સમરુ રે સાંજ એ સવેરા …(ગણેશ સ્તુતિ …)

સમરુ રે સાંજ સવેરા, એવા ગુણ ના પતિ .. (ગણેશ સ્તુતિ..)

.

.

ગણેશ સ્તુતિ …
સમરૂ રે સાંજ એ સવેરા, એવા ગુણ ના પતિ…

 

સદગુરુ, ગુણપતિ, શારદા ..
અને પ્રથમ નમવાના  સ્થાન
હે ..શરણ ગયે સુખ આપશે
પૂરે હૃદયની હામ …

 

ગૌરી તમારા પુત્રને
સૌથી સમરીએ અમો
પણ દિવસે, દિવસે સમરે હાટ વાણીયા
રાતે સમરે, સંત ને ચોર જી ..

 

સદા ભવાની સહાય રહો .. (૨)
સન્મુખ રહો ગુણેશ
પંચ દેવ એ મળી રક્ષા કરો
ગુરુ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ …

 

પંચ દેવ મળી રક્ષા કરો
ગૌરી નંદ ગુણેશ ..

 

સમરૂ રે સાંજ એ સવેરા
એવા ગુણ ના પતિ
સૂંઢાળા સ્વામી, સૂંઢાળા ..(૨)

 

માતાજી કરે રે જેના, પાર્વતી દાતા .. (૨)
એ પિતા..
પિતા, શંકર દેવા ..
એવા ગુણ ના પતિ ..
સૂંઢાળા સ્વામી, સૂંઢાળા ..

 

સમરૂ રે સાંજ  સવેરા
એવા ગુણ ના પતિ ..
સૂંઢાળા સ્વામી, સૂંઢાળા ..(૨)

 

જગત સિંદૂર ની તમને
સેવા રે ચડે દાતા ..
જીને સિંદૂર ની એજી
સેવા રે ચડે દાતા .. (૨)

 

ગળે એ ફૂલડાની માળા
એવા ગુણ ના પતિ
એ.. ગળે, એ ફૂલડાની માળા
એવા ગુણ ના પતિ
સૂંઢાળા સ્વામી, સૂંઢાળા ..

 

સમરૂ રે સાંજ એ સવેરા
એવા ગુણ ના પતિ
સૂંઢાળા સ્વામી, સૂંઢાળા ..(૨)

 

અઢારે વરણ ના દાતા
વિઘ્ન હરે છે રે ..જી
અઢારે વરણ ના દાતા
મેરે દાતા …
વિઘ્ન હરે છે રે.. જી… (૨)

 

ધર્મની બાંધેલ ધર્મ શાળા
એવા ગુણ ના પતિ
સૂંઢાળા સ્વામી, સૂંઢાળા ..

 

કહે રવિ રામ, ગુરુ ભાન ને પ્રતાપે ..
કહે રવિ રામ ગુરુ,
ભાન ને પ્રતાપે ..
ખેલ સમે રે, એ દુનિયા નચાળા
એવા ગુણ ના પતિ
સૂંઢાળા સ્વામી, સૂંઢાળા …

 

સમરૂ રે સાંજ એ સવેરા
એવા ગુણ ના પતિ
સૂંઢાળા સ્વામી, સૂંઢાળા .. (૨)