ખીલ અને હોમીઓપેથી …. (૧૧)…ખીલ-તકલીફ ઓછી – પણ અરીસામાં ન જોઈએ ત્યાં સુધી જ – ઈલાજ હોમીઓપેથી થી જ …

ખીલ અને હોમીઓપેથી  …. (૧૧)…ખીલ : તકલીફ ઓછી – પણ અરીસામાં ન જોઈએ ત્યાં સુધી જ – ઈલાજ હોમીઓપેથી થી જ …

–  ડો.  પાર્થ માંકડ …M.D (HOM)

 

(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય, ને થોડાattention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે.ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ નાહેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડદ્વારાદાદીમા ની પોટલીhttp://das.desais.net બ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ  બ્લોગ પર માણ્યા બાદ,  આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે   આપના મંતવ્યો પ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)


ખીલ, આ શબ્દ વચાય કે બોલાય કે તરત જ સાહજિક રીતે જ વ્યક્તિનું ધ્યાન પોતાનો ચહેરો કેટલો ક્લીન છે એ જોવા અરીસામાં જોતું રહે…ને જો ના હોય, જો ખીલ થયા હોય કે થતા હોય , તો તો જાણે આભ તૂટી પડે. મુલતાની માટી ને કેટલાય પ્રકારના  ફેસપેક ને કઈ કેટલાય ઉપાયો શરુ થઇ જાય. રાતોરાત પોતાના ચહેરા પર એક પ્રકાર નો અણગમો ને એના વિના ના બેદાગ ચહેરાઓ ની જરા તારા ઈર્ષ્યા થવા નું શરુ થઇ જાય.  ખીલ, યુવાની ની નજીક પહોચતાની સાથે જ મળતી જાણે એક વણમાગી ગીફ્ટ હોય એવું ઘણી વાર લાગે, ઘણા ઘણા ઘણા દર્દી ઓ ખીલ ના જોવા નો મોકો મળ્યો છે ને ઘણી વાર આશ્ચર્ય પણ થાય કે, વ્યક્તિ નું પોતાના બાહ્ય દેખાવ સાથે નો લગાવ આટલો બધો હશે ? કે વ્યક્તિ ખીલ થી હેરાન પરેશાન રહે, ટેન્શનમાં આવી જાય ને સતત એક પ્રકાર ની લઘુતાગ્રંથી થી જીવ્યા કરે…

સૌ પ્રથમ તો એ જાણી લઇ એ કે આ ખીલ શું છે ?


ખીલ એ આમ તો સરળ શબ્દોમાં  અંતઃસ્ત્રામાં થતા  ફેરફાર નું ચામડી પર દેખાતું પ્રતિબિંબ છે. ખાસ કરી ને વ્યક્તિમાં જયારે યુવાની ની ઉમર ની શરૂઆત થાય, એટલે કે છોકરા ઓ ને દાઢી મુછ ઉગવાનું શરુ થાય અને છોકરીઓ નું એક યુવતી તરીકે નો વિકાસ શરુ થાય ત્યારે સ્વાભાવિક રીતે જ શરીરમાં સ્ત્રી – ના સ્ત્રીત્વ માટે અને પુરુષ ના પુરુષત્વ માટે જરૂરી અંત:સ્ત્રાવો નું પ્રમાણ વધવા લાગે. આ  અંત:સ્ત્રાવ ને પરિણામે શરીરમાં ખાસ કરી ને ચહેરા પર, પીઠ પર અને છાતી પર સીબમ કરી ને શરીર ની ઓટોમેટીક લુબ્રીકેશન પદ્ધતી ને વધુ એક્ટીવ કરી દે, તકલીફ એ થાય કે એ ચામડી પર ના વાળ ઉગવા માટે ના ઝીણા ઝીણા રસ્તા ઓ ને બંધ કરી દે, પરિણામ સ્વરૂપ એ ભાગ પર એક ઉપસેલું બમ્પ બની જાય ને આપણા સહુ નું ટેન્શન વધી જાય. આ બમ્પ એટલે જ ખીલ.

ખીલ થવા ના કારણો :

ઘણા  કારણો છે ને આમ જોઈએ તો એક પણ એકદમ પ્રૂવ થયલું નથી, પણ છતાં, …

૧. માતા કે પિતા ને થયા હોય તો સંતાન ને આવે.

૨. અમુક એલોપેથી દવાઓ.

૩. માનસિક ચિંતા અને તાણ.

૪. વધુ પડતું ભેજ વાળું કે વધુ પડતું ગરમ કે ઠંડુ વાતાવરણ.

૫. વધુ પડતો સ્પાઈસી ખોરાક.

વિગેરે  જેવા ઘણા બધા કારણો ખીલ ને પાછળ  જવાબદાર હોય છે.

ઉપાયો :

નોર્મલ સંજોગોમાં જાણે ખીલ ને કોઈ જ દવાની જરૂર નથી, જેમ જેમ શરીર ના અંત:સ્ત્રાવો એક પ્રકારનું બેલેન્સ ઉમર વધવાની સાથે મેળવી લે, એમ એમ ખીલ ઓછા થતા જાય. એ દરમ્યાન ખાસ તો બધું અલગ અલગ પ્રકાર ના ક્રીમ ટ્રાય કરતા રહેવા કે વારંવાર દિવસમાં (૪) ચાર એક વાર થી પણ વધુ વાર ચહેરો ધોયા કરવો વગેરે ખુબ જ ઓછું હિતાવહ છે. યાદ રહે ખીલ કોઈ મોટી બીમારી પણ નથી અને, ખીલ હોવાથી આપણા મૂળ અંતર ના ચહેરા ને કઈ જ નથી થતું, અને બાહ્ય ચહેરા પર ની સુંદરતા એ કઈ વ્યક્તિ ને માપવા નું માપદંડ નથી, એટલે ખુબ જ નકારાત્મકતા સાથે જાત ને જોવા ની પહેલા તો ટેવ છોડી દેવી એ મૂળ જરૂરિયાત છે. હા એમાં ક્યાય એવું કહેવા નો ઈરાદો નથી કે ખીલમાં દવા ની જરૂર નથી.

ખીલ માટે નીચે ના સંજોગો માં દવા કરાવવી જોઈએ :

૧. ૨૫/૨૮ વર્ષ વ્યક્તિ ને થાય પછી પણ ચાલુ રહે .

૨. વધુ પ્રમાણમાં બળતરા થવી

૩. વારંવાર વધુ પડત્તું લોહી ખીલ માંથી નીકળવું,

૪. ખીલ ના ડાઘા રહી જવા

૫. ખીલ પાકી ને અંદર પસ વારંવાર થઇ જવું

૬. મનમાં  ખીલ વાળા ના ચહેરા ને કારણે નકારાત્મકતા કે આત્મવિશ્વાસમાં ઉણપ આવવી

હોમીઓપેથીમાં ઘણી બધી દવાઓ  છે …જેમ કે ,

Kali Brom., Natrum Mur, Silicea, Sulphar, Graphities, Causticum વગેરે ખુબ જ અસરકારક  સાબીત થાય છે ખીલ માટે.  ખીલ વિનાના ના ખીલેલા ચહેરા ..આ દવાઓ દ્વારા મળતી સુંદર દેન છે.

આભાર…

પ્લેસીબો :

“સુંદરતા ની સાચી ઓળખ હૃદય કરે છે, આંખો નહિ.”

ડૉ.પાર્થ માંકડ

“ સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ”