હાઇ પ્રોટીન લીફી ઢોસા …

હાઇ પ્રોટીન લીફી ઢોસા…
બનાવવા માટેની સામગ્રી ( વસ્તુઓ) :
૧- કપ ચોખા
૨- કપ સોયા ગ્રેનુલ્યસ
૧- કપ અડદ દાળ
૧- ચમચી પૌવા
૧-ચમચી મેથી દાણા
૨ થી ૫ લીલા મરચાં
કોથમરી અથવા પાલક કે મેથીની ભાજી
મીઠું સ્વાદ અનુસાર
રીત :
૧) સૌ પ્રથમ ચોખાને આગળના દિવસે પલાળી દેવા
૨) બીજે દિવસે ૩ થી ૪ કલાક માટે અડદ ની દાળ પલાળવી
૩) સોયા ગ્રેનુલ્યસ, પૌવા અને મેથીના દાણા બીજા વાસણમાં ૨ કલાક માટે ડુબાડૂબ પાણીમાં પલાળવા વાટતી વખતે સૌ પ્રથમ ચોખા ત્યારબાદ સોયા વાળું મિશ્રણ અને છેલ્લે અડદ દાળ અને લીલા મરચાં સાથે વાટવા.
૪) આ ત્રણેય પેસ્ટ (ચોખા,સોયા,દાળ)મિક્સ કરી લેવી સ્વાદ અનુસાર મીઠું નાખવું જો ઠંડી ની ઋતું હોય તો ૧ ચમચો દહી નાખવું જેથી ખટાશ સાથે આથો જલ્દી આવી જાય.
૫) આથો આવ્યા બાદ તેમાં૧ કપ કોથમરી, પાલખ, કે મેથીની ભાજી નાખવી અને જરૂર પૂરતું પાતળું ખીરું બનાવીને તેના ઢોસા બનાવવા.
સોયામાં હાઇ પ્રોટીન રહેલું છે; વળી લીલી અને લીફી ભાજીઓનો ઉપયોગ એટ્લે ફાઈબર પણ છે સ્વાદ સાથે વિટામીન અને પ્રોટીનનો સુગમ સાથ.
આપ ખાતા રહો ખવડાવતા રહો.
સાભાર સૌજન્ય: પૂર્વીબેન મલકાણ – મોદી (યુ એસ એ )
(ઉપરોક્ત વ્યંજન ની રેસિપી અમોને શ્રીમતી પૂર્વીબેન તરફથી  અમે મૂકેલ મસાલા ઢોસાની પોસ્ટ ઉપરના પ્રતિભાવ સાથે પૂરક માહિતી સાથે મળેલ છે, જે અહીં આપ સર્વની જાણ માટે અત્રે મૂકેલ છે. અને તે માટે અમો પૂર્વીબેનના આભારી છીએ, જેઓ હંમેશ કોઈ નવી રેસિપી અમારી રસોઈની પોસ્ટ પરના પ્રતિભાવ સાથે અમોને મોકલે છે.)
(પોસ્ટ ઉપર મૂકેલ  ફોટોગ્રાફ્સ માટે  ગુગલ વેબ જગત નો આભાર માનું છું.)