વર્તમાન ભારત …

વર્તમાન ભારત …

આધુનિકતા અને પશ્ચિમી અનુકરણને કારણે આપણો સમાજ કેટલા અધ:પતનને માર્ગે ચાલ્યો ગયો છે, તેના ભય સ્થાન કેટલા છે? વિગેરેનો ક્યારેય આપણે વિચાર કરેલ છે? ધીરે ધીરે આપણી કૌટુંબિકપ્રથા જે સયુંકત કુટુંબને વરેલ હતી જે પશ્ચિમી અનુકરણને કારણે વિભક્ત કુટુંબપ્રથા મોટે ભાગે અપનવી લીધી જોવા મળે છે, આમ આધુનિકતાના જે ભય સ્થાનો પશ્ચિમી પ્રથામાં છે તે જડપી આપણને સ્પર્શી ગયા જોવા મળે છે., જે માટે એક સુંદર વાત સ્વામી વિવેકાનંદજી ની અહીં રજુ કરેલ છે,  આ વિશે તમે શું માનો છો ? આપના અભિપ્રાય જરૂરથી બ્લોગ પોસ્ટ પર જણાવી આભારી કરશો….

વર્તમાન ભારત

પશ્ચિમમાં ધ્યેય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય, તેની ભાષા છે પૈસા કરાવનારી વિદ્યા, તેનું સાધન છે, રાજકારણ. જ્યારે ભારતમાં ધ્યેય છે મુક્તિ, તેની ભાષા છે વેદો, તેનું સાધન છે ત્યાગ. આધુનિક ભારત ઘડીભર જાણે કે એમ માને છે કે પોતાના પર જેણે આકર્ષણ કર્યું છે તેવા અનિશ્ચિત આધ્યાત્મિક કલ્યાણની આશામાં હું મારું સાંસારિક જીવન નિરર્થક વેડફી નાખું છું. તો બીજી ક્ષણે જાણે કે મંત્રમુગ્ધ થઈને સાંભળે છે. ઇતિ સંસારે સ્ફુટતરદોષ:ક્થમિવ માનવ ત્વ સંતોષ: | ‘અહીં આ મૃત્યુમય અને પરિવર્તનશીલ જગતમાં હે માનવી ! સુખ ક્યાં છે?’
એક બાજુ નવીન ભારત કહે છે: ‘જો આપને માત્ર પાશ્ચાત્ય વિચારો, પાશ્ચાત્ય ભાષા, પાશ્ચાત્ય ખાનપાન, પાશ્ચાત્ય પોશાક અને પાશ્ચાત્ય રીતભાતને અપનાવીએ તો પાશ્ચાત્ય જેટલા જ આપને મજબૂત અને બળવાન બનુશું.’ બીજી બાજુ પ્રાચીન ભારત કહે છે કે ‘મૂર્ખાઓ ! કેવળ અનુકરણથી પારકા વિચારો પોતાના થતા નથી. પોતે મેળવેલું ન હોય તેવું કંઈ પોતાનું બનતું નથી. સિંહનું ચામડું ઓઢેલ ગધેડો શું સિંહ બની જાય ખરો?’
એક બાજુ નવીન ભારત કહે છે: ‘જે પશ્ચિમની પ્રજાઓ આચરે છે તે જરૂર સાચું છે, નહીં તો તેઓ આટલા મહાન શી રીતે થયા?’ બીજીબાજુ પ્રાચીન ભારત કહે છે: ‘વીજળીનો ચમકારો અત્યંત તેજસ્વી હોય છે, પણ તે ક્ષણિક જ હોય છે. માટે બાળકો ! જોજો, પશ્ચિમ માત્ર તમારી આંખને આંજી નાખે છે. માટે ચેતતા રેહજો !’
તો શું પશ્ચિમ પાસેથી આપણે કંઈ જ શીખવાનું નથી? શું વધારે સારી વસ્તુઓ માટે પ્રયત્ન અને પરિશ્રમ કરવાની જરૂર જ નથી? શું આપણે પૂર્ણ છીએ ? શું આપણો સમાજ બિલકુલ કલંક રહિત, દોષ રહિત છે? શીખવા જેવી ઘણી વસ્તુઓ છે, મોતની ઘડી સુધી આપને નવી અને વધુ સારી વસ્તુઓ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પુરુષાર્થ તો માનવજીવનનું ધ્યેય છે. શ્રીરામકૃષ્ણપરમહંસ કેહતા: ‘હું તો જીવું ત્યાં સુધી શીખ્યા જ કરું.’ જે માણસને કે સમાજને કંઈ શિખાવાપણું હોતું નથી, તે મૃત્યુના મુખમાં જ છે એમ સમજવું.બેશક; પશ્ચિમ પાસેથી આપને ઘણી વસ્તુઓ શીખવી જોઈએ; પણ તેમાં ભય શ્રીરામકૃષ્ણ સમક્ષ એક ઓછી બુદ્ધિવાળો જુવાન હિંદુશાસ્ત્રો ઉપર દોષારોપણ કર્યા કરતો. એક દાહ્ડે તેણે ભગવદગીતાની પ્રશંસા કરી. તુરત શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘મને લાગે છે કે કોઈક યુરોપિયન પંડિતે ગીતાની પ્રશંસા કરી હશે; માટે જ આ ભાઈ પણ તેનું અનુકરણ કરે છે.’
હે ભારત ! અહીં જ તારે માટે મહાન ભય છે. પશ્ચિમનું અનુકરણ કરવાની મોહિનીએ તારા ઉપર એવી ભૂરકી નાખી છે કે સારું શું અને ખરાબ શું તે હવે તર્ક્બુદ્ધિથી, ન્યાયબુદ્ધિથી, વિવેકથી કે શાસ્ત્રના આધારથી નક્કી કરાતું નથી. જે જે વિચારો કે રીતરિવાજો ગોરાઓ વખાણે કે તેમને ગમે તે બધા સારા; જે કાંઈ તેમને ન ગમે કે જેણે તેઓ વખોડે તે બધું ખરાબ ! ખરેખર અફસોસની વાત છે. આના સિવાય મુર્ખાઈનું વધુ સ્પષ્ટ પ્રમાણ બીજું કયું હોઈ શકે? ભારતવાસી ! માત્ર આમ બીજાઓના પધા પાડીને, બીજાઓનું આવું અધમ અનુકરણ કરીને, બીજાઓ ઉપર આધાર રાખીને, આ ગુલામને છાજતી નીર્બળતાનું, આ અધમ અનુકરણ કરીને, બીજાઓ ઉપર આધાર રાખીને, આ ગુલામને છાજતી નીર્બળતાનું, આ અધમ તિરસ્કારપાત્ર ક્રૂરતાનું પાથેય લઈને શું તું સંસ્કૃતિ અને મહત્તાના સર્વોચ્ચ શિખરે પોહ્ચવાનો છે? તારી આવી શરમભરી કાયરતાથી બાહ્દુરોને અને શૂરવીરોને જ લાયક એવું સ્વાતંત્ર્ય શું તું મેળવી શકીશ?
-સ્વામી વિવેકાનંદ
(સ્વા.વિ.ગ્ર.મા.સંચયન,પૃ.૩૧૭-૩૧૮)