અપચો અને હોમીઓપેથી : (૪/૧૮) …

અપચો અને હોમીઓપેથી : (૪/૧૮) …
ડૉ. પાર્થ માંકડ
M.D.(HOM)
(ડૉ.પાર્થ માંકડ.. દ્વારાદાદીમા ની પોટલી’ – http://das.desais.netબ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગ પરના પાઠક મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનંતી કે આપના મંતવ્યોપ્રતિભાવ -કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર કે  ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે.)

પાચન માં ઉભી થતી રહેતી ગડબડ આમ જોવા જઈએ તો નામ ના આપી શકાય ને છતાં કૈક એવી બધી તકલીફો ને એક નામ આપવું હોય તો અપચા નું આપી શકાય. આમ જોવા જઈએ તો અપચો કોઈ ઘણી તકલીફ પહોચાડતો રોગ ન જ ઘણી શકાય પણ છતાં રોજ બ રોજ ના જીવન માં સતત થોડી બેચેની ને બીમાર હોવા ની લાગણી જરૂર રહ્યા કરે અને માટે અપચો દુર કરી ને નિયમિત પાચન થાય, પુરતી ભૂખ લાગે અને નિયમિત પેટ સાફ આવે, એ શારીરિક સ્વાસ્થ્ય માટે ખુબ જ અગત્ય ની બાબત છે.કારણો:
અપચા ના દેખીતી રીતે જોવા જઈએ તો કારણો ઘણા હોઈ શકે , જેમ કે …
૧. વ્યાયામ નો અભાવ/બેઠાળુ જીવન.
૨. માનસિક ચિંતા/ તાણ.
૩ અયોગ્ય જીવનશૈલી થી મોટભાગે અપચો થાય છે.
૪. અયોગ્ય ખોરાક.
૫. ખોરાક લેવા નો સતત બદલાતો સમય.
૬. વધુ પડતી ચા, કોફી, દારૂ વિ. નું વધુ પડતું સેવન.
૭. કેટલાક અન્ય રોગો  GARD,  પેપ્ટિક અલ્સર,પેટ નું કેન્સર વગેરે.

 

ચિન્હો:
૧. પેટ ભારે લાગવું.
૨. ભૂખ ઓછી લાગવી.
૩. ખાધા પછી સતત ઓડકાર આવવા.
૪. થોડું જ ખાઈ ને તરત પેટ ભરાઈ જવું.
૫. છાતી ના ભાગ માં બળતરા થવી.
૬. જમ્યા પછી એક પ્રકાર ની બેચેની લાગ્યા કરવી.

 

ઉપાયો :
યોગ્ય જીવન શૈલી  પ્રથમ અને શ્રેષ્ઠ ઉપાય છે .છતાં હોમીઓપેથી માં  …
૧. Nux Vomica
૨. Abies Nigra
૩. Phosphorous
૪. Lycopodium
૫. Kali Carb
૬. Cal.Carb
વગેરે જેવી  કેટલીએ દવાઓ ખુબ અસરકારક રીતે કામ કરે છે.

 

પ્લેસીબો :
પ્રસન્ન મન, યોગ્ય આહાર, અને નિયમિત વ્યાયામ જ પાચનતંત્ર ના બધા રોગો ની શ્રેષ્ઠ દવા છે.
ડૉ. પાર્થ માંકડ ..
સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતાજાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.