(૧) મહાવત નારાયણ … અને (૨) ભગવાનને કેવી રીતે શોધવા?…(બોધકથાઓ) …

મહાવત નારાયણ …(બોધકથા) …

કોઈ એક જંગલમાં એક સાધુ રેહતા હતાં. તેમને અનેક શિષ્યો હતાં. એક દિવસ તેમણે શિષ્યોને ઉપદેશ આપ્યો કે બધામાં નારાયણને જોવા અને એમ માનીને જ સર્વને નમસ્કાર કરવા. એક શિષ્ય સમધિ વિણવા જંગલમાં ગયો. અચાનક તેણે બુમ સાંભળી, ‘રસ્તામાંથી ખસી જાઓ ! એક ગાંડો હાથી આવી રહ્યો છે.’ સાધુના એ શિષ્ય સિવાય બધા જ ત્યાંથી નાસી ગયા. તે શિષ્યે વિચાર્યું કે હાથી પણ બીજા સ્વરૂપમાં નારાયણ જ છે. તો પછી તેણે શા માટે તેની પાસેથી નાસી જવું જોઈએ ? તે સ્થિર ઊભો રહ્યો. તણે હાથીને નમસ્કાર કર્યાં અને તેની સ્તુતિ ગાવાની શરૂઆત કરી. હાથીનો મહાવત બૂમો પાડતો હતો, ‘નાસી જાઓ, નાસી જાઓ,’ તોય શિષ્ય ત્યાંથી ખસ્યો નહિ. પછી હાથીએ તેણે પોતાની સૂંઢથી પકડ્યો, તેણે એક બાજુ ફેંક્યો અને પોતાના રસ્તે આગળ ચાલ્યો. ઘવાયેલા અને લોહીલુહાણ થયેલો શિષ્ય બેભાન હાલતમાં જ જમીન પર પડી રહ્યો. જે બન્યું હતું તે સાંભળીને તેના ગુરુજી અને ગુરુભાઈઓ તેની પાસે આવ્યા અને તેણે ઉપાડીને આશ્રમમાં લઇ ગયા. ઔષધથી તે તરત જ ભાનમાં આવી ગયો. કોઈએ તેણે પૂછ્યું, ‘તું જાણતો જ હતો કે હાથી આવતો હતો તો તેં સ્થલ શા માટે છોડી ન દીધું?’ ‘પણ,’ તણે કહ્યું, ‘આપણા ગુરુજીએ આપણને કહ્યું છે કે નારાયણે પોતે જ પ્રાણી અને માણસનાં સઘળાં સ્વરૂપ ધારણ કરેલાં છે. તેથી એ તો હાથીનારાયણ આવી રહ્યા હતાં એમ માનીને હું ત્યાંથી નાસી ન ગયો.’
ત્યારે ગુરુજીએ કહ્યુંમ્ ‘હા વત્સ, એ સાચું છે કે હાથી-નારાયણ આવતા હતા. પણ આ મહાવત નારાયણે તો તણે ત્યાં ઊભા રેહવાની મનાઈ ફરમાવી હતી. જ્યારે બધાં જ નારાયણનાં સ્વરૂપો છે, ત્યારે તેં મહાવત-નારાયણના શબ્દોનો વિશ્વાસ કેમ ન કર્યો? તારે મહાવત-નારાયણના શબ્દો પર ધ્યાન આપવું જોઈતું હતું.’
બેશક, નારાયણ સહુના અંતરમાં વસે છે, પવિત્ર અને અપવિત્ર, સદગુણી અને દુર્ગુણી બધામાં, પન્માન્સે અપવિત્ર, દુષ્ટ અને અસાધુ સાથે વ્યવહાર કરવો જોઈએ નહિ. તેણે આ બધાની સાથે આત્મીય બનવું જોઈએ નહિ.
(૨)
ભગવાનને કેવી રીતે શોધવા ?
ભગવાનને માટે આકુળવ્યાકુળ થયેલા જો તમે જુઓ તો ચોક્કસ માનજો કે ભગવાનના દર્શન માટે હવે તેણે લાંબો સમય રાહ જોવી નહિ પડે.
એક શિષ્યે તેના ગુરુને પૂછ્યું, ‘ગુરુજી, ક્ર્ય્પા કરીને મને કહો કે હું કઈ રીતે ભગવાનને પામી શકું?’ ‘મારી સાથે ચાલ,’ ગુરુએ કહ્યું, ‘હું તને તે બતાવીશ.’ પછી ગુરુ શિષ્યને એક તાલાવે લઇ ગયા અને બંને પાણીમાં ઊતર્યા. અચાનક ગુરુએ શિષ્યનું મસ્તક પાણીમાં ડૂબાડી રાખ્યું. થોડીવાર પછી એમણે શિષ્યને છોડી દીધો અને શિષ્યે તેનું માથું બહાર કાઢ્યું અને ઊભો થયો. ગુરુએ પૂછ્યું, ‘તને કેવું લાગ્યું?’ ‘અરે, મને થયું કે હુમારી જઈશ. શ્વાસ લેવા માટે હું તરફડતો હતો,’ શિષ્યે કહ્યું. ‘જ્યારે ભગવાન માટે તું આવું અનુભવીશ ત્યારે જાણજે કે તેમના સાક્ષાત્કાર માટે તારે લાંબો સમય રાહ જોવાની નથી.’
વિષયીનું દુન્યવી પદાર્થો માટેનું આકર્ષણ, સતી સ્ત્રીનું પતિ માટેનું આકર્ષણ અને માનું બાળક માટેનું આકર્ષણ, જો આ ત્રણ આકર્ષણના બળને માણસ પોતાની અંદર એકત્ર કરે અને તેને ભગવાન તરફ વાળે, તો તે ભગવાનને મેળવી શકે છે.’ પ્રેમનાં આ તારણ સ્વરૂપોને જો તમે એકત્ર કરીને એ બધું જ ઈશ્વરને સમર્પિત કરી દયો તો તમને તરત જ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય.