શિબી રાજા સત્યવાદી..( ભજન)…

શિબી રાજા સત્યવાદી..( ભજન)…
સ્વર: શ્રી નારાયણ સ્વામી..

 

શિબી રાજા, મહા સતવાદી…
સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય જેમાં ના હોય એવો કોઈ ધર્મ નથી.
શિબી રાજા, મહા સતવાદી, રેહતા અયોધ્યામાંય
દેવ સભામાં એની વાતો ચાલે
શિબી સમો નહિ રાય
ઇન્દ્ર કહે પારખું લેવું ..
હારે, નહિ તો માંગે તે દેવું …(૨)
અગ્નિ દેવને હોલો બનાવ્યા ને
પોતે બન્યા છે બાજ
આકાશ માર્ગે ઊડીને ચાલ્યા
આવ્યા શિબી રાજા પાસ
હોલો કહે રાજા ઉગારો
સામે આવે છે કાળ મારો…(૨)
ત્રણ દિવસથી હું ભાગતો ફરૂ છું
ભટક્યો બધુંય રણ .. (૨)
ઉગારવાની એક આશા સાથે
આવ્યો તમારે શરણ ..
સતવાદી શરણે રાખો
નહિતર મુખથી નાદ ભાખો
સતવાદી ચરણે રાખો
નહિતર મુખથી નાદ ભાખો …
શિબી રાજા હોલાને કહે છે
સંતોષ રાખો વીર ..
મોઢે ના ભીતે બાજને આપવું
ધારણા રાખો ભીર
હોલાને ખોળામાં લીધો
બાજને અટકાવી દીધો ..(૨)
શિબી રાજા બાજને કહે
શું છે તમારે વેર
હોલાને લઈને શરણે રાખ્યો
મનમાં લાવો મહેર ..
તમારા દુ:ખાડા કાપુ
મોઢે માંગો તે અમાપ આપું ..(૨)
આમ તો મારે હવે જોતું નથી
એમ કહે છે બાજ .
હોલાને તમે છોડી દો નહિતર
પ્રાણને કરશું ત્યાગ
આંગણે મરશું તમારે
રાજન હત્યા લાગશે ત્યારે .. (૨)
હોલો શિબી રાજાને કહે છે
તમે સાંભળી લ્યો મારી એક વાત ..
બાજ બધાં જ છે કાળ મારો
કરશે મારો ઘાત
કલંક તમને ચડશે
એ નરક ભોગવવા પડશે ..(૨)
શિબી રાજા કહે
છોડું નહિ ભલે
થનાર હોય તે થાય ..
તન, મન, ધન ને
રાજ આપી દઉં
પ્રાણ ભલે ને જાય
હારું કેમ સત્યને માટે
રાખું તને જીવનને સાટે .. (૨)
બાજ શિબી રાજાને કહે
તમને એક બતાવું ઉપાય
હોલા ભારોભાર માંસ તમારૂ
તોળીને આપો રાય ..
કાંટો ને ત્રાજવાં લાવ્યાં
દેવતાઓ જોવાને આવ્યાં ..(૨)
હોલાને તો પછી છાબમાં મૂક્યો ..
હાથમાં લીધી તલવાર
પગની પિંડી કાપી કરીને ..(૨)
મૂકી છાબ મૂલાર
જેમ જેમ રાજા માંસ નાંખે ..(૨)
હોલો છાબ ને હેઠી જ રાખે
શિબી .. રાજા (૨) માથું કાપવા લાગ્યા ..
વરતાણો હા હા કાર
ઇન્દ્ર એ આવી ને હાથ પકડ્યા
વરતાણો જય જય કાર
ધન ધન સત્યવાદી
જે કાંઈ જોઈએ લેજો માંગી ..(૨)
શિબી રાજા પછી ઇન્દ્ર ને કહે
સાંભળો મારી વાત .. (૨)
આવા દુ:ખ જો દેશો હવે તો
કોણ ભજે મહારાજ ..
આગળ આવે કળયુગ ભારી
માનવી જાશે સત્યને હારી ..(૨)
ઇન્દ્ર કહે છે તથાસ્તુ
શિબીએ જોડ્યા હાથ .. (૨)
હરિ ચરણમાં ગુરુ પ્રતાપે
ધારશી ગુણને ગાય ..
પ્રભુ જેની વારે આવ્યાં
દેવે મોતીડેથી વધાવ્યા .. (૨)
પ્રભુ જેની વારે આવ્યાં
દેવે મોતીડેથી વધાવ્યા ..

મેથીના ઢેબરા …

મેથીના ઢેબરા …

સમય: ૧ કલાક

૪-૫ વ્યક્તિ માટે 

 

શિયાળો – ઠંડી ઋતુમાં બાજરો ખાવો જોઈએ અને તે ખૂબજ સ્વાદિષ્ટ હોય છે.  શિયાળામાં બાજરો તેમજ લીલી મેથી (Fenugreek Leaves) પણ બજારમાં સારી મળે છે. જે ખૂબજ પૌષ્ટિક આહાર છે. કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકાય છે. આજે આપણે મેથીના ઢેબરા બનાવીશું.

 

સામગ્રી :

૨૫૦ ગ્રામ બાજરાનો લોટ (૨-કપ)

૧૭૫ ગ્રામ ઘઉંનો લોટ (૧-૩/૪ – કપ)

૧૦૦ ગ્રામ રવો (૩/૪ કપ)

૭૫ ગ્રામ મકાઈ નો લોટ (૧/૩ – કપ)

૨ કપ લીલી મેથી (બારીક સમારેલી)

૧ ટે.સ્પૂન તલ (સફેદ)

૧/૨ નાની ચમચી જીરૂ

૨૦૦ ગ્રામ ખાટું દહીં (૧ –કપ)

૧ નાની ચમચી ગોળ

૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૨ લીલા મરચાં

૧ નાનો ટુકડો આડું (૧-ઈંચ લંબાઈમાં)

૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર

૧/૪ ચમચી હળદર પાઉડર

તેલ ઢેબરા તળવા માટે જરૂરી

રીત:

બાજરાના લોટમાં ઘઉંનો લોટ, મકાઈનો લોટ અને રવો એક ચારણીથી ચાળી અને એક વાસણમાં મિક્સ કરવો.

મેથીને ધોઈ ને તેના પાન પરથી પાણી હટાવી અને બારીક સમારી લેવી. મરચાં ની ડાળખી તોડી મરચાંને ધોઈ ને તેમાંથી બી કાઢી અને બારીક સમારી લેવા. આદુને છીણી અને તેની પેસ્ટ બનાવી લેવી. દહીંમાં ગોળ મિક્સ કરી દેવો.


લોટમાં વચ્ચે ખાડા જેવી જગ્યા કેરી તેમાં જે ગોળ દહીંમાં મિક્સ કરેલ તે દહીં, ૧-ટે.સ્પૂન તેલ, બારીક સમારેલી મેથી અને બધીજ બાકી રહેલ સામગ્રી (મસાલા) અંદર નાખી અને સારી રીતે મિક્સ કરી અને તેમાં જરૂરી પાણી ઉંમેરી અને પૂરીના લોટ જેવો મસળી ને લોટ બાંધવો. લોટને ગૂંથી લીધા બાદ લોટને ૧/૨  કલાક માટે ઢાંકી ને રાખી દેવો. (લોટ ફૂલી જશે અને સેટ થઇ જશે)


ત્યારબાદ, લોટને ફરી મસળી ને લોટના લીંબુના આકાર જેવડા નાના લુઆ/ગોળા પાડવા.

એક કડાઈમાં તેલ નાખી અને ગરમ કરવું. ત્યારબાદ એક લુઆ / ગોળાને લઇને હાથમાં થોડું તેલ લગાડી અને પાટલી પર પણ તેલ લગાડી અને તેને વણવું, આ સિવાય અન્ય રીત છે, પાટલી પર પ્લાસ્ટિક પાથરી અને તેની પર તેલ લગાડી અને એક ગોળો તેની ઉપર મૂકી અને તે પૂરી જેવા આકારમાં નાની પૂરી અથવા ૨-૩ ઈંચ ની પૂરી જેવડું વણવું અને ગરમ તેલમાં તે  નાખી અને ઢેબરું તળવું. તળતી સમયે ઝારાની મદદથી કડાઈમાં તેને થોડું દાબવું અને માથે ગરમ તેલ રેડવું જેથી ઢેબરું સારી રીતે ફૂલશે. બંને સાઈડમાં બ્રાઉન થાય તેમ તેણે તળવું. અને બ્રાઉન થઇ ગયા બાદ એક પ્લેટ પર પેપર નેપકીન પાથરી અને તેની પર મૂકવા.  આવીજ રીતે ધીરે ધીરે બધાજ ઢેબરા તળી લેવા. એક સાથે ૨-૪ ઢેબરા એક સાથે તળી શકાઈ. આંમ બધાજ ઢેબરા તળી અને પ્લેટમાં રાખી દેવા.

બીજી રીત :

કડાઈમાં ઢેબરા તળવા ના હોઈ તો લોઢી /તાવીમાં શેકી શકાય. જે થેપલા જેવા આકારમાં મોટા પતલા વણવા અને ત્યારબાદ તાવીમાં  બને બાજુ બ્રાઉન થાય તેમ શેકવા અને તૈયાર થઇ ગયા બાદ પ્લેટમાં રાખી દેવા.


ઢેબરા અથાણા ની સાથે કે ચટણી સાથે ખાઈ શકાય.  થેપલા જેવા ઢેબરા ને બટેટા વટાણા ના શાક સાથે પણ ખાઈ શકાય છે.

ઢેબરાને ફ્રીઝમાં રાખીને ૪-૫ દિવસ ઉપયોગમાં લઇ શકાય છે. ફ્રીઝમાં રાખેલ ઢેબરાને બહાર કાઢી ગરમ કરીને ખાઈ શકાય છે. શિયાળામાં બાજરો લાંબો સમય ખરાબ થાતો ના હોઈ ઉપયોગમાં લઇ શકાય છે.

નોંધ : જો તમે પસંદ કરો તો આદુ – લસણ અને લીલા મરચાની પેસ્ટ બનાવી અને તે પણ મસાલા સાથે ઉપયોગમાં લઇ શકાય છે. જેનો સ્વાદ પણ અનેરો આવે છે.

 

બ્લોગ લીંક :http://das.desais.net

સંસારમાં કેમ કરીને રેહવું ?…

સંસારમાં કેમ કરીને રેહવું ?…

family[3]

‘મનુષ્યજન્મ’ કે જે દરેક માટે દુર્લભ છે, જે માનવજીવનનો આપણો ઉદ્દેશ શું?…. આ સુંદર વાત શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમ, કરિમગંજ, ખાતે ૧૯૫૭ અપ્રિલ., (સત્પ્રસંગ) માં સ્વામી વિશુદ્ધાનંદજીએ -રજુ કરેલ. પૂજ્યપાદ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ શ્રી શ્રીમા શારદાદેવીના મંત્રશિષ્ય હતા.  તેમના જ શબ્દોમાં, લેખને સંકલન કરી આપ સર્વે પાઠક મિત્રો માટે અત્રે રજુ કરવાની નમ્ર કોશિશ કરેલ છે.

દુર્લભં ત્રયમેવૈતત્ દેવાનુગ્રહહેતુકમ્ |

મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રય: ||

સંસારમાં આ ત્રણ વસ્તુઓ દુર્લભ છે- મનુષ્યજન્મ*, મુમુક્ષુતા અને મહાપુરુષનો આશ્રય. મનુષ્યજન્મ મળવો દુર્લભ; મુમુક્ષુતાની પ્રાપ્તિ તેનાથી પણ વધારે મુશ્કેલ. ‘મુમુક્ષુતા’ એટલે શું? -સંસાર એક મોટુ બંધન છે, તેનાથી મુક્ત થવાની ઈચ્છા. વિવેક ન આવે ત્યાં સુધી મુક્તિ માટે ઈચ્છા પણ જાગે નહીં.
આપણે માનવજીવનનો ઉદ્દેશ ભૂલી ગયા છીએ -લક્ષ્ય્ભ્રષ્ટ થઇ ગયા છીએ.- આ સંસારમાં સુખ ક્યાં છે? શાંતિ ક્યાં છે? -આ જાણવાની ઈચ્છા ન જાગે ત્યાં સુધી મુમુક્ષુતા આવે નહીં.- તેથી મુમુક્ષુતા દુર્લભતર. અને વળી એક મોટી વસ્તુ – મહાપુરુષનો આશ્રય.- આ ત્રણે એકસાથે મેળવવાં હોઈ તો ભગવાનનો અનુગ્રહ જોઈએ.
સંસારમાં કેમ કરીને રેહવું, એ પ્રશ્ન છે.- ઉપાસનાને બાકાત રાખી આપણે કર્મ કરીએ છીએ, તેથી ફળ કંઈ આવતું નથી; ઉપાસના અને કર્મ એકસાથે જ થવાં જોઈએ.
બધા ધર્મશાસ્ત્રોમાં નિષ્ઠાની વાત કેહવામાં આવી છે. મહાભારતમાંની એક સતીસાધ્વી સ્ત્રીની વાત સાંભળો.
એક યોગીએ બાર વર્ષ યોગાભ્યાસ કરી કંઈક શક્તિ મેળવી હતી. એક દિવસ તે ઝાડ નીચે બેઠો હતો; એ ઝાડ પર એક કાગડો બગલા સાથે ઝઘડો કરતો હતો. કેટલાંક સુકાયેલાં પાંદડાં યોગીના માથા પર પડ્યાં. તેણે ગુસ્સામાં આવી ઉપર નજર કરી. જેવી નજર કરી કે તરત જ કાગડો અને બગલો ભસ્મ થઈ ગયા. પોતાની શક્તિ જોઈ યોગી બહુ ખુશી થયો. થોડીવાર પછી તે ભિક્ષા માટે શહેરમાં ગયો. એક ઘરને બારણે જઈ તેણે કહ્યું -‘માં! ભિક્ષા આપો’. તે ઘરમાં સતીસાધ્વી સ્ત્રી રેહતી હતી. તે સંસારમાં બધાં કર્તવ્યોનું સારી રીતે પાલન કરતી હતી. અંદરથી જ તેણે યોગીને કહ્યું -‘બેટા! જરા થોભજે! લાંબો વખત ઊભા રેહવું પડ્યું તેથી યોગી ગુસ્સે થયો. મનમાં ને મનમાં તેણે વિચાર્યું ?’બાઈ જાણતી નથી કે મારી કેટલી શક્તિ છે.’ તે આવો વિચાર કરતો હતો, એટલામાં તે સતી બોલી -‘ઠાકુર! આ કંઈ તમારા કાગડાબગલાને ભસ્મ કરવાની વાત નથી.- મારા પતિની સેવા પૂરી થયા પછી જ હું ભિક્ષા લઈને આવું છું.’ યોગી આ સાંભળી એકદમ આભો બની ગયો.- સતી બહાર આવતાં જ તે યોગી એને પગે પડ્યો અને દીનભાવે તેણે પૂછ્યું- ‘તમે આ બધું કેવી રીતે જાણ્યું?’- સતીએ કહ્યું -‘નિષ્કામભાવે સંસારનાં કર્તવ્યોનું પાલન કરું છું; સ્વામીસેવા જ મારી સાધના; એમાં મારી કંઈ સ્વાર્થબુદ્ધિ નથી. હું આનાથી વધારે બીજું કંઈ જાણતી નથી. વારાણસીની બજારમાં એક વ્યાધ (કસાઈ) છે, તમે તેમની પાસે જાઓ. તે તમને ઉપદેશ કરશે.’ યોગી વ્યાધાની પાસે ગયો, તેણે જોયું તો તે એ વખતે કસાઈના કામમાં રોકાયેલો હતો.- પોતાનું કામ પૂરું કરી ઘેર જઈ માબાપની સેવા કરી તેણે પૂછ્યું – ‘શું જોઈએ છે?’ તે પછી યોગી ઉપદેશ માટે આવ્યો છે એમ જાણી તેણે કહ્યું- ‘વત્સ ! કોઈ પણ કર્મ અસત્ નથી; કોઈ પણ કર્મ અપવિત્ર નથી. પોતાની અવસ્થાને સંગત સંગત કર્તવ્યનું અને ગાર્હસ્થયધર્મનું નિષ્કામભાવે પાલન કરવાથી મને આ જ્ઞાન થયું છે.’
આમ જુઓ કે આ જગતમાં રેહવાનું થાય તો આપણે ઉપાસના સમજીને નિષ્કામભાવે કર્મ કરવાં જોઈએ.

કયાંથી લાવું ?? …

કયાંથી લાવું ?? …

radhakrishna

૧) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
-દ્વારમાંથી નંદભવનમાં જવા માટે અધિરી બનતી જાઉં છું
પણ દ્વારમાંથી અંદર જવાનો માર્ગ ક્યાંથી લાવું?
-મા, મૈયા ને અમ્મા બનીને લાડીલાને લાડ લડાવું છું
પણ તોયે માતા યશોદા કેરું વહાલ ક્યાંથી લાવું?
-નરો, ચતુરા ને પાથો સાથે દેવદમનની નિત્ય વાતો કરતી રહું છું
પણ તેમની જેમ દેવદમનને આંખોથી પીવાનો મહાવરો ક્યાંથી લાવું?
૨) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
રોજ યમુના તટ કેરા પનઘટ પર પાણીડા ભરવા જાઉં છું
પણ ગોપીઑ કેરી મટુકીઑ ક્યાંથી લાવું?
-કુમુદિની બનીને રોજે યમુના જલમાં ખીલતી રહું છું
પણ રાધાજીની વેણીમાં ગૂંથાવાને કનૈયાનો હસ્ત ક્યાંથી લાવું?
-અષ્ટ સખાઓ સાથે રહીને નિતનિત નવા પદ ગાતી રહું છું
પણ ઠાકુરજીને રીઝવવા માટે સુંદર ભાવ ક્યાંથી લાવું?
૩) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
-સખાઓ અને સખીઓ સાથે હોળીના રંગોએ રમતી જાઉં છું
પણ રંગીલા વનમાળીજી સાથેના રંગોથી રંગાયેલું હૃદય ક્યાંથી લાવું ?
મારા પ્રમાણેની ઉત્તમ ને સર્વોત્તમ સેવા શ્રી હરિની કરું છું
પણ શ્રી વિઠ્ઠલ પર વ્હાલ ઢોળવાને શ્રી વલ્લભ કેરું વાત્સલ્ય
ક્યાંથી લાવું?
-શ્રી ગોવર્ધનરાયજીના ચરણોમાં બેસી સેવકત્વ સ્વીકારું છું
પણ તોયે શ્રી ગિરિરાજજી તણી દૈન્યતા ક્યાંથી લાવું?
-કુંજ નિકુંજોમાં શ્યામસુંદરને શોધવા માટે ફરતી રહું છું
પણ શ્યામસુંદરને શોધવા માટેની તત્પરતા ક્યાંથી લાવું?
૪) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
સાભાર : પૂર્વી મલકાણ – મોદી  – (યુ.એસ.એ.)

અમૂલ્ય જીવન …

અમૂલ્ય જીવન …
life
 

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’

ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે. જેટલાએ હાથ ઉપર કર્યા છે એ દરેકને હું આ સો રૂપિયાની નોટ આપીશ પણ એ પહેલાં મારે કશુંક કરવું છે.’ એમ કહી એ સો રૂપિયાની નોટનો તેણે ડૂચો વાળી દીધો. ખંડમાં સન્નાટો વ્યાપી ગયો. એ ચૂંથાયેલી નોટ તેણે ધીમેથી ખોલી અને પૂછ્યું, ‘હજુ પણ આ નોટ કોને જોઈએ છે?’ ફરી હાથ ઉપર થવા લાગ્યા.

‘ભલે’ કહી એણે એ સો રૂપિયાની નોટ જમીન પર ફેંકી પોતાના બૂટ નીચે કચડી. ફરી ઊંચકી અને ડૂચો વળેલી, પગ નીચે ચગદાયેલી એ નોટ ઊંચી કરી પૂછ્યું, ‘હજુય આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે?’ છતાં ય બધાના હાથ ઉપર થયા.

‘મારા પ્રિય મિત્રો. ખૂબ મહત્વની વાત આજે આપણે શીખ્યા છીએ. આ નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમને જોઈએ છે, કારણ કે તમને ખબર છે કે એનાથી એની કમિંત ઘટશે નહીં. અત્યારે પણ એ સો રૂપિયાની નોટ જ છે. આવી જ રીતે ઘણીવાર જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણય કે ભૂલને લીધે હતાશ, નિરાશ થઈ સંકોચાઈ જઈએ છીએ. આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામા થઈ ગયા છીએ પણ એવું નથી. કંઈ પણ થાય છતાં આપણી કમિંત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ – આ વાત ક્યારેય ન ભૂલતા.’

સોર્સ  : અજ્ઞાત

શિયાળા ની તકલીફો અને હોમીઓપેથી ….

શિયાળા ની તકલીફો અને હોમીઓપેથી ….
ડો. પાર્થ માંકડ …

cold4

(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા ‘દાદીમા ની પોટલી’ http://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગ પરના પાઠક મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનંતી કે આપના મંતવ્યો – પ્રતિભાવ -કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે.)


પેટ ના રોગ વિષે ની વાતો ની ઘણી થયી સાથે જરા શિયાળા માં થતી તકલીફો વિષે જાણી લઈએ. આમ તો દાદી માં ની પોટલી નો બહોળો વાચક વર્ગ ભારત બહાર નો છે જેના માટે કદાચ આ લેખ વધુ સ્યુટેબલ નહિ લાગે ..પણ ભારત માં જ વસતા ઘણા બધા માટે શિયાળો ખરેખર ધ્રુજાવી દે એવી ઋતુ થઇ જાય છે જો અમુક બાબતો નું ધ્યાન ન રખાય તો.. એટલે આજ નો લેખ ખાસ શિયાળુ દર્દી ઓ માટે..શિયાળા ની તકલીફો અને હોમીઓપેથી.

cold1

શિયાળા ની શરીર પર અસરો :
શિયાળા ની અસરો મુખ્યત્વે
૧. ચામડી
૨. સાંધા
૩. હાડકા
૪. શ્વાસનતંત્ર નાં અવયવો – નાક , ગળું  ફેફસા ..
૫. કાન  વિ. જેવા શરીર નાં  ભાગો પર પડે છે.

cold2

શિયાળા માં વધતી તકલીફો :
શિયાળા માં શરીર માં ડ્રાયનેસ વધી જાય છે પરિણામે ચામડી સુક્કી પડી જાય છે , ચામડી અને વાળ બિલકુલ બરછટ થઇ જાય છે અને વાળ નું ખરવું વધી જાય છે . ચામડી ની તકલીફો જેમ કે ખરજવું , સોરીઆસીસ , ચામડી ફાટવી – ખાસ કરી ને હથેળી તેમ જ પગ ની પાની ની વિ. જેવી તકલીફો પણ ખુબ વધી જાય છે.
આ ઉપરાંત શિયાળા માં જોઈન્ટ ને લગતી તકલીફો એટલે કે સાંધા ની તકલીફો પણ વધી જાય છે . સાંધા નાં  દુખાવા અને હાડકા નાં  દુખાવા શિયાળા માં મટી ગયેલા હોય તો ફરી શરુ થાય છે અને ઉપરાંત સ્ટિફનેસ પણ વધી જાય છે.
અને શિયાળા માં જો સૌથી વધુ તકલીફ કારક હોય તો એ છે શ્વાસન તંત્ર ન રોગો. ખાસ કરી ને સતત શરદી રહેવી , શરદી ને કારણે થતો માથા નો દુખાવો , ફરી ફરી ને થતું  થ્રોટ ઇન્ફેકશન વગેરે જેવી તકલીફો ઘણા ને થતી રહે છે , આ ઉપરાંત જેમ ને શ્વાસ દમ જેવી તકલીફો રહેતી હોય એમની તકલીફો ખુબ વધી જાય છે અને વારંવાર શ્વાસ ચડતો રહે છે.
આ ઉપરાંત હૃદય રોગ નાં  હુમલા અને સ્ટ્રોક ની શક્યતા ઓ પણ શિયાળા માં ખુબ વધી જાય છે.
શિયાળા માં ઉપચાર …
શિયાળા માં સ્વાસ્થ્ય જાળવી રાખવા ૩ મુખ્ય ઉપાયો કરીએ તો અડધી તકલીફો થી બચી શકાય
૧. નિયમિત સવારે હુંફાળા  પાણી નું સેવન
૨. સવારે નહાવા પહેલા  તમામ સાંધા માં તેલ થી માલીશ.
૩. ચામડી માં સ્નીગ્ધતા જળવાઈ રહે એવા કોલ્ડ ક્રીમ નાં ઉપયોગ થી ચામડી સુક્કી ન પડે એનું ધ્યાન રાખવું.
સામાન્ય સંજોગો માં તો આ ૩ ઉપાયો થી શ્વાસનતંત્ર ની તકલીફો , સાંધા નાં દુખાવા અને ચામડી ની તકલીફો ત્રણેય થી બચી શકાય
પણ જો ખરેખર શિયાળા માં તકલીફો વધી જતી હોય જેમ કે દમ કે અસ્થમા વધી જતો હોય કે પછી ઠંડા પવન થી એલર્જી હોય , ચામડી માં સુક્કું ખરજવું થઇ ગયું હોય વગેરે જેવી તકલીફો માટે હોમીઓપેથી માં ઘણી અકસીર દવાઓ છે જેમ કે,
Tuberculinum
Psorinum
Brayonia
Hepar Sulph
Rhus Tox
Kali Carb
Petrolium
Graphities
Silicea વિ….
આ ઉપરાંત હજી ઘણી દવાઓ ચિન્હો ને સમજી ને આપી શકાય.
પ્લેસીબો :
“તકલીફો શરીર ની કદાચ શિયાળા માં વધતી હશે પણ શિયાળા નો એક ફાયદો છે એ પાચન વધારે છે અને સ્ફૂર્તિ પણ. જો નિયમિત કસરત અને પૌષ્ટિક ખોરાક લેવાય તો શિયાળો બાકી ની બધી જ  સીઝન માટે જરૂરી સ્વાસ્થ્ય નું પેકેજ આપી શકે એમ છે. ”
ડૉ. પાર્થ માંકડ ..
સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.

હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય …

હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય …
સ્વર:પાર્થિવ ગોહિલ ..
 

(૧) સ્વર:પાર્થિવ ગોહિલ

(૨) સ્વર: પ્રફૂલ દવે … 
હોજી રે.. હો જી રે ..હો જી ..
પ્રભુ તું ગાડું મારું ક્યાં લઇ જાય…
કાંઈ ન જાણું ..
હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય કાંઈ ન જાણું
કાંઈ ના જાણું રે … કાંઈ ના જાણું રે
કાંઈ ના જાણું …
ધરમ કરમ ના જોડ્યા બળદીયા
ધીરજની લગામ તાણું
કાંઈ ના જાણું .. હરિ તું ગાડું મારું …
કાંઈ ના જાણું …
કાંઈ ના જાણું રે .. કાંઈ ન જાણું રે
કાંઈ ના જાણું …
સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું હાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારું થાય
હે…મારી મુજને ખબર નથી કંઈ ક્યાં મારું ઠેકાણું
કાંઈ ના જાણું … પ્રભુ તું ગાડું મારું …
કાંઈ ના જાણું રે … કાંઈ ના જાણું રે
કાંઈ ના જાણું …
પાપણ ઠેકાણે/પટારે  સપના સંઘર્યા
મનની સાંકળ વાંસી
અગર ડગરીયા આવે નગરિયા
નાય આવે મારું કાશી રે
નાય આવે મારું કાશી
હે હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું
કાંઈ ના જાણું … હરિ તું ગાડું મારું…
કાંઈ ના જાણું રે … કાંઈ ના જાણું રે
કાંઈ ના જાણું …
ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રેહવાનું
અગમ-નિગમ નો ખેલ અગોચર
મનમાં મુંઝાવાનું
એ .. ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું
કાંઈ ના જાણું … પ્રભુ તું ગાડું મારું…
કાંઈ ના જાણું …
એ..ધરમ કરમ ના જોડ્યા બળદીયા
નીરજની લગામ તાણું
કાંઈ ના જાણું .. પ્રભુ તું ગાડું મારું …
કાંઈ ના જાણું …
કાંઈ ના જાણું રે .. કાંઈ ના જાણું રે
કાંઈ ના જાણું …
કાંઈ ના જાણું રે …
કાંઈ ના જાણું રે ..
કાંઈ ના જાણું …

બદામ નો શીરો …

બદામ નો શીરો …

બદામ નો શીરો બહુ સ્વાદિષ્ટ હોય છે. બદામમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. એમાં વિટામીન E (ઈ) ભરપૂર માત્રામાં હોય છે. જો તમે ૫-૬ બદામ દરરોજ ખાવ તો તે એક ટોનિક નું કામ આપશે. બદામનો હલવો તાજગી અને તાકાત આપે છે.

સામગ્રી :

૨૦૦ ગ્રામ બદામ ( ૧ -કપ)

૧ – કપ દૂધ

૨૦૦ ગ્રામ ખાંડ (૧ – કપ)

૧૦૦ ગ્રામ ઘી (૧/૨ – કપ)

૨૫-૩૦ (ટૂકડા) કેશર

૬ – ૭ નંગ એલચી (ફોતરા કાઢી ને ભૂકો કરી લેવો)

રીત:

સૌ પ્રથમ બદામને ૫-૬ કલાક માટે પાણીમાં પલાળી રાખવી.

જો તમે જલ્દીમાં હોય, તો બદામને ગરમ પાણીમાં પલાળવી. જે ૨-૩ કલાકમાં બદામ પલળી અને ફૂલી જશે.

પલાળેલી બદામના ઉપરથી ફોતરા કાઢી લેવા. એટલે કે તેની છાલ ઉતારી લેવી.

ત્યારબાદ, તે બદામમાં જરૂરી દૂધ ઉમેરી અને મીક્ષરમાં નાખી અને તેની થોડી કરકરી રહે તેમ પીસવી (પેસ્ટ બનાવવી) એકદમ બારીક ના થાય તે ધ્યાન રાખવું.

ભારે (જાડા) તળિયાવાળી એક કડાઈ કે નોનસ્ટિક કડાઈ લેવી.

નોનસ્ટિક કડાઈ બદામના શીરા માટે વધુ સારી રહે છે.

કડાઈમાં એક ચમચો ઘી નાખવું અને ગેસ પર ગરમ કરવા મૂકવું અને ત્યારબાદ, તેમાં બદામ ના ભૂકો અને ખાંડ નાંખી ને ચમચાથી સતત હલાવતા રેહવું અને શેકવું થોડું દૂધ ગરમ કરી અને તેમાં કેશર નાખવું ( અથવા એક ચમચીમાં કેશર લઇ તે ચમચી ગરમ કરવી અને થોડા દૂધમાં તે કેશર નાખવું ) અને કેશર ને તેમાં ઘોળવું. (મિકસ કરવું ) જેથી તેમાં કેશર નો કલર આવી જશે. ત્યારબાદ, તે કેશર હલવામાં નાખવું અને સાથે સાથે એક ચમચો ઘી પણ નાખવું. અને શીરો ચમચાથી હલાવતા રેહવો. (તમને પસંદ હોય અને જરૂર લાગે તો ખાવાનો (ફૂડ કલર) કલર પણ તેમાં ચપટીક ( એક Pinch) નાખી શકાય) શીરો ઘટ્ટ થાય, તેમજ તેનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો.

શીરો તૈયાર થઇ જશે એટલે તેમાંથી સુગંધ છુટશે, અને શીરો કડાઈના કિનારે કિનારે ચિપક્સે (ચોંટશે) નહિ. બાકી વધેલ ઘી પણ તેમાં નાખી દેવું. શીરો- હલવો તૈયાર થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને કડાઈ નીચે ઉતારી લેવી. અને તેમાં એલચી નો ભૂકો નાખી અને મિક્સ કરવો.

સ્વાદિષ્ટ શીરો તૈયાર થઇ ગયો. જેને એક બાઉલમાં – વાસણમાં કાઢી ગરમ ગરમ પીરસવો.

ફ્રીઝમાં રાખી ૫-૬ દિવસ સુધી તેને ઉપયોગમાં લઇ શકાય.

બ્લોગ લીંક: http://das.desais.net

૧] રામનું નામ …. અને ૨] વાળંદનો વલોપાત… (બોધકથા)

૧] રામનું નામ ….

આજે થોડી નાની વાતો વાર્તા સ્વરૂપે અહીં મુકવાની કોશિશ કરેલ છે., જે નાની હોવા છતાં અસરકારક- પ્રેરક પણ એટલીજ છે., જો આપને પસંદ આવી હોઈ તો જરૂરથી આપનો અભિપ્રાય  અહીં  મૂકી આભારી  કરશો ….

Ram

એક વાર કોઈ એક પ્રસિદ્ધ સંતને કોઈ એ પૂછ્યું, ‘મહારાજ ! તમારા દર્શને આવતાં દરેકે દરેક ભક્તોને તમે ‘રામનું-ભાગવાનનું નામ’ લેવાનું કહો છો, તેથી શું બધાં જ રામનું / ભગવાનનું નામ લેવાથી સ્વર્ગે પહોંચવાના કે?’
‘ભાઈ !’ સંતે કહ્યું, ‘ટપાલની લાલ પેટીમાં નાખવામાં આવતાં બધા જ કાગળો શું એક જ જગ્યાએ જાય છે ?’
‘ના મહારાજ ! એ તો જ્યાંનું સરનામું તેમાં કરેલું હોઈ ત્યાં જ જવાના ….’
‘તો ભાઈ, આપણું પણ એમ જ છે. આપણે બધાં જ રામનું નામ લેવાથી કાંઈ સ્વર્ગે જવાના નથી. પરંતુ આપણા કર્મો અને કૃત્યો જે આપણા સરનામા જેવાં છે તે જેવાં હશે તેવા સ્થાને જ આપણે જવાના …’
વાર્તા પરથી એટલું તો જરૂર સૌએ નક્કી કરવું જોઈએ કે જીવનમાં જેવું કર્મ કરીશું તેવું આપણે પામીશું., તો શા માટે સારા કર્મ કરવા નહિ…?
૨] વાળંદનો વલોપાત…

Barber

પંડિતો પાછળ રહે, મૂરખ પામે માન,
વખાણ પામે અવનવા, વિશ્વ વિશે વિદ્વાન.
વાલજી વાળંદ રોજ સવારે રાજમહેલે રાજાની હજામત કરવા જતો. હજામત કરતાં કરતાં તે તેના સ્વભાવ મુજબ અલક મલકની વાતો કરીને રાજાને રીઝવતો. જ્યારે હજામત કરીને વાળંદ જવાની તૈયારી કરતો ત્યારે રાજા તેને પૂછતો કે ‘વાલજી ! દુનિયા દુ:ખી કે સુખી?’
વાલજી તુરત જવાબ આપતો કે ‘દુનિયા સુખી છે.’
દરેક વખતે રાજા વાળંદને આ એક જ સવાલ પૂછતો ને વાળંદ એક જ જવાબ આપતો કે ‘દુનિયા સુખી છે.’
જ્યારે રાજદરબાર ભરાતો ત્યારે રાજા દરબાર બરખાસ્ત કરતી વેળાએ આજ સવાલ પ્રધાનને પૂછતો કે, ‘પ્રધાનજી ! દુનિયા બધી સુખી છે કે દુ:ખી ?’ ત્યારે પ્રધાન એક જ જવાબ આપતો કે ‘દુનિયા દુ:ખી છે.’
રાજાને મૂંઝવણ થઇ પડી કે એક જ સવાલ ના ! બે પ્રકારના જવાબ મળે છે તો તેમાં સાચું કોણ? વાલજીની (વાળંદ) વાત સાચી માનવી કે પ્રધાનની?
એક દિવસ રાજાએ પ્રધાનને વાળંદની વાત કહી કે તે ‘દુનિયા સુખી કહે છે’, જ્યારે તમે ‘દુનિયા દુ:ખી કહો છો’, તો મારે કોની વાત સાચી માનવી ? તમે કહો છો તે ખોટું હોય નહિ, માટે વાળંદ ‘દુનિયા સુખી છે’ એમ કહે છે તે કારણ શોધી લાવો’.
પ્રધાને તે માટે થોડા દિવસની મેહતલ માગી અને પોતે વિચારવા લાગ્યો કે વાળંદ ‘દુનિયા સુખી છે’ એમ કહે છે તેનું કારણ એ હોવું જોઈએ કે તે પોતે સુખી હોવાને લીધે એમ કેહ્તો હશે. માટે ગુપ્તચરો પાસે વાળંદની ભાળ મેળવું કે તેને ક્યા પ્રકારનું સુખ છે.
ગુપ્તચરો મારફત તપાસ કરતા પ્રધાનને જાણવા મળ્યું કે વાલજી વાળંદના ગજવામાં (ખિસ્સામાં) હંમેશા પાંચ સોનામહોર રહે છે, ને તેથી તે પોતાને સુખી માને છે., માટે તે દુનિયા સુખી માને છે.
ચતુર પ્રધાને એક ચાલક સેવકને બોલાવી કહ્યું કે ‘વાલજી વાળંદની બંડીના ગજવામાં પાંચ સોનામોહર હંમેશ રહે છે, તે ગમે તે યુક્તિથી તફડાવી લાવ.’
અને બીજે જ દિવસે તે ચાલાક સેવક, વાળંદને ખબર ન પડે તેવી રીતે તેના ગજવામાં રહેલી પાંચ સોનામહોરો તફડાવી લાવ્યો ને તે પ્રધાનને આપી.
એ દિવસે રાતના વાલજી વાળંદને ખબર પડી કે તેના ગજવામાં પાંચ સોનામોહર નથી, ક્યાં તે પડી ગઈ છે, ક્યાં તો કોઈ લઇ ગયું છે! તે તો સોનામોહરો ગુમ થવાથી દુ:ખી દુ:ખી થઇ ગયો અને તેણે ખાવાનું પણ ગળે ઉતર્યું નહિ ને આખી રાત સોનામહોરની ચિંતામાં જાગીને વિતાવી.
સવારે તો વાળંદને રાજાની હજામત કરવા મહેલે જવાનું હતું, તે દાતણ પાણી અને સ્નાન કરીને ખભે કોથળી ભરાવી વિલા મોઢે રાજાની હજામત કરવા પહોંચી ગયો.
પ્રધાને રાજાને કહી રાખ્યું હતું કે વાળંદ પાસે પાંચ સોનામહોરો હતી તે ‘દુનિયા સુખી છે’, એમ કેહ્તો હતો, હવે તેની પાસેથી પાંચ સોનામહોરો લઇ લેવામાં આવી છે તેથી તે હવે ‘દુનિયા દુ:ખી છે’ એમ જ કેહશે.
વાલજી વાળંદ રાજાની હજામત કરી રહ્યો હતો, ત્યારે રાજાએ રાબેતા મુજબ તેને પૂછયું, ‘વાલજી ! દુનિયા સુખી છે કે દુ:ખી?’
વાલજીએ કહ્યું, ‘દુનિયા દુ:ખી છે.’
આ સાંભળી રાજા મનમાં હસ્યા કે વાલજી વાળંદ પોતાના સુખ-દુ:ખ પ્રમાણે દુનિયાની કિંમત આંકતો હતો, પછી તેમણે તેને પેલી પાંચ સોનામહોરો પ્રધાન પાસે મંગાવીને પાછી આપી દીધી.
આ દ્રષ્ટાંત ઉપરથી ….
સાર એ લેવાનો કે કેટલાક માણસો સુખ-વૈભવમાં રાચતા હોવાથી તેઓ આખી દુનિયાને સુખી માને છે, જ્યારે જેઓ અનેક પ્રકારે કષ્ટ ભોગવી રહ્યા છે તેઓ દુનિયાને દુ:ખી માને છે. એટલે કે માણસો પોત પોતાના સુખ-દુ:ખ ઉપરથી જગતનાં સુખ-દુ:ખ માટેનો નિર્ણય બાંધી લે છે. ખરું જોતા સુખ-દુ:ખ તે જે તે સમય અને પરિસ્થિતિ પ્રમાણે જે તે લોકોની મનો ભાવના છે., જે સમય સંજોગો પ્રમાણે સતત છે, એટલકે મનોભાવના ફરતી રહે છે., અને જે પોતે નક્કી કરેલ છે, કે પોતે ‘સુખી છે કે દુ:ખી?’ હકીકતમાં સુખ કે દુઃખ જેવું બીજું કશું નથી….

વિશ્વાસ… (કાવ્ય)

વિશ્વાસ … (કાવ્ય)
ગધમા અનેક સ્વરચિત રચનાઓ ‘કાકુ’ ના નામે  kaku.desais.net તેમના બ્લોગમાં આપ સર્વે માણી શકશો, તેમાંની એક રચના આજે ઘણા સમયબાદ અમે અમારા બ્લોગમાં મુકેલ છે, જે સારી લાગે તો જરૂરથી  ‘કાકુ ‘ના બ્લોગ ની મુલાકાત લઇ અને તમારો અમુલ્ય અભિપ્રાય આપસો.

faith

વિશ્વાસ…
બધાની દુનિયાનો અલગ અલગ છે વ્યાસ
સમે સમે સફળતાનો અલગ અલગ ક્યાસ
ન જાણુ ખપનો ક્યા, કેટલો ને ક્યો અભ્યાસ
જાણી જોઇને અમે પાળ્યો છે ખુંખાર આભાસ
બરફને બંગલે સજાવ્યો છે અમારો નિવાસ
સુતરને તાંતણે કસીને બાંધ્યો છે વિશ્વાસ..
-‘કાકુ’