સોરીઆસીસ અને હોમીઓપેથી …..(૮) …

સોરીઆસીસ : અને હોમીઓપેથી …..(૮) …. સોરીઆસીસ  હોમીઓપેથી  થી મટે જ….
-ડૉ. પાર્થ માંકડ …M.D.(HOM)
(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય, ને થોડા attention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા,સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે. ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડ દ્વારા દાદીમા ની પોટલીhttp://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ  બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે   આપના મંતવ્યો પ્રતિભાવ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો.)

સોરીઆસીસ એટલે ચામડીનો એવો રોગ જે એલોપેથીમાં તો મોટેભાગે લા ઈલાજ જ ઘણાય છે. હોમીઓપેથીમાં  ઈલાજ  ખરો, પણ ફરીથી એ રોગ  થાય કે નહિ એ બાબત ખરેખર ચર્ચા માંગી લે એવી છે, પણ હા, એટલું જરૂર કે સોરીઆસીસ કંટ્રોલમાં રાખવું હોય તો જાણે હોમીઓપેથી જરૂર અકસીર સાબિત થઇ શકે.
સોરીઆસીસ એક “ઓટો ઈમ્યુન” પ્રકાર નો રોગ છે. સરળ ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે એ પ્રકાર ના રોગ માં શરીર ના રોગ પ્રતીકારકતા ધરાવતા કોષો દુશ્મનને ઓળખવામાં ભૂલ કરી બેસે છે ને શરીરના જ કોષો ને બહાર ના હુમલાવર સમજી ને પોતાની લડત ચાલુ કરી દે છે. આ પ્રકાર ની તકલીફ ને “ઓટો ઈમ્યુન” તરીકે ઓળખાય છે.
હજી વધુ સિમ્પલ કહું તો રક્ષક જ ભક્ષક બની જાય છે. ચામડીના કોષો જે નિયમિત નવા બની ને ખરતા રહેતા હોય એ સેલ સાયકલ પણ ઝડપી બની જાય છે પરિણામે ચામડી ફોતરી બની બની ને ખર્યા કરે છે.
હવે આ ઓટો ઈમ્યુનીટી ક્યાંથી ટપકી એના કારણો બહુ ક્લીઅર નથી પણ છતાં કહેવું હોય તો સોરીઆસીસ થવા ના કારણો:
૧.] જીનેટિક
૨.] વારસાગત
૩.] ચામડી ની ઓછી રોગ પ્રતિકાર ક્ષમતા
૪.] માનસિક તાણ
૫.] વાતાવરણ માં થતા ફેરફાર અને એની શરીર પર થતી અસરો માં સોરીઆસીસ થવું અથવા માટેલ હોય તો ફરી થવું એવું રહેતું હોય છે.
૬.] ચામડી માં લાગેલું ઇન્ફેકશન વિ.
સોરીઆસીસના આમ જોવા જઈએ તો ઘણા પ્રકાર છે પણ એના બહુ ઊંડાણમાં જવું બહુ જરૂરી નથી પણ બધા પ્રકારમાં જે ચિન્હો સામાન્ય જોવા મળે છે એના પર જરા એક નજર કરી લઈએ :

સોરીઅસીસ ના ચિન્હો :
૧.] ચામડી પર લાલ રંગ નું ચકામું કે એકદમ નાનું ચિન્હ દેખાવું.
૨.] એ ચકામાં પર ચામડી ની સફેદ રંગ ની ફોતરી ઓ આવી જવી.
૩.] ખંજવાળવા થી એ ફોતરી ઓ પડવી અને ક્યારેક એમાં થી લોહી પણ નીકળવું.
૪.] નખ કેટલાક કિસ્સા માં નીકળી જવા.
૫.] સાંધા ના દુખાવા.
૬.] જે સ્થળે કઈ વાગે એ સ્થળે આ પ્રકાર ના પેચ વધે કે દેખાય, વિગેરે..

સોરીઆસીસ ના ઉપાયો :
આપણી પહેલેથી જ જે રીતે વાત થઇ છે એ પ્રમાણે કે એ થતો રોકવો તો આપના હાથમાં નથી એમ કહીએ તો ચાલે પણ થયા પછી સમયસર અને નિયમિત, થાક્યા વિના સારવાર કરવી એ હિતાવહ છે. હોમીઓપેથીમાં જોકે આ રોગ ની નસીબજોગે ઘણી ઘણી દવાઓ છે.
અલબત્ત આ રોગ એવો છે જેમાં કોઈ પણ હોમીઓપેથ ને બતાવી ને દવા લો એ જ હિતાવહ છે છતાં કેટલીક અકસીર દવા ઓ આ પ્રમાણે છે :
Petroleum , Sulphar , Graphities ,Ars-Iod, Kali suph, Sepia , Mezerium , Psorinum વિગેરે.
સોરીઆસીસ લાંબો સમય ચોક્કસ ચાલે છે પણ હતાશ થવા જેવી બીમારી બિલકુલ નથી એ યાદ રહે , હોમીઓપેથી અને અન્ય પદ્ધતિ ઓ પાસે પણ એનો પુરતો ઈલાજ છે. જરૂર છે થોડી ધીરજ ની અને નિયમિતતાની.
ચાલો મળીએ પાછા આવતી વખતે, અલગ રોગ સાથે. ત્યાં સુધી …शुभम भवतु !
પ્લેસીબો :
“વ્યક્તિનું વ્યક્તિમત્વ એ એની ચામડીના રંગ કે એના પર થયેલા રોગ પર નહિ પણ હૃદય કેટલું સ્વચ્છ અને નિર્મળ છે એના પરથી નક્કી થાય છે. ચર્મરોગ એ કઈ શરમાવા જેવી કે છુપાવા જેવી બાબત નથી .”
-ડૉ.પાર્થ માંકડ …


સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતારાખવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] email ID પર મોકલી આપીશું. ” –