(૧) પુસ્તકોમાંથી જ્ઞાન … અને (૨) માછલાં પકડનાર …(પ્રેરક વાતો)

(૧) પુસ્તકોમાંથી જ્ઞાન …
શાસ્ત્રોમાંથી તમે કેટલું વાંચી શકો? માત્ર તર્ક કરવાથી તમને શું મળશે? બીજું કંઈ કરતાં પહેલાં ભગવાનને પામવાનો પ્રયત્ન કરો. ગુરુના વચનોમાં શ્રદ્ધા રાખો અને કામ કરો. જો તમારે ગુરુ ન હોય તો આતુર હૃદયે ભગવાનને પ્રાર્થના કરો. તેઓ કેવા છે તે તો તમને જણાવી દેશે.
પુસ્તકોમાંથી તમે ભગવાન વિશે શું જાણશો? જ્યાં સુધી તમે બજારથી દૂર છો ત્યાં સુધી તો તમે માત્ર ઘોંઘાટ જ સાંભળો છો. પણ જયારે તમે ખરેખર બજારમાં હો છો, ત્યારે કંઈક જુદું જ હોય છે. ત્યારે તમે બધું જ સ્પષ્ટ રીતે સાંભળી શકો ચો અને જોઈ શ્કોમ્છો. તમે લોકોને કહેતાં સાંભળો છો: ‘આ રહ્યા તમારાં બટેટાં. લો ને લાવો પૈસા.’
પુસ્તકો વાંચવાથી કોઈને ભગવાનની સાચી અનુભૂતિ થતી નથી. પુસ્તકના અધ્યન કરતાં આ અનુભૂતિ કંઈક જુદી જ છે. ઈશ્વર પ્રાપ્તિ પછી પુસ્તકો, શાસ્ત્રો અને વિજ્ઞાન ફક્ત ઘાસનાં તણખલાં જેવાં જ લાગે.
(૨) માછલાં પકડનાર …
ઊંડા ધ્યાનમાં માણસને જગતનું જરા પણ ભાન રેહતું નથી.
એક માનસ એકલો જ ત્લાવામાં ગાળ નાખીને માછલાં પકડતો હતો. લાંબા સમય પછી દોરીને છેડે બાંધેલું બૂચ હાલવા લાગ્યું. વારે ઘડીએ તેની અણી પાણીને સ્પર્શવા લાગી.  માછલાં પકડનારે તેના હાથમાં દોરી સખત તાણીને પકડી હતાં. તેને ઉપર ખેંચી લેવા તૈયાર હતો, ત્યારે એક વટેમાર્ગુ ત્યાં આવ્યો અને બોલ્યો, ‘મહાશય, શ્રીમાન બેનરજી ક્યા રહે છે, તે તમે મને કેહ્શો?’ માછલાં પકડનાર દોરી ઉપર ખેંચી લેવાની અણી પર જ હતો. તેના તરફથી કોઈ જવાબ ન મળ્યો. ફરી ફરીને તે વટેમાર્ગુ મોટેથી પૂછવા લાગ્યો. ‘મહાશય, શ્રીમાન બેનરજી ક્યાં રહે છે, તે તમે મને કેહ્શો?’ પરંતુ માછલાં પકડનારને આજુબાજુનું કંઈ ભાન જ નોહ્તું. તેનાં હાથ ધ્રૂજતા હતાં, તેની આંખો બૂચ પર સ્થિર હતાં. વટેમાર્ગુ કંટાળ્યો અને ત્યાંથી આગળ છલ્યો. તેના ગહને દૂર ગયા પછી અહીં માછલાં પકડાનારનું બૂચ પાણીમાં ડૂબ્યું અને તેણે દોરીના એક ઝાટકે માછલી બહાર કાઢી લીધી. તેણે પોતાના અંગૂછા વડે મોઢા ઉપરથી પરસેવો લૂછ્યો અને તે વટેમાર્ગુને બૂમ પાડીને બોલાવવા લાગ્યો. ‘અરે અહીં આવો, સાંભળો,’ તેણે કહ્યું. પણ તે પાછાઓ આવ્યો અને તેણે માછલાં પકડનારને કહ્યું, ‘તમે મારા માટે બૂમો શા માટે પાડી?’ ‘તમે મને શેના વિશે પૂછ્યું હતું?’ માછલાં પકડનાર બોલ્યો.
મેં એક પ્રશ્ન કેટલીય વાર ફરી ફરીને પૂછ્યો, અને હવે તમે મને તે ફરીવાર બોલવા કહો છો?’ વટેમાર્ગુએ પૂછ્યું.
‘એ વખતે મારું બૂચ ડૂબવામાં જ હતું. એટલે તમે જે કાંઈ કહ્યું તેનો એકશબ્દ પણ મેં સાંભળ્યો નહિ.’
સાર: માણસ ધ્યાનમાં આવી એકાગ્રતા મેળવી શકે છે : બીજું કાંઈ દેખાય નહિ, સંભળાય નહિ, અને સ્પર્શનું પણ જ્ઞાન થાય નહિ.