અને ઝૂંપડીયું બાળીને એ મંદિર કીધા …(ભજન)

અને  ઝૂંપડીયું બાળીને મંદિર કીધા રે…

સ્વર: હેંમત ચૌહાણ ..

.

.

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …  (૨)

 

અને  લાખું યે ખરચી ને આસન લીધા રે
એ જુઓ ને ધરમ ચોપડો રે જી ..

 

દુઃખીને જાકારો દઇ એ સુખી સંગ  માણ્યો રે  .. (૨)
સુળીએ  ચડાવીને ચાંદ અમે લીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

રંક કેરા મુખેથી એ રોટી અમે ઝૂંટવી રે .. (૨)
લાખ્ખોના ધુમાડે   લગનીયા  લીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

કફન વિનાના અમે મડદા જલાવ્યા રે .. (૨)
સાલુ રે  આપીને  ખોટાને સંન્માવ્યા  રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી … (૨)

 

અટક્યા હતાં એને કદી નથી આપ્યું રે  ..(૨)
દાનુઓ અમે મોટાઈમાં એ ઘણા દીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

મજબુરી હતી એને  એ આપી અમે નોકરી રે .. (૨)
નાણા રે દઈને શિયળ ખરીદી લીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે  …

 

પંચમાં બેહી ને ઘણા એ ખૂનીને છોડાવ્યાં રે .. (૨)
એ આપ કહે પૂય્ણ એવાં અમે કીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે  … (૨)

 

અને ઝૂંપડીયું  બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે  …