જાણે કોઇ અનુભવી જ્ઞાની ….

જાણે કોઇ અનુભવી જ્ઞાની ….
સ્વરઃશ્રી નારાયણ સ્વામી … 

.

.
સાખી:
જ્ઞાન કથીર ગાડા ભરે ..(૨)
પણ જ્યાં સુધી અંતરનો મટે નહિ વિખવાદ
કબીર કહે કડછા કંદોઈના
કોઈ દિ ન પામે સ્વાદ …

એ..એને, જાણે કોઇ અનુભવી જ્ઞાની
આ જ્ઞાનની વાતો છાની ..
જ્ઞાનની વાતો છાની …

વાલીડા રે મારા ..
મુંગે સ્વપનામાં મોજુ માણી .. (૨)
એને, એ તો સમજે પણ વદે નહિ વાણી ..
સમજે પણ વદે નહિ વાણી
આ જ્ઞાનની વાતો છાની …

એને જાણે કોઇ અનુભવી જ્ઞાની ..
જાણે કોઇ અનુભવી જ્ઞાની
આ જ્ઞાની વાતો છાની …

વાલીડા મારા
મુંગો સમસ્યામાં બોલે વાણી ..(૨)
એની, કોઇ જ્ઞાનીએ ગત એની જાણી .. (૨)
જ્ઞાનની વાતો છાની … (૨)

એ વાલીડા રે મારા, … (૨)  એ જ્ઞાનમાં મોજો મજાની
વાલીડા મારા ..
જ્ઞાનમાં મોજો મજાની ..
એને, શું સમજે અભિમાની ..(૨)
જ્ઞાનની વાતો છાની … (૨)

એને જાણે કોઇ અનુભવી જ્ઞાની .. (૨)
આ જ્ઞાનની વાતો છાની … (૨)

વાલીડા રે મારા
કહે સતારદાસ જ્ઞાની .. (૨)
તમે શીદને કરો છો ખેંચાતાણી ..
શીદને કરો ખેંચાતાણી
આ જ્ઞાનની વાતો છાની …

શીદને કરો છો ખેંચાતાણી .. (૨)
જ્ઞાનની વાતો છાની …

એને જાણે કોઇ અનુભવી જ્ઞાની
જ્ઞાનની વાતો છાની …

એને, જાણે કોઇ અનુભવી જ્ઞાની  .. (૨)
જ્ઞાનની  વાતો છાની ..

જાણે કોઇ અનુભવી જ્ઞાની  .. (૨)
જ્ઞાનની વાતો છાની … (૨)