહરણ યાદ આવે છે. હોડીનું લંગર કિનારા સાથે બાંધી આપણે હલેસાં મારીએ છીએ અને પછી ફરિયાદ કર્યા કરીએ છીએ કે હોડી ચાલતી નથી.
કૃષ્ણમૂર્તિની વિશિષ્ટતા એ છે કે તે આપણને એમની પણ કંઠી ન બાંધવા માટે વિનંતી કરે છે. આપણું મન ભારે લુચ્ચું હોય છે. એ વચ્ચે દખલગીરી કર્યા જ કરે. પ્રપંચી બુધ્ધીની કનડગત વિનાના સ્વપૃથક્કરણ (self-analysis)ના આત્મપ્રયત્નો તરફ જવું એમાં જ આપણી સાર્થકતા છે. આપણી પાસે બધું જ છે. પણ હ્રદયની સરળતા નથી. આપણે જટિલતામાં રાચીએ છીએ. પ્રપંચ સાથે આપણે પનારો પાડ્યો છે. સરળતાની વાત કૃષ્ણમૂર્તિ કરે છે ત્યારે એ વસ્ત્રો કે ખોરાકની સરળતાની વાત નથી કરતા, પણ એ વાત તો છે મનની અને હ્રદયની સરળતાની ! કોઈ પણ પ્રકારની ગ્રંથી વિના જાતને તથા જગતને જોઈ શકીએ એવી સરળતા. વૃક્ષનો ખ્યાલ મનમાં રાખીને આપણે વૃક્ષને જોઈએ છીએ અને આમ આપણે ઉઘાડી આંખે પાટા બાંધીને વૃક્ષને જોવાનો ચાળો કરીએ છીએ. આપણે સરખામણી કરીએ છીએ, ન્યાય તોળવા તત્પર થઈ જઈએ છીએ, માણસ માણસને મળતો જ નથી. સામી વ્યક્તિ માટે પોતે જે ઈમેજ (image) ઉભી કરી છે એને મળે છે. આમ જીવતાજાગતા ખુલ્લા દિલના બે માણસનું નહીં પણ બે પ્રતિબિંબોનું મિલન થતું હોય છે. આપણે જે છીએ અને જેવા છીએ એનો મુકાબલો કરવાની આપણામાં તાકાત નથી. What is નો નહીં, પણ What should be માટેનો આપણો હઠાગ્રહ હોય છે. સંઘર્ષ આમાંથી જ જન્મે છે. અને એમાંથી આપણે પર નથી થઈ શકતા. કારણ કે આપણને આપણી ઈચ્છા, સ્પૃહા, ભય આ બધું બાંધી રાખે છે. કાયમને માટે જાણે કે આવી ગુલામી વહોરી લીધી હોય એવા આપણે આપણા જ કેદી છીએ. આપણે આપણી ટેવનું પરિણામ છીએ.
અખિલાઈને નહીં પણ અંશને જોવાની આપણને આદત પડી છે. આખાયે ઉપવનને બદલે આપણે એક ફૂલને જોઈએ છીએ. અને તે પણ ફૂલ વિષેના આપણા વિચારો સાથે, અધ્યાસો સાથે, અભ્યાસો સાથે, સંદર્ભો સાથે, સ્મૃતિઓ સાથે. વિચાર એ કશું જ નહીં પણ આપણી સ્મૃતિઓનો પડઘો છે. આપણી સ્મૃતિઓનો પ્રતિભાવ છે. ઈશ્વર પણ આપતાં થાકી જાય એટલી પાર વિનાની આપણી અપેક્ષા છે. ગઈ કાલના આનંદોનું પુનરાવર્તન માંગીએ છીએ અને ભુતકાળની પીડા ટળે એવું આપણે ઈચ્છીએ છીએ. જિંદગી સાથે સરળતાથી હાથ મિલાવવાને બદલે આપણે મુક્કી ઉગામીએ છીએ. ઈશ્વરને પણ આપણે ગરજે યાદ કરીએ છીએ અને એને આપણે ભૂલી જઈએ છીએ ત્યારે ભૂલી ગયા છીએ એનો ખ્યાલ શુધ્ધાં પણ નથી હોતો.
આપણા મૂળમાં પડેલી ઈચ્છા ક્યારે કેવો આકાર લેશે અને આપણને કોની પાસે અને કોનાથી દૂર લઈ જશે એની જ વાત અહીં નથી કહેવાઈ ! પણ આપણે સંસારમાં સરસ રીતે ગોઠવાઈ ગયા છીએ એમ માનીને આપણે જીવીએ છીએ એટલું જ. ખુદ કાળ પણ આપણી ભીતરની અવ્યવસ્થાને વ્યવસ્થિત નથી કરતો. સમય જતાં બધું બરાબર થઈ જશે એવો ભરોસો લેવા માટેનું એ આશ્વાસન છે. બહારના દેખીતા સંવાદને ભીતરનો વિસંવાદ આબાદ રીતે ઉઘાડો પાડે છે.
જયા મહેતા સંપાદિત સુરેશ દલાલના શ્રેષ્ઠ નિબંધોમાંથી સાભાર …
– સુરેશ દલાલ
જે.કૃષ્ણમૂર્તિ વિષે વિશેષ માહિતી માટે નીચેના વેબસાઈટ ઉપર ક્લીક કરો …
http://www.jkrishnamurti.org/index.php
http://en.wikipedia.org/wiki/Jiddu_Krishnamurti
http://www.kfa.org/
http://www.kinfonet.org/
http://www.kfoundation.org/
http://www.youtube.com/watch?v=Xg0tOj6GRGY
http://www.youtube.com/watch?v=oSqzkGyxpmc
http://video.google.com/videoplay?docid=6320375825471726124#
http://www.messagefrommasters.com/Ebooks/Jiddu-Krishnamurti-Books.htm
http://www.j-krishnamurti.org/
http://krishnamurtidiscourses.blogspot.com/
http://video.google.com/videoplay?docid=6320375825471726124#
http://www.tamilnation.org/sathyam/sathyam.htm
http://www.yetanotherbookreview.com/list.aspx?narrator=J%20Krishnamurti
સાભાર સંકલન  પ્રાપ્તિ : શ્રી વિજયભાઈ ધારિઆ  (યુ એસ એ )
બ્લોગ લીંક : http://das.desais.net – ‘દાદીમા ની પોટલી’

પશુ-પક્ષીઓના જોડકણા (ભાગ ..૩) …

પશુ-પક્ષીઓના જોડકણા (ભાગ ..૩) …
મિત્રો આજે ફરી એક વખત  શ્રીમતિ પૂર્વિબેન મલકાણ -મોદી (યુ એસ એ) દ્વારા સંકલિત નિત -નવા જોડકણા બાળકોની બાલસભા માટે ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં  આવ્યા છે, જે માટે અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ…. આપના બાળકોને તેમજ આપને  પોસ્ટ પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો. જે  અમોને તેમજ લેખકને સદા આવકાર્ય અને પ્રેરણાદાયક બની રહેશે….  આભાર !૧) ચકલી બોલે ચીં….. ચીં
ટીંપું પાણી પી…..પી.
૨) ચકલી પેલી ચીં…ચીં…કરતી, ઠાઠથી અરીસામાં જોતી ,
ટક ટક કરતી ચાંચો મારી, અક્કલ એની ખોતી.
૩) પોપટ બોલે સીતારામ
અરથનું એને નહીં કામ.
૪) કાગડા કાગડા કા……કા
મોટા અવાજે ગા…..ગા .
૫) કોયલ બોલે આંબાડાળે કૂ…….કૂ……કૂ
હોલો બોલે અગાશી પાળે ઘૂ……ઘૂ……. ઘૂ
૬) કૂકડા કૂકડા કૂકરે કૂક
ગાડી આવી છુક છુક છુક.
૭) શાહમૃગ છે પંખી મોટું, પણ ઊડવાનું ના જાણે,
ફાળ ભરતું ભાગી જાતું, પછી એને પકડવું શાને?
૮) કાળું ધોળું કાબરચીતરું કબૂતરું, લાગે છે બહુ ભોળું
ચણ નાખતાં ચણવા આવે, ઘૂ….ઘૂ…કરતું ટોળું
૯) મોર રૂપાળો કળા કરતો, ટેહૂક ટેહૂક ગાય
છમ્મક છમ્મક નાચે ત્યારે, ઢેલડ રાજી થાય.
૧૦) હંસ તરતો સરવર જળમાં, મોતી ચારો ચરતો
કમળ સાથે વાતો કરતો, હંસલી સાથે ફરતો.
૧૧) હોલો રાણો ભલો ભોળો, પર….ભૂ પર…..ભૂ ગાય,
ટૂંકી ચાંચે દાણા ચરતો, પછી ફર…ર…ર ઊડી જાય.
૧૨) પોપટ બોલે સીતારામ, સમજનું નહિ એને કામ
સમજ્યા વગર બોલી જાતો, પોપટિયું છે એને જ્ઞાન.
૧૩) કોયલ રાણી કેવી શાણી, ઈંડા પોતાના સેવે નહીં
કાગડી કેરા માળામાં જઈને મૂકી આવે તહીં.
૧૪) ઇયળ સાવ નાની સુંવાળી, સળવળ કરતી જાય
અન્નના દાણામાં હરફર કરતી દાણા કોરી ખાય.
૧૫) નાનું શું પતંગિયુ, ને કેવું રંગબેરંગી પતંગિયુ,
ફૂલે ફૂલે ફરતું ને મીઠા મધના પ્યાલા પીતું,
મીઠા મધના પ્યાલા પીતું ને છાનીમાની વાતો કરતું.
૧૬) વન વગડે ને જંગલ મંગલ, સિંહ ભયંકર ડણકે
લાકડી લઈને વનવાસી દોડે, ભેંસ ને ગાય ભડકે.
૧૭ ) કૂતરો મારો શાણો કેવો, અજાણ્યા ને જોઈને ભસતો
ચોકી કરતો ઘરઆંગણે રાત આખી ફરતો.
૧૮) કાંગારુંની પૂછડી એ તો, બનતી એનો ટેકો
પેટ આગળ કોથળી માંહે, બચ્ચાને બેઠેલું જુઓ.
૧૯) જિરાફની તો ડોક લાંબી, ટૂંકા એના કાન
ઊંચા ઊંચા ઝાડો પરથી તોડી ખાતું પાન.
૨૦) જંગલ કેરી ઝાડીમાં તો, ગેંડો મળીયો સામો
જાડો પાડો લાગે જાણે હાથીભાઇનો મામો.
૨૧) રીંછ રૂડું વાળ થરકતું, છુમછુમ કરતું નાચે
મદારીની સોટી જોતાં છાપું લઈને વાંચે.
૨૨) બોલ બંદરિયા હૂ…..પ હૂ…..પ, ઝૂલા ખાને ઝૂ….લ ઝૂ….લ
ઝૂલવું જો ના હોય તો………જાને ભણવા જા તું સ્કૂલ…………
૨૩) ડિલ પર પટ્ટા પીળા કાળા, જાણે લબડે સાપ
શિકાર કરવા વાઘભાઈ તો મારે છે મોટી તરાપ.
૨૪) કાળી કાળી ટીપકીઑ ડિલે, ચળકે કાળો રંગ
ઝાડ ઉપરથી દીપડાભાઈ તો મારે મોટી છલાંગ.
૨૫) કદરૂપી કાયા લઈને હિપો પાણીમાંથી આવે
દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે.
૨૬) ઊંટભાઈ તો ખૂબ ઊંચા, પણ લાગે છે સાવ બૂચા,
નાની પૂછડી ને ટૂંકા કાન, ને ઊંચી ડોકે ચાવે પાન.
૨૭ ) તૂંબડાં જેવુ માથું લઈને, ધમધમ કરતો જાય
સૂપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ન્હાય.
૨૮ ) હોં……ચી હોં……ચી કરતો ગધેડો, લાંબે સાદે ગાય
વારે વારે ડફણા ખાતા અક્કલ એની જાય.
૨૯ ) ગાય રે ગાય, તું મોરી માય, નિત નિત ડુંગરે ચરવા જાય
ચરી ચરીને તરસી થાય, પાણી પીવા તો નદીએ જાય.
૩૦ ) ઉંદર મામા ચૂં….ચૂં
સામે ઊભો હું…… છું.
૩૧ ) બકરી બોલે બેં……બેં
આલો-પાલો લે……લે
૩૨ ) મીની મીની મ્યાંઉ…..મ્યાંઉ
ઓરી આવ તો દૂધ પાઉં.
૩૩ ) સસલાભાઈ તો ભારે બીકણ, કાતરી ખાતા પાન
ઉંદરભાઈના મામા એ તો, એને છે લાંબા કાન.
૩૪ ) ફેણ ચડાવી નાગ ડોલે, બોલે હોલા રાણા
ઝરણા પાસે તરણા ચરતાં, હરણા છાનાંમાનાં.
૩૫ ) બકરી પેલી કાળીધોળી, બેં…….બેં કરતી જાય
સીમ ખેતરે ચરતી ફરતી આલો પાલો વીણી ખાય.
૩૬ ) હરણ નમણું દેખાય પણ, ભરતું લાંબી ફાળ
આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ.
૩૭ ) અજગર ભારે ભરડો લેતો, ઝાડની ડાળીએ ઝૂકે
તરાપ મારી જીભ લબકારી, શિકાર મોંમાં મૂકે.
૩૮ ) ઐરાવત છે હાથી એવો, સાત સુંઢોવાળો
સુંઢે સુંઢે કમળ ધરતો, ત્યારે લાગે બહુ રૂપાળો.
પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)
બ્લોગ લીંક: ‘દાદીમા ની પોટલી’ … http://das.desais.net

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?.(ભાગ -૨) …

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?.(ભાગ -૨) …


(શ્રીરામકૃષ્ણ મઠ, રાજમુંદ્રીના અધ્યક્ષ સ્વામી અક્ષરાત્માનંદજી ના મૂળ અંગ્રેજી પુસ્તક ‘પ્રોબ્લેમ્સ એન્ડ હાઉ ટુ ફેઈસ ધેમ’ માંથી કરેલ ગુજરાતી અનુવાદ ધારાવાહિક રૂપે અહીં પ્રસ્તુત છે. આપણે આ અગાઉ ભાગ .. ૧ .. જાણ્યો., આજે તેમાં આગળ વધીએ અને આજે ભાગ બીજામાં જાણીએ ….  ભાગ .૧ … ની લીંક આ સાથે  આપ સર્વની સુગમતા અને રેફરન્સ માટે નીચે આપેલ છે… કદાચ ભાગ … ૧  ના માણ્યો હોય તો  આ સાથે આપેલ લીંક પર ક્લિક કરશો …  બ્લોગ પરના આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય રહેશે …)
ભાગ … ૧ ને જાણવા અહીં નીચે ક્લિક કરશો … :

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?..(ભાગ…૧)

ભાગ … ૨ …  (અહીંથી આગળ વાંચો … )
૪.) વલણની ભૂમિકા …
જીવન પ્રત્યેનું કોઈ પણ વ્યક્તિનું વલણ એના જીવનનું નિર્ણયાત્મક પાસું છે. પોતાના જીવનની ઘટનાઓને તમે જે રીતે જાણો સમજો છો અને તેમના પ્રત્યે કેવો પ્રતિભાવ આપો છે એ જ સૌથી મહત્વનું છે. બે વ્યક્તિ એક જ ઘટના પ્રસંગને જુદી જુદી રીતે જોઈ શકે છે. આનાથી આપણે પૂરેપૂરા માહિતગાર છીએ અને એ આપણા માટે જરાય નવું નથી. પરંતુ આપણે આ હકીકતમાંથી બોધપાઠ શીખવો જોઈએ. અમેરિકન અને રશિયન એથલેટસની વચ્ચેની એક દોડની વાત છે. જોકે તમે આવી ઘણી વાર્તાઓ સાંભળી-વાંચી હશે પણ આ વાતને આપણા વિષય વસ્તુ સાથે સંબંધ છે.
એક અમેરિકન અને એક રશિયને આ દોડ સ્પર્ધામાં ભાગ લીધો. અમેરિકન પ્રથમ ક્રમે આવ્યો અને રશિયન બીજાં ક્રમે આવ્યો. રશિયાના સમાચારપત્રોએ આ સમાચારને આરીતે રજૂ કર્યાં: ‘આપણો  પ્રતિસ્પર્ધી રનરઅપ, (દ્વીતીય ક્રમે) છે. અમેરિકન પહેલા બેમાં પ્રથમ.’
હકીકતની દ્રષ્ટિએ ઉપરનો અહેવાલ વાસ્તવિક રીતે સાચો છે કે કેમ એની ચર્ચા કરવાનો હું પ્રયત્ન કરતો નથી. આ તો વાત છે કોઈ પણ વસ્તુને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવાનું એક ઉદાહરણ. તમે કોઈ પણ ઘટનાને તમને ગમે તેવા દ્રષ્ટિકોણથી જોઈ શકો છો.
અહીં બે મુસાફરો અને એમનાં જુદા જુદા દ્રષ્ટિકોણની એક બીજી વાત કરું છું. :
એક થાકેલો યાત્રી એક સાધુને મળ્યો અને પૂછ્યું: ત્યાં પેલા શહેરમાં કેવા લોકો રહે છે? આ સાંભળીને પેલા સાધુએ પૂછ્યું: ‘તમે જ્યાંથી આવો છો ત્યાં કેવા માણસો હતા?’ પેલા મુસાફરે કળાકી સાથે કહ્યું : ‘લુચ્ચા, હરામખોર અને મુરખ !’ પેલા ડાહ્યા સાધુએ કહ્યું : ‘તો તો પછી તમને અહીં બરાબર એવા જ માણસો જોવા મળશે.’
બીજો એક અજાણ્યો યાત્રી સાધુને મળ્યો અને પૂછ્યું: ‘અહીં કેવા માણસો રહે છે ?’ આ સાંભળીને સાધુએ વળતો પ્રશ્ન પૂછ્યો: ‘ભાઈ, તમે જ્યાંથી આવો  છો ત્યાં કેવા માણસો હતા ?’ અજાણ્યા યાત્રીએ કહ્યું: ‘ત્યાં તો સારા, સત્યનિષ્ઠ અને શાણા માણસો હતા.’ એ સાંભળીને શાણા સાધુએ કહ્યું: ‘ભાઈ, ત્યાંના જેવા જ માણસો અહીં જોવા મળશે.’
શું તમે એમ ધારો છો કે પેલા શાણા સાધુ તરંગી મનના હતા ? એક જ ગામ માટે એમણે જુદા જુદા અભિપ્રાય શા માટે આપવા જોઈએ ? સાચી વાત તો એ છે કે તે માનવીના મનોવિજ્ઞાનને જાણે છે. એમણે જાણી સમજી લીધું કે પ્રથમ યાત્રી બીજા પ્રત્યે થોડી વધારે નિંદક વૃતિ ધરાવે છે. એટલે એ બીજામાં કંઈ સારું ન જોઈ શકે. તે ગમે તે જુએ, તે ખરાબ જ હોવાનું. એટલે પેલા શાણા સાધુએ એને સ્પષ્ટપણે કહ્યું કે આ ગામ પણ પેલા ગામ જેવું જ ખરાબ હશે. પરંતુ બીજો યાત્રી થોડો ઉદાર અને સમજુ સવભાવનો હતો. તેણે જોયું કે પહેલું ગામ ઘણું સારું અને સુહ્રદભાવવાળું હતું. એટલે એને માટે આ બીજું ગામ પણ એવું જ સારું રહેવાનું.
આ દુનિયા એક અરીસો છે. તેમાં આપણે આપણી જાતને જે રીતે પ્રકલ્પીને મૂકીએ છીએ તેનું જ પ્રતિબિંબ આપણને મળવાનું. જેવી આપણે તેના તરફ દ્રષ્ટિ કરી છીએ તેવી જ દ્રષ્ટિએ એ આપણને જુએ છે. જો આપણે તેના તરફ હસીએ તો તે વળતામાં હસશે જ . જો આપણે એના તરફ ઘૂરકિયાં કરીશું તો તે પણ ઘૂરકિયાં કરશે જ. એક પ્રસંગે જે સારું હોય તે બીજા ઘટના-પ્રસંગે સારું ન પણ હોઈ શકે. એનો અર્થ એ થયો કે પરિસ્થિતિ અને લાગતા વળગતા વ્યક્તિ પ્રમાણે એની ગુણવત્તામાં પરિવર્તન આવે છે. કોઈ પણ વ્યક્તિનાં વ્યક્તિગત સુખદુઃખ માટે સંજોગોને બહાનું બનાવવું ન જોઈએ. સંજોગોને સુયોગ્ય રીતે સમજવા જોઈએ.
૫.) સંજોગો …
પોતાના જીવનની નિષ્ફળતા માટે ઘણા લોકોને સંજોગોને કે કોઈ બાહ્ય બાબતોને જવાબદાર ગણવાની ટેવ પડી ગઈ હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ કહે છે: ‘શું કરું, મારા શિક્ષકોએ સારું ભણાવ્યું નહીં !’ કે ‘મારી કોલેજ જ સારી ન હતી !’ વગેરે. આવા જ છટકવાનાં બહાનાં પોતાની કારકિર્દીની નિષ્ફળતામાં અપાય છે. આવી રીતે બહારની બાબતોને જવાબદાર ગણવી કે એના પર દોષનો ટોપલો ઢોળી દેવો એ સહેલું કામ છે.
જો આવું જ હોય તો પછે બીજા કેટલાક લોકો જે આવા સંજોગોમાંથી પસાર થયા હોય છતાં તેઓ ઘણું સારું કરે છે, એમ કેમ બને ? વ્યક્તિગત રીતે લાગેવળગે ત્યાં સુધી દરેક વ્યક્તિ માટે કંઈક જુદું જુદું હોય એવું લાગે છે.
જેમ્સ એલન કહે છે : ‘બહારની વસ્તુઓમાં પરિવર્તન લાવીને, કોઈ પણ વ્યક્તિ પોતાનાં પસાર થતાં મનોવિહાર અને ઈચ્છાઓને બંધ બેસતી કરી શકતી નથી. મનોવિહાર અને ઈચ્છાઓને એક બાજુ ખસેડી શકે છે. તે પોતાના મનોવલણમાં બાહ્ય પરિસ્થિતિઓ પ્રત્યે એવું પરિવર્તન લાવી શકે કે જે જુદું જ દિશાદર્શન કરાવી શકે.
કોઈ પણ વ્યક્તિ બીજાનાં કાર્ય કે આચરણને પોતાના પ્રત્યે ઢાળી ન શકે, પરંતુ પોતાનાં કાર્યને યોગ્ય રીતે એમના તરફ વાળી શકે અને યોગ્ય ઘાટ પણ આપી શકે.
કોઈ પણ વ્યક્તિ જેનાથી ઘેરાયેલો છે, તેવાં સંજોગોની દિવાલોને તોડી શકતો નથી, પરંતુ તે શાણપણથી અંગીકાર કરી શકે કે પોતાના માનસિક દ્રષ્ટિકોણની ક્ષિતિજો વિસ્તારીને આ વધુ વિસ્તૃત બનેલા સંજોગોમાંથી માર્ગ કાઢી શકે.’
કોઈ પણ વસ્તુઓ કે બાબતો તો વિચારોને જ અનુસરે છે. તમારા વિચારોમાં પરિવર્તન લાવો અને દરેક વસ્તુ કે બાબતોને નવી ગોઠવણી મળી રહેશે. જેવું બીજાની વર્તણૂક વિષે છે એવું જ બાહ્ય પરિસ્થિતિ, સંજોગો કે પરિવેશનું પણ છે. એ બધાં પોતપોતાની રીતે સારાયે નથી અને ખરાબેય નથી. માત્ર ને માત્ર આપણું પોતાનું માનસિક વલણ કે મનની પરિસ્થિતિ જ એમને એવાં બનાવી દે છે.
માનવીની પ્રગતિમાં અવરોધ નાખનાર સાચી ‘ઊણપ’ એટલે ‘સાચા મનોવલણનો અભાવ’.
જ્યારે કોઈ પણ માણસ સંજોગોને પોતાનાં સંસોધન કે સંસાધન માટે એક ઉત્તેજક ઉદ્દીપક રૂપે ગણે છે; જ્યારે તે કહેવાતી પીછેહઠોને પોતાની સિદ્ધિનાં પગથિયાં સફળતાપૂર્વક ચડવાની ચાવી ગણે છે ત્યારે આવશ્યકતાઓ અંત:પ્રેરણાનો જન્મ આપે છે અને વિઘ્નો સહાય રૂપ બની જાય છે. એટલે કે ‘કોઈ પણ બાહ્ય વસ્તુને બદલે એ વિશેના આપણા વિચારો જ આપણને બંધનમાં નાખે છે કે મુક્ત કરે છે.’
આપણે આ અગાઉ જોયું તેમ સંજોગોની બાબતમાં કે બીજાઓના સાથેના સંબંધોની બાબતમાં મનોવલણ સૌથી વધારે મહત્વનું છે. આ જ બાબત જીવનમાં વિઘ્નોનો સામનો કરવાની વાતને પણ એટલી જ લાગુ પડે છે. સાચા મનોવલણવાળો માણસ આમ કહેવાનો: ‘શું કોઈ વિઘ્ન છે ખરાં? સારું, કંઈ વાંધો નહીં. અહીં હું એમનો સામનો કરવા અને એની સાથે પનારો પાડવા તૈયાર છું.’ તમે માનો છો કે આમ કહેવું શક્ય છે ? હા, તે શક્ય છે અને બધાએ એવું નિશ્ચયાત્મક કઠણ કરવા શક્તિમાન બનવું જોઈએ. તે કેવી રીતે શક્ય બને? વિઘ્નોને તકમાં પરિવર્તિત કરીને એ કરી શકાય.
૬.) વિઘ્નો કે તક ? …
કેટલાક લોકો માટે દરેક બાબત કે વસ્તુ એક સમસ્યા કે વિઘ્ન જ હોય છે. પરંતુ શાણો માણસ તો વિઘ્નોને મળેલી તકોમાં ફેરવી નાખે છે. સાથે ને સાથે વિઘ્નોની મદદથી જીવનમાં ઊંચે આવે છે.
બે ટુકડી વચ્ચે ફૂટબોલનો મેચ રમાતો હતો. ઘણા ફૂટબોલની રમતના ચાહકો અને મિત્રો આ નિહાળી રહ્યા હતા. આ રમત વિશે કંઈ ન જાણનારો એક ભલો ભોળો ગામડીયો પણ એ મેચ નિહાળતો હતો. થોડીકવાર રમત જોઈને એણે એના મિત્રને પૂછ્યું: ‘ભાઈ, આ બધા એક દાડા સારું શા માટે ઝઘડે છે ? એ બધાંને મારી પાસે આવવા દેજે. હું બધાયને એકએક દડો આપીશ !’ જો એ ગામડિયો બધાંને એક એક દડો આપી દે તો પછી રમત જ ક્યાં રહેવાની !
અહીં એક વ્યક્તિ માટે દડો વિઘ્નરૂપ છે અને બીજી વ્યક્તિ માટે દડો એક તક છે ! એટલે જ કહ્યું છે :
‘શાણા માણસ માટે દરેક અડચણ એક તક બની રહે છે, જ્યારે મૂર્ખા માટે દરેક તક વિઘ્ન બની જાય છે.’
જો તમે દાદરો ચડવા ઇચ્છતા હો તો તમારે પગથિયાંનો ઉપયોગ કરવો જ પડે. પગથિયાં આપણને ઉપર જવામાં સહાયરૂપ થાય છે. પણ આ પગથિયાંને જોઈને જ જો તમે એવું વિચારવા માંડો કે આ તો કેટલાં બધાં વિઘ્ન ! તો પછી તમે કંઈ કરી શકવાના નથી. એટલે આટલું હંમેશાં યાદ રાખવું: ‘પતંગ પવનની વિરુદ્ધ ઊડે છે પણ પવન સાથે નહિ.’
ધારો કે તમે કોઈ એક પ્રકલ્પ હાથ ધારો છો અને લોકો તેનો વિરોધ કરે છે અને તમારી વિરુદ્ધ ગમે તેમ બોલે છે. એક સામાન્ય માણસને નજરમાં રાખી તો આ પ્રકલ્પ હાથ ધરાશે જ નહિ. પરંતુ શાણો માણસ, વ્યવહારુ માણસ આવી બધી નીંદાઓથી  જરાય ખચકાશે કે અટકશે નહિ. તે આ બધાં ‘આક્રમણો’ ને ‘સહાય’ રૂપ ગણશે અને તે પોતાના કાર્યમા આગળ વધવાનો. બીજાં શબ્દોમાં કહીએતો : ‘લોકોની ભાંડણલીલા’ આ સજ્જન માટે ‘આશીર્વાદ’ બની ગઈ. નીતિશતકમાં આ વિશે ભતૃહરિ કહે છે:
ક્ષુદ્ર લોકોન વિઘ્નના ભયથી કોઈ પણ જવાબદારી ભર્યું કાર્ય શિરે નહિ લે. મધ્યમમાર્ગી કાર્યનો આરંભ તો કરે છે પણ જેવી સમસ્યાઓ આવે કે છોડી દે છે. પરંતુ બુદ્ધિમાન માણસ વિઘ્નો ભલે વાંરવાર આવતાં રહે પણ પોતાનાં સાહસભર્યા કાર્યને છોડતો નથી. ઘણાં રણયુદ્ધો લડનાર વીરનાયક નેપોલિયને કહ્યું છે: ‘અત્યંત ધીર અને ખંતીલા જ વિજય સાંપડે છે.’ કાર્લાઈલ નામના એક મહાન વિચારકે પણ કહ્યું છે: ‘દરેક મહાન અને ઉમદા કાર્ય શરૂઆતમાં તો અશક્ય લાગે છે. તું તારું કામ બરાબર જાણી લે અને પછી કરવાં માંડ, અને તે પણ (મહાન કાર્યવીર-સાહસવીર) હર્ક્યુલસની જેમ કરવા માંડ.’
એટલે જ આ ખંત નામનો એક સદગુણ સફળ જીવન જીવનાર લોકોમાં જોવા મળશે. જો તમે સર્જનાત્મક કાર્ય કરવાની વૃતિવાળા હો અને વ્યવહારુ હો તો તમારી પ્રગતિને કોઈ રૂંધી શકવાનું નથી. ઊલટાનું દરેકેદરેક બાબત તમારી પ્રવૃતિને બાંધનારી એક ઈંટમાં બદલી જશે. પ્રત્યેક પરિસ્થિતિમાં જે માણસ તકને જુએ છે તેને માટે સમસ્યા રહેતી જ નથી ! આવો માણસ સમસ્યાઓનો સરળતાથી સામનો કરવાની કે એનો ઉકેલ લાવવાની કળા જાણે છે.
૭.) સમસ્યાઓ …
સમસ્યા છે શું ? સમસ્યા એક એવો સંજોગ છે કે જ્યાં તમારી વિચાર શક્તિને કામે લગાડવાની છે અને જટિલ પરિસ્થિતિનો ઉકેલ શોધવાનો છે.
તમે કોઈપણ કાર્ય સીધેસીધું કે તરત કરી શકતા નથી; એમાં પછી કોઈ અજાણી પરિસ્થિતિ હોય, કોઈ અજાણ્યો કામધંધો હોય કે કોઈ અજાણી વ્યક્તિ હોય. એક વખત સમસ્યા સાથે કેવી રીતે પનારો પાડવો એ તમે જાણી લો પછી સમસ્યા રહેવાની જ નથી. સમસ્યા કોઈ સ્થૂળ વાત નથી, કે કોઈ કાયમી વિલક્ષણ ઘટના પણ નથી; તે એક અલ્પજીવિત તબક્કો હોય છે અને સમય જતા આજે નહીં તો કાલે તો ચાલી જવાની.
ઉદાહરણ તરીકે ભોજન. આપણા માટે એ ઘણું સહેલું અને સરળ છે. પણ બાળક માટે? એ થોડું મુશ્કેલ કાર્ય બની રહે. પહેલાં તો માએ જ બાળકને ખવડાવવું પડે છે, પછી અનેક ભૂલો કરતું કરતું બાળક માટે આ સ્વાભાવિક ક્રિયા બની જાય છે. આવી જ રીતે ટાઈપ કરવાનું, ગાડી હંકારવાનું કે અભ્યાસ કરવાનું કે બીજી કોઈપણ બાબત શીખવાનું કાર્ય થતું રહે છે.
એક વખત સમસ્યા દૂર થાય પછી શું બને છે? તમને એક અનુભવ મળે છે. તમે એમાંથી કંઈક શીખો છો. તમે અનુભવી બનો છે. એટલે કે તમે સમસ્યાથી પરિચિત બનો છે અને કોઈ બીજી વખત એનો સામનો કરવાનો આવે તો તમે સરળતાથી એ કાર્ય કરી શકો છો. પહેલી વખત એ કાર્ય કરતી વખતે તમારા મનમાં જે ભય કે વ્યગ્રતા હતાં તે બીજી વખત કાર્ય કરતી વખતે રહેશે નહીં. અને વધુમાં આ સમસ્યામાંથી પાર ઊતરવામાં તમને કંઈ લાભ થયો હોય તો તેને ?તમે એક તક પણ કહી શકો !
તમે પરિસ્થિતિમાંથી મળનારા ફાયદાથી અજાણતા કે અનિચ્છાએ કેટલીક પરિસ્થિતિઓનો સામનો કર્યો હશે ! પણ એક વખત એ પરિસ્થિતિ કે સમસ્યા પૂરી થઇ કે તરત સમસ્યાઓનો ઉકેલ કરીને તેમજ હિંમતથી પરિસ્થિતિનો સામનો કરીને તમને કેટલો બધો ફાયદાઓ થયો છે એ જાણીને તમને આશ્ચર્ય થવાનું જ.
હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ છીએ; એક સાધુએ કહ્યું છે: ‘જ્યારે તમે દરેક તકમાં મુશ્કેલીઓ જુઓ છો, ત્યારે તમે દુઃખી દુઃખી અને બિનઉપજાવ વ્યક્તિ બની જાઓ છો. અને જ્યારે તમે દરેક મુશ્કેલીમાં તકને જુઓ છો ત્યારે તમે સફળ અને સર્જનાત્મક વ્યક્તિ બની શકો છો.’
તમે સમસ્યા તરફ કેવી દ્રષ્ટિએ જુઓ છો એના પર જ બધો આધાર છે. સમસ્યા કરતા તમારું વલણ જ વધારે અગત્યનું છે.
૮.) સમસ્યાઓનો આભાર માનતા શીખો …
કેટલાક જીવનના સફળ વ્યક્તિઓ કહે છે : ‘મારી સમસ્યાઓનો હું ઋણી છું. જ્યારે જ્યારે હું સમસ્યાઓનો ઉકેલ કરું છું ત્યારે ત્યારે પહેલાં કરતાં વધુ ને વધુ પ્રબળ બનું છું. હું મારી સમસ્યાઓને લીધે ઊંચે આવ્યો છું. અરે ! એને લીધે આબાદ થયો છું !’
વળી બીજો સફળ માણસ આમ કહેશે : ‘સમસ્યાઓ જો ન હોત તો મને કંઈ ન મળ્યું હોત. એણે લીધે મારું મન દ્રઢ બન્યું.’
એક વખત સ્વામીજીને કોઈકે પૂછ્યું : ‘સ્વામીજી, જીવન શું છે?’
સ્વામી વિવેકાનંદે પ્રત્યુત્તરમાં કહ્યું: ‘દબાવી દેવાનું વલણ ધરાવતા સંજોગોની વચ્ચે વિકાસ કે પોતાનું પ્રગટીકરણ કરવું એટલે જીવન.’
અહીં પતંગિયાના ઉદ્ભભવની વાત વધારે પ્રાસંગિક બની રેહશે: એક દિવસ એના કોશેટામાં એક નાનું છિદ્ર દેખાયું. એક માણસ તેની નજીકથી નીકળ્યો અને કલાકો સુધી આ નાનકડાં છિદ્રમાંથી અંદર રહેલું પતંગિયું પોતાના શરીરને બહાર કાઢવા મથતું હતું, જિજ્ઞાસાપૂર્વક આ બધું જોયા કર્યું.
પછી એવું લાગ્યું કે જાણે એમાં કંઈ પ્રગતિ થતી ન હતી. તેનાથી બનતો પ્રયત્ન પતંગિયાએ કર્યો પણ તે આગળ ન વધી શક્યું. પેલા માણસે પતંગિયાને મદદ કરવાનો નિર્ણય કર્યો. તેણે એક કાતર લીધી અને કોશેટાને ખોલી નાખ્યો. પછી પતંગિયું સરળતાથી ઊભરી આવ્યું. પણ એનો દેહ કરમાયેલો સૂકોભઠ્ઠ અને પાંખો ચીમળાયેલી હતી. પેલો માણસ તો એને નીરખતો જ રહ્યો. એની અપેક્ષા હતી કે કોઈપણ ક્ષણે તે પોતાની પાંખો ખોલશે અને ઊડી શકશે.
પણ આવું કંઈ ન બન્યું ! વાસ્તવિક રીતે પોતાના એવા કરમાયેલા દેહ અને ચીમળાયેલી પાંખો સાથે જમીન પર સરકવા લાગ્યું. તે ક્યારેય ઊડી ન શક્યું. પ્રકૃતિએ કોશેટાને સખત બનાવ્યું છે એને લીધે પતંગિયું વધુ મથે અને પૂરતી શક્તિ મેળવે. સાથે ને સાથે તેનું શરીર પણ સુદ્રઢ બંને અને ઊડી પણ શકે. પણ દયા અને ભલમનસાઈને લીધે પેલો માણસ એ સમજી ન શક્યો. ખરેખર તો એ કોશેટાની ઈયળના મોમાંથી નીકળતું લાળ જેવું પ્રવાહી એના છિદ્રમાંથી નીકળતું રહે અને એ એની પાંખોમાં ભરાતું રહે. આ એક કુદરતની કરામત છે. અને એને લીધે જ તે ઊડવા સક્ષમ બને છે અને કોશેટામાંથી મુક્ત થાય છે.
ક્યારેક સંઘર્ષો આપણા જીવનમાં જરૂરી હોય એવી જ રીતે આવે છે. જો ઈશ્વરે આપણને કોઈપણ જાતના અવરોધ વિના જીવનમાંથી પસાર થવા દીધા હોત તો તે આપણને પાંગળા બનાવી દેત અને આપણે જેવા હોવા જોઈતાં હતા તેટલા શક્તિમાન ન બનત.
(ક્રમશ:)
ભાગ ૩ ની લીંક :

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?..(ભાગ ૩) …


‘દાદીમા ની પોટલી’ … બ્લોગ લીંક : http://das.desais.net

વાંગીચા કોશીંબીર … (સલાડ) …

વાંગીચા કોશીંબીર … (સલાડ) …

મહારાષ્ટ્રમાં વિવિધ પ્રકારના કોશીંબીરનો ઉપયોગ કરાય છે. કોશીંબીર એ સલાડનો જ એક પ્રકાર છે. પરંતુ દિવસ કે રાત્રીના ભોજનમાં કોશીંબીરનું વૈવિધ્ય એક અલગ સ્થાન ધરાવે છે. વાંગી એટ્લે કે રીંગણ અને સામાન્ય રીતે એ રીંગણનું શાક બનાવવામાં આવે છે. પરંતુ અહીં રીંગણનો ઉપયોગ કોશીંબીર – સલાડ  તરીકે કરવામાં આવ્યો છે. આશા છે કે આપ સર્વે વાંચક મિત્રોને જરૂર પસંદ આવશે. મિત્રો બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય અને પ્રેરણાદાયક રહેશે … તો જરૂર કોમેન્ટ્સ બોક્ષ પર આપના પ્રતિભાવ  મૂકશો…

૪ વ્યક્તિઓ માટે ..
બનાવવાનો સમય ૧ કલાક ..
વધુ સમય ફક્ત વાંગીને રોસ્ટ કરવામાં જાય છે.
સામગ્રી :
૨  મોટા રીંગણાં
૧ મોટું ટામેટું બારીક સમારીને
૧ કપ કોથમરી બારીક સમારીને
૧ કાંદો બારીક સમારીને
૧ લીલું મરચું બારીક સમારીને
૧ લસણની કળી
નોંધ: (લસણની કળી નાની હોય તો ૩ અને મોટી હોય તો ૧ લેવી)
મીઠું સ્વાદ અનુસાર
૧ ચમચો શીંગદાણા અધકચરા વાટેલાં
લીંબુનો રસ ૨ ચમચી
૧ ચમચો એક્સ્ટ્રા વર્જીન ઓલીવ ઓઇલ
૧।૨ કપ લીલા સોયાબીન દાણા
રીત :
૧) સૌ પ્રથમ મોટા રીંગણાંને ધોઈ કોરા કરવા.
૨) રીંગણાંમાં વચ્ચેથી કટ એ રીતે કરવા કે આખા રીંગણાં ન કપાઈ જાય માત્ર એક કાપ મૂકવો.
૩) કટ કરેલ રીંગણાંની અંદરની બાજુ મીઠું છાંટવું.
૪) મીઠું છાંટયા બાદ તેમાં ૧/૨ બારીક કરેલ લીલું મરચું મૂકવું.
૫) મરચાં બાદ સોયાબીનના દાણા, અને લસણની કળી અંદર મૂકી રીંગણાંને બંધ કરી દેવું
૬) રીંગણાંની બહારની બાજુ ઓલીવ ઓઇલ લગાવવું.
૭) રીંગણાંને એલ્યુમિનિયમ ફોઈલ બેગમાં મૂકી દેવું.
૮) એલ્યુમિનિયમ ફોઈલ બેગની અંદર ૨ ચમચી ઓલીવ ઓઇલ નાખવું.
૯) બેગને ૪૧૦ ડિગ્રી પર ઓવનમાં બેક કરવું.
નોંધ: રોસ્ટ થઈ રહેલ રીંગણનો, લીલા મસાલાનો અને સોયાબીનનો એક અલગ પ્રકારનો ફ્લેવર જળવાય તે માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરાય છે.
૧૦) રીંગણ રોસ્ટ થઈ જાય ત્યારે ઓવન બંધ કરીને ફોઈલ બેગ બહાર કાઢી લેવી.
૧૧) ફોઈલ બેગમાંથી રીંગણાંને તેના રસ સાથે બહાર કાઢી લેવું.
૧૨) રીંગણાંની ઉપરની છાલ કાઢી લેવી અને વચ્ચે રહેલા પલ્પને બારીક સમારી લેવો.
૧૩) બારીક કરેલ કાંદા, ટામેટાં, બાકી રહેલ લીલું મરચું, બાકી રહેલ ઓલીવ ઓઇલ, કોથમરી, શીંગદાણાના અધકચરા ટુકડાને મિક્સ કરવા.
૧૪) સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ નાખવો અને ફરી મિક્સ કરી લેવું.
૧૫) કાંદા ટામેટાંના સલાડમાં રીંગણાંનો પલ્પ નાખવો અને મિક્સ કરવું.
૧૬) રીંગણાંના પલ્પને જે રીતે બારીક સમારીને લઈ શકાય છે તે જ રીતે પેસ્ટ પણ બનાવી શકાય છે, રીંગણની પેસ્ટ બનાવીને ટામેટાં કાંદાની કચુંબર ઉપરથી નાખી મિક્સ કરીને પીરસવું.નોંધ: જે સ્વાદ સમારેલમાં આવે છે તે સ્વાદ પેસ્ટમાં નથી આવતો. આ સલાડ પીતાબ્રેડ, ફ્રેંચ બ્રેડ અથવા સોલટીન ક્રેકર્સ સાથે ઉપયોગમાં લેવાય છે. અહીં આપેલ ચિત્ર વેબ જગત ને આધારિત છે… જે અલગ અલગ પ્રકારના વાંગીચા -રીંગણ ના સલાડ દર્શાવે છે. જે બદલ વેબ જગતના  આભારી છીએ.

સાભાર :પૂર્વી મલકાણ મોદી  (યુ એસ એ)
રસ પરિમલમાંથી
Blog Link: http://das.desais.net

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?..(ભાગ…૧)

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?… (ભાગ…૧) …
( શ્રીરામકૃષ્ણ મઠ, રાજમુંદ્રીના અધ્યક્ષ સ્વામી અક્ષરાત્માનંદજી ના મૂળ અંગ્રેજી પુસ્તક ‘પ્રોબ્લેમ્સ એન્ડ હાઉ ટુ ફેઈસ ધેમ’ માંથી કરેલ ગુજરાતી અનુવાદ ધારાવાહિક રૂપે કુલ- ૩ ભાગમાં અહીં ક્રમશ પ્રસ્તુત કરવા  નમ્ર કોશિશ કરીશું. .., ઉપરોક્ત  ભાગને માણવા જરૂર અહીં બ્લોગ પર પધારશો અને તમારા પ્રતિભાવ પણ બ્લોગપોસ્ટ પર આવી અને આપશો.  આપની કોમેન્ટ્સ સદા અમોને આવકાર્ય  અને પ્રેરણાદાયક બની રહે છે. )


૧. માનવ માનવ વચ્ચેનો ભેદ…
‘તમે જીવનમાં સુખાકારી ઈચ્છો છો ?’ કોઈ પણ વ્યક્તિને તમે આવો પ્રશ્ન પૂછશો એટલે તમે તરત જ એને ચોક્કસપણે ‘હા’ એવો ઉત્તર સાંભળશો. પણ જેવો તમે એને ‘તમે ખરેખર સુખી છો ?’ એવો પ્રશ્ન પૂછશો કે તરત જ એનો ચહેરો ઝાંખો ઝપટ થઇ જશે. એનો અર્થ એવો થયો કે ‘આપણે જે ઈચ્છીએ છીએ’ અને ‘આપણે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ’ એ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. અને આપણા જીવનમાં એ જ વધારે મહત્વની સમસ્યા છે.
દરેક વ્યક્તિમાં પહેલેથી રહેલ સંતોષ અને અસંતોષ પરથી આ ભેદ માપી શકાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં આગેકદમ ભરવાં કે પોતે નક્કી કરેલા ધ્યેયે પહોંચવા આ સંતોષનો એક ઉત્તેજના તરીકે ઉપયોગ કરી શકે છે. આનાથી ઊલટું કોઈ પણ વ્યક્તિ અસંતોષથી ડૂબી જાય છે અને સતત ચિંતા દ્વારા પોતાના જીવનને વેડફી પણ નાંખે છે.
૨. સુખ શું છે ?
એક વખત એક વેપારી દરિયા કિનારે ચાલ્યો જતો હતો. એ સમયે પોતાની નજીકમાં જ પડેલી જાળ પાસે એક માછીમારને સૂતેલો જોયો. તે માછીમાર ઘણો ખુશમિજાજમાં હતો અને કોઈ ગીત ગણગણતો હતો. એક માછીમાર આટલો બધો સુખી અને આનંદમાં કેમ હોઈ શકે? એ જોઈને પેલા વેપારીને આશ્ચર્ય થયું. તે માછીમારની નજીક ગયો અને એમની સાથે વાતચીત કરવા લાગ્યો.
વેપારી : શું આજ તમે માછલી પકડવા નથી ગયા ?
માછીમાર : અરે હા, હું આજે માછીમારી માટે ગયો હતો. અને ઠીક ઠીક પ્રમાણમાં માછાલી પકડાઈ અને એને બજારમાં વેંચી પણ નાંખી. એ બધાં કામ પતાવીને આરામથી લંબાવ્યું છે.
વેપારી : તો પછી વધારે માછલી કેમ પકડાતા નથી ?
માછીમાર : ભાઈ, શા માટે વધારે માછીમારી કરવી જોઈએ ? મારે એ શા ખપનું?
વેપારી : ભાઈ, તને વધારે પૈસા મળે.
માછીમાર : વધારે પૈસા મેળવીને મારે શું કરવું ?
વેપારી : તું તારા માટે હોડી ખરીદી શકે અને વધારે માછીમારી કરીને માછલી પકડી શકે.
માછીમાર : પછી શું ?
વેપારી : તમે વધારે પૈસા રળશો અને તમારે રહેવા માટે તમારું પોતાનું મોટું ઘર પણ મેળવી શકો.
માછીમાર : પછી શું ?
વેપારી : તમારો ધંધો વધારીને તમે ટીવી, ફ્રિજ, ગાડી, વગેરે ખરીદી શકો.
માછીમાર : એના પછી શું ?
વેપારી : તમે સુખેથી જીવી શકો !
માછીમાર : એમ વાત છે ? તો પછી અત્યારે હું શું કરું છું ? શું અત્યારે હું સુખ  – આનંદમાં નથી ? કદાચ તમે એમ કહેવા માગો છો કે ઉપર્યુક્ત બધી ચીજવસ્તુઓ મેળવીને હું સુખી થઇ શકીશ, એમ ને ? અરે ભાઈ, હું અત્યારે પૂર્ણપણે સુખ-આનંદમાં છું, સમજ્યા!
માછીમારના આ શબ્દો સાંભળીને વેપારી તો આશ્ચર્ય સાથે અવાક્ બની ગયો. હવે આ વાર્તા પર જરા ગહનતાથી વિચાર કરો. ખરેખર આવશ્યક ન હોય એવી વસ્તુઓનો ઉમેરો કરવાથી શું ભલું થઇ જવાનું ? કેટલાક લોકોને એની જરૂરત જણાય અને કેટલાક લોકોને એની આવશ્યકતા ન પણ લાગે. સુખાકારીનો આધાર સંપૂર્ણપણે બાહ્ય પદાર્થો કે ચીજવસ્તુઓ પર નથી જ. એક સુખ્યાત સૂક્તિ કહે છે : ‘સુખ કે આનંદ મનની એક અવસ્થા છે’ આ વાર્તા કેહવા પાછળનો અર્થ કે હેતુ જીવનમાં સ્થગિતતા લાવવા માટે કે પ્રગતિના પથમાં પાણો માટે નો નથી. જીવનમાં પ્રગતિ સારી છે;  વિસ્તૃત પણ જરૂરી છે, પણ આ બધું કેટલા અંશે ? એ બધું લાગતાં વળગતા લોકોને સુખ-આનંદ આપી શકે છે, એના પર જાગ્રતમને વિચારવું જોઈએ.
૩. સુખાકારી – એક ટેવ
બે વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા હતા. બંને પરીક્ષા માટે તૈયારીમાં માંડ્યા હતા. આ બેમાંથી એક, એક દિવસ ઘણું વાંચન કર્યાં પછી આરામથી ઊભો હતો. ચંદ્રની શીતળ ચાંદનીમાં ઊભો રહીને તે પૂર્ણ ખીલેલા ચંદ્રનું સૌંદર્ય નિહાળી રહ્યો હતો અને આ શાંત, શીતળ રાત્રીનો આનંદ માણતો હતો. આ જોઈને તેના સહસાથીઓએ પૂછ્યું : ‘ભાઈ, તું આ શું કરે છે ?’ પેલાએ જવાબ આપ્યો : ‘હું શીતળ ચાંદનીનો આનંદ માણી રહ્યો છું. થોડીવાર પછી વાંચવાનું શરૂ કરી દઈશ.’
સહાધ્યાયીએ એનો આવો ઉત્તર સાંભળીને આઘાત અનુભવ્યો અને એને લાગ્યું કે આ તો નકામો કીમતી સમય વેડફવા માંડ્યો છે. તે પોતે ‘આ પરીક્ષાના ભયથી’ માનસિક તણાવ અનુભવતો હતો. એટલે એ ચંદ્રની શીતળ ચાંદનીને માણી ન શક્યો અને આ શાંત શીતળ રાત્રીની પળે તેણે સુખ કે આનંદ મળ્યો નહિ. એ મિત્ર કેવી રીતે અભ્યાસ કરવો અને કેવી રીતે જીવન જીવવું એ બેમાંથી એકેય જાણતો ન હતો.
આ વાત બધાંને લાગુ પડે છે. બધાં કામ કરવા શક્ય હોય છે છતાં પણ બધા માણસો એની ચિંતા કરતાં નથી. તમે જવાબદારીપૂર્વક કામ પાર પાડી શકો છો; માટે તમારે નિર્થક માનસિક તણાવમાં રહેવાની જરૂર નથી.
દૂરદર્શન પરના રૂબરૂ વાર્તાલાપમાં એક આવા સુખી અને શાંત માણસની સાથે ચર્ચા ચાલતી હતી. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તેઓ કેવી રીતે સુખ-શાંતિથી જીવી શકે છે. આ સાંભળીને એ વૃદ્ધ માણસે જવાબ આપ્યો : ‘દરરોજ સવારે જ્યારે હું ઊઠું છું ત્યારે મારી સામે સુખી થવાની કે દુઃખી થવાની જ પસંદગી ઊતારુ છું અને બાકીનું બધું સમુંસૂતર ચાલે છે.’ એક બીજા સુખી અને આનંદી માણસે જવાબ આપ્યો: ‘હું તો ભાઈ સુખી થવાની ટેવ પાડી દઉં છું.’
આ બધું સાવ સહજ સરળ લાગશે અને તમે કદાચ આમ પણ કહેશો: ‘કોઈ પણ કામ કરવાં કરતાં કહેવું સહેલું છે !’ પણ ‘પ્રયત્નથી’ બધું શક્ય બને છે. એ માટે મનનું સુયોગ્ય વલણની અને કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરવાં માટે ખંતની આવશ્યકતા છે.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે શારીરિક ક્રિયાક્રમોમાં પરિવર્તન લાવીને આપણે આપણા વલણમાં ફેરફાર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જો તમે તમારા મુખ ઉપર સ્મિત ફરકાવો તો વાસ્તવિક રીતે તમે સ્મિતભાવનો અનુભવ કરી શકશો. આનાથી ઊલટું તમે કડકાઈથી ભવાં ચડાવો તો તમે વધારે ને વધારે અપ્રસન્નતા અનુભવો. તમે જ્યારે કેડેથી વાંકા વળી ગયેલા હો તો તેના કરતાં જ્યારે તમે પોતાને ટટ્ટાર રાખી શકો ત્યારે તમે બીજાં કરતાં ચડિયાતા છો એવું અનુભવી શકો.
અહીં ડૉ. ડેવિડ ટી. સ્વાટર્ઝ એક જીવનપદ્ધતિ આપે છે. એ ઘણી સીધી સાદી યુક્તિ છે પણ તેમાં અદભુત શક્તિ છે, એને અજમાવી જુઓ. વારે વારે કોઈક તમને આમ પૂછે છે: ‘આજે તમને કેમ છે?’ આનો પ્રત્યુત્તર કે પ્રતિભાવ ‘અરે, ભાઈ ઘણું સારું !’ કે સાદા સીધા શબ્દોમાં ‘બહુ સારું’ કહીને આપી શકો છો.
દરેકે દરેક શક્ય તકમાં તમે ‘ઘણું સારું છે’ એમ કહો અને ખરેખર તમે એ ઘણા સારાની અનુભૂતિ કરશો અને વધુ પ્રબળ બનશો. જ્યારે તમે ‘મને ઘણું સારું છે’ એમ કહો છો ત્યારે દુઃખી કે ઉદાસીન થવાની વાત આવતી જ નથી. હંમેશાં તમે સુખી છો અને તમને ઘણું સારું છે. એવા વ્યક્તિ તરીકે તમે સુખ્યાત બનો. મિત્રો કેળવવાની આ ગુરુચાવી છે. તમે તમારું પૃથ્થકરણ કરશો તો તમને જણાશે કે હંમેશાં તમારા માટે કંઈક સુખી થવા જેવું છે ખરું. આ બાબતને ખોળી કાઢો અને તમારા મન સમક્ષ અવારનવાર એને જ લાવતા રહો. એને લીધે તમારે તમારું મન તરોતાજા બનશે; તમને અસાહાસિક્તાની ગર્તામાં ઊતારી દેતી નિરાશાને દૂર કરી દેશે.
આ વિશે સ્વામી વિવેકાનંદના શબ્દો આપણે જોઈએ : ‘તમને અંતે એ સમજાશે કે આપણી જાતને તંદુરસ્ત બનાવવાનો સૌથી સરળ માર્ગ બીજાને તંદુરસ્ત જોવામાં છે અને તમારી જાતને સુખી કરવાનો સૌથી સહજ પથ બીજાને સુખી જોવામાં રહેલો છે.’ એટલે તમે સવારમાં ઊંઠતા વેંત જ પ્રતિજ્ઞા કરો  ‘આજે હું કોઈકને સુયોગ્ય રીતે સુખી બનાવીશ.’ આટલું જ નહિ પણ જરૂરતમંદ વ્યક્તિને કંઈક મદદ કરીને એનું આચરણ કરવાનો પ્રયત્ન કરો. આ વાત તમારા મન અને વ્યક્તિત્વ પર ઉન્નતિકારક પ્રભાવ પાડશે. સંક્ષેપમાં કહી શકીએ કે સુખ એ મનની પરિસ્થિતિ છે અને મનોવલણ પણ આધારિત છે. સુખની શોધ માટે સુયોગ્ય મનોવલણ જરૂરી છે.
(ક્રમશ)
ભાગ … ૨ ની લીંક :

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો ?.(ભાગ -૨) …


બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’

પ્રભુનું વિરુદ્ધધર્માશ્રયત્વ …

પ્રભુનું વિરુદ્ધધર્માશ્રયત્વ  …


‘ઈશ્વરની ભક્તિના વિષયમાં એક સુંદર લેખ ‘પ્રભુનું વિરૂદ્ધધર્માશ્રય’ આજે મોકલું છું…’ પ્રભુનો આ ગુણ જેને બરાબર સમજાઈ જાય તેને ઈશ્વરના અસ્તિત્વ કે સામર્થ્યમાં કોઈ શંકા રહે જ નહી. ‘ …

આજ રોજ આપની સમક્ષ એક સુંદર લેખ – ચિંતનરૂપી વિચાર આપ સર્વેની સમક્ષ મૂકવાની નમ્ર  કોશિશ કરેલ છે, ઉપરોક્ત લેખ ‘દાદીમાનું ચિંતન જગત ‘ પર  વિજયભાઈ ધારિઆ  (યુએસએ) દ્વારા મોકલવામાં આવેલ છે, જે માટે અમો તેમના અંતરપૂર્વક થી આભારી છીએ…

મિત્રો જો આપને શ્રી વિજયભાઈ દ્વારા મોક્લવામાં  આવેલ કૃતિ કે તેમાં દર્શાવેલ તથ્ય પસંદ આવ્યું હોય તો જરૂર બ્લોગપોસ્ટ પર આપે કરેલ ચિંતન, આપના પ્રતિભાવરૂપે કોમેન્ટ્સ બોક્ષમાં જણાવશો જે સદા અમોને આવકાર્ય રહશે., એટલું જ નહિ, પરંતુ   તમારા પ્રતિભાવથી વધુ ને વધુ સારી કૃતિઓ મોકલવાની પ્રેરણા શ્રી વિજયભાઈ ને તેમજ અમોને પણ મળશે તો જરૂર  પ્રતિભાવ મૂકવાનું ભૂલશો નહીં … ! આભાર !

પ્રભુનું સ્વરૂપ વિરૂદ્ધધર્માશ્રયી છે એવો વિચાર ભક્તજનોએ પોતાના હ્રદયમાં અવશ્ય કરવો (એટલે કે ભાવથી કરવો; બુદ્ધિથી નહીં). પ્રભુના વિરુદ્ધધર્માશ્રયનું જો જ્ઞાન ન હોય તો પ્રભુની લીલામાં અસંભાવના અને વિપરીત ભાવના ઉત્પન્ન થાય છે, જેનાથી ભક્તિબીજનો નાશ થાય છે.

અસંભાવના – પ્રભુની લીલામાં અસંભવ, સંદેહ વગેરે જેવું જણાય તે અસંભાવના. દા. ત. : પ્રભુની દામોદરલીલાની વાત સમજો. પ્રભુની કમર નાની અને તે બાંધવાની દોરડી મોટી છે. છતાં તેનાથી કમર ન બંધાય. દોરડી બે આંગળ ટૂંકી પડે. યશોદાજી દોરડી જોડતાં જાય તો પણ બે આંગળ ટૂંકી પડે. એવું બને ખરું ?  આમ જે વસ્તુ આપણને અશક્ય લાગે અને પ્રભુની લીલામાં શંકા ઉપજે એનું નામ અસંભાવના.

વિપરીત ભાવના – પ્રભુ માટે કંઈક અયોગ્ય અને વિપરીત જેવું જણાય તેનું નામ વિપરીત ભાવના. દા.ત. : નંદગૃહે દૂધ–માખણની કોઈ ઉણપ નથી છતાં એક સામાન્ય બાળકની જેમ પ્રભુ વ્રજભક્તોના ઘરે ચોરી કરવા પધારે, રંચક માખણ માટે રૂદન કરે, માનાદિ લીલામાં વ્રજભક્તો સમક્ષ દૈન્ય કરે વગેરે પ્રભુ માટે વિચારવું એનું નામ વિપરીત ભાવના.

પ્રભુનું વિરૂદ્ધધર્માશ્રયત્વ :

·        બાળક છે છતાં રસિકશિરોમણી છે.

·        પોતાને વશ છે તો પણ સદા ભક્તોને વશ છે.

·        ભયરહિત છે અને સમગ્ર દેવ–દૈત્યોને ભય ઉત્પન્ન કરે છે છતાં યશોદાજી વગેરે વ્રજભક્તો પાસે ભયભીત છે.

·        નિરપેક્ષ છે છતાં ભક્તો સમક્ષ સાપેક્ષ છે.

·        ચતુરશિરોમણી છે છતાં ભક્તો સમક્ષ મહામુગ્ધબાળક સમાન લીલા કરે છે.

·        સર્વજ્ઞ છે છતાં ભક્તો પાસે અજ્ઞ છે.

·        સદા આત્મરામ છે છતાં ગોપીજનોની રતિવર્ધન કરે છે.

·        પૂર્ણકામ છે છતાં ભક્તો પાસે કામથી આર્ત બની યાચના કરે છે.

·        દીનતારહિત છે છતાં ભક્તોને અનેક પ્રકારના દૈન્ય વચનો કહે છે.

·        સ્વયં પ્રકાશિત છે છતાં ભક્તોની સમક્ષ અપ્રકાશિત છે.

·        બહાર બિરાજમાન હોવા છતાં ભક્તોના અંત:કરણમાં સદા બિરાજે છે.

·        સ્વતંત્ર છે છતાં ભક્તો સમક્ષ પરતંત્ર છે.

·        સર્વસામર્થ્યવાન છે છતાં ભક્તો પાસે સામર્થ્યરહિત છે.

 

આવા વિરૂદ્ધધર્માશ્રયી પુષ્ટિપુરૂષોત્તમ શ્રીકૃષ્ણની શરણભાવના હ્રદયમાં નિરંતર કરવી.

 

શ્રીહરિરાયજી કૃત ‘‘બડે શિક્ષાપત્ર’’ પર આધારિત શિક્ષાપત્ર ગ્રંથસાર(સરળ ગુજરાતી અનુવાદ)માંથી સાભાર

પ્રકાશક : શ્રીવલ્લભ સેવા–પ્રચાર કેન્દ્ર, પાટણ.

સાભાર  – લેખ પ્રાપ્તિ  – સંકલન : શ્રી વિજયભાઈ ધારિઆ  (યુ એસ એ )

Blog Link : http://das.desais.net

બમ બમ લહેરી, શિવ શિવ લહેરી …(મહાશિવરાત્રી સ્પેશિયલ)

બમ બમ લહેરી, શિવ  શિવ લહેરી સબ ગાએ રે … અગડ બમ્ શિવ લહેરી … (મહાશિવરાત્રી સ્પેશિયલ ) …
મહાશિવરાત્રિ હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થદશીના રોજ શિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસે જ શિવરાત્રી કેમ મનાવવામાં આવે છે એ ખૂબ જ ઓછા લોકો જાણે છે.  

એવું માનવામાં આવે છે કે સૃષ્ટિની રચના આ દિવસે થઈ હતી. મધ્યરાત્રિમાં ભગવાન શિવનું બ્રહ્માના રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. પ્રલયનો સમય આ દિવસે પ્રદોષનો સમયે ભગવાન શિવ તાંડવ કરતાં-કરતાં બ્રહ્માંડને ત્રીજા નેત્રની જ્વાળાથી સમાપ્ત કરી દે છે. એટલે આ પર્વને મહાશિવરાત્રિ અથવા કાલરાત્રિ પણ કહેવામાં આવે છે.

ત્રણેય ભવની અપાર સુંદરી તથા શીલવતી ગૌરીને અર્ધાંગિની બનાવવાનાર શિવ પ્રેતો અને પિચાશોથી ઘેરાયેલા રહે છે. તેમનું રૂપ અજીબ પ્રકારનું છે. શરીર ઉપર સ્મશાનની ભસ્મ, ગળામાં સાંપોનો હાર, કંઠમાં વિષ, જટાઓમાં ગંગા અને બળદ તેમનું વાહન છે.

 

 

સાભાર : દિવ્યભાસ્કર
આજે મહાશિવરાત્રી નિમિતે ફરી નવી એક  શિવ-ભોલેનાથ ની  રચના માણીશું …બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય રહશે… 

.

.

બમ બમ લહેરી ...
સ્વર: દશરથસિંહ દરબાર …
બમ બમ લહેરી
શિવ શિવ લહેરી, સબ ગાએ ..
અગડ બમ શિવ લહેરી … (૨)
બમ બમ લહેરી
શિવ શિવ લહેરી, સબ ગાએ ..
અગડ બમ શિવ લહેરી … (૨)
શિવ લહેરી રે ઓ હ ! ~ (૨)
અગડ બમ શિવ લહેરી ..
શિવ લહેરી સબ ગાએ
અગડ બમ શિવ લહેરી … (૨)
એ … ગંગાજી ધારા બોલે
ઘટો ઘટ માંહી બોલે
ગંગાજીની ધારા બોલે
ઘટો ઘટ માંહી બોલે
શિવ લહેરી હૈ વોહ
શિવ લહેરી હૈ વોહ … (૨)
બમ બમ લહેરી
શિવ શિવ લહેરી … સબ ગાએ ..
અગડ બમ શિવ લહેરી … (૨)
અગડ બમ શિવ લહેરી … (૨)
યેહ નારદ ની વીણા બોલે
શિવજી નું ડમરૂ બોલે
શિવ લહેરી હૈ વો હ
શિવ લહેરી …
ઓ હ ! શિવ લહેરી
શિવ લહેરી …
બમ બમ લહેરી
શિવ શિવ લહેરી …
શિવ શિવ સબ ગાએ ..
અગડ બમ શિવ લહેરી હો ..
અગડ બમ શિવ લહેરી … (૨)
યે હ .. કાના ની બંસી બોલે
મીરાં નો એકતારો બોલે … (૨)
શિવ લહેરી રે વો હ !
શિવ લહેરી … ઓ હ !
શિવ લહેરી રે વો હ !
શિવ લહેરી …
બમ બમ લહેરી
શોવ શિવ લહેરી
શિવ શિવ લહેરી સબ ગાએ …
અગડ બમ શિવ લહેરી … (૨)
અગડ બમ શિવ લહેરી … (૨)
યે હ .. બ્રહ્માજી ના વેદ બોલે
અંતર ના ભેદ ખોલે … (૨)
શિવ લહેરી વો હ !
શિવ લહેરી .. વો હ ! .. (૨)
શિવ લહેરી …
બમ બમ શિવ લહેરી
શિવ શિવ લહેરી
શિવ શિવ લહેરી .. સબ ગાએ …
અગડ બમ શિવ લહેરી હો … (૨)
અગડ બમ શિવ લહેરી હો … (૨)
યે હ ! નરસિંહ નો કેદારો બોલો ..
સંગે કીર તારો બોલે … (૨)
શિવ લહેરી હૈ વો હ ! … (૨)
બમ બમ શિવ લહેરી
શિવ શિવ લહેરી સબ ગાએ ..
અગડ બમ શિવ લહેરી … (૨)
બમ બમ શિવ લહેરી
અગડ બમ શિવ લહેરી … (૨)
અગડ બમ શિવ લહેરી … (૨)
અગડ બમ શિવ લહેરી … (૨)
અગડ બમ શિવ લહેરી …
Blog Link : http://das.desais.net