મન સ્વસ્થ તો તન સ્વસ્થ (ભાગ-૩) ..

મન સ્વસ્થ તો તન સ્વસ્થ – (ભાગ -૩) …
ડો. પાર્થ માંકડ.
M.D.(HOM)

 

(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા દાદીમા ની પોટલી http://das.desais.netબ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગ પરના પાઠક મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનંતી કે કોઈપણ પોસ્ટની આપની પસંદ કે ના પસંદ, અથવા આ સિવાય કોઈપણ અમારી ક્ષતિ બ્લોગ પર જણાય તો આપના મંતવ્યોપ્રતિભાવ / આપની કોમેન્ટ્સ દ્વારા બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે.)

આગળ ના લેખ ની જ વાત ને થોડી આગળ ધપાવીએ તો આપણે સહુ જાણીએ છીએ કે સ્વસ્થ તન માટે સ્વસ્થ મન એ એની જરૂરિયાત છે ને છતાં લાગણીઓ ને આપણા કાબુ માં રાખવી શક્ય બનતી નથી., એનું કારણ શું ? સ્વાભાવિક રીતે જ ત્યાં જ આપણા અર્ધજાગૃત મન નો રોલ આવે છે.
અર્ધજાગૃત મન અને સ્વાસ્થ્ય :
આપણા અર્ધજાગૃત મન પાસે ઘણું બધું છે પોઝીટીવ પણ અને નેગેટીવ પણ બલકે એમ કહીએ તો ચાલે કે આપનું અર્ધજાગૃત મન જ આપણું સાચું પ્રતિબિંબ છે. એમાં આપણો જીવન અને ઘટના ઓ ને જોવા નો દ્રષ્ટિકોણ પડેલો છે, એમાં આપણા મન ના છુપા દર રહેલા છે, એમાં છુપી અસુરક્ષિતતા ની લાગણીઓ રહેલી છે, એમાં એમાં ઘણી બધી એવી અવાસ્તવિક કે વાસ્તવિકતા ના અનુભવે રચાયેલી થોટ પ્રોસેસીસ પડેલી છે જે સતત જાણતા કે અજાણતા આપણા જીવન ને અને ઘટના ઓ ને ગવર્ન કરે છે કે ચલાવે છે.
એવું કહીએ તો ચાલે કે આપણી  લાગણી ઓ નો ઉદ્ભવ આપણા અમુક પ્રકાર નું જ ફિલ કરવાના પ્રી પ્રોગ્રામિંગમાં જ રહેલું હોય છે.
કેટલાક ઉદાહરણ થી સમજીએ તો, …
કેટલાક ને હંમેશ એમ લાગતું હોય કે બધા મારું અપમાન જ કર્યા કરે છે ( ક્યારેક સામેવાળા નો ઈરાદો હોય ક્યારેક ના પણ હોય),
કેટલાક ને એમ જ લાગતું હોય કે જાણે મારી કોઈ કીમત જ નથી,
કોક ને લાગે કે મને બધા હમેશ ઉતારી પાડવા માંગે છે,
કોક હંમેશ જીવન ને સ્પર્ધા તરીકે ને એમાં પોતાને વિજેતા તરીકે જ જોવે તો કોક પોતાને હંમેશ બીજા થી પાછળ રહી ગયેલ કે ઉતરતો જ જોવે.
કેટલાક ને જીવન જવાબદારી ઓ નો ભારો લાગે,
કેટલાક ને ક્યારેય પોતાની અપેક્ષા ઓ પૂરી નથી જ થતી એ લાગણી રહ્યા કરે.
કેટલીક વ્યક્તિ ઓ ને સતત કોઈ અજાણી અસલામતી નો અનુભવ રહ્યા કરે અને આવું તો ઘણું ઘણું વ્યક્તિ એ વ્યક્તિ એ મનમાં ચાલતું હોય,
આ બધું જ સરવાળે આપણામાં લાગણી નો અતિરેક જન્માવે – જેમ કે વધુ પડતો ગુસ્સો, નિરાશા, દુખ વિગેરે … અને એ બધું જ આપણા અંતસ્ત્રાવો અને અન્ય ગ્રંથીઓ પર વિપરીત અસર પાડે અને એ બને છે રોગ નું મૂળ.
માટે જો રોગ નો ઉપચાર કરવો હોય તો પોતાના અર્ધજાગ્રત મન ને પણ જાણવું પાડે, સ્વીકારવું પડે અને પછી બદલવું પડે કે એને યોગ્ય બેલેન્સ માં લાવવું પડે.

સ્વસ્થ મન અને હોમીઓપેથી :
અને આપને નવાઈ લાગશે કે આપણી આવી લાગણીશીલતા અને અર્ધજાગૃત મન પર હોમીઓપેથી ની ખુબ સીધી અને સચોટ અસર છે. હોમીઓપેથી ની ગોળી વ્યક્તિ ની પ્રકૃતિ પર અસર કરે છે અને તે જે તે વ્યક્તિ ની પ્રકૃતિ ને અનુરૂપ જ હોય છે ને આપણું અર્ધજાગૃત મન પણ આપણી પર્કૃતિ નો જ એક ભાગ છે. એટલે સ્વાભાવિક રીતે જ આ ગોળીઓ મન ના સ્વાસ્થ્ય પર પણ અકસીર અસર કરે છે, ટેન્શન, ચિંતા, ગુસ્સો બધું જ બેલેન્સ માં આવતા આપોઆપ વ્યક્તિ નું શરીર સ્વાસ્થ્ય તરફ ગતિ કરે છે.
જેમ કે, …
Nat. Mur : સંબંધો માં કે પ્રેમ માં મળેલી નિષ્ફળતા ને કારણે આવેલા ડીપ્રેશન માં ખુબ સુંદર કામ કરે છે.
Belladona , Chamomilla : ગુસ્સો કાબુ માં રાખવા માં મદદ કરે છે.
Silicea, Lycopodium : નિષ્ફળતા નો ડર અને આત્મવિશ્વાસ ના અભાવ જેવી બાબતો માં મદદ કરે છે.
Nux Vomica : વધુ પડતા મહત્વાકાંક્ષી લોકો અને એમને મળેલી નિષ્ફળતા માં સારું કામ આપે છે.
અને હજી આવી તો કેટલીએ હોમીઓપેથીક મેડીસીન મન સ્વસ્થ રાખવા માં ઉપયોગી છે, બસ જરૂર છે … એક વાર આપણા મન ના છેક ખૂણે છુપાયેલા રોગ ને ઓળખી લેવાની.
પ્લેસીબો :
“The secret of health for both mind and body is not to mourn for the past, worry about the future, oranticipate troubles, but to live in the present moment wisely and earnestly.”
-Budhha
ડૉ.પાર્થ માંકડ …
સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.

મિત્રો, વસંત પંચમી ના દિવસે મૂકેલ પ્રભાતિયું વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે … પોસ્ટ પર કોઈપણ કારણસર પ્લેયર ની લીંક મૂકવાની રહી ગયેલ, જે આજ રોજ અમોએ ભૂલ સુધારી લીધી છે, તો  શ્રી નારાયણ સ્વામીના સ્વરમાં પ્રભાતિયું  સાંભળવા જરૂર આ સાથેની લીંક પર ક્લિક કરશો …

(૧) વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (પ્રભાતિયા)


Blog : http://das.desais.net ‘દાદીમા ની પોટલી’