નવધા ભક્તિ (ગંગાસતી -ભજન)

નવધા ભક્તિ … (ગંગાસતી-ભજન)
સ્વર: નારાયણ સ્વામી …

નવધા ભકિત … (ગંગાસતી) …
સ્વર:નારાયણ સ્વામી …

.

.

નવધા ભક્તિ ..
પ્રથમ ભક્તિ
સંતન કર સંગાથ
દૂસરી ભક્તિ
મમ્ કથા પ્રસંગા
બાલ વયસે ભક્તિ કરે .. (૨)
જગ સે રહે ઉદાસ
તો તો તીર્થ વ્રત ઉનકી આશા કરે
કબ આવે હરિ કો દાસ
નવધા ભક્તિમાં
નિર્મળ રેહવું ને
શીખવો વચનમાં વિશ્વાસ
સદગુરુ ને પૂછી ને
પગલાં ભરવાં ને
થઇ ને રેહવું ગુરુ ના દાસ
ભાઈ રે, રંગરૂપમાં બહુ
રમવું નહિ ને રે
કરવો ભજનનો અભિયાસ
એ… રંગ ને રૂપમાં બહુ રમવું નહિ રે ને
કરવો ભજનનો અભિયાસ
સદગુરુ ને સંગે
નિર્મળ રેહવું ને .. (૨)
તજી દેવી ફળ ની આશ
નવધા ભક્તિમાં
નિર્મળ રેહવું ને
શીખવો વચન નો વિશ્વાસ
દાતા ની ભક્તિ
ભાઈ, દાતા ને ભોક્તા
હરિ એમ કેહવું ને
રાખવું નિર્મળ જ્ઞાન
દાતા રે ભોક્તા
હરિ એમ કેહવું ને
રાખવું નિર્મળ જ્ઞાન
સદગુરુ ચરણોમાં
શીશ નમાવવું,
સદગુરુ ના ચરણમાં
શીશ નમાવવું ને
ધરવું ગુરુજી નું ધ્યાન
એ અભિયાસી ને …
એવી રીતે રેહવું ને
એ જાણવો વચન નો મર્મ
ગંગાસતી એમ બોલ્યાં તે
ગંગાસતી ….
એ.. બોલ્યાં ને રે
છોડી દેવા અસુરી વિકર્મ
એ ભાઈ છોડી દેવા અસૂરી કર્મ
નવધા ભક્તિમાં
નિર્મળ રહેવું પાનબાઈ
એ નવધા રે ભક્તિમાં
નિર્મળ રહેવું પાનબાઈ
શીખવો વચનનો વિશ્વાસ .. (૨)