‘પાચનતંત્ર નાં રોગો અને હોમીઓપેથી’ – (૧) …

‘પાચનતંત્ર નાં રોગો અને હોમીઓપેથી’ – (૧) …

-ડૉ.પાર્થ માંકડ … M.D.(HOM)

 

 

‘દાદીમા ની પોટલી’ માં લેખ લખવા ના મેં શરુ કર્યા ત્યારથી આજ સુધીમાં સ્વાસ્થ્ય અંગેનો, આજે આ ૧૫ મો લેખ લખી રહ્યો છું અને જયારે ઘણા બધા મિત્રો ના પ્રતિભાવ / ફીડબેક, તેઓને મૂંઝવતા પ્રશ્નો વગેરે સતત મળતા રહે છે, જે અમોને ખુબ ગમે છે અને ખુશી  થાય છે કે જે કાંઈ હેતુ અમારો  ‘સ્વાસ્થય નો મીઠો સ્વાદ’ અને હોમિઓપેથી …. કોલમ  શરૂ કરવાનો અહીં હતો,  તે વ્યર્થ ન જતાં,  તે સાર્થક નીવડ્યો છે. પાઠક / વાચક મિત્રોનો  અને વાચક વડીલો નો પ્રેમાળ સંબંધ એ આ લેખમાળા શરુ કર્યા ની ખુબ મોટી મારી પ્રેરણા અને મૂડી છે. બસ, આજ રીતે તમારા સર્વેનો સાથ અને સહકાર તેમજ અમૂલ્ય પ્રતિભાવ ભવિષ્યમાં પણ મને મળતા રહેશે તેવી આશા સહ ….

 

 

(ડૉ.પાર્થ માંકડ.. દ્વારાદાદીમા ની પોટલીhttp://das.desais.netબ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદલેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ,આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે આપના મંતવ્યોપ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)

 

 

શરૂઆત ના કેટલાક સામાન્ય માર્ગદર્શન /ઇનટ્રોડકટરી લેખ પછી, આપણે ચામડી ના રોગો પર અત્યાર સુધીમાં અનેક લેખ જોયા અને બને એટલી સરળ રીતે ચામડી ના રોગો વિષે આપ સર્વે  જાણી શકો, તેમજ તે અંગેની આપની કોઈ ગેરમાન્યતા હોય તો એ દુર થાય, આપણને  રોગ હોય તો એના કારણો જાણી શકાય અને હોમીઓપેથી દ્વારા તેનો ઉપચાર કરવાથી  આપણને રોગ દૂર કરવામાં  કેટલો અને કેવો  ફાયદો થાય તેમજ એ રોગ  વિષે શું ઉપચાર કરી શકાય તેનો પ્રાથમિક ખ્યાલ આવે એ રીતે  બધા લેખ લખવા કોશીશ કરેલ,  મને લાગે છે ત્યાં સુધી, આપણે  મોટાભાગ ના સામાન્યતા: થતા હોય એવા ચામડી ના રોગો ને જાણવા ની શરૂઆત કરી , હવે જરા આ વિષય બદલું છું, અને આ વખતથી આપણે  પાચન તંત્ર ને અને પાચનતંત્ર ના રોગો ને જાણવા નો અને સમજવાનો પ્રાર્થમિક પ્રયાસ કરીશું…

પાચનતંત્ર શું છે ?

પાચનતંત્ર એટલે પેટ કે એની સાથે જોડાયેલું કશુક એવી અધકચરી જાણકારી ને બદલે, પહેલા જરા એ જ જાણી લઈએ કે આ પાચનતંત્ર એટલે શું ? અને એમાં શું  શું  આવે ? ત્યારબાદ, એના રોગો તરફ જઈશું.

પાચન ની એકદમ પાચન થઇ જાય એવી સરળ ભાષા માં વ્યાખ્યાયિત કરવું હોય તો કહી શકાય કે, “ પાચનતંત્ર એટલે શરીર નું એવું તંત્ર કે જેમાં આપણે જે કઈ ખોરાક ખાઈએ છીએ એ ધીમે ધીમે શરીર દ્વારા શોષાઈ શકે એવા સ્વરુપે વિઘટિત કરી આપે, અને જે શોષાઈ શકે તેમ નથી એને ઉત્સર્જીત કરી આપે .”

ટૂંક માં આપણે જે ખોરાક લઈએ એમાં જે કઈ પોષક દ્રવ્યો વગેરે હોય એ બધા નું પાચન થાય અને પરિણામે લોહી દ્વારા જરૂરી જગ્યાઓ એ, એ પોષક દ્રવ્યો પહોચે છે. દેખીતી રીતે સરળ લગતી આ પદ્ધતિ  મેડીકલી/ ચિકિત્સાની દ્રષ્ટિએ  ખુબ જ કોમ્પ્લેક્ષ/ જટિલ   કહી શકાય એ રીતે ગોઠવાયેલી છે. ઘણા બધા પ્રકાર ના અંત:સ્ત્રાવો, ચેતાતંત્ર ના સંદેશ, અલગ અલગ પ્રકાર ના એસીડ, એન્ઝાઈમ / પાચક રસ વગેરે બધા ના સહિયારા પ્રયાસ નું ફળ છે યોગ્ય પાચન. એટલે આ બધામાંથી ક્યાંક પણ અનિયમિતતા કે ઈમબેલેન્સ / અસમતુલા સર્જાય એટલે થાય પાચન તંત્ર ના રોગો.

પાચનતંત્ર માં શું શું આવે ?

પાચન તંત્ર એટલે પેટ કે આંતરડા માત્ર એવું જ નહિ પરંતુ પાચન તંત્ર ની શરૂઆત આપણા મુખ થી જ થાય છે મુખ, જીભ, એમાં આવેલી લાળ ગ્રંથીઓ, અન્નનળી, પેટ, જઠર, યકૃત, પિત્તાશય, નાનું આંતરડું, મોટું આંતરડું  આ બધું જ આપણા પાચનતંત્ર નો હિસ્સો છે, અને હા દેખીતી રીતે નહિ પરંતુ આપણા મન નો સંબંધ પણ આપણા પાચન સાથે છે.

પાચન અને મન :

મન નો સંબંધ બિલકુલ આપણા પાચન સાથે છે. આપણે  ખોરાક કેટલી રૂચી સાથે લઈએ છીએ, ખોરાક લેતી વખતે આપણે  વ્યગ્ર છીએ કે શાંત છીએ, કયા પ્રકાર નો ખોરાક ખાસ કરી ને વૈજ કે નોન વેજ, કયો સ્વાદ વધુ લઈએ છીએ આ બધી જ બાબતો નો આપણા મન સાથે અને, આ મન નો આપણા પાચન સાથે સીધો સંબંધ છે.

સ્વસ્થ પાચનતંત્ર :

સ્વસ્થ પાચનતંત્ર માટે જે સામાન્ય છતાં મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, એ એટલે :

૧.] જે પણ ખોરાક લેવા નો હોય – રૂચી થી લેવો.

૨.] જમતી વખતે મન શાંત રાખવું. કૈક વાંચતા કે ટીવી જોતા જમવા થી પાચન બિલકુલ બગડે છે એ પૂર્ણ વૈજ્ઞાનિક છે.

૩.] શાકાહારી હોવું એ સ્વસ્થ મન અને તન માટે જરૂરી છે.

૪.] ખાવા માં તેલ, ઘી, મસાલા બધું જ જરૂરી છે પણ યોગ્ય બેલેન્સમાં / સમતુલામાં, ઓછુ પણ નહિ અને વધુ પણ નહિ.

૫.] જમવા નો સમય બને ત્યાં સુધી નિયમિત રાખવો.

સ્વસ્થ જીવન શૈલી જ સ્વાસ્થ્ય નો શ્રેષ્ઠ રસ્તો છે , છતાયે જો કોઈ રોગ થાય તો હોમીઓએપેથી તો છે જ. હોમીઓપેથી થી પાચનતંત્ર ના એસીડીટી થી લઇ ને કેન્સર સુધી ના બધા જ રોગો ની દવા થઇ શકે છે.

હવે પછી ના લેખો માં આપણે એક પછી એક રોગ વિષે સમજતા જઈશું અને એમાં હોમીઓપેથી ની દવાઓ પણ જાણતા જઈશું.

પ્લેસીબો :

“અન્ન તેવો ઓડકાર ”

ડૉ.પાર્થ માંકડ

સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડઆપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા [email protected]gmail.comપર  તેમની  પૂરી વિગત મુંજવતા  પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તમને  તમારા email IDપર મોકલી આપીશું.