“કર્જત વડા પાંવ” …(મહારાષ્ટ્રીયન)

“કર્જત વડા પાંવ” …(મહારાષ્ટ્રીયન) …
મિત્રો આજે ફરી એક વખત શ્રીમતિ પૂર્વિબેન મોદી – મલકાણ (યુ એસ એ) ની રેસિપી બ્લોગ પર માણીશું,  ‘દાદીમા ની પોટલી’ પર રેસિપી મોકલવા બદલ  અમો તેમના અત્રે આભારી છીએ…  તેમની અન્ય  કૃતિઓ – રચનાઓ,   રેસિપી … વગેરે માણવા તમો બ્લોગ ની મુલાકાત લઇ બ્લોગ પોસ્ટ પર માણી શકો છો.. જે માટે ફેશબુક પરના પાઠક મિત્રો તેમજ ગુજરાત ગૌરવ ગાથા  તેમજ અન્ય વેબ સાઈટના પાઠક મિત્રો  આ સાથે જણાવેલ લીંક ની મૂલાકાત  જરૂરથી લેશો – http://das.desais.net ‘દાદીમાની પોટલી’ અને આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂરથી મૂકશો.


ઘરથી દૂર હોવા છતાંયે ક્યારેય દૂર ન ગયા હોવાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે ઘરમાં પોતાના ગામનો સ્વાદ બનાવીએ. આજે એવો જ એક સ્વાદ આપની સમક્ષ મૂકી રહી છું “કર્જત વડા પાઁવ” રૂપે. મુંબઈથી દક્ષિણ તરફ જનાર કોઈપણ ટ્રેનો કરજતના વડા પાઉંનો સ્વાદ લેવા માટે ચોક્કસ ઊભી રહે છે.
સામગ્રી:
૧) ૯ થી ૧૦ મિડિયમ સાઈઝના બાફેલા બટાટા
૨ )પાંઉ-બ્રેડ
૩ ) લસણની સૂકી ચટણી અને કોથમીરની લીલી ચટણી
૪ ) બારીક સમારેલી કોથમરી
લસણની સૂકી ચટણી માટેની સામગ્રીઓ :
લસણની કળીઓ ૨૦ થી ૨૫
લાલ મરચાનો પાવડર
સૂકા નાળિયેરનો પાવડર
તલ
ધાણાજીરૂ
મીઠું (સ્વાદાનુસાર)
તેલ
બધી જ સામગ્રી મિક્સ કરીને વાટી લેવી.
લીલી ચટણી માટેની સામગ્રીઓ :
કોથમરી
શિંગદાણા
લીલા મરચાં ૬ થી ૭
લીમડાના પાન
લીંબુનો રસ
સાકર
મીઠું સ્વાદ અનુસાર
થોડું પાણી
બધી જ સામગ્રી મિક્સ કરી વાટી લેવું.
મસાલાની સામગ્રી:
૧ ) આમચૂર પાઉડર
૨ ) સ્વાદાનુસાર મીઠું
૩ ) નાનો ટુકડો આદુ
૪ ) ૪ થી ૫ કળી લસણ
૫ ) ૫ થી ૮ લીલા મરચા
૬ ) ૧/૨ – કપ સમારેલી કોથમીર
૭ ) ૨ -ચમચી તેલ
૮ ) હળદર
૯ ) મીઠા લીમડાના પાન
વડા તળવા માટેની સામગ્રી:


૧ ) ૨- કપ ચણાનો લોટ
૨ ) ૧-ચમચી હળદર
૩ ) સ્વાદાનુસાર મીઠું
૪ ) તળવા માટે તેલ
૫ ) લાલ મરચાનો પાવડર
રીત:
૧ ) આદુ, મરચા અને લસણની પેસ્ટ અને સમારેલી કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરો
૨ ) તેલ ગરમ કરી તેમાં હળદર, આદું,મરચાં અને લસણની પેસ્ટ નાખવા અને સરસ રીતે મિક્સ કરી થોડીસેકન્ડ માટે સાંતળવું.થોડી કોથમરી પણ તેમાં નાંખી મિક્સ કરવી.
૩ ) બાફેલા બટાટાનો ગાંઠા ન રહે તેમ માવો બનાવવો
૪ ) બાફેલા બટેટાના માવામાં સાંતળેલો મસાલો, મીઠું, આમચૂર પાવડર ઉપરથી બીજી થોડી વધુ કાપેલી કોથમરી નાખીને મિક્સ કરીને તેનાં ગોળા બનાવો..
૫ ) ચણાનાં લોટમાં મીઠું , હળદર અને લાલ મરચું ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરો. તે વધારે જાડું અથવા તો વધારે ઢીલું પણ ન થાય.
૬ ) એક કઢાઈમાં આ વડા તળવા તેલ ગરમ કરો.
૭ ) આ ચણાનાં લોટની પેસ્ટમાં બટાટા વડાનાં ગોળા ડૂબાડી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળો.
પહેલા પાંઉને વચ્ચેથી કાપી વચ્ચે લસણની સૂકી ચટણી અને કોથમીરની ચટણી લગાડી તેની ઉપર આ તળેલા વડા મૂકો.
નોંધ- આમલી ગોળ અને ખજૂરની બનાવેલી મીઠી ચટણીનો ઉપયોગ પણ કરી શકાય છે.
આમલીની ચટણીના બદલે એપલ બટરમાં પાણી, લાલમરચું, મીઠું, ધાણાજીરું નાખી મિકસ કરીને તેનો ઉપયોગ પણ કરી શકાય.
જે લોકો આમલી ન ખાતા હોય તેમને માટે એપલ બટરની ચટણી અતિ ઉત્તમ છે.
નોધ: બટેટાના આ જ માવામાંથી બીજી એક અન્ય સામગ્રી પણ બને છે તેનું નામ છે “પતૌડી” તેનો પણ આપણે થોડા જ સમય પહેલા સ્વાદ બ્લોગ પોસ્ટ પર માણેલ…
(રસ પરિમલમાંથી)
-પૂર્વી મલકાણ – મોદી -(યુ.એસ.એ.)