વચન વિવેકી ને … (ગંગાસતી) …

વચન વિવેકી ને … (ગંગાસતી) …
સ્વર: નારાયણ સ્વામી …


.

વચન વચન કી મેંડ હૈ,
વચને ભયો  પ્રકાશ
વચન થકી ચૌદ બ્રહ્માંડ રચ્યાં
એ વચન તો કબીર તો  વિરલાને પાસ  ..
વચન વિવેકી ને
જે નર ને નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે તેને પાઈ … (૨)
યથાર્થ વચનની
શાન જેણે જાણી ને .. (૨)
કરવું પડે નહિ  બીજું કાંય  ..
વચન વિવેકી ને
જે નર ને નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે તેને પાઈ …
વચનમાં સમજે તેને
મહાસુખ ઉપજે પાનબાઈ
ગત રે ગંગાજી કહેવાય …
વચનમાં સમજે તેને
મહાસુખ ઉપજે જેને
ગત રે ગંગાજી કહેવાય …
એકાંતે બેસી,
અલખને આરાધે તો ..
એકાંતે બેસીને,
અલખને આરાધે તો,
પ્રભુજી પ્રસન્ન તેને થાય .. (૨)
વચન વિવેકી
જે નર નારી ને
બ્રહ્માદિક લાગે તેને પાઈ …
વચને થાપન ને
વચને ઉથાપન પાનબાઈ
વચને મંડાય, પ્રભુ નો પાટ ..
વચને થાપન ને
વચને ઉથાપન પાનબાઈ
વચને મંડાય પ્રભુનો પાટ …
વચન ના પુરાય તો
નહિ રે અધૂરા અમે
વચન ના પુરાય  ..
નહિ રે અધૂરા અમે   ..
લાહવો વચન નો જોને થાત
એ જી ..રામ રામ રામા રે જી …
વચન વિવેકી
જે નર ને નારી ને
બ્રહ્માદિક લાગે તેને પાઈ …
વસ્તુ વચનમાં
છે પરી પૂરણ પાનબાઈ
વચન છે ભક્તિ કેરૂ અંગ .. (૨)
ગંગાસતી એમ બોલ્યાં ને રે
ગંગાસતી એમ …
એ જી એમ બોલ્યાં ને
એ તમે કરજો કોઈ
વચન વાળાનો સંગ …
વચન વિવેકી ને
જે નર ને નારી ને
બ્રહ્માદિક લાગે તેને પાઈ …
યથાર્થ  વચનની
શાન જેણે જાણી ને .. (૨)
એને કરવું પડે નહિ
બીજું કાંઈ ..
કરવું પડે નહિ
બીજું કાંઈ …