લઇકન પ્લાનસ – અને હોમીઓપેથી.. (૧૦)…થોડો ઓછો જાણીતો પણ ખુબ તકલીફ આપતો ચામડી નો રોગ –

લઇકન પ્લાનસ – અને હોમીઓપેથી.. (૧૦)… થોડો ઓછો જાણીતો પણ ખુબ તકલીફ આપતો ચામડી નો રોગ – હોમીઓપેથી એટલે એનો સચોટ ઈલાજ :
-ડો. પાર્થ માંકડ
M.D.(HOM)
જયારે ‘ દાદીમા ની પોટલી ‘ માં લખવા નું ચાલુ કર્યું , ત્યારે મારો જે નોર્મલ અભીપ્રાય વાચકો માટે નો  કૈક એવો હતો કે મોટેભાગે વાચકો ને જાણકારી કે કૈક સ્વાસ્થ્ય જેવા સંદર્ભ ની થોડી ગંભીર પ્રકૃતિ ની વાતચીતમાં ઓછો રસ પડશે…આમ તે અંગેનું  કારણ મને  એ લાગે છે કે લોકો ની આંખો/દ્રષ્ટિ  મોટેભાગે મનોરંજન ની શોધ માં વધુ ફરતી હોય છે. પણ ‘દાદીમા ની પોટલી’ .. માં મારો આ ૧૦ મો લેખ આપતા આપતા મારો અભિપ્રાય ઘણા ખરા અંશે બદલાયો છે. ‘ દાદીમા ની પોટલી ‘ ..દ્વારા, એક એવા લોકો ના સમૂહ ને સાંકળી ને રાખ્યો છે કે જેમને સંસ્કૃતિ, સંસ્કાર, કળા અને સાહિત્ય ને એમાં પણ તમામ પ્રકાર નું સાહિત્ય એ બધામાં રસ છે. આપના દ્વારા દર વખતે થતી લાઈક્સ અને આવતી કોમેન્ટ્સ, પુછાતા પ્રશ્નો આ બધા માટે ખુબ આભાર. હજુ પણ વધારે આપના અભિપ્રાય મૂકેલ પોસ્ટ પર મૂકશો કે  ખાસ મને મૂકેલ  પોસ્ટ અંગે આપના વિચારો જણાવતા રહેશો, આ જ રીતે આપને  થતી કોઈ પણ દર્દ અંગેની મુંજવણ હોય તો નિસંકોચ પ્રશ્નો પણ પૂછતાં રહેશો જે સદા મને આવકાર્ય રેહશે.
– ડૉ.પાર્થ માંકડ…
આજે  જે દર્દ ની વાત કરીશું એ લાયીકન પ્લનસ તરીકે ઓળખાય છે ખાસ કોઈ એનું ગુજરાતીમાં અલગ નામ હોય એવું મારા ધ્યાન માં નથી. પણ આ રોગ થઇ ગયા પછી વર્ષો ના વર્ષ સુધી વ્યક્તિ ને તકલીફ આપે છે. લગભગ ૧૯ વર્ષ થી હોય એવા  તો કેટલાક કેસ મેં પણ જોયા છે. આ રોગ ઓછો જાણીતો છે, કારણ એ કે મોટેભાગે આપને ચામડી પર કૈક દેખાય એટલે એને દાદર કે ખરજવું કે એવા સામાન્ય નામથી ઓળખી લેતા હોઈએ છીએ પણ કોઈ પણ રોગ થાય ત્યારે એની સારવાર કરાવતા પહેલા જ એ રોગ થવા ના કારણો, એમાં શરીરમાં શું થાય, એના કોમ્પ્લીકેશન કયા હોઈ શકે ને દવા ઓ કેવી કેવી થાય એ એક દર્દી તરીકે કે એક સમાજ ના જવાબદાર વ્યક્તિ તરીકે જાણી લેવું ખુબ જ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક આ લેખમાળા પાચલ નું ઉદ્દેશ પણ એ જ છે. તો આ થોડો ઓછો જાણીતો પણ જાણવા જેવા રોગ વિષે આ જે જાણીએ.
કારણો :
લઇકન પ્લેનસ મોટેભાગે એક કરતા વધારે કારણો થી થતો રોગ છે  અને એ મોટેભાગે રોગપ્રતિકારક શક્તિ માં આવતા રીએક્શન થી થતો હોય છે , ને એ પ્રકાર નું રીએક્શન લાવવા પાછળ જવાબદાર ઘણા પરિબળો છે જેમ કે, …
૧.]  સ્ટ્રેસ
૨.]  એલોપેથી ની ઘણી બધી દવા ઓ જેમ કે,
 • Pain killers
 • Tetracycline
 • Captopril
 • Propranolol
 • Sulfonamide
 • Dapsone
 • Furosemide
 • Chloroquine
 • Penicillamine
 • Methyldopa
 • Enalapril
 • Allopurinol (anti-gout medicine)
૩.]  અમુક પ્રકાર ના કેમિકલ સાથે નો કોન્ટેક્ટ , અમુક પ્રકાર ની ફેક્ટરી માં કામ કરવા ને કારણે.
૪.]  હેર ડાઈ અને હેર કલર્સ નો ઉપયોગ
૫.]  જીનેટિક તકલીફ
ચિન્હો  :
મોટેભાગે વાયોલેટ રંગ ના ચામડી પર ચાંઠા જોવા મળે છે, ખાસ કરી ને કાંડા ના પાછળ ના ભાગમાં, પગ ઉપર અને જાંઘ ની અંદર ના ભાગમાં વધારે જોવા મળે છે. આ ઉપરાંત ઘણી વાર મોઢા ની અંદર ના ભાગોમાં કે સ્ત્રી માં ગુપ્ત ભાગોમાં પણ જોવા મળે છે. ખુબ જ ખંજવાળ એ ભાગમાં આવે છે. આ ઉપરાંત નખમાં અને વાળ માં પણ અમુક પ્રકાર ના ચિન્હો જોવા મળે છે. બધા ચિન્હો ને શબ્દમાં સમજાવવા શક્ય ના લગતા એના કેટલાક ફોટો જે મુકાયેલા છે એ ધ્યાનથી જોઈ લેવા.

 

 

 

 

ઉપાયો :
આ રોગ માં પણ હોમેઓપેથી ખુબ અકસીર ઈલાજ તરીકે કામ કરે છે. ખાસ કરી ને, Antium Crude., Sulphuricum Iodatum, Staphysagria, Apis Mellifica, Chininum ars  હોમીઓપેથી આવા કેટલાય રોગ માટે એક માત્ર આશા નું કિરણ છે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
પ્લેસીબો:
આ વખત નું પ્લેસીબો અંગ્રેજી માં જેમાં એક જ વાક્ય માં ખુબ સરળ રીતે રોગ ને વ્યાખ્યાયિત કરાયો છે ..અને રોગ ને સમજવું એ સ્વાસ્થ્ય ને સમજતા પહેલા ની પાયા ની જરૂરિયાત છે. યાદ રહે , રોગ એટલે જે શારીરિક તકલીફ દેખાય છે માત્ર એટલું જ નહિ પણ એની સાથે પણ ઘણું જ . કૈક એ જ વ્યાખ્યા અંગ્રેજી માં : ” Disease is a result of physical, emotional, spiritual, social and environmental imbalance .”

ડૉ.પાર્થ માંકડ

સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.