આપ કમાઈ ની સુગંધ …

આપ કમાઈ ની સુગંધ …

 

અમેરિકાના વિખ્યાત ઉદ્યોગપતિ અને દાનવીર હેનરી ફોર્ડ એક આલીશાન હોટલના કાઉન્ટર પર જઈને રિશેપ્શનિસ્ટ સાથે પુછપરછ કરતા હતા-મેડમ, તમારા ગામમાં પ્રમાણમાં સસ્તી હોટેલ કઈ ગણાય?’
ત્યારે રિશેપ્શનિસ્ટ હસીને જવાબ વાળ્યો: અમારી આ ફાઈવ સ્ટાર હોટલ સસ્તીજ છે, આપનું નામ?’
હેનરી ફૉર્ડ બોલ્યો: ‘મારું નામ મિ. ફોર્ડ છે, પણ મને આટલી મોંઘી હોટલ પોષાય તેમ નથી. મારે તો એક જ દિવસ રહેવું છે. એટલા માટે આટલો બધો ખર્ચ કરવો યોગ્ય નથી.’
ત્યારે પેલી બહેને કહ્યું: ગામની બહાર એક સસ્તી હોટલ છે તો ખરી, પણ તમારે ગામમાં કામ હશે’તો ચાલીને આવવું પડશે.’
‘એનો કશો વાંધો નહી, એ બધું હું ગોઠવી લઈશ’. કહીને ફોર્ડ વિદાય થવા લાગ્યો,’ ત્યાં પેલી રિશેપ્શનિસ્ટને કાંઈક યાદ આવ્યું તે બોલી ઊઠી: ‘અમારી જ હોટલના સૌથી મોંઘા સ્યૂટ(સ્વીટ)માં કોઈ મિ.ફોર્ડ જ ઊતર્યા છે.’
પોતાનો સામાન ઊંચકીને બહાર જતાં હેનરી ફોર્ડે કહ્યું: ‘જી હા, હું એમને ઓળખું છું. એમના પિતા કરોડપતિ છે, જ્યારે મારા પિતા ગરીબ હતાં.’
હોટલના પેલા મોંઘીડાટ સ્યૂટમાં હેનરી ફોર્ડના જ સુપુત્ર ઊતર્યા હતાં.
જે માણસ જાતે કમાણી કરે છે, તેને એક એક પાઈની કિંમત હોય છે. એના હાથે ક્યારેય ધનનો દુર્વ્યય થતો નથી. જ્યારે બાપના પૈસે તાગડધીન્ના કરનારા ફરજંદોને તો વિચાર સુદ્ધાં આવતો નથી કે ખર્ચાતા આ પૈસા માટે કોઈને પોતાના પરસેવાનું ટીપું વહેવડાવું પડ્યું છે. એટલેજ બાપકમાઈ એ કાગળના ફૂલ’ સમી નિર્જીવ બની જાય છે અને આપકમાઈ સાચા ફૂલ સમી’ સજીવ, સુંદર , સુકોમળ અને સુગંધી!