જીવનની પાંચ ભેટ …

જીવનની પાંચ ભેટ …
–     માર્ક ટ્વેઈન


માર્ક ટ્વેઇન (૧૮૩૫-૧૯૧૦) ના પરિચયની જરૂર નથી.  તેની કારકિર્દિમાં નિમ્નલિખિત વૈવિધ્યપૂર્ણ વ્યવસાયનો સમાવેશ થાય છે.  – મુદ્રક, મિસિસિપ્પી નદી પર હોડી હંકારનાર, પત્રકાર, પ્રવાસ-વર્ણન લેખક અને પ્રકાશક.  તેનાં  શ્રેષ્ઠ પુસ્તકોમાંનાં કેટલાંકની પાછળનું  પ્રેરક કારણ ભૂતકાળ પ્રત્યેનો તેમનો અણગમો છે.  અમેરિકાના સાહિત્યમાં તેઓ મહાન કલાકાર-લેખક તરીકે જીવતા છે.  તેમને વિલિયમ ડીન હોવેલ્સે ‘ અમારા સાહિત્યના લિંકન ’ કહેલા છે.
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો  …

(૧)
જીવનના પરોઢે એક ભલી પરી એક પેટી લઈને આવી અને કહ્યું : “ આ રહી ભેટો.  તેમાંથી એક લઇ લો. બીજું છોડી દો અને હા, સાવધાન રહેજો. સમજીને પસંદગી કરજો ! ઓહ, સમજીને પસંદગી કરજો !  કેમકે તેમાંથી એક જ મૂલ્યવાન છે. ”  આ ભેટો પાંચ હતી – કીર્તિ, પ્રેમ, સંપતિ, મોજશોખ અને મૃત્યુ.  જુવાન માણસે ઉત્કંઠાથી કહ્યું : “ એમાં વિચાર કરવાની કોઈ જરૂર નથી. ”  અને તેણે મોજશોખની પસંદગી કરી.
તે દુનિયામાં ગયો અને જુવાન લોકોને ગમે તેવા મોજશોખની ખોજ કરવા માંડ્યો.  પણ તે દરેક ક્ષણજીવી અને નિરાશાજનક હતા, મિથ્યાભિમાની અને ખાલી ખાલી હતા; અને વિદાય લેતી વખતે દરેક તેની મજાક કરતા જતા હતા.  છેલ્લે તેણે કહ્યું : “ મારાં એ વરસો પાણીમાં ગયાં.  જો મને ફરીથી પસંદગી કરવાનો મોકો મળે તો હું હવે સમજી વિચારીને પસંદગી કરીશ. ”
(૨)
ફરીથી પરી દેખાઈ અને તે બોલી :
હવે ચાર જ ભેટો જ બાકી રહી છે. એક તક વધારે આપું છું.  અને હા, યાદ રાખજો – સમય ઝડપથી પસાર થઇ રહ્યો છે, અને તેમાંની એક મૂલ્યવાન છે.
પેલા માણસે લાંબા સમય સુધી વિચાર કર્યો અને પછી ‘પ્રેમ’ ની પસંદગી કરી; પણ એ પસંદગી કરતી વખતે તેણે એ જોયું નહીં કે પરીની આંખમાં આંસુ હતાં.
ઘણા વરસો પછી પેલો માણસ એક કોફીન પાસે બેઠો હતો, ઘર ખાલીખમ હતું.  તે મનમાં વિચારી રહ્યો હતો  : “ કુટુંબના પ્રત્યેક સભ્યે એક પછી એક વિદાય લીધી છે અને મને એકલો છોડી દીધો છે; હવે તે પણ અહીં અવસાન પામેલી પડી છે.  તે મને ખૂબ ખૂબ વ્હાલી હતી અને કુટુંબના સભ્યોમાં તે સૌથી છેલ્લી હતી.   મારા જીવનમાં બરબાદી પછી બરબાદીના વાવાઝોડાં આવતાં રહ્યાં છે;  મોજશોખનો એકે એક કલાક મેં પેલા દગાબાજ વેપારી ‘પ્રેમ’ પાસેથી વેચાતો લીધો હતો.  મેં તેની કિંમત દુઃખના અને યાતનાના હજારો કલાકોમાં ચૂકવી છે.  હું તેણે મારા હૃદયની ઊંડામાં ઊંડા ખૂણામાંથી શાપ આપું છું.
(૩)
પરી બોલી :  “ ફરીથી પસંદગી કરી લો.  ‘વરસો પસાર થતાં તારામાં ચોક્કસ કંઈક ડાહપણ આવ્યું હશે.  હવે માત્ર ત્રણ જ ભેટો બાકી રહી છે.  તેમાંની એક જ કાંઈક કિંમતી છે એ યાદ રાખજે અને કાળજીથી પસંદગી કરજે. ”
પેલા માણસે ખૂબ વિચાર કર્યો અને પછી કીર્તિની પસંદગી કરી; અને પેલી પરી નિસાસા મ્નાખાતી રસ્તે પડી.
વરસો વીતી ગયાં અને તે ફરીથ્યી આવી સંધ્યા સમયે પેલો યુવક વિચાર કરતો એકલો બેઠો હતો, તેની પાછળ પરી આવિએને ઊભી રહી અને પેલાની વિચારધારા ચાલતી હતી :
“ દુનિયામાં મારું નામ હતું, દરેક માણસ પ્રશંસાનાં પુષ્પો વેરતો હતો, અને હું સુખી છું એવું મને લાગતું હતું પણ એ સમય ગાળો કેટલો ટૂંકો હતો !  પછી અદેખાઈ આવી ;  વગોવણી આવી ;  ખોટાં આળ આવ્યાં, તિરસ્કાર આવ્યો અને પછી પજવણી આવી અને પછી અંતની શરૂઆત હોય એ રીતે હું ઉપહાસનું પાત્ર બન્યો.  અને છેલ્લે છેલ્લે કીર્તિની ચિતા જેવી કરુણા આવી.  ઓ.. હ !  પ્રસિધીનાં ફળ કેવાં કડવાં અને કષ્ટદાયક હોય છે !  શરૂઆતમાં જ્યારે તે પૂરબહારમાં હોય ત્યારે તેની સામે કાદવ ઉછાળવામાં આવે છે અને પડતીમાં હોય ત્યારે તિરસ્કાર અને કરુણાનું નિશાન બની રહે છે.
(૪)
ફરીથી સાદ સંભળાયો : હજી ફરીથી પસંદગી કરી લે.  માત્ર બે જ ભેટો બાકી રહી છે.  નિરાશ થવાની કોઈ જરૂર નથી.  શરૂઆતમાં એક જ મૂલ્યવાન હતી, અને તે તો હજીયે છે જ.
“ સંપત્તિ એ તો શક્તિ છે !  હું કેવો આંધળો હતો ?  હવે એને પસંદ કરવાથી જીવન જીવવા જેવું બની રહેશે.  હું મારા ધનને વાપરી નાખીશ, ઉડાડી દઈશ અથવા અન્ય લોકોને આંજી દઈશ.  મારી મજાક ઉડાવનારા અને મને ધિક્કારનારા લોકો મારી સમક્ષ રહેલી ધૂળમાં પેસી જશે અને હું તેમની અદેખાઈથી મારા હૃદયની ભૂખ ભાંગીશ.  મારી પાસે બધા મોજશોખો હશે, શારીરિક સંતોષ માટેની પ્રિયવસ્તુઓ મારી પાસે હશે.  હું ખરીદી જ કર્યા કરીશ – આમાન્યા, માન, અહોભાવ, પૂજ્યભાવ – આ તુચ્છ દુનિયાની બજાર પૂરી પાડી શકે તેવી જીવનની પ્રત્યેક બનાવટી સવલત.  મેં ઘણો બધો સમય ગુમાવી દીધો છે અને અત્યાર સુધી ખોટી પસંદગીઓ જ કર્યા કરી છે, પણ જવા દો એ બધું; એ વખતે હું અબુધ હતો અને શ્રેષ્ઠ વસ્તુની પસંદગી ન કરી શક્યો. ”
ઝડપથી ત્રણ વર્ષ પસાર થઇ ગયાં અને એક દિવસ પેલો માણસ ભાંગ્યા તૂટ્યા માળિયામાં ધ્રૂજતો ધ્રૂજતો બેઠો હતો, તે માંદલો અને ગમગીન દેખાતો હતો.  તેની આંખો ઊંડી ઊતરી ગઈ હતી.  તે ચિંથરેહાલ હતો.  તે રોટીનો ટુકડો ચાવી રહ્યો હતો અને ગણગણી રહ્યો હતો :  “ જહન્નમમાં જાઓ સર્વ જગતની ભેટો.  તે બધી છેતરામણી અને ઢોળ ચડાવેલ જુઠ્ઠાણાં જેવી છે.  તે દરેક જે કહેવાય છે તે નથી.  તે ભેટ નથી, પણ માત્ર ઉછીની મળેલી વસ્તુઓ છે.  પીડા, શોક, શરમ અને અકિંચનતા જેવી સનાતન વાસ્ત્વિક્તાનાં એ ઘડી બેઘડીનાં લટકાં છે. ”
પરીએ કહ્યું :  તારી વાત બરાબર છે.  મારા ખજાનામાં હવે એક વસ્તુ રહી છે. તે કિંમતી છે – એવી વસ્તુ જે મૂલ્યવત્તા વિનાની નથી.  એ મૂલ્ય વસ્તુની સરખામણીમાં હવે બીજી વસ્તુઓ કેવી ક્ષુદ્ર, મામુલી અને હલકી લાગે છે !  એ અમૂલ્ય વસ્તુ છે મોંઘી, મીઠી અને માયાળુ.  તે તમને, તનને પ્રજવતી પીડાઓને નિ:સ્વપ્ન અને નિરંતર નિદ્રામાં ડુબાડી દે છે અને તન અને મનને કોરતી ભોંઠપ અને ગમગીનીને ભુલાવી દે છે. ”
તે માણસ બોલી ઊઠયો :  મને તે આપો.  હવે હું થાકી  ગયો છું અને જંપવા માંગુ છું. ”
(૫)
પરી ફરી આવી.  તે ચાર ભેટ લાવી હતી.  તેમાં મૃત્યુ ન હતું.  તેણે કહ્યું :  “ મેં મૃત્યુની ભેટ એક તેની માના લાડકા દીકરાને આપી તેણે મારા પર વિશ્વાસ હતો.  તેણે મને જ પસંદગી પૂછી.  તેં મને પસંદ કરવાનું કહ્યું ન હતું.
“ અરે ભગવાન, તો પછી મારા માટે બાકી રહ્યું છે શું ? ”
“ જેને માટે તું પણ લાયક નથી તે – ઘોર અપમાનભર્યું વાર્ઘકય ! ”
નોંધ  : ફેશબુક પરના મિત્રો આવી અનેક કૃતિઓ માણવા અમારા બ્લોગની મૂલાકાત લઇ શકો છો જેની લીંક http://das.desais.net – ‘ દાદીમા ની પોટલી’ છે…