મનમંદિરનો ઘંટારવ -સંસ્કૃતનો પ્રભાવ …

મનમંદિરનો ઘંટારવ -સંસ્કૃતનો પ્રભાવ …

 

bell

૨૩.૧૧.૧૧. ની પોસ્ટમાં આજ શિર્ષક હેઠળ આપણે એક મા – દીકરી અને વૈદરાજ સત્ય ઘટના જાણી; આજે આપણે સંસ્કૃતના પ્રભાવ વિશે એક સત્ય ઘટના જાણીશું….યાદવગિરિ, મૈસુરના શ્રીમતી હેમલતાબેન મોરો ગુજરાતી ભાષાના એક પ્રસિદ્ધ કોલોમિસ્ટ અને ટૂંકી વાર્તાઓના લેખિકા છે. એમણે લખેલા સત્ય ઘટના પર આધારિત પ્રેરણાદાયી જીવનપ્રસંગ વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત છે.-
અમેરિકન યોગીની આ વાત છે. તેમની પર ભારતીય વેદ-વેદાંતનો એટલો પ્રભાવ પડ્યો કે તમણે લખ્યું છે કે ‘હે ભારતીયો, તમારી પાસે વેદોના રૂપમાં મોટો ખજાનો પડેલો છે. આખી માનવજાતને સંસ્કારિત કરી શકે એવી એ પૂંજી છે. તેને સમજો.’
જો કે આપણા સંત – મહંતો, યોગીઓ, સ્વામીજી અને સાધુઓ આ જ વાત કરી રહ્યા છે. પરંતુ જે રીતે અમેરિકન યોગીને એ જ્ઞાન લાધ્યું એ વાત જાણવા જેવી છે. એ અંગે વાંચતા મારા મન મંદિરની ઘંટડી રણકી ઊઠી હતી અને આજે એનો ઘંટારવ આ લેખ લખવા પ્રેરી રહ્યો છે.
ડેવિડ ૧૪ વર્ષના હતા ત્યારથી તેમણે ચર્ચમાં જવાનું છોડી દીધું. કુદરતના બલો, ખાસ કરીને ઉત્તુંગ શિખરો તેમણે આકર્ષાતા. ત્યાં પહોંચી જઈ નિસર્ગના ખોળામાં આળોટતા તેમના મનને શાંતિ મળતી અને ચિત્તશુદ્ધિ તરફ દોરી જતી. નિસર્ગના ઊંડા રહસ્યો જાણવાની શોધ તેમને માનસશાસ્ત્ર અને મેટાફિઝિક્સનો અભ્યાસ કર્યો. યુરોપભરના ફિલોસફરના પુસ્તકો વાંચી કાઢયા પણ મનને શાંતિ ન મળી. છવટે એક સમજાયું – માનવની ચેતના, માનવનો અંતરાત્મા એ જ સત્ય છે અને તેને પામવાનો માર્ગ ધ્યાન, તપસ્યા, ચિંતન અને મનન ! કોલેજ છોડીને ધ્યાન અને યોગા તરફ લક્ષ્ય કેન્દ્રીત કર્યું, રહસ્યમય અધ્યાત્મવાદને આવરી લેતા વિષયોનું વાંચન ચાલુ હતું. શ્રી અરવિંદોના ‘લાઈફ ડીવાઈન’ માં ઋગ્વેદની ઋચાઓનો ઉલ્લેખ વાંચ્યો અને તેથી એ પુસ્તકો વાંચવાનું મન થયું.
વેદો અને ઉપનિષદ, જે મૂળ સંસ્કૃતમાં હતા તે મંગાવ્યા. તેનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ તે બહુ કઠિન હતો. કારણ કે એક તો સંસ્કૃત એક પારકી ભાષા અને તેના જૂના/આદ્યલિપિના શબ્દો ! પણ ચમત્કાર થયો. તેમના ગત જન્મના સંસ્કારને લીધે હશે, કદાચિત પણ આખું વાંચન અને મનન સહજ રીતે સાધ્ય થયું. જાણે કોઈ મહાનદીની ઈરીગેશન કેનાલ ખુલી થઇ ગઈ છે અને નદીનું પાણી ઝડપથી એમાં ઘસી રહ્યું છે, એવો અનુભવ થાયો. તેમના અંતરમનના દ્વાર ખૂલી ગયા હતા તેથી એ શક્ય બન્યું, એવું તેમને લાગ્યું.
આ અલૌકિક અનુભવનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું છે કે ‘હિન્દુધર્મની, તેના વેદ અને ઉપનિષદોની એ ખાસિયત છે કે તેમણે પાડેલ છબિ / સંસ્કાર જન્મજન્માંતર સુધી મનમાં અંકિત રહે છે. અને કદાચ હું બ્રહ્મલીન થઈશ ત્યાં સુધી રહેશે !
ખરેખર પૂરી માનવજાતને સંસ્કારિત કરી શકે તેવી આ પૂંજી છે. માનવજાતના સુખી ભવિષ્યની ચાવી વેદોમાં રહેલી છે.’
આપણી સંસ્કૃત ભાષા અને અણમોલ ભારતીય સંસ્કૃતિએ એક પરદેશી પર – અમેરિકન પર જે પ્રભાવ પાડ્યો તે ખરેખર અભિમાન લેવા જેવી વાત છે.’
આ એક સત્ય હકીકત છે. મિ.ડેવિડ ફોલે આજે સેન્ટા ફે. અમેરિકામાં, આશ્રમ ચલાવી રહ્યા છે અને તેમણે વામદેવ શાસ્ત્રીનું નામ ધારણ કરી અનેક પુસ્તકો લખ્યાં છે. તે અમેરિકન આજે ભારતીય પ્રજામાં બહુ લોકપ્રિય બન્યા છે. આવી પ્રભાવપૂર્ણ છે આપણી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ.

માત્ર એક કૌપિન માટે…(બોધકથા)

માત્ર એક કૌપિન માટે…(બોધકથા)

saint

પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુએ પોતાને માટે છાજ્થી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ-તપ કરવાં લાગ્યો. રોજ સવારે નાહ્યા પછી, કુટિર પાસેના ઝાડ ઉપર એ પોતાનું કૌપીન સૂકવે. એક દહાડો, પોતાની ભિક્ષા માટે પાસેના ગામડેથી પાછા આવ્યા પછી એણે જોયું તો ઉંદરડાઓએ એના કૌપિનને કોરી ખાધું હતું. એટલે બીજે દિવસે એણે નવી કૌપિન માંગવા માટે જવું પડ્યું. થોડા દિવસ પછી, ઝૂંપડીને છાપરે એ કૌપિન સૂકવવા લાગ્યો અને પછી ભિક્ષા માટે જવા લાગ્યો. પાછા વળતાં એણે જોયું કે ઉંદરોએ એના પણ લીરેલીરા કરી દીધા હતા. એ બહુ કચવાયો અને મનોમન વિચારવા લાગ્યો કે, ‘એક ચીંથરા માટે ફરી ક્યાં મારે માંગવા જવું? કોની પાસે કૌપિન માંગવું?’ છતાં, બીજે દહાડે એ ગ્રામવાસીઓને મળ્યો અને ઉંદરે કરેલા નૂક્સાનની વાત એણે તમને કરી. એનું કેહવું સાંભળી ગ્રામજનો બોલ્યાં: ‘મહારાજ, રોજરોજ તમને લુગડું કોણ આપશે? એક જ કામ કરો – એક બિલાડી પાળો.’ એટલે ઉંદરડા ભાગી જશે.’ સાધુએ તરત જ ગામમાંથી એક બચોળીયું મેળવ્યું અને, એણે પોતાની કૂટિરે લઇ ગયો. ટે દહાડાથી ઉંદરોની તકલીફ દૂર થઇ ગઈ અને સાધુ રાજીનો રેડ થઇ ગયો. એ પેલા બચોળિયાનું ખ્હોબ ધ્યાન રાખવા લાગ્યો અને એને -પાવા માટે ગામમાંથી દૂધ માગવા લાગ્યો.
થોડા દહાડાબાદ એક ગ્રામવાસીએ એને  કહ્યું : ‘સાધુજી, તમારે રોજ દૂધ જોઈએ છે, તમે થોડા દહાડા માગી શકો છો; તમને દૂધ રોજ કોણ આપશે? એના કરતાં એક કામ કરો – એક ગાય રાખી લો. એનું દૂધ તમે પણ પી શકશો ને તમારી મીંદડીને પણ પાઈ શકશો.’ થોડા દિવસોમાં સાધુએ એક દુઝણી ગાય મેળવી એને પછી દૂધ માંગવું ન પડ્યું. પણ પછી ગાયને માટે ઘાસ માગવાનું શરૂ કરવું પડ્યું. એ માટે આજુબાજુનાં ગામોમાં એણે જવાનું શરૂ કર્યું પરંતુ, ગ્રામજનોએ એને કહ્યું, ‘મહારાજ, તમારી ઝૂંપડીની અડખેપડખે ખૂબ વણખેડી જમીન છે. એને ખેડશો એટલે તમારી ગાય માટે તમને પૂરતું ઘાસ મળી રેહશે.’ આ સલાહ અનુસાર સાધુએ એ જમીનમાં ખેડ માંડી. ધીમે ધીમે ખેતર માટે એને દાડિયા રાખવા પડ્યા અને પેદાશ માટે કોઠારો બાંધવા પડ્યા. આમ સમય જતાં એ જમીનદાર થઇ ગયો. આખરે એના મોટા સંસારનું ધ્યાન રાખવા એના મોટા સંસારનું ધ્યાન રાખવા માટે એને પત્ની લાવવી પડી. હવે એ વ્યસ્ત જમીનદારની જેમ રહેવા લાગ્યો.
થોડા સમય પછી એના ગુરુ એને મળવા આવ્યા. આ બધા માલાસામાનથી એને વીંટળાયેલો જોઈને ગુરુને નવાઈ લાગી અને એમણે એક નોકરને પૂછ્યું, ‘અહિં એક સાધુ રેહ્તો હતો; એ અહીંથી ક્યાં ગયો એ મને કહે.’ શો જવાબ આપવો તે પેલો નોકર જાણતો ન હતો એટલે ગુરુ જાતે ઘરમાં ગયા અને ત્યાં એમને પોતાનો શિષ્ય દેખાયો. ગુરુએ પૂછ્યું, ‘બેટા, આ બધું શુ છે ? ખૂબ શરમાઈ જઈ શિષ્ય ગુરુને ચરણે પડ્યો તે બોલ્યો, ‘ગુરુજી, આ બધું એક કૌપિન ને કારણે છે.’
વાર્તા નો સાર: જીવનમાં માનવી પુત્ર -પુત્રાદિ,મોહ-માયાને કારણે પોતાના કાર્યોમાં – જીવનમાં એટલો – વ્યસ્ત થઇ જાય છે કે; આ જીવન ઈશ્વરે શા માટે આપેલ છે તે ભૂલાઈ જાય છે. ,ઈશ્વરનું નામ સ્મરણ -ઈશ્વર ની ભક્તિ, પોતાનું મૂળ કાર્ય વગેરે…બધું જ ભૂલી અને અન્ય કાર્યમા જીવન પૂરું કરી નાખીએ છીએ. અને તેમાંથી બહાર નીકળવાનું તો જ શક્ય છે કે આપણી ઉપર યોગ્ય ગુરુની કે ઈશ્વરની કૃપા થાય.