પેટ નું કેન્સર અને હોમીઓપેથી …. (૭)

પેટ નું કેન્સર અને હોમીઓપેથી –  (૭) ….  જેટલા વહેલા જાગીએ , એટલી વહેલી સવાર…..’
ડો. પાર્થ માંકડ …
(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા ‘દાદીમા ની પોટલી’ http://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગ પરના પાઠક મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનંતી કે આપના મંતવ્યો – પ્રતિભાવ -કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે.)


stomach cancer


કેન્સર – આ શબ્દ આપણા માં ના ઘણા લોકો ને એટલો ડર ફિલ કરાવી દે છે કે રોગ પછી, પહેલા એનો ડર આપણને નબળા પડી દે છે અને કોઈ પણ બાબત ની જાણકારી એ ડર દુર કરવા પાછળ અગત્ય નું કામ કરતી હોય છે એટલે જ આ જે અહી પેટ ના કેન્સર ને લાગતો લેખ મુક્યો છે.
પેટ નું કેન્સર એ ખુબ ઘણા બધા કિસ્સાઓ માં જોવા મળતો રોગ છે. એમાં પણ સતત  બદલાતી જતી  જીવન શૈલી , વધતી જતી તાણ અને એલોપેથી દવા ઓ નો આડેધડ ઉપયોગ, આ બધા ના સરવાળા રૂપે, છેલ્લા કેટલાક સમય થી તો એના કેસીસ  ખુબ વધારે જોવા મળે છે.
પેટ નું કેન્સર સામાન્ય રીતે એડીનોકાર્સીનોમાં હોય છે, જો કે એ કેટલું ફેલાયેલું છે અને કયા કોશો નું છે એ પ્રમાણે ઘણી વખત એના નામ માં ફેરફારો હોય છે, પણ સરવાળે આપણે સાદી ભાષામાં પેટ નું કેન્સર કહી શકીએ.
પેટ નું કેન્સર થવા ના કારણો :
પેટ નું કેન્સર આમ તો ઘણા બધા કારણો થી થઇ શકે પણ કેટલાક ખુબ સામાન્ય રીતે જોવા મળતા કારણો કહીએ તો ..
૧.  H. PAYLORICI BACTERIA નું ઇન્ફેકશન જે ઘણા ખરા કિસ્સા માં પેટ નું કેન્સર કરવા માં ફાળો આપે છે.
૨. વારસાગત – જો કુટુંબ માં કેન્સર ની હિસ્ટરી બોલતી હોય તો, પેટ નું કેન્સર ની શક્ય તા ખુબ વધી જાય છે.
૩. તંબાકુ અને તંબાકુ ની બનાવતો નો ઉપયોગ, ખાસ કરી ને ધુમ્રપાન .
૪. તાણ અને અયોગ્ય જીવન શૈલી

stomach cancer.1

પેટ ના કેન્સર ના ચિન્હો :
પેટ ના કેન્સર ની એ તકલીફ છે કે શરૂઆત ના સ્ટેજ માં ભાગ્યે જ કોઈ ચિન્હો આપે છે , ને જયારે આપે છે ત્યારે એ મોટેભાગે ફેલાઈ ગયેલું હોય છે .
પેટ ના કેન્સર ના ચિન્હો ને આપને ૩ ભાગ માં વિભાજીત કરી શકીએ.
સ્ટેજ ૧ :
૧. સામાન્ય એસીડીટી
૨. પેટ માં બેચેની
૩. ભૂખ મારી જવી
સ્ટેજ ૨  :
૧. પેટ માં ભરાવો લાગવો.
૨. કોઈ પણ પ્રકાર ના દેખીતા કારણ વિના થાક અને વિકનેસ રહેવી.
સ્ટેજ ૩ :
૧. વોમિટીંગ
૨. ઉબકા આવવા
૩. ઝાડા માં લોહી પડવું – ખાસ કરી ને કાળા રંગ નો ઝાડો આવવો – એ ખુબ જ અગત્ય નું ચિન્હ છે પેટ ના કેન્સર નું એ ખાસ ધ્યાન માં રાખવું.
૪. કારણ વિના વજન ઓછું થવું.
૫. પેટ માં દુખાવો – ખાસ કરી ને ઉપર ના ભાગ માં.
ઉપાયો :
પેટ ના કેન્સર ના ઉપાય ની વાત પછી આવે પહેલા તો સમય સર ના નિદાન માં અંધારા માં ના રહીએ એનું ખાસ ધ્યાન રાખવું. જો કુટુંબ ના કેન્સર હોય અને આવા ચીન્હોહ લાગે તો તુરંત જ ડો. પાસે જરૂરી ટેસ્ટ કરાવી જ લેવા એ હંમેશ હિતાવહ છે .
ઉપાયો એ કેન્સર કયા સ્ટેજ નું છે , કેટલું ફેલાયેલું છે વગેરે ઘણા બધા પરિબળો પર આધારિત છે ,  એ માટે જરૂરી ઓપરેશન કરવું પડે તો કેટલો ભાગ દુર કરવું એ બધા માટે કેન્સર નો ગ્રેડ નક્કી કરાય ને એ પ્રમાણે એની સારવાર નક્કી થાય . કેમો , રેડીઓ વગેરે થેરાપી માં થી શું આપવું ને કેટલું એ બધું જ એ ગ્રેડ પરથી જ નક્કી થાય.
સાથે સાથે હોમીઓપેથી માં પણ ઘણી દવા ઓ પેટ ના કેન્સર  માં ખુબ  સારું કામ આપે છે અને એ દવાઓ એલોપેથીક ડો. દ્વારા કહેવાયલી દવાઓ ની સાથે જરૂર લઇ શકાય છે જ. એમાં કોઈ પણ પ્રકાર ની આસ અસર થતી નથી ઉપર થી અસર વધુ ઝડપી અને સચોટ થાય છે.
હોમીઓપેથી ની કેટલીક દવાઓ જેમ કે ,
Cundunrago
Carcinocin
Arsenic Alb.
Carbolic acid
Carbo Animalis
Lycopodium વિગેરે ….
પ્લેસીબો:
કેન્સર એ રોગ ભયાનક નથી એવું ખોટું આશ્વાશન તો હું બિલકુલ નહિ આપું, પણ હા કેન્સર ના નિદાન ની યોગ્ય સમયે જાણ થઇ જાય અને ત્વરિત સારવાર શરુ થઇ જાય તો … જાણે એ એટલો ભયાનક પણ નથી જ. ખુબ નોર્મલ અને સ્વસ્થ જીવન કેન્સર માં થી ઊગર્યા પછી જીવવું શક્ય છે જ. બસ સારો વિલ પાવર, યોગ્ય જીવન શૈલી અને કેન્સર ની દવાઓ ની સાથે હોમીઓપેથી જેવી ચિકિત્સા પઢતી નો ઉપયોગ જરૂર કેન્સર કે એ મટ્યા પછી ની આડ અસરો ને મૂળ માંથી દુર કરવામાં જાદુઈ કામ  કરે છે.
ડૉ. પાર્થ માંકડ ..
સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.


એક સાપ અને એક ડોશીમા !… (બાળવાર્તા)

એક સાપ અને એક ડોશીમા !…

snake

એક ડોશીમા એક નાના ઘરમાં રહી પોતાનું ગુજરાન ચલાવતા. એમનો સ્વભાવ ઘણો જ માયળુ હતો. ગામમાં સૌ એમને જાણતા હતા. ડોશીમા પણ ગામના સૌ પ્રત્યે ખુબ જ પ્રેમ રાખતા. અરે, ડોશીમા તો પશુ પ્રાણીઓને પણ પ્રેમથી જ નિહાળતા. એઓ એટલા બધા ભોળા હતા કે ઘણીવાર, કોઈક એમને કહેતા” માજી, આ દુનિયામાં બધા જ બોળા ના હોય, અને એથી તમો સાવધાન રહેજો. “ત્યારે, ડોશીમા એઓને ઠંડા હૈયે શાંતીથી કહેતા”ઉપરવાળો મારી સંભાળ રાખશે !” 

ઠંડીની સીઝન ચાલી રહી હતી, અને આ વર્ષ બરફ પણ ખુબ પડ્યો હતો. ડોશીમા ધીરે ધીરે બરફ ભરપુર રસ્તો કાપતા હતા. ત્યાં અચાનક એમણે એક સાપને નિહાળ્યો. ઠંડીમાં સાપનું શરીર ધ્રુજતું હતું. એ જરા પણ હાલી શકતો ના હતો. જાણે એ તો એના મૃત્યુની રાહ જોતો હતો. એ સાપને જોઈ ડોશીમાને ખુબ દયા આવી, અમે એ એના મનમાં બોલી ” ડરીશ નહી. હું તમે મારા ઘરે લઈ જઈ તારી દેખરેખ રાખીશ”. આ પ્રમાણે એ વિચાર કરી સાપને એણ પ્રેમથી એમના હાથમાં મુકી ઘરે લાવી. હવે, ઘરમાં તાપમાં સાપના શરીરમાં નવી ચેતના આવી. એ એનું શરીર હલાવી ચાલી શકતો હતો. એના શરીરમાં લોહીનું ભ્રમણ હતું એને અચાનક એક વાચા થઈ અને કહે, “માજી, તમારો ખુબ ખુબ આભાર !..આજે તમે મને એક નવી જીદંગી આપી” ડોશીમા કાંઈ બોલ્યા નહી. એતો વહેલા વહેલા એક વાટકીમાં  દુધ લાવ્યા અને સાપને આપ્યું. સાપ તો ખુશીથી એ પી ગયો. હવે સાપના શરીરમાં ફરી તાકાત હતી. ડોશીમા પણ હવે ખુશ હતા.

સાપનું શરીર હવે ઠડુ ના હતું, અને દુધ પીધા પછી તો એનામાં તાકાત હતી. હવે એ તો મો ખોલી એની ફેણ બતાવી હલાવતો હતો. હવે એ એના અસલ સ્વરૂપમાં હતો.અને, હવે તો એ ડોશીમાને કહેવા લાગ્યો” અરે,ઓ, ડોશી, મારે તો તને ડંસવું છે” આ સાંભળી ડોશીમાને જરા અચંબો થયો. એ એના મનમાં વિચારે છે કે “આ પ્ર્રાણી તે કેવું ? એ મરવા પડ્યું હતું ત્યારે મે દયા કરી એને નવજીવન આપ્યું. હવે એના ઉપકારને બદલે મને જ સજા આપવા તૈયાર છે !” 

આવા સમયે, ડોશીમાને કોઈકે કહેલા શબ્દો યાદ આવ્યા  ” આ દુનિયામાં ભધા જ ભલા નથી..તમે સાવધાન રહેજો ! “. હવે, ડોશીમા, એમની બુધ્ધી સાથે બોલ્યા “જરૂર તું મને ડંખજે.પણ તે પહેલા તું પિંજરાની અંદર એક થાળી છે. તેમાંનું દુધ પી જા અને પછી તું મને ડંખજે” આ સાંભળી સાપને થયું કે “આ ડોશી તો જરા ચક્રમ છે. એને ખબર તો છે કે દુધ તો મારો ખોરાક. એ જો હું પીશ તો મારામાં વધારે શક્તિ હશે, અને મારૂં ઝેર પણ જોરદાર હશે. ચાલો જેવી ડોશીની ઈચ્છા . હું એની ઈચ્છા પુરી કરી ડંખીશ અને મારી ઈચ્છા પણ એથી પુરીથશે અને ત્યારબાદ, હું એને ડંશીશ.” એ તો બીજું કાંઈ વિચારવા વગર પિજંરા તરફ દોડી ગયો. અને ડોશીમાએ પિજંરાનું બારણું બંધ કરી દીધું.અને સાપને ડોશીમાએ અંતે કહ્યું” મારા હાથે તને જીવન દાન મળ્યું પણ તારી વૃત્તિ કારણે જ હવે તને આ મૃત્યુદંડ છે”

સાપને એની ભુલ સમજાય. એનામાં માફી માંગવાની આદત જ ના હતી.
સાર: ” આ દુનિયામાં ભધા જ ભલા નથી..તમે સાવધાન રહેજો ! “….
(સાભાર : ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી – ‘ચંદ્રપૂકાર ‘  ઉપરોક્ત વાર્તા ચંદ્રપૂકાર બ્લોગમાંથી અમોને પસંદ આવતાં, આજે આપ સૌ માટે અહીં ફરી મૂકવા નમ્ર કોશિશ કરેલ છે. જેમનો યશ ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી ને જાય છે….તેમનો અત્રે હું આભારી છું.)