(૧) જગદંબાની ઉપાસના … અને (૨) મા ના ગરબા (ચોથું નોરતું)

(૧) જગદંબાની ઉપાસના …का त्वं शुभे शिवकरे सुखदु:खहस्ते आधूर्णित भवजलं प्रब्लोर्मिभङै: |

शान्ति विधातुमिह किं बहुधा विभग्राम मात: प्रयत्नपरमासि सदैव विश्वे ||

હે કલ્યાણમયી મા ! સુખ અને દુઃખ તમારા બે હાથ છે; તમે કોણ છો? સંસાર રૂપી જળને, પ્રબળ તરંગો દ્વારા ચક્કર ફેરવો છો. શું તમે વિવિધ રીતે તૂટી પડેલી શાંતિને વિશ્વમાં પાછી પ્રતિષ્ઠિત કરવાં માટે સદૈવ અહીં પ્રયત્નશીલ રહ્યાં છો ?
(‘શ્રી અંબાસ્તોત્રમ’, શ્લોક.૧-૨)
એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ  હું છું.’ માતૃત્વની ઉપાસના પોતે જ એક વશિષ્ટ ફિલસૂફી છે. આપના વિચારોમાં શક્તિનો વિચાર સૌથી પ્રથમ છે. પગલે પગલે તે માનવી સાથે હાજર થાય છે; અંતરમાં અનુભવાતી શક્તિ એ આત્મા છે, બહારની શક્તિ એ પ્રકૃતિ છે. આ બંને શક્તિઓ વચ્ચેનો સંગ્રામ એટલે માનવી જીવન. આપણે જે કંઈ જાણીએ છીએ અથવા અનુભવીએ  છીએ, તે બધું કેવળ આ બે શક્તિઓનું પરિણામી બળ છે. માનવીએ જોયું કે સૂર્ય શુભ અને અશુભ પર સરખો જ પ્રકાશે છે. અહીં ઈશ્વર વિશે એક નવો વિચાર, સર્વની પાછળ રહેલ વિશ્વવ્યાપી શક્તિ તરીકેનો, માતૃત્વનો વિચાર સ્ફૂર્યો.
સાંખ્ય મત પમાણે પ્રવૃત્તિ પ્રકૃતિમાં છે, પુરુષ અથવા આત્મામાં નહિ. ભારતમાં નારીવિષયક સર્વ પ્રકારોમાં માતૃત્વનો પ્રકાર અતિ મહત્વનો લેખાયો છે. ભારતમાં નારીવિષયક સર્વ પ્રકારોમાં માતૃત્વનો પ્રકાર અતિ મહત્વનો લેખાયો છે. હરકોઈ સ્થિતિમાં પોતાના બાળકની સહાયક તરીકે માતા હાજર રહે છે. સ્ત્રી અને પુત્ર વગેરે માનવીનો ત્યાગ કરે, પણ તેની માતા કદી ત્યાગ નહિ કરે ! ઉપરાંત માતા વિશ્વની નિષ્પક્ષ શક્તિ છે, કારણ કે તેનામાં રહેલો નિર્મળ પ્રેમ કંઈ માગતો નથી, કશાની ઈચ્છા રાખતો નથી, પોતાના બાળકની અંદર રહેલ દુષ્ટતાની પણ પરવા રાખતો નથી; માતૃપ્રેમ તો બાળકને ઊલટું વધુ ચાહે છે. આજે હિન્દુઓમાં જગદંબાની ઉપાસના એ સર્વ ઉચ્ચ્માં ઉચ્ચ વર્ણોની ઉપાસના છે. ….
આ જગત આખું સમાન રેતે જગદંબાની લીલાં છે, પરંતુ આપણે એ વિસરી જઈએ છીએ. જ્યારે કશોય સ્વાર્થ નથી હોતો, જ્યારે આપણે આપના પોતાના જીવનના જ સાક્ષી બનીએ છીએ, તારે દુઃખનો પણ આનંદ માણી શકાય છે. આ દર્શનનો વિચારક, તમામ ઘટનાઓ પાછળ ‘એક શક્તિ’ રહેલી છે, એ વિચારથી ચકિત થયેલો છે. ઈશ્વર વિશેના આપના ખ્યાલમાં માનવસુલભ મર્યાદા છે, વ્યક્તિત્વ છે; જગદંબાના વિચારની સાથે એક વિશ્વવ્યાપી શક્તિનો વિચાર આવે છે. શક્તિ કહે છે: ‘જ્યારે રુદ્ર સંહાર કરવા ઈચ્છે છે ત્યારે તેનું ધનુષ્ય હું ખેંચું છું.’ ઉપનિષદોમાં આ વિચારનો વિકાસ થયો નહી, કારણ કે વેદાંત ઈશ્વરના વિચારની પરવા કરતું નથી. પરંતુ ગીતામાં અર્જુનને સંભળાવેલું એક સૂચક વાક્ય આવે છે ‘હું સત્ છું. હું અસત્ છું, હું શુભનો કર્તા છું, હું અશુબનો કર્તા છું.’ …. સંત પાપીઓને ધિક્કારે અને પાપી માણસ સંતનો વિરોધ કરે છે; છતાંય આ પણ આગળ અને આગળ દોરી જાય છે, કારણ કે આક્ર દુષ્ટ સ્વાર્થપરાયણ માનસ વારંવારના પ્રહારોથી ચગદાઈને મરી જાય છે; ત્યાર પછી જ આપણે જાગ્રત થઈશું અને જગદંબાને ઓળખીશું.
જગદંબાના ચરણે કરેલ શાશ્વત સંદેહરહિત આત્મસમર્પણ જ આપણને શાંતિ આપી શકે. ભય વિના કે કૃપાની આશા વિના, જગદંબાની તેની પોતાની ખાતર ભક્તિ કરો.  તમે જગદંબાના બાળક છો માટે તેને ચાહો. શુભ અને અશુભ સર્વમાં એક સરખી રીતે તેને જુઓ. જ્યારે આપણને જગદંબાનો આ રીતે સાક્ષાત્કાર થશે ત્યારે જ સમત્વ, અને જગદંબા પોતે જ તે છે એ શાશ્વત આનંદ આપણે અનુભવીશું. ત્યાં સુધી તો આપણી પાછળ દુઃખો રહેવાનાં જ. કેવળ જગદંબાનું શરણું લેવાથી  જ આપણે સહીસલામત થઈશું. ….
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભા.-૯,પૃ.૩૭૭-૩૭૮. રા.જ.૧૦/૦૫-૦૫)

 

(૨) મા ના ગરબા … (ચોથું નોરતું)

(૧)  રૂડે ગરબે રમે …

.
(૨)  મારી મા ખોડલ મા ..

.
(૩)  આટલો સંદેશો મારા કાનૂડા ને દેજો ..

.
(૪)  માડી રમવા ને આવ્યા રાત, ચાચર ચોકમાં રે ..

.

એક છે હરિ એક છે … (ભજન)

એક છે હરિ એક છે …
સ્વર: નારાયણ સ્વામી …

હે ઈશ્વર તું એક છે
તે ખૂબ ઘડ્યો સંસાર .. (૨)
પૃથ્વી, પાણી, પર્વતો
ખૂબ કીધો શણગાર …
એક છે હરિ તું એક છે
દૂજો ના જાણો જરી ..
પંચાળી કારણ પહોંચ્યા
હસ્તિનાપુર માં જો હરિ
એક છે હરિ એક છે …
દુષ્ટ દૂર્યોધન બેઠો .. જી
ભૂપ એ સભા ભરી .. (૨)
એકલ સાડી ઓઢી અંગે .. (૨)
ખેંચી લેવા ખરે ખરી
એક છે હરિ એક છે …
એક છે હરિ એક છે
દૂજો ના જાણો જરી ..
પંચાળી કારણ પહોંચ્યા
હસ્તિનાપુર માં જો હરિ
એક છે હરિ એક છે …
ઝપટથી એણે ચીર ડાલ્યા
ક્રોધ દુશાસન કરી .. એ જી
ઝપટથી તો ચીર ડાલ્યા
ક્રોધ દુશાસન કરી
ભીષ્મ ને ગુરુ દ્રોણ બેઠા .. (૨)
મોઢાં હેઠા જો કરી
એક છે હરિ એક છે …
એક છે હરિ એક છે
દૂજો ના જાણે જરી
એક છે હરિ એક છે …
પાંડવ નારી ત્યારે પૂકારી
બહુનામી હવે આવી પડી
વ્હારે ધ્યાજો વિઠ્ઠલા હવે ..
વ્હારે ધ્યાજો વિઠ્ઠલા હવે
જો ને દ્વારા ના ધણી
એક છે હરિ એક છે …
એક છે હરિ એક છે
દૂજો ના જાણે જરી
એક છે હરિ એક છે
નગન કરવાં ફેંકી નાથે
સતી એ સાડી પર હરિ .. (૨)
ત્યાં તો નવી સાડી નવા રંગની ..
આ નવી સાડી નવા રંગ ની
દ્રૌપદી ને અંગે ધરી
એક છે હરિ એક છે …
એક છે હરિ એક છે
દૂજો ના જાણે જરી
એક છે હરિ એક છે …
ચંદ્ર વળી ને ચીર પૂર્યા
શામળે સ્નેહે કરી .. (૨)
કામ લાંગડિયો એમ કહે છે
આ કામ લાંગડિયો એમ કહે છે
દુષ્ટ દયો મનમાં ધરી .. (૨)
એક છે હરિ એક છે …
એક છે હરિ એક છે
દૂજો ના જાણે જરી
આ પંચાળી ને કારણ પહોંચ્યાં
પંચાળી ને કારણ પહોંચ્યા
હસ્તિનાપુર માં જો હરિ
એક છે હરિ એક છે .. (૨)

દિવ્યકૃપા અને પ્રયત્ન … ભાગ-૧ …

દિવ્યકૃપા અને પ્રયત્ન … ભાગ-૧ ..

 

 

  • આપણને ભોજન આપે છે માટે ઈશ્વર દયાળુ છે એમ કહેવું બરાબર નથી. દરેક બાપની ફરજ છે કે પોતાના બાળકોનું ભરણપોષણ એ કરે. પણ આપણને વિમાર્ગે જતાં અને લાલચમાં લપટતાં રોકે એ એની સાચી કૃપા છે.

 

  • પ્ર. કેવા કૃત્ય વડે ઈશ્વરને પામી શકાય ?

 

ઉ. કર્મમાં કંઈ ફરક નથી. આ કર્મ ઈશ્વર પાસે લઇ જશે અને પેલું નહીં, એમ ન માનો.

 

બધાનો આધાર પ્રભુની કૃપા પર છે. એ પામવા માટે તમે જે કંઈ કર્મ કરો તે, નિષ્ઠાપૂર્વક અને એને માટેની વ્યાકૂળતાપૂર્વક કરો. એની કૃપા વડે, વાતાવરણ અનૂકુળ થશે અને, એની પ્રાપ્તિ માટે પરિસ્થિતિ પૂર્ણ થશે. તમારે સંસારત્યાગ કરવો હોય પણ તમારું કુટુંબ તમારા પર આધારિત હોય તો, કદાચ, તમે લગ્ન જ ન કરો અને સંસારના બંધનમાં જ ન પડો.

 

  • સૈકાઓનું અંધારું ઓરડામાં દીવો લાવતાં વેંત દૂર થઇ જાય છે. ઈશ્વરના એક દ્રષ્ટિપાત માત્રથી અસંખ્ય જન્મોનાં પાપ ભસ્મ થઇ જાય છે.

 

  • કેટલીક માછલીઓને અનેક કાંટા હોય છે પણ, બીજી કેટલીક માછલીઓને એક જ હોય છે. માછલી ખાનારાઓ, એક કે અનેક, જે હોય તેને કાઢી નાખે છે. એ જ રીતે કેટલાંક માણસોનાં ઘણાં પાપ હોય છે તો કેટલાંકના થોડાં. પણ, ઈશ્વરની કૃપાથી બધાં જ તરત ધોવાઈ જાઈ છે.

 

  • મલયાનિલ વાય ત્યારે, બધાં સત્વશીલ વૃક્ષો ચંદનનાં વૃક્ષો બને છે એમ કહેવાય છે. પણ પપૈયા, વાંસ, કેળ અને એવાં બીજાં ઓછાં સત્વશીલ વૃક્ષો એમ જ રહે છે. એ રીતે, જે પવિત્ર છેઅને દિવ્યતાથી ભરેલા છે તેમની ઉપર પ્રભુકૃપા વરસે છે પણ જે નકામાં અને સંસારી ચી તે બધા એવા વણપલટાયેલા જ રહે છે.

 

  • એક સંત માળા ફેરવતા અને મનમાં પ્રભુનામ લેતાં. એમને ઠાકુરે (શ્રીરામકૃષ્ણદેવ) કહ્યું : ‘તમે એક જ સ્થળે કેમ ચીટકી રહો છે ? આગળ ધપો.’ સંત ઉત્તર આપ્યો : ‘પ્રભુકૃપા વિના કશું બની શકતું નથી.’ ઠાકુર કહે, ‘એની કૃપાનો વાયુ તમારા શિરે સદા વાય છે. તમારી નાવનો શઢ ખોલી નાખો તો જ, જીવનસાગરમાં તમે ઝડપથી પ્રગતી સાધી શકશો.’

 

  • ઈશ્વરકૃપાનો વાયુ વધારે ને વધારે વાઈ રહ્યો છે. જીવન સમુદ્રના આળસુ નાવિકો એનો લાભ લેતાં નથી. પણ ચતુર અને શક્તિશાળી નાવિકો પોતાના મનના શઢને ખુલ્લાં રાખે છે કે જેથી અનુકૂળ વાયુ પકડી શકાય અને નિર્ધારિત મુકામે પહોંચી શકાય.

 

  • પ્ર. શું કશું અચાનક નથી થતું ?

 

ઉ. પૂર્ણતા પામતાં પહેલાં ખૂબ તૈયારી કરવી પડે છે એવો સાધારણ નિયમ છે. બાબુ દ્વારકાનાથ મીત્તર કંઈ એક જ દિવસમાં જ્જ બની બેઠા ન હતાં. અતિશય પરિશ્રમ અને, ઘણા વર્ષોની મહેનત પછી એ હાઈકોર્ટણા જજ તરીકે નિયુક્ત થયા હતાં. અતિશય પરિશ્રમ અને, ઘણા વર્ષોની મહેનત પછીએ એ હાઈકોર્ટના જ્જ તરીકે નિયુક્ત થયા હતાં. તકલીફ ઉઠાવવાને અને મહેનત કરવાને તૈયાર ન હોય તેવાં લોકો અસીલ વગરના વકીલ રહેવાના. પણ પ્રભુકૃપાથી કોઈકવાર મનુષ્યની ઉન્નતી ઝડપથી થાય છે; કાલીદાસના કિસ્સામાં એવું બન્યું હતું, એ જન્મ્યો હતો મૂર્ખ પણ, માતા સરસ્વતીની કૃપાથી એ ભારતવર્ષનો મહાનમાં મહાન કવિ બન્યો હતો.

 

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ માંથી ૧૨૧-૧૨૨ રા.જ.૦૫/૦૩-૧૨૧-૨૨)

 

પેપ્ટિક અલ્સર અને હોમીઓપેથી … (૫ / ૧૯)

પેપ્ટિક અલ્સર અને હોમીઓપેથી … (૫ /૧૯ )
ડૉ.પાર્થ માંકડ …

M.D.( HOM)


(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા ‘દાદીમા ની પોટલી’ – http://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગ પરના પાઠક મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનંતી કે આપના મંતવ્યો – પ્રતિભાવ -કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર કે ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે.)

અત્યાર સુધી પાચનતંત્રના રોગો ના લેખોમાં શરૂઆતમાં આપણે કેટલાક સામાન્ય એવા રોગો વિષે જાણ્યું જેમાં દવા કરતા જીવનશૈલી ના ફેરફાર થી જ મટાડી શકાય છે પણ આ વખતે પાચનતંત્ર ના એવા રોગ વિષે વાત કરીશું જેને જરા ગંભીરતા પૂર્વક જાણવો અને મટાડવો જરૂરી છે અને એ એટલે પેપ્ટિક અલ્સર….


આપણું પાચનતંત્ર અને એનો આખો રસ્તો આમ જોવા જઈએ તો ખુબ  જ નાજુક છે અને વારંવાર ઇન્ફેકશન લાગુ પડી જાય એવો છે જ અને પરિણામે એની દીવાલો પર વારંવાર ચાંદા પણ પડી જાય છે.
પેપ્ટિક અલ્સર થવા ના કારણો:
આમ જોવા જઈએ તો આપણા પેટ ને આંતરડા ની દીવાલો એ અંદર પેદા થતા એસીડ ની સામે બચી જાય એવી તમામ વ્યવસ્થા હોય છે જ પણ ક્યારેક એમાં તકલીફ ઉભી થાય તો તરત જ દીવાલો ને નુકસાન પહોચે.પરિણામે થતું નુકસાન એટલે જ સરળ ભાષા માં પેપ્ટિક અલ્સર. …
પેપ્ટિક અલ્સર થવા નું મુખ્ય કારણ છે H. PYLORI નામના બેક્ટેરિયા થી લાગતું ઇન્ફેકશન.
બીજું એક અગત્ય નું કારણ છે વધુ પડતું આલ્કોહોલ નું સેવન.
ત્યારબાદ ત્રીજું અને સૌથી અગત્ય નું કારણ છે જે ખાસ કરી ને વાચકમિત્રો ને ખાસ વિનંતી કે ધ્યાન આપે અને એ એટલે … વધુ પડતો પેઈન કીલર નો ઉપયોગ. વારંવાર માથું દુખે કે થોડો તાવ આવે ને આપણે તરત જે દવાઓ લેવા દોડીએ છીએ એ દવા ઓ આ પ્રકાર ના અલ્સર નું મુખ્ય કારણ બને છે.
આ ઉપરાંત વધુ પડતી સિગારેટ પીવા ની આદત, તમાકુ અને માનસિક તાણ આ બધા પણ પેપ્ટિક અલ્સર થવા ના મુખ્ય કારણો છે. કેન્સર વગેરે ની સારવાર માટે ની અપાતી રેડીએશન થેરાપી પણ પેપ્ટિક અલ્સર કરે છે.

પેપ્ટિક અલ્સરના ચિન્હો :
થોડા ઘણા ઉબકા આવવા.
વારંવાર ઉલટી થવી.
પેટ માં એકદમ જ સાવ ખાલી હોય એવું લાગવું.
પેટ માં કેટલીક વાર થોડું પણ ખવાય એટલે તરત જ એકદમ ભરેલું હોય એવું લાગવું.
કેટલાક કિસ્સા માં સ્ટુલ માં લોહી આવવું કે, કાળા રંગ નું સ્ટુલ આવવું.
થાક લાગવો.
પેપ્ટિક અલ્સર અને હોમીઓપેથી :
સૌ પ્રથમ તો હોમીઓપેથી પેપ્ટિક અલ્સર થવા ની શક્યતા ઓ જ ઘટાડે છે, કારણ કે તેના નિયમિત સેવન થી વ્યક્તિ ની પ્રતીકારાક્શક્તિ વધે છે, પેઈન કીલર જેવી દવાઓ ની જરૂરિયાતો ઘટે છે, અને વ્યક્તિની માનસિક તાણ ને કારણે થતી ખોટી અસરો ને પણ દુર કરે છે.
તેમ છતાયે ઘણી હોમીઓપેથીક દવાઓ જેમકે,
Hydrastis
Sepia
Salicilic Acid
Nux Vomica
Kali Bichromicum
Lycopodium
Nitric acid
વગેરે.
પ્લેસીબો :
“Cheerfulness is the best promoter of health and is as friendly to the mind as to the body. ”
Joseph Addison
ડૉ. પાર્થ માંકડ ..
સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy /અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.

નોંધ :

મિત્રો,

ડૉ.ચંદ્રવદન મિસ્ત્રી દ્વારા તેમના બ્લોગ “ચંદ્રપુકાર ” પર ઉપરોકત રોગ વિશે પૂરક માહિતી આપવામાં આવેલ છે જે તેમના બ્લોગ પર પધારી જરૂર જાણશો …અને તમારા પર્તિભાવ પણ તેમની બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. પૂરક માહિતી આપવા બદલ ડૉ. ચંદ્રવદનભાઈ ના અમો અત્રે આભારી છીએ ..

http://chandrapukar.wordpress.com/2010/04/30/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80-%E0%AB%A7%E0%AB%A7-%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AA/

શ્રી ગોવિંદદામોદર સ્તુતિ …

શ્રી ગોવિંદદામોદર સ્તુતિ …
સ્વર: પંડિત ભીમસેન જોષી …

.

.

કરારવિન્દેન પાદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયનત્મ |
વટસ્ય પત્રસ્ય પુટે શ્યાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ  ||૧||
શ્રીકૃષ્ણ ગોવિન્દ હર મુરારે ! હે નાથ નારાયણ વાસુદેવ |
જિહવે ! પિબ્સ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૨||
વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃતિ: |
દધ્યાદિકં મોહવશાદવોચદ્ ગોવિન્દ દામોદર માધવેતિ ||૩||
ગૃહે ગૃહે ગોપવધૂક્દ્મ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ્ |
પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં  ગોવિન્દ દામોદર માધવેતિ ||૪||
સુખં શયાના નિલયે નીજેડપિ નામાનિ વિષ્ણો: પ્રવદ્ન્તિમર્ત્યા: |
તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ  ગોવિન્દ દામોદર માધવેતિ ||૫||
જિહવે ! સદૈવં ભજ સુન્દરાણિ નામામિ કૃષ્ણષ્ય મનોહરાણિ |
સમસ્તભક્તાર્તિવીનાશનાનિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૬||
સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ્ |
દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિન્દ દામોદર માધવેતિ ||૭||
શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો |
જિહવે | પિબ્સવામૃતમેતદેવ  ગોવિન્દ દામોદર માધવેતિ ||૮||
જિહવે ! રસજ્ઞે મધુરપ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં પરમં વાદામિ |
આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૯||
ત્વામેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દણ્ડધરે કૃતાન્તે |
વક્તવ્યમેવં મધુરં સુભકત્યા ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૦||
શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનન્દન દૈત્યશત્રો |
જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૧||
ગોપીપતે કંસરિપો મુકુન્દ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ |
જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૨||

ખાસ્તા કચોરી …

ખાસ્તા કચોરી…

 

ખાસ્તા કચોરી  નું નામ પડે અને મોમાં પાણી પાણી થઇ જાય ! હા, તો  કચોરીઓ  (ખાસ્તા કચોરી) ઉત્તર ભારતમાં ખાસ પસંદગીનું ફરસાણ છે. સવાર સવારમાં ત્યાંની દુકાનોમાં નાસ્તામાં ગરમા ગરમ કચોરી તૈયાર કરવામાં આવતી હોય છે. ખાવામાં બહુજ સ્વાદિષ્ટ તે હોય છે. આ કચોરી અડદ ની પાલિશ વાળી દાળ ભરીને પણ બનાવવામાં આવે છે. દાળ ભરેલી કચોરી ૨-૩ દિવસ સુધી જ ઉપયોગમાં લઇ શકાય છે.

ખાસ્તા કચોરી બનાવવા માટે નોઇ લોટ તૈયાર કરવા ..

સામગ્રી :

૪૦૦ ગ્રામ મેંદો

૧૦૦ ગ્રામ રીફાઈન્ડ તેલ

૧/૨ નાની ચમચી મીઠું.

કચોરીમાં સ્ટફિંગ ( ભરવાં ) માટેનું પૂરણ બનાવવા માટે ….

 

સામગ્રી :

૭૦ ગ્રામ પાલિશ વાળી અળદની દાળ

૧/૪ નાની ચમચી જીરૂ

૧ નાની ચમચી ધાણા નો પાઉડર

૧ નાની ચમચી વરિયાળી નો પાઉડર

૧/૨ નાની ચમચી ગરમ મસાલો

૨ નંગ લીલામાંર્ચા ( બારીક સમારી લેવા)

૧ નંગ આદુ નો ટુકડો (૧ ઈંચ લંબાઈ  નો)

લીલી કોથમીર થોડી બારીક સમારી લેવી અને એક કપમાં ભરી રાખવી

૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

તેલ  જરૂરીયાત પૂરતું તળવા માટે ..

 

રીત :

અડદ ની દાળને કચોરી બનવાતી સમય કરતાં ૨ કલાક અગાઉ સાફ કરી ધોઈ અને પાણીમાં પલાળી રાખવી.

મેંદામાં તેલ અને મીઠું નાંખી તે મિક્સ કરવું અને ત્યારબાદ, પાણીની મદદ દ્વારા  પરોઠા ના લોટ જેમ નરમ લોટને બાંધવો / ગુંથવો. લોટ ગુંથાઈ જાઈ એટલે તેણે કપડાથી ઢાંકી અને ૨૦ મિનિટ માટે અલગ રાખી દેવો, જેથી લોટ સેટ થઇ જાય.

દાળ નું મિશ્રણ તૈયાર કરવાં …

પલાળેલી દાળને મિક્સર / મિક્સી મા નાંખી અને કરકરી (અધ કચરી) પીસી લેવી.

એક કડાઈમાં ૧-૧/૨ ટે.સ્પૂન તેલ નાખવું. જ્યારે તેલ ગરમ થઇ જાય, કે તૂરત જ તેમાં જીરૂ, ધાણાનો પાઉડર, વરિયાળી પાઉડર, લીલા બારીક સમારેલ મરચા, અને આદુ અંદર સમારેલું અહ્વા છીણેલું નાખવું અને મસાલા ને સાંતળવા. મસાલો  થોડો સાંતળી જાય, કે  ત્યારબાદ, પીસેલી દાળ ને તે મસાલામાં નાંખી  અને મસાલો મિક્સથાય તેમ મિક્સ કરી અને ચમચાની ની મદદ દ્વારા હલાવતા રહેવું અને શેકવી. તે આછી બ્રાઉન ક્લાર ની થઇ જાય, ત્યારબાદ તેમાં લીલી સમારેલી કોથમીર નાંખવી અને ગરમ મસાલો નાખવો  અને ૨ – મિનિટ સુધી તે ચમચાની મદદ થી હલાવતા રહેવું અને શેકવી. બસ .કચોરીમાં ભરવાં માટેનું મિશ્રણ /પૂરણ –માવો તૈયાર છે.

 

કચોરીને તળવા માટે એક કડાઈમાં જરૂરી તેલ લેવું અને તેલ ને ગરમ કરવા ગેસ પર મૂકવું. અગાઉ કચોરી માટે ગુંથેલ લોટના એક સરખા ૨૦ ભાગ કરી અને દરેક ના ગોળા /લુઆ બનાવવા.  ત્યારબાદ, પાટલી (ચકલો) વેલણ લેવા અને એક ગોળાને હાથમાં લઇ અને હથેળી ની મદદ વડે દબાવી ચપટો  કરવો અને  અને ખૂબજ હળવા હાથેથી વેલાનની મદદ દ્વારા ૩-૪ ઈંચની ગોળાઈ માં વણવી. કચોરી આપણે મોટી રાખવાની હોઈ, તે ખ્યાલ રહે. ખાસ ધ્યાન રહે કે કચોરી વણતા તે ફાટી ના જવી જોઈએ અને મસાલો ભાર ના આવી જાય. વણેલી કચોરી ને તૈયાર થયા બાદ કડાઈમાં ગરમા ગરમ તેલમાં નાંખી અને તળવી. ખાસ ધ્યાન રહે કે કચોરી મધ્ય / ધીરા તાપે ટાળવાની છે અને તેણે તેલમાં નાખ્યા બાદ, ચમચાની મદદ દ્વારા સતત પલટાવતાં જવું અને તળવી. કચોરીનો કલર આછો બ્રાઉન થઇ જાય ત્યારે તેણે ઝારા કે ચમચા ની મદદ દ્વારા  બહાર કાઢી લેવી અને   એક ડીશ ઉપર પેપર કિચન નેપકીન પાથરી અને તેની ઉપર રાખવી.

કડાઈ ની સાઈઝ –માપને  ધ્યાનમાં લઇ એક સાથે ૩-૪ નંગ કચોરી તેલમાં તળી શકાઈ છે.  કચોરી તૈયાર થતી જાય તેમ પ્લેટ ઉપર રાખી દેવી.   આમ ધીરે ધીરે બધી જ કચોરી તળી લેવી અને પ્લેટ ઉપર ગોઠવી દેવી. ખસ્તા  કચોરી તૈયાર છે.

ખાસ્તા  કચોરી લીલી કોથમીરની ચટણી કે બટેટા નું મસાલા વાળા શાક સાથે ખાઈ શકાય છે. તો ચાલો ગરમા ગરમ કચોરી પીરસવી  અને  તમે પણ ખાઓ.

બ્લોગ લીંક: http://das.desais.net

સાચા ધર્મને આચરણમાં ઉતારો ! …(વિવેકવાણી)

સાચા ધર્મને આચરણમાં ઉતારો ! …

ભારતમાં આપણે ગરીબો અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ, તેનો વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી ! પોતાના વિકાસ માટે તેમને કોઈ તક, છૂટવાનો આરો કે ઉપર આવાવાનો રસ્તો મળતો નથી. ભારતમાં ગરીબો, નીચલા થરના લોકો તેમ જ પતિતોને મિત્રો કે મદદ મળતાં નથી; ગમે તેટલાં પ્રયત્નો કરે તો પણ તેઓ ઊંચે ચડી શકતા નથી. તેઓ દિનપ્રતિદિન નીચે ને ઊતરતા જાય છે; ક્રૂર સમાજે વરસાવેલા ફટકા તેમણે લાગે છે, પણ ક્યાંથી આવે છે તેની તેમને ખબર નથી. પોતે મનુષ્યો છે એ હકીકત પણ તેઓ ભૂલી ગયા છે ! આ બધાનું પરિણામ છે ગુલામી. છેલ્લાં થોડાં વર્ષોમાં વિચારશીલ લોકોએ આ વસ્તુસ્થિતિ જોઈ છે, પણ દુર્ભાગ્યે તેણે આ માટેની જવાબદારી હિંદુ ધર્મ ઉપર નાખી; અને તેમની દ્રષ્ટિએ તો પરિસ્થિતિ સુધારવાનો એક જ માર્ગ છે  જગતના આ ભવ્યમાં ભવ્ય  ધર્મનો નાશ કરવાનો ! મારા મિત્ર ! સાંભળ. પ્રભુની કૃપાથી એ રહસ્ય મને શોધી કાઢ્યું છે. આમાં દોષ ધર્મનો નથી. ઊલટું, તમારો ધર્મ તો તમને એમ શીખવે છે કે પ્રાણી માત્રમાં અનેકરૂપે રહેલું તમારું જ આત્મસ્વરૂપ છે; પરંતુ દોષ છે ધર્મને આચરણમાં ઉતરવાની અશક્તિનો, સહાનુભૂતિ અને પ્રેમના અભાવનો. ઈશ્વર ફરી એક વાર તમારી પાસે બુદ્ધરૂપે આવ્યા અને દયાનો અનુભવ કરતાં તથા દીન, દુઃખી તેમજ પતિતો પ્રત્યે સહાનુભૂતિ રાખતાં એમણે તમને શીખવ્યું; પણ તમે એણે દાદ દીધી નહી…. આ પ્રકારની પરિસ્થિતિનો અંત લાવવો જોઈએ; અને તે ધર્મનો નાશ કરીનેનાહી, પણ હિંદુ ધર્મના મહાન ઉપદેશોનું આચરણ કરીને, તથા તેના એક ભાગ તરીકે ન્યાયી રીતે વિકસેલા બૌદ્ધ ધર્મની અદભુત કરુણાને તેની સાથે જોડીને.
પવિત્રતાની  પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દ્રઢનિશ્ચયી બનેલા અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં સિંહના જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજાં છેડા સુધી ધૂમી વળવું જોઈએ ….
હિંદુ ધર્મ જેટલા ઉચ્ચ સ્વરે બીજાં કોઇપણ ધર્મે પૃથ્વી ઉપર મનુષ્યત્વના ગૌરવનો પ્રચાર કર્યો નથી; અને હિંદુ ધર્મની જેમ અન્ય કોઈ ધર્મે પૃથ્વી ઉપર ગરીબ અને નીચલા વર્ગો ઉપર જુલમ ગુજાર્યો નથી …નિરાશ ન થશો; ગીતામાં ભગવાને કહ્યું છે તે યાદ કરો. ‘કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહી.’ કટિબદ્ધ થાઓ, વત્સ ! આ કાર્યને માટે જ ઈશ્વરે મને જન્મ આપ્યો છે. હું આખી જિંદગી વિપત્તિ અને અત્યાચારોમાં ઘસડાયો છું; સ્વજનો અને સ્નેહીઓને લગભગ ભૂખમરાથી મારતાં મેં જોયાં છે; ઉપહાસ અને  અવિશ્વાસનો હું ભોગ બન્યો છું તથા જે માણસો મને હસી કાઢે અને તિરસ્કારે તેમના જ પ્રત્યે સહાનુભૂતિ  દાખવા માટે મારે ઘણું સહન કરવું પડ્યું છે. પણ વત્સ ! જેમ આ જગત વિપત્તિની શાળા છે, તેમ મહાત્માઓ અને પયગંબરો માટે એ દયા, ધૈર્ય, તેમજ મુખ્યત્વે  તો પગ પાસે વિશ્વના ચૂરેચૂરા થાય તો પણ પગ નહિ એવું મનોબળ કેળવવાની પણ શાળા છે.
…. કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ: તેઓ જીવતા કરતાં મરેલા વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ છતાં નિમકહલાલ મનુષ્યોમાં, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી કરશો નહી, એમાં કશું વળશે નહી. દુઃખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે – અર્થાત ઈશ્વર પ્રત્યે નજર કરો. એ સહાય ‘અચૂક આવી મળશે.’
-સ્વામી વિવેકાનંદ
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા – સંચયન’ પૃ.૪૦૪-૦૫)
(રા.જ.૦૬/૦૩-૦૫)

મા ભૈ: – ડરો નહિ …

મા ભૈ:  –  ડરો નહિ …
‘મોટામાં મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવી એ છે. તમારાથી વિશેષ મહાન કોઈ પણ છે જ નહી. ‘ તમે બ્રહ્મછો તેવો સાક્ષાત્કાર કરો. કોઈ પણ વસ્તુને તમે જે આપો તેના કરતાં વધારે શક્તિ તેનામાં નથી. આપણે સૂર્યથી, તારોથી અને વિશ્વથી પર છીએ. મનુષ્યના ઈશ્વરત્વનો ઉપદેશકરો. અનિષ્ટને નકારો; કોઈ અનિષ્ટને ઉત્પન્ન ન કરો. ખડા થઈને બોલો કે હું અધિપતિ છું, સહુનો અધિપતિ છું. આપણે સાંકળ ઘડીએ છીએ , અને એકલા આપણે જ તેને તોડી શકીએ.
-સ્વામી વિવેકાનંદ

 

જીવનને સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ બનવા માટે કોઈને જીવનના આદર્શ બનાવાવા જોઈએ … અને આદર્શ બનાવવો તો કોનો બનાવવો જોઈએ ? આ સવાલ દરેક ને થતા હોઈ છે અને થવો  પણ જોઈએ…!  હા, તો ચાલો  આજે આપણે જાણીએ કે સ્વામી વિવેકાનંદજી ના મતે…આદર્શ કોને બનાવી શકાય …?
અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે, જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી ! તેઓ પૂરે પૂરા  ઇન્દ્રિયનિગ્રહી અને અદ્ ભુત બુદ્ધિ ધરાવતા હતાં. અંગત સેવાના આ મહાન આદર્શ અનુસાર તમારે તમારું જીવન ઘડવું જોઈશે. તે દ્વારા બીજાં બધા આદર્શો ધીરે ધીરે જીવનમાં ઊતરી આવશે. સામો પ્રશ્ન કર્યાં સિવાય ગુરુની આજ્ઞાનું પાલન અને સંપૂર્ણ બ્રહ્મચર્યસેવન, એ સફળતાનું રહસ્ય છે. હનુમાન એક બાજુ એ જેમ સેવાના આદર્શના પ્રતિનિધિ છે,  તેમ બીજી બાજુએ આખી દુનિયા પર ધાક બેસાડી દે તેવી સિંહ સમાન હિંમતના પણ પ્રતિનિધિ છે. રામચંદ્રના  હિત અર્થે પોતાની જિંદગીનો ભોગ આપી  દેતાં તેમના મનમાં જરાય આંચકો લાગ્યો ન હતો. સેવા સિવાય બીજી બધી બાબતો તર્ક –વિશ્વના મહાન દેવો બ્રહ્મા અને શિવના પદની પ્રાપ્તિ પ્રત્યે પણ – તેઓ અત્યંત બેપરવા રહ્યા છે ! તેમના જીવનનું એકમાત્ર વ્રત છે રામની આજ્ઞાનું પાલન ! આવી ખરા હૃદયની ભક્તિ જોઈએ.
કેવળ મૃદંગ અને કરતાલ બજાવીને અને કીર્તનોની ધૂનમાં નાચી નાચીને સમસ્ત પ્રજા અધોગતિએ પહોંચી ગઈ છે…. હાલ તુરતને માટે વૃંદાવનના શ્રીકૃષ્ણને દૂર રાખી દો, અને સિંહનાદથી ગીતાનું જ્ઞાન ગરજી રહેલા શ્રીકૃષ્ણની ઉપાસના ચારે તરફ ફેલાવી દો…. બંસી બજાવવી અને એવું બધું કંઈ દેશનો ઉદ્ધાર કરવાનું નથી. અત્યારે આપણને સૌથી વધુ જરૂર એવા પરાક્રમી વીરના આદર્શની છે, કે જેની નસોમાં પગથી માથા સુધી રજોગુણનો અતિશય જોમદાયક પ્રભાવ હોય, જે સત્યને જાણવા માટે હિંમતપૂર્વક મરણને ભેટવા તૈયાર હોય, ત્યાગ જેનું બખ્તર હોય અને તલવાર જેનું જ્ઞાન હોય.
જીવનસંગ્રામમાં અત્યારે આપણે માટે બહાદુર યોદ્ધાની ભાવના આવશ્યક છે, નહી કે જગતને પ્રમોદ-ઉદ્યાન સમજીને પ્રેમકેલી કરતાં પ્રેમની ! … અત્યારે આપણે  પાંચ – છ સિંહોની જરૂર છે; પછી તો સેંકડો શિયાળયાં પણ ઉત્તમ કામ કરી શકશે… જય ગુરુદેવ ! જય આ જગદંબા ! ડરવું શા માટે ? તક, તેનો ઉપાય અને તેનો અમલ: બધું આપોઆપ મળી આવશે.
હું સારા કે નરસા પરિણામની પરવા નથી કરતો. તમે આટલું કાર્ય કરશો તો પણ હું ખુશી થઈશ. ધર્મગ્રંથો, શાસ્ત્રો, સિદ્ધાંતો, મતાગ્રહો, વાગ્યુદ્ધો: આ બધુ ઉંમર વધવાની સાથે મને ઝેર જેવું લાગે છે. ખાતરીપૂર્વક માનજો કે કામ કરશે તેને હું શિરોધાર્ય ગણીશ. નકામાં શાબ્દિક વાદવિવાદો અને ખોટી ધાંધલમાં આપણો સમય વીતી જાય છે. માનવતાની સેવાના કાર્યને એક પગલું પણ આગળ ધપાવ્યા સિવાય આવા વાદવિવાદો આપણી જીવનશક્તિને ક્ષીણ કરી નાખે છે: મા ભૈ: ‘ડરો નહિ !’ શાબાશ ! તમે ખરેખર વીર છો ! ..
અત્યારે આપણને આપણા દેશમાં જેની જરૂર છે તે એટલાં બધાં રોદણાં રોવાની નથી, પણ થોડાએક બળની જરૂર છે. હું જ વિશ્વની વ્યક્તિત્વરહિત સત્તા છું એવા જ્ઞાનપૂર્વક જ્યારે માણસ બધા વહેમોને ફગાવી દઈને પોતાના પગ પર ખડો રહે ત્યારે, વિચાર કરો કે, આ વ્યક્તિત્વરહિત ઈશ્વરમાં સામર્થ્યનો કેવડો મોટો ભંડાર ભર્યો  હશે ? મને ડરાવી શકે એવું શું છે ? હું પ્રકૃતિના નિયમોની સુધ્ધાં પરવા કરતો નથી; મૃત્યુ મારા માટે મશ્કરી સમાન છે. મનુષ્ય પોતાના અનંત, શાશ્વત, અમર આત્માના મહિમા ઉપર મુસ્તાક બને છે; કે જે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી, જે અજર અમર છે, અનાદી અને અનંત છે, જેની વિરાટ પાસે આ સૂર્યો, ચન્દ્રો અને બધાં સૂર્યમંડળોસાગરમાં બિંદુસમાન છે, જેના મહિમા પાસે આકાશ શૂન્યમાં લય પામી જાય છે અને કાળ અર્દશ્ય થઈને શૂન્યરૂપ થઇ જાય છે.
આ મહિમાવાન આત્મામાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. એમાંથી શક્તિ આવશે. જેવું તમે વિચારશો તેવા તમે સબળ બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો; જો તમે પોતાને અપવિત્ર માનશો તો તમે અપવિત્ર બનશો; જો તમે પોતાને પવિત્ર માનશો તો તમે પવિત્ર બનશો.  આ આપણને શીખવે છે કે આપણે આપની જાતને દુર્બળ નહિ પણ સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ માનવાની છે.
–     સ્વામી વિવેકાનંદ
(રા.જ.૦૪/૦૩-૦૫)

વિવેકવાણી …

વિવેકવાણી  …


જો કોઈ માણસ સતત અશુભ કર્મ કર્યા જ કરે છે તો તેનું
અંત:કરણ ખરાબ સંસ્કારોથી મલિન થઇ જાય છે.

-સ્વામી વિવેકાનંદ


 સ્વામી વિવેકાનંદ (વિવેકવાણી) …
 ચમત્કારોની ઘેલછા અને વહેમીપણું એ હંમેશાં મુડદાલપણાનાં ચિહ્ નો છે; આ બધી અધ:પતન અને મોતની નિશાનીઓ છે. એટલા માટે એમનાથી સાવચેત રહો; સમર્થ બનો અને તમાર્તા પોતાના પગ પર ખાડા રહો… લ્યાનત છે માનવજાતને કે શક્તિશાળી મનુષ્યો આવા વહેમોમાં પોતાનો સમય બગાડે છે, દુનિયાના સડેલામાં સડેલા વહેમોના ખુલાસા આપવા સારું રૂપકો ઉપજાવી કાઢવામાં પોતાના સમયનો વ્યર્થ વ્યય કરે છે. બહાદુર બનો; દરેક બાબતને એવી રીતે સમજાવવાનો પ્રયાસ ન કરો. ખક્રી હકીકત એ છે કે આપણામાં કેટલાય વહેમો પડ્યાં છે, આપણા સમાજના દેહ ઉપર ઘણા કાળા ડાઘા અને ઘણાં ચાંદાં પડી ગયાં છે; એ બધાંને નસ્તર મૂકીને, કાપી કાઢીને આપણે નાશ કરવાનો છે.
 “જો શરીર અને મનમાં તાકાત ન હોય તો આત્માનો સાક્ષાત્કાર કરી શકાય નહિ. પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીરને સુદ્રઢ બનાવવું જોઈએ; ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સૂક્ષ્મભાગ જ છે. તમારા મન અને શબ્દોમાં તમારી ઘણી શક્તિનો સંગ્રહ કરવો જોઈએ. ‘હું ક્ષુદ્ર છું, હું ક્ષુદ્ર છું’ તેવાં વિચારો વારંવાર કરવાથી માનવી પોતાને નીચો પાડે છે, અને હિન્ બનાવે છે,”
 આ જગત માત્ર એક સ્વપ્ન છે; કેવળ ત્યારે જ તમને તમારા આત્માનાય આત્મામાં અનુભવ થશે કે તમે તો માત્ર પાઠ ભજવનાર નટ છો, અને જગત એક રંગભૂમિ છે; કેવળ ત્યારે જ અનાસક્તિનો વિચાર મનમાં જ વજ્ર જેવો દ્રઢ થશે; ત્યારે જ પછી ભોગની આ બધી તૃષ્ણાઓ, જીવનને અને જગતને વળગી રહેવાની આ વૃત્તિ સદાને માટે અદશ્ય થઇ જશે; ત્યારે મનને દીવા જેવું દેખાશે કે આ બધાંય તમારે માટે કેટલી બધી વાર અસ્તિત્વમાં હતાં, કેટલા કરોડો વખત તારે માતાપિતા, પુત્રપુત્રી, પતિપત્ની, સગાસબંધી, સંપતિ અને સત્તા હતાં. એ બધાં આવ્યાં અને ગયાં. કેટલી બધી વાર તમે બોજના ઊંચામાં ઊંચા શિખર પર ચડ્યા હતા, અને કેટલી બધી વાર તમે નિરાશાની ખાઈને તળિયે ઝિંકાયા હતા ! જ્યારે પૂર્વસ્મૃતિ આ બધું તમારી સામે ભ્રુકુટિ ચડાવશે ત્યારે પણ તમે મુખ મલકાવશો. કેવળ ત્યારે જ ઉન્નત મસ્તકે કહેશો કે ‘અરે મૃત્યુ ! હું તારી પણ પરવા કરતો નથી; તું મને શું બીવડાવવાનું હતું ?’ આ સ્થિતિ દરેકદરેકને માટે આવશે.
જિંદગીમાં એક મહાન આદર્શને સ્વીકારવો અને પછી આખું જીવન એણે માટે સમર્પણ કરવું એ એક મહાન વસ્તુ છે. નહીતેર, હેતુ વિનાના ક્ષુદ્ર માનવજીવનની કિંમત શી છે ? એક મહાન આદર્શની ખાત્ર એને સમર્પણ કરી દેવી, એ એક જ જિંદગીનું ખરું મૂલ્ય છે.
 મારા મિત્રો ! મારી યોજના એવી છે કે આપણાં શાસ્ત્રોનાં સત્યોનો ભારતમાં તથા ભારતની બહાર પ્રચાર કરવા સારું નવયુવક ઉપદેશકોને તૈયાર કરવા માટે ભારતમાં સંસ્થાઓની સ્થાપના કરવી. આપણે ખરી જરૂર છે માણસોની, અનેક માણસોની. બીજું બધું પછી થઇ રહેશે; સહુ પ્રથમ બળવાન, ચેતનવંતા, અને અંતરમાં ઊંડી શ્રદ્ધાવાળા નવયુવકોની આવશ્યકતા છે. એકસો એવા નવલોહિયા યુવકે મળે તો દુનિયામાં ક્રાંતિ આવી જાય !
(વિ.ગ્ર.ભા.૪,પૃ.૨૨૦,૫૭,૧૦૫)
 આપણો મૂળમંત્ર હશે સ્વીકાર, સ્વાગત, અને નહી કે બહિષ્કાર. કેવળ પરમત સહિષ્ણુતા નહિ; કારણ કે કહેવાતી સહિષ્ણુતા તો ઘણી વાર નીન્દારૂપ હોય છે; હું તેમાં માનતો નથી. હું તો સ્વાગતમાં, સ્વીકારમાં માનું છું શા માટે બીજાં ધર્મને ચલાવી લેવા જોઈએ ? હું માનું છું કે તમે ખોટા છો પણ હું તમને માત્ર ચલાવીલઉં છું એનું નામ સહિષ્ણુતા. તમે કે હું બીજાને રહેવા દઈએ છીએ, ચલાવી લઈએ છીએ, તેવો ખ્યાલ રાખવો એ જ શું પાપ નથી ? ભૂતકાળના બધા ધર્મો જે હું સ્વીકારું છું અને એ બધાની સાચી ઉપાસના કરું છું; તેઓ ઈશ્વરની પૂજા ભલે ગમે તે રૂપે કરતા હોય, તે દરેકની સાથે હું ઈશ્વરની પૂજા કરું છું… આ બધું હું કરીશ એટલું જ નહિ, પરંતુ ભવિષ્યમાં પણ જે બધા આવશે તેમને માટે પણ હું મારું હૃદય ખુલ્લું રાખીશ. શું ઈશ્વરનો ગ્રંથ પૂરો થયો છે ? કે તેની અભિવ્યક્તિ હજી સતત ચાલુ છે ? દુનિયાની આ બધી આધ્યાત્મિક અભિવ્યક્તિઓ એક અપૂર્વ ગ્રંથ છે. બાઈબલ, વેદ, કુરાન અને બીજાં બધા ધર્મગ્રંથો માત્ર તેનાં થોડાંએક પાનાં છે; બીજાં અસંખ્ય પાનાં હજી ઊઘાડવાનાં બાકી છે. હું મારું હૃદય તે બધાંને માટે ઉઘાડું રાખીશ.
 સત્યને જાણો અને ક્ષણમાત્રમાં મુક્ત થાઓ; તે જ ક્ષણે બધું અંધારુ અર્દશ્ય થઈ જશે. જ્યારે માણસે પોતાને જગતના અનંત આત્મા સાથે એકરૂપ થયેલો જોયો હોય, જ્યારે કોઈ જાતનું જુદાપણું રહ્યું ન હોય, જ્યારે તમામ પુરુષો અને સ્ત્રીઓ, બધા દેવો અને દેવતાઓ, બધાં પશુઓ અને વનસ્પતિઓ અને આખું વિશ્વ એ એકતામાં મળીને એકરસ થઇ ગયું હોય, ત્યારે તમામ પ્રકારના ભય અર્દશ્ય થઇ જાય છે. હું મને પોતાને અઘાત કરી શકુ ? હું મને પોતાને મારી શકું ? હું મને પોતાને ઇજા કરી શકું? બીવું કોનાથી ? તમને તમારી પોતાની બીક લાગે ? જ્યારે સર્વ શોક નિવૃત થાય પછી મને કોણ શોકાતુર બનાવી શકે ? હું જ વિશ્વનું એકમાત્ર અસ્તિત્વ છું. ત્યાર પછી બધી ઈર્ષ્યાઓ અર્દશ્ય થઇ જશે; ઈર્ષ્યા કોની કરવી ? મારી પોતાની ? ત્યારે પછી સઘળી ખરાબ ભાવનાઓ અર્દશ્ય થઇ જશે. કોની સામે હું ખરાબ ભાવના ધરાવી શકું ? મારી પોતાની સામે ? વિશ્વમાં મારા સિવાય બીજું કોઈ જ છે જ નહિ. વેદાન્તી કહે છે કે જ્ઞાનનો આ એક જ માર્ગ છે. આ ભેદને મારી નાખો, અનેક છે એવા આ વહેમને નિર્મૂળ કરી નાખો.
– સ્વામી વિવેકાનંદ

વીજળીને ચમકારે મોતીડા પરોવે રે પાનબાઈ ! … (ગંગાસતી)

વીજળીને ચમકારે  મોતીડા પરોવે રે  પાનબાઈ ! … (ગંગાસતી)

.

.
વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે  પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી  .. (૨)
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ !
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …  (૨)
વીજળીને ચમકારે…
જાણ્યા રે જેવી આ તો, અજાણ છે રે  વાતો
અધૂરિયાંને ન કહેવાય ..
ગુપત રસનો આ ખેલ છે અટપટો ને,
આંટી રે મેલો તો (પૂરણ) સમજાય જી … (૨)
વીજળીને ચમકારે…
(નિરમળ થઈને)  માન રે મેલી ને તમે,
આવો રે મેદાનમાં ને (પાનબાઈ !).. (૨)
જાણી લિયો જીવ કેરી (ની) જાત જી … (૨)
સજાતિ વિજાતિની જુગતી બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … (૨)
વીજળીને ચમકારે…
પિંડ રે બ્રહ્માંડથી, પર છે ગુરુજી મારો ..(૨)
એનો (તેનો) રે દેખાડું તમને દેશ જી .. (૨)
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ !
ત્યાં નહિ માયાનો જરીએ (લેશ) રંગ  જી … (૨)
વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે  પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી  ..
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ,
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …  (૨)
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …