શિયાળા ની તકલીફો અને હોમીઓપેથી ….

શિયાળા ની તકલીફો અને હોમીઓપેથી ….
ડો. પાર્થ માંકડ …

cold4

(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા ‘દાદીમા ની પોટલી’ http://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગ પરના પાઠક મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનંતી કે આપના મંતવ્યો – પ્રતિભાવ -કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે.)


પેટ ના રોગ વિષે ની વાતો ની ઘણી થયી સાથે જરા શિયાળા માં થતી તકલીફો વિષે જાણી લઈએ. આમ તો દાદી માં ની પોટલી નો બહોળો વાચક વર્ગ ભારત બહાર નો છે જેના માટે કદાચ આ લેખ વધુ સ્યુટેબલ નહિ લાગે ..પણ ભારત માં જ વસતા ઘણા બધા માટે શિયાળો ખરેખર ધ્રુજાવી દે એવી ઋતુ થઇ જાય છે જો અમુક બાબતો નું ધ્યાન ન રખાય તો.. એટલે આજ નો લેખ ખાસ શિયાળુ દર્દી ઓ માટે..શિયાળા ની તકલીફો અને હોમીઓપેથી.

cold1

શિયાળા ની શરીર પર અસરો :
શિયાળા ની અસરો મુખ્યત્વે
૧. ચામડી
૨. સાંધા
૩. હાડકા
૪. શ્વાસનતંત્ર નાં અવયવો – નાક , ગળું  ફેફસા ..
૫. કાન  વિ. જેવા શરીર નાં  ભાગો પર પડે છે.

cold2

શિયાળા માં વધતી તકલીફો :
શિયાળા માં શરીર માં ડ્રાયનેસ વધી જાય છે પરિણામે ચામડી સુક્કી પડી જાય છે , ચામડી અને વાળ બિલકુલ બરછટ થઇ જાય છે અને વાળ નું ખરવું વધી જાય છે . ચામડી ની તકલીફો જેમ કે ખરજવું , સોરીઆસીસ , ચામડી ફાટવી – ખાસ કરી ને હથેળી તેમ જ પગ ની પાની ની વિ. જેવી તકલીફો પણ ખુબ વધી જાય છે.
આ ઉપરાંત શિયાળા માં જોઈન્ટ ને લગતી તકલીફો એટલે કે સાંધા ની તકલીફો પણ વધી જાય છે . સાંધા નાં  દુખાવા અને હાડકા નાં  દુખાવા શિયાળા માં મટી ગયેલા હોય તો ફરી શરુ થાય છે અને ઉપરાંત સ્ટિફનેસ પણ વધી જાય છે.
અને શિયાળા માં જો સૌથી વધુ તકલીફ કારક હોય તો એ છે શ્વાસન તંત્ર ન રોગો. ખાસ કરી ને સતત શરદી રહેવી , શરદી ને કારણે થતો માથા નો દુખાવો , ફરી ફરી ને થતું  થ્રોટ ઇન્ફેકશન વગેરે જેવી તકલીફો ઘણા ને થતી રહે છે , આ ઉપરાંત જેમ ને શ્વાસ દમ જેવી તકલીફો રહેતી હોય એમની તકલીફો ખુબ વધી જાય છે અને વારંવાર શ્વાસ ચડતો રહે છે.
આ ઉપરાંત હૃદય રોગ નાં  હુમલા અને સ્ટ્રોક ની શક્યતા ઓ પણ શિયાળા માં ખુબ વધી જાય છે.
શિયાળા માં ઉપચાર …
શિયાળા માં સ્વાસ્થ્ય જાળવી રાખવા ૩ મુખ્ય ઉપાયો કરીએ તો અડધી તકલીફો થી બચી શકાય
૧. નિયમિત સવારે હુંફાળા  પાણી નું સેવન
૨. સવારે નહાવા પહેલા  તમામ સાંધા માં તેલ થી માલીશ.
૩. ચામડી માં સ્નીગ્ધતા જળવાઈ રહે એવા કોલ્ડ ક્રીમ નાં ઉપયોગ થી ચામડી સુક્કી ન પડે એનું ધ્યાન રાખવું.
સામાન્ય સંજોગો માં તો આ ૩ ઉપાયો થી શ્વાસનતંત્ર ની તકલીફો , સાંધા નાં દુખાવા અને ચામડી ની તકલીફો ત્રણેય થી બચી શકાય
પણ જો ખરેખર શિયાળા માં તકલીફો વધી જતી હોય જેમ કે દમ કે અસ્થમા વધી જતો હોય કે પછી ઠંડા પવન થી એલર્જી હોય , ચામડી માં સુક્કું ખરજવું થઇ ગયું હોય વગેરે જેવી તકલીફો માટે હોમીઓપેથી માં ઘણી અકસીર દવાઓ છે જેમ કે,
Tuberculinum
Psorinum
Brayonia
Hepar Sulph
Rhus Tox
Kali Carb
Petrolium
Graphities
Silicea વિ….
આ ઉપરાંત હજી ઘણી દવાઓ ચિન્હો ને સમજી ને આપી શકાય.
પ્લેસીબો :
“તકલીફો શરીર ની કદાચ શિયાળા માં વધતી હશે પણ શિયાળા નો એક ફાયદો છે એ પાચન વધારે છે અને સ્ફૂર્તિ પણ. જો નિયમિત કસરત અને પૌષ્ટિક ખોરાક લેવાય તો શિયાળો બાકી ની બધી જ  સીઝન માટે જરૂરી સ્વાસ્થ્ય નું પેકેજ આપી શકે એમ છે. ”
ડૉ. પાર્થ માંકડ ..
સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.