(૧) ભક્તિ કરવી તેને .. (ગંગાસતી)અને (૨)તેમ છતાં, હાવર્ડ યુનિવર્સિટીના આચરણ સૂત્રો…

(૧) ભક્તિ કરવી તેને …
સ્વર:નારાયણ સ્વામી …


.

.

ભક્તિ કરે પાતાલ મેં
પ્રગટ હોય આકાશ    … (૨)
દાગી  દૂગી ના રહે
કસ્તૂરી કી આશ

 

ભક્તિ કરવી તેને
રાંક થઈને રેહવું ને
મેલવું અંતરનું અભિમાન

 

સદગુરુ ચરણોમાં
શિષ્ નમાવી ને
કર જોડી  લાગવું પાય

 

ભક્તિ કરવી તેને
રાંક થઈને રેહવું  ને
મેલવું અંતરનું અભિમાન

 

જાતિ પણું મેલી પાનબાઈ
અજાતિ થાવું ને
કાઢવો વરણનો એ  વિકાર

 

જાતિ પણું મેલી પાનબાઈ
અજાતિ થાવું ને
કાઢવો વરણ, વિકાર

 

જાતિ રે ભાતિ
એ નહિ હરિનાં દેશ માંને ..(૨)
એવી રીતે રેહવું  નિર્માણ

 

ભક્તિ કરવી તેને
રાંક થઈને રેહવું ને
મેલવું અંતરનું અભિમાન

 

પારકા રે  અવગુણ ઈ
કોઈના ન જુવે ને
એને કહીયે હરિના દાસ

 

આશા ને તૃષ્ણા એને
એ તે નહી ઉરમાં ને
એ અવધ કરવો વિશ્વાસ

 

ભક્તિ કરવી તેને
રાંક થઇને રેહવું ને
મેલવું અંતરનું અભિમાન

 

ભક્તિ કરો તો તમે
એવી રીતે કરજો ને
રાખજો વચનમાં વિશ્વાસ

 

ગંગાસતી એમ …
એમ કરી બોલ્યાં રે ..

 

ગંગાસતી એમ જ બોલ્યાં ને
એને કહીએ હરિના દાસ

 

ભક્તિ કરવી તેને
રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન

 

સદગુરુ ના ચરણમાં
શિષ્ નમાવીને

 

સદગુરુ નાં ચરણમાં
શિષ્ નમાવી ને
કર જોડી લાગવું પાય

 

ભક્તિ કરવી તેને
રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન …(૨)

 

(૨) તેમ છતાં, હાવર્ડ યુનિવર્સિટીના આચરણ  સૂત્રો…
બધા માણસો વિચારપૂર્વક જ વર્તે છે એવું નથી. તેઓ જે કાંઈ કરે છે તે યોગ્ય જ હોય છે એવું પણ નથી. મોટા ભાગના માણસો માત્ર પોતાનો જ વિચાર કરીને ચાલતા ને વર્તતા હોય છે. તેમ છતાં તેમની તરફ સદભાવ રાખવો અને તેમની સાથે પ્રેમપૂર્વક વહેવાર કરવો
તમે કાંઈ સારૂ કરશો તો લોકો કહેશે કે આમ કરવા પાછળ અંદરખાનેથી તમારો હેતુ સ્વાર્થી છે, તેમ છતાં સારું કરવાનું, ભલાઈના માર્ગે ચાલવાનું બંધ કરશો નહીં.
તમે આજે જે કાંઈ સારું કરશો, ભલાઈનું કામ કરશો તે કાલે ભૂલાઈ જશે, તેમ છતાં સારું કરતા રહેવાનું, ભલાઈ કરવાનું ચાલુ રાખો.
તમે પ્રામાણિકપણે વર્તશો, નિખાલસતાથી વાત કરશો તો તમે વિવાદમાં સપડાવાના અને તમારી ટીકાઓ પણ થવાની, તેમ છતાં પ્રામાણિકતા છોડશો નહીં, નિખાલસ રહેજો.
જે ઈમારત ઉભી કરતા તમને વરસો થયાં હોય તે રાતોરાત ધરાશાયી થઈ જાય એવું બને. તેમ છતાં ઈમારત ખડી કરવાનું કામ ચાલું રાખો, ઈંટ પર ઈંટ ગોઠવ્યા કરો.
લોકોને ખરેખર મદદ જોઈતી હોય છે. તમે તેમને મદદ કરો ને તેઓ તમારો પાડ માનવાને બદલે તમારી પર હુમલો કરે એવું પણ બને. તેમ છતાં લોકોને મદદ કરવામાં પાછા પડશો નહીં.
તમારી પાસે જે શ્રેષ્ઠ છે તે દુનિયાને આપો. બદલામાં તમને કદાચ લાતો મળશે, તેમ છતાં દુનિયાને તમારી પાસે જે શ્રેષ્ઠ છે તે આપી ચૂકો.
ચટણી
ભલાઈ કરવા પહેલવાન નહીં, ઈન્સાન થવાની જરૂરત છે.
{ઘણી વખત એવું બને કે કોઈકની ખરાબ આદતો, ખરાબ આચરણ કે અપ્રામાણિક નીતીઓથી મળતી ક્ષણિક સફળતાઓથી દોરાઈને, એ નકલી દોરદમામથી આકર્ષાઈને જીવનમાં ખોટા રસ્તે ચાલવાનો નિર્ણય કે વિચાર આવે, કદાચ એટલે જ વિદ્યાર્થીઓના મનમાં આવા કોઈ પણ વિચારના ઉદભવને પહેલેથી જ ડામવા હાવર્ડ યુનિવર્સિટી ઉપરોક્ત આચરણ સૂત્રો બતાવે છે. આપણી સારી આદતો, સંસ્કારો અને આચરણો જ આપણી સૌથી મોટી મૂડી છે, કોઈ ઈમારત પડી જાય તો તેના પાયા પર તેને ઉભી કરી શકાય, પણ પાયા વગરની ઈમારતનું ભાવિ બિસ્માર હોય છે, એ ભલે ગમે તેટલી ઊંચી હોય, નાનકડા વિઘ્ને પતન નિશ્ચિત છે.}