મેરુ તો ડગે જેના … (ગંગાસતી)

મેરુ તો ડગે જેના .. (ગંગાસતી)
સ્વર: નારાયણ સ્વામી …

ભગવાન માહવીર જ્ઞાન સાગર

 

મન મરે માયા મરે
મર મર જાતુ શરીર
એ..આશા-તૃષ્ણા નહી મરે
કહ ગયે દાસ કબીર ..

 

મેરુ રે ડગે જેના
મનડા ડગે નહિ ને
ભાંગી પડે ભલે ભર માંડ …

 

વિપત પડે તોઈ  એ
વણસે નહી રે
તોઈ મારા હરિજન ના પરમાણ ..

 

મેરુ રે ડગે જેના
મનડા ડગે નહિ ને
ભાંગી પડે  ભર માંડ …

 

ચિત્તની વૃતિ જેની
નિર્મળ રે વે ને રે
કરે નહિ કોઈ ની આશ ..

 

ચિત્તની વૃત્તિ જેની
નિર્મળ રે વે ને
કોઈની કરે નહિ, આશ ..

 

દાન દિયે છતાં
રે વે અજાસી ને

 

દાન  દિયે છતાં એ
એ..રે વે અજાસી ને
વચનો માં રાખે વિશ્વાસ ..

 

 

મેરુ રે ડગે જેના
મનડા ડગે નહિ ને
ભાંગી રે પડે ભલે ભર માંડ …

 

સુખ રે દુઃખની  જે ને
ના’વે કદી હેડકી ને

 

સુખ રે દુઃખ ની
ના’વે કદી હેડકી ને
આઠે પહોર આનંદ ..

 

એ..જી.. સુખ રે દુઃખની  જે ને
ના’વે કદી હેડકી ને
આઠે પહોર આનંદ ..

 

નિત્ય રહે ઈ તો ..
એ..સત્સંગ માને રે

 

નિત્ય રહે ઈ
સત્સંગ માને રે
તોડે માયા કેરા ખંડ ..

 

મેરુ તો ડગે જેના
મનડા ડગે નહિ રે
ભાંગી પડે ભલે ભર માંડ …

 

એ.. તન મન લઇ ને
પ્રભુજી ને અર પે  ને
ધન્ય ની ઝારી નર ને નાર ..

 

તન, મન, ધન ઈ તો
પ્રભુજી ને અર પે  ને
ધન્યની ઝારી નર ને નાર ..

 

એકાંતે બેસી,
અલખ ને આરાધે તો ..

 

એકાંતે બેસી,
અલખને આરાધે તો
પ્રભુજી પધારે એને દ્વાર ..

 

મેરુ રે ડગે જેના
મનડા ડગે નહી રે ..

 

એ..મેરુ રે ડગે જેના
મનડા ડગે નહિ ભલે
ભાંગી પડે  ભર માંડ …

 

સંગતું કરો છો તમે
એવાની કરજો ને
ભજનમાં રહેજો ભરપુર ..(૨)

 

ગંગાસતી એમ..
એમ બોલ્યાં ને રે
એ જેના નૈનો માં વરસે સાચા નૂર ..

 

મેરુ તો ડગે જેના
મનડા ડગે નહિ રે ..

 

એ … મેરુ તો ડગે જેના
મનડા ડગે નહી ભલે
ભાંગી પડે ભલે ભર માંડ …

 

ભાંગી પડે તે ભલે ભર માંડ …

 

વિપત પડે તો એ
વણસે નહિ રે
તોય મારા હરિજનના પરમાણ ..

 

મેરુ રે ડગે જેના
મનડા ડગે નહિ ને
ભાંગી પડે ભલે ભર માંડ …

 

ભાંગી પડે ભર માંડ .. (૩)