(૧) માણસ ની કિંમત …અને (૨) મૃત્યુ … (પ્રેરક પ્રસંગો)…

(૧) માણસ ની કિંમત … (પ્રેરક પ્રસંગો )…

 

 

value of man

 

 

તૈમૂરલંગ ખૂબ જ ક્રૂર રાજા હતો અને તેની ક્રૂરતાથી રાજ્યની પ્રજા દુખી હતી.  તે લંગડા, ઠીંગણા, કદરૂપા માણસે ન જાણે કેટલાય દેશો ને નષ્ટ –પષ્ટ કરી દીધા હતા,  કેટલાય  ઘરો- કુટુંબો ને બેઘર કરી દીધા હતા.  આવા કૂર –પાશવી પાસે એક દિવસ બંદીવાન કેદીઓ ને લાવવામાં આવ્યા, જેઓને આજે સજા તે સંભળાવવાનો હતો.  આ કેદીઓ માં તૂર્કિસ્તાન ના પ્રસિદ્ધ કવિ અહમદી પણ હતા.  તેને જ્યારે પકડીને તૈમૂરલંગ પાસે લાવવામાં આવ્યા, ત્યારે તૈમૂરલંગે  બે ગુલામો તરફ અંગૂલી નિર્દેશ દ્વારા અહમદી ને કહ્યું કે મેં સાંભળ્યું છે કે “ કવિ લોકો મોટા પારખું હોય છે. તો સારું, તમે મને કહો કે આ બે ગુલામો ની કિંમત શું છે ? “

“ આ બને માંથી કોઈ પણ ૪૦૦ અશરફી થી ઓછી કિંમત ન નથી. “  અહમદીએ જવાબ આપ્યો… આ સાંભળી તૈમૂરને બહુજ આશ્ચર્ય થયું ! તેણે ફરી પ્રશ્ન કર્યો “  ભાઈ તો મારી શું કિંમત છે ?”

અહમદી સ્પષ્ટ વક્તા અને સ્વાભિમાની હતા. તેણે જવાબ આપ્યો: “તમારી કિંમત ફક્ત ચોવીસ અસરફીઓ જ છે. “   “ શું, મારી ફક્ત ચોવીસ અશરફી જ કિંમત જ છે ? – આશ્ચર્ય સાથે તૈમૂરે કહ્યું, “આટલી કિંમતની તો ફક્ત મારી  કફની જ છે.”

“જી હા, મેં તેની તો કિંમત લગાવી છે.”  – સ્વાભિમાની કવિ એ જવાબ આપ્યો. “ એટલે કે મારી કોઈ જ કિંમત જ નથી ? “  – તૈમૂર એ વળતો ફરી તેને સવાલ કર્યો.

“ જી નહીં, કોઇ જ નથી. જે વ્યક્તિમાં દયા જરા પણ માત્રા માં  ના હોઈ શકે, તમે જ કહો, એવા દુષ્ટને “માણસ”  તરીકે કઈ  રીતે ઓળખાણ આપી શકાય  ? અને આમ છતાં,  તેની કિંમત પણ શું હોઈ શકે ?”

તૈમૂર માટે કરેલી વાત સાચી જ હતી, આમ છતાં તે ચૂપચાપ સાંભળતો રહ્યો.  તે અહમદી ને સજા તો તે આપી શકે તેમ ના હતા, અને જો તે સજા કરે તો અહમદી દ્વારા તેની કિંમત જે કરવામાં આવી હતી તે સાચી છે તેમ સાબિત થાય તેમ હતું, તેણે અહમદી ને “પાગલ” છે તેમ જાહેરકરાર  કર્યો અને છોડી દીધો…

સાર: માણસની કિંમત પૈસા થી નક્કી નથી થતી તેના સ્વભાવ અને કાર્ય થી  નક્કી થાય છે …
 

 
 

(૨) મૃત્યુ … (પ્રેરક પ્રસંગ) 

 
એક સરસ નાનકડી વાત આપની સમક્ષ રજુ કરું છું, રસ દઈને વાંચજો.

એક દિવસ યમદૂ…ત એક માણસનો પ્રાણ હરણ કરવા એના ઘરે આવ્યો, ત્યારે પેલા માણસે કીધુ : હું તારી સાથે આવવા બિલકુલ તૈયાર નથી. 

યમદૂત : પણ તારું નામ મારા લીસ્ટમાં સૌથી ઉપર પેલા નંબરે છે, મારે તને લઈજ જવો પડે એમ છે.

માણસ : તો પછી મારી એક ઈચ્છા પૂરી કરો, તમે મારી સાથે અહી બેસીને થોડુક જમી લો, પછી આપણે બંને સાથે નીકળીએ.

(પેલા માણસે યમદૂતની નજર ચૂકવીને એના જમવામાં નિંદર આવે તેવી ઔષધિઓ ભેળવી દીધી)

જમ્યા પછી યમદૂતને જબરદસ્ત નિંદર આવવા લાગી અને થોડીવારમા તો તે ઘસઘસાટ ઊંઘવા માંડ્યો. એ ઉઠે તેની પહેલા જ ઓલા માણસે યમદુતના લીસ્ટમાંથી પોતાનું પહેલું નામ છેકીને સોથી છેલ્લે લખી દીધું.

થોડીવાર પછી યમદૂત મસ્ત પૈકી સુઈને ઉઠયા પછી ખુશમિજાજ અવાજે પેલા માણસને બોલ્યો : હું તારા પર બહુજ ખુશ છું, તારા ઘરે સ્વાદિષ્ઠ ભોજન લઈને મને પરમ આનંદ થયો અને ખુબજ સરસ નિંદર આવી એટલે હવે હું મારા આ લીસ્ટમાની સૌથી છેલ્લી વ્યક્તિ જે છે એને મારી સાથે સૌથી પેલા લઇ જઈશ!!!!

બોધ : મિત્રો, મૃત્યુને કોઈ નથી અટકાવી શકતું, જે વિધિમાં લખેલું છે, તે થઇને જ રહે છે.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  Join us /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli