ખરજવું – ફરી ફરી ને થતો રોગ અને હોમીઓપેથી …(૯)

ખરજવું – ફરી ફરી ને થતો રોગ અને હોમીઓપેથી …(૯)
-ડૉ. પાર્થ માંકડ ..M.D.(HOM)

(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય, ને થોડા attention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે. ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડ દ્વારાદાદીમા ની પોટલી’ -http://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ  બ્લોગ પર માણ્યા બાદ,  આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે   આપના મંતવ્યો પ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)

 

ખરજવું આમ તો ચામડીના જ રોગ ના અનેક પ્રકારોમાંથી  એક પ્રકાર જ છે, પણ મોટેભાગે આપણે ચામડીનો  કૈક ના સમજાય એવો રોગ જોઈએ એટલે એને ખરજવું એનું નામ આપી દેતા હોઈએ છીએ.

ખરજવું લોકો ને ખરેખર પરેશાન કરી મુકે છે, કારણ કે એક તો મોટેભાગે એનું કારણ ખબર પડતી નથી હોતી, બીજું થયા પછી ક્યારે અને કયા પ્રકાર ની દવાથી મટશે એનો પણ ઓછો આઈડિયા આવતો હોય છે, ને ક્યારેક મટી જાય તો થોડા સમય પછી પાછો ઉથલો મારી દેતું હોય છે. આજે સમજવા નો પ્રયત્ન કરીએ કે આખરે આ ખરજવું છે શું?

પ્રકારો :

મેડીકલી ખરજવા ના ઘણા બધા પ્રકારો છે પણ, કેટલાક ખુબ બહોળા જોવા મળતા પ્રકારો જોઈએ તો :

૧] Atopic Dermatitis :

(a) જેમાં મોટેભાગે વારસાગત કારણો જવાબદાર મનાય છે અને એમાં ખરજવું ખાસ કરી ને માથે, ગળે , કોણી ની અંદર ના ભાગે, ઘૂંટણ ની અંદર ના ભાગે વગેરે જેવી જગ્યાઓ એ સામાન્યતઃ વધુ જોવા મળે છે. એવું જોવાયું છે કે બાળપણમાં અસ્થમાની તકલીફ જેમ ને હોય એમને આ પ્રકાર નું ખરજવું વધુ જોવા મળ્યું છે.

૨] Contact Dermatitis :

(a) જે પ્રમાણે નામ બતાવે છે , એ જ રીતે આ પ્રકાર નું ખરજવું એ કોઈ પણ એવી વસ્તુ કે વાતાવરણ ના સંપર્કમાં આવવાથી થાય છે જેની વ્યક્તિ ને એલર્જી હોય . , ખાસ કરી ને અમુક પ્રકારની  ઋતુ માં અથવા તો અમુક પ્રકાર ના કેમિકલ ના સંપર્કમાં આવવાથી વધુ થાય છે. વ્યવસાય પણ જો
કોઈ વ્યક્તિ નો એ પ્રકાર નો હોય જેમાં એવી કોઈ વસ્તુ નો સંપર્ક રહેતો હોય તો એને આ પ્રકારનું ખરજવું થવાની શક્યતા વધુમાં વધુ રહે. ઘણી ગૃહિણી ઓ ને સાબુ કે સાબુ ની ભૂકી કે પછી ખોટા દાગીના પહેરવાથી પણ ચામડી ની તકલીફ રહેતી હોય છે એ પણ આ જ પ્રકારના ખરજવા નો એક પ્રકાર કહી શકાય.

૩] Xerotic Dermatitis :

૪]  Seborrhoeic Dermatits :

(a) ઘણા લોકો ને શિયાળામાં ચામડી ખુબ સુક્કી થઇ જાય છે, અને વારંવાર આવું થવા ને કારણે એ ખરજવામાં તબદીલ થઇ જાય છે. એને આ પ્રકાર નું ખરજવું કહી શકાય.

(૧) આ પ્રકારનું ખરજવું મુખ્યત્વે વાળમાં કે પાપણમાં વગેરે જેવી જગ્યા એ થાય છે, શરૂઆતમાં એ બિલકુલ ડેન્ડ્રફ જેવું લાગે છે પછી ખબર પડે છે કે એ એક પ્રકાર નું ખરજવું છે.

હજુ પણ બીજા ઘણા બધા પ્રકાર છે ખરજવા ના પણ મોટેભાગે વધુ લોકો ને આમાંથી કોઈ પ્રકાર નું ખરજવું લાગુ પડે એની શક્યતા ઓ વધુ રહે છે.

ખરજવા ના ચિન્હો :

૧.) ચામડી લાલ થઇ જવી

૨.) સોજો આવી જવો

૩.) ખંજવાળ આવવી

૪.) એ ભાગ ની ચામડી સુક્કી થઇ જવી

૫.) કેટલીક વાર ત્યાંથી ચીકણું કહી શકાય એવું પ્રવાહી નીકળવું

૬.) લોહી નીકળવું

૭.) કેટલીક વાર ચામડીમાંથી થોડી ફોતરીઓ પડવી. વિ

આ ઉપરાંત ખરજવું કયા પ્રકારનું છે એના પર પણ ઘણી વાર ચિન્હો નો આધાર રહેતો હોય છે.

ઉપાયો :

ઉપાયો પણ કયા પ્રકાર નું ખરજવું છે એ ના ઉપર આધારિત છે તેમ છતાં, હોમીઓપેથીમાં કેટલીક દવાઓ એ એકદમ અકસીર ઈલાજ તરીકે કામ કરે છે જેમ કે સલ્ફર.  આ દવા કોઈ પણ પ્રકાર ના ખરજવા ની રામબાણ દવા છે, ને આમ જોવા જઈએ તો સલ્ફર તત્વ કુદરતમાં પણ ચામડી ના દર્દો મટાડી શકવા નો ક્ષમતા ધરાવે છે. આપે ઘણી જગ્યા એ સાંભળ્યું હશે કે અમુક પ્રકાર ના ગરમ પાણી ના ઝરામાં નહાવાથી ચામડી ના દર્દો મટી જાય છે , કારણ એમાં રહેલું સલ્ફર અને અન્ય કેટલાક એવા જ ખનીજ તત્વો જ છે. સૌરાષ્ટ્ર માં “તુલસીશ્યામ ” એ બાબતે કદાચ ખુબ જાણીતું છે આપણા બધા માટે.

સલ્ફર , પછી વધુ એક ઈલાજ છે Graphitis નામની દવા એ પણ ખુબ જ અકસીર ઈલાજ તરીકે કામ કરે છે, આ ઉપરાંત પેટ્રોલીયમ – આ દવા શિયાળામાં ચામડી ફાટી જવા ને કારણે જે પ્રકારે ખરજવું થાય છે એના માટે ખાસ વપરાય છે.

હજી, Mezerium, Lycopodium, Cal. Carb અને બીજી ઘણી ઘણી દવાઓ જે વ્યક્તિ ની પ્રકૃતિ અને ખરજવા નો પ્રકાર સમજી ને આપી શકાય.

ફરી એક વાર ઉલ્લેખ કરવાનું મન થાય છે કે બજારમાં  મળતી અલગ અલગ પ્રકાર ની ક્રીમ વગેરેથી ક્યારેય ખરજવું મટતું નથી એ માત્ર બહારથી દેખાતું જ બંધ થાય છે અને માટે તે ફરી પાછું પણ થાય છે,એટલે આ પ્રકાર ની ક્રીમો લગાડ્યા કરવા નો કોઈ જ અર્થ નથી એનાથી રોગ વધે છે, આથી આવા ઉપાયો માં બહુ પડવું હિતાવહ નથી.

હોમીઓપેથીમાં કદાચ થોડો સમય લાગશે પણ હંમેશ માટે આપ આ તકલીફમાંથી મુક્ત થશો અને એ પણ કોઈ પણ પ્રકાર ની આડઅસર વિના. હોમીઓપેથી માં પણ ઘણા પ્રકાર ની ક્રીમ અને તેલો મળે છે પણ , એ બધા પણ વ્યક્તિ કેન્દ્રિત ના હોવા ને કારણે એની અસર પણ ખુબ મર્યાદિત રહે છે.
હોમીઓપેથી કે ઇવન આયુર્વેદ જેવી ચિકિત્સાઓ મોટેભાગે જે રોગમાં  બહુ તાત્કાલિક અસર ની જરૂર ના હોય એવા રોગોમાં વાપરવા નો આગ્રહ રાખવો એવો મારો તમામ વાચક મિત્રો ને નમ્ર આગ્રહ છે, એટલે નહિ કે હું એક હોમીઓપેથ છું, પણ એટલે કે આપનું શરીર અને મન સ્વસ્થ રહે અને નાહક નું ઝેર પેટ માં નાખી ને હાથે કરી ને રોગો ને આમંત્રણ ના આપો એ બાબત ને લઇ ને હું એક ડોક્ટર તરીકે આપનો હિતેચ્છુ છું એટલે.

પ્લેસીબો :

“Complementary therapies, like homeopathy, get to the cause – rather than just treating the symptoms, I know from my own experience that they work…I’d like to see doctors prescribing homoeopathic treatment….”

-Peter Hain, Secretary of State for Wales,UK.

ડૉ.પાર્થ માંકડ

સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતારાખવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ” –