દાદર અને હોમીઓપેથી …(૧૨) ….“દાદર – ફરી ફરી ને થતો ને ખુબ બધી ખંજવાળ આવે એવો રોગ- જેમાં હોમીઓપેથી છે અકસીર અને શ્રેષ્ઠ :

દાદર અને હોમીઓપેથી….(૧૨) .“દાદર –  ફરી ફરી ને થતો ને ખુબ બધી ખંજવાળ આવે એવો રોગ- જેમાં હોમીઓપેથી છે અકસીર અને શ્રેષ્ઠ:
ડૉ.પાર્થ માંકડ..M.D. (HOM)
(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય, ને થોડાattention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે.ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડ દ્વારા દાદીમા ની પોટલી http://das.desais.net બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ  બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે   આપના મંતવ્યો પ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)


દાદર એટલો બધો સામાન્યતા: થતો રોગ છે કે કદાચ ઘણા બધા ને જીવન માં કોઈ ને કોઈ સ્ટેજ પર દાદર થયું હશે જ, અને પછી બજારમાં  મળતા ક્રીમ લગાડો એટલે તરત જ બેસી જાય, રીંગ ગાર્ડ, સપટ લોશન વગેરે જેવા ભારતમાં બહોળી રીતે વાપરતા ક્રીમ છે. મોટેભાગે આપણે દાદર માં તો ડોક્ટર નું પ્રિસ્ક્રીપ્શન પણ ટાળીએ છીએ, આજુ બાજુ ના એકાદ અનુભવી પાસેથી ક્રીમનું નામ મળી જાય અને આપણે લઇ ને લગાડી દઈએ.  મોટેભાગે તકલીફ ત્યારે થાય કે ક્રીમ લગાડીએ, એટલે તરત બેસી જાય પણ થોડો સમય થાય ને ફરી પાછું યથાવત. જયારે પણ દાદર થાય ત્યારે ખંજવાળ પણ ખુબ આવે, એટલે થોડું વધુ ક્ષોભજનક પણ લાગે. પણ આ રોગ કાયમ માટે વિદાય લે અને બદલામાં બીજા કોઈ નવા રોગ ની શરીર ને ભેટ ધર્યા વિના વિદાય લે એ માટે એની હોમીઓપેથી કે ઇવન આયુર્વેદિક જેવી, એવી દવાઓ  લેવાની જરૂર છે, જે વ્યક્તિની ચામડી ને સાચા અર્થ માં સ્વાસ્થ્ય આપે જે હવે ફંગસ કે બેક્ટેરિયા નું ઘર બની ગયું છે.
દાદર શું છે? :
દાદર એ એક્પ્રકાર નું આમ તો ચામડી ને લાગતું ફંગસ ઇન્ફેકશન જ છે. જેને મેડીકલ ભાષામાં ટીનિયા તરીકે ઓળખાય છે. પછી પાછુ આ ઇન્ફેકશન કયા સ્થળે છે એ પ્રમાણે, એના પ્રકાર, નામો વગેરે બદલાય. કારણ કે આ ઇન્ફેકશન માં હંમેશ ગોળાકાર રીતે બધા પેચ ગોઠવાયેલા હોઈ એક રીંગ જેવો દેખાવ બનાવે છે, એટલે સામાન્ય ભાષામાં એને રીન્ગ્વર્મ તરીકે પણ ઓળખાય છે.
કારણો :
કારણો ને બે અલગ એન્ગલ થી સમજીએ. એક તો સિમ્પલ ને સાદું કે, આ રોગ એ ફંગસ ને કારણે થાય છે. એ ફંગલ ઇન્ફેકશન જ આનું કારણ છે. ઇફેક્શન લાગવા માટે નીચે મુજબ ના કારણો હોઈ શકે :
૧.) આ રોગ ચેપી છે, એટલે એવી વ્યક્તિ કે જેને દાદર હોય, એના ટુવાલ, સાબુ કે કપડા ના ઉપયોગ થી  આપણ ને પણ થઇ શકે . ( માટે જ હોસ્ટેલમાં જતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ માં આ બહુ સામાન્ય રીતે જોવા મળતો રોગ છે. )
૨.) આ રોગ પ્રાણીઓ માં પણ ખુબ જ જોવા મળે છે, એટલે જેમના ઘરમાં પાલતું પ્રાણી ઓ હોય, એમના દ્વારા પણ આ ઇન્ફેકશન લાગી શકે .
૩.) શારીરિક સ્વચ્છતા નો આભાવ કે વધુ પડતો પરસેવો રહેવો, એ પણ દાદર થવા નું એક અગત્ય નું કારણ છે. આથી ભેજ વાળા વાતાવરણ માં પણ આ રોગ વધતો હોય છે.
હવે વાત રહી બીજા એન્ગલ ની ….
તમને જાણી ને નવી લાગશે કે આપણા શરીર પર જ ઇવન વાળ, નખ , ચામડી, આંતરડા આ બધા પર ઓલરેડી કેટલાય બેક્ટેરિયા, ફંગસ, વાયરસ, કાયમી ઘર બનાવી ને રહે છે ઉપરાંત આપણે દિવસમાં પ્રત્યેક સ્થળે, પ્રત્યેક મીનીટે, કેટલાય બેક્ટેરિયા, ફંગસ ને વાયરસ ના સંપર્ક માં આવીએ છીએ, તો બધા ને નહિ ને અમુક લોકો ને જ કેમ આ રોગ થાય છે?
ત્યાં જ પ્રકૃતિગત કારણ અને રોગપ્રતિકારક શક્તિ નો રોલ આવી ને ઉભો રહે છે.
આપણી ચામડી પાસે એટલી પ્રતીકારકતા છે જ કે એ આવા ઇન્ફેકશન થી આપણ ને બચાવી શકે, પણ જો એવું ના થાય તો કારણ તરીકે ફંગસ બતાવવા ને બદલે, આપણી પ્રતીકારાક્ક્ષમતા માં પડેલા ગાબડા ને જોવા જેવું છે. કારણ કે મૂળ એ છે, નહિ કે ફંગસ.
બજારમાં મળતા ક્રીમો ને બીજા બાહ્ય ઉપાયો એ થોડી ફંગસ ને મારશે પણ પ્રતીકારકતા ? એમને એમ જ, ને માટે જ જેમ ચોર ઘર ભાળી જાય એમ જ ફરી ફરી ને આ જ ઇફેક્શન થયા કરે. જરૂર છે ચામડીનું વાતાવરણ સ્વસ્થ બનાવાની.

ચિન્હો :
જે સ્થળે દાદર થાય એ સ્થળે લાલ ઝીણી ઝીણી કે મોટી ફોડલીઓ એક વર્તુળાકારે, એ વિસ્તાર માં થઇ જાય છે, એ પરિઘ ની અંદર પણ ઘણી વાર ઝીણી ઝીણી ફોડલી ઓ હોય છે. આ સ્થળે ખુબ જ ખંજવાળ આવે છે, અને ક્યારેક થોડું પાણી જેવું ને થોડું ચીકણું એવું પ્રવાહી પણ નીકળે છે.
ઉપાયો :
સૌ પ્રથમ તો આ રોગ થી બચવા પર્સનલ હાઇજીન બરાબર કેળવવા ની જરૂર હોય છે. બિનજરૂરી, કોઈ નો સાબુ કે ટુવાલ કે કપડા વાપરવા ની ટેવ હોય તો છોડી દેવી.
બાકી તો જો દાદર થઇ ગયું હોય તો હોમીઓપેથી ની તુરંત સેવા હાજર જ છે, જેનો ઉપયોગ કરવો. હોમીઓપેથી માં એની ઘણી દવાઓ છે, જો કે આમ તો વ્યક્તિમાં રોગપ્રતીકારકતા વિકસિત કરવા વ્યક્તિ ની પ્રકૃતિ જાણી ને દવા કરવી જ એનો શ્રેષ્ઠ ઉપાય છે, પણ છતાં કેટલીક એવી દવાઓ કહું કે જેની દાદર માં ખુબ જ સારી અસર છે.
જેમ કે …
Bacilinum , Sepia , Baryta carb , Natrum Mur. Thuja , Arsenic alb. Ars.-s.f. જેવી દવા ઓ મોટાભાગ ના દાદર ના કિસ્સાઓ માં અચૂક કામ કરે છે.
આ ઉપરાંત જે ભાગમાં દાદર થયું હોય એ ભાગ સ્વચ્છ રહે, અને વધુ પ્રમાણમાં ભેજવાળો ના રહે એનું ખાસ ધ્યાન રાખવું.
આટલું થશે તો દાદર ખુબ જ  સરળતા થી હંમેશ માટે માટી જાય એવો રોગ છે.
પ્લેસીબો :
“દેખીતા કારણો અને મૂળભૂત કારણો નું આઈસબર્ગ ફિનોમિના જેવું છે. જેમ મધદરિયે બરફ ની મોટી શીલા બહાર થી એકદમ નાની ખડક જ લાગે પણ એ ખાલી એનો બહાર દેખાતો ૧/૩ ભાગ જ હોય, બાકી નું ૨/૩ અંદર હોય ને એ જ સૌથી જોખમી જહાજ માટે બની રહે. જે કારણો આપણે શોધી શકીએ છીએ  એ તો માત્ર ઉપરના છે, મૂળ રોગ અંદર છે, આપણા વ્યક્તિત્વ ની સાથે વણાઈ ગયેલો , જરૂર છે એને ઓળખી કાઢવાની ને પછી એને દુર કરવા ની. “
ડૉ.પાર્થ માંકડ
“ સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ”